Very Severe Cyclonic Storm ‘NILOFAR’ Over West Central Arabian Sea

Current Weather Conditions on 28th October 2014 @ 8.30 am.

IMD Bulletin No.: ARB02/2014/21 Dated 28-10-2014 issued @ 0430 hours IST available here…click

Current location at 0000 UTC on 28th October 2014 is Lat. 15.7 N & Long. 61.7 E with 90 knots winds and 956 mb. Central Pressure.

JTWC Tropical Cyclone Warning No. 11 Dated 28th October 2014 @ 0300 UTC

 

io0414_11

 

NRL IR Satellite Image Dated 28th October 2014 @ 0200 UTC

 

04ANILOFAR.90kts-956mb-157N-617E.100pc

 

NRL Water Vapor Satellite Image Dated 28th October 2014 @ 0200 UTC

04ANILOFAR.90kts-956mb-157N-617E.100pc._vapor

Wunderground GFS 925 hPa Chart of ‘NILOFAR’
Valid 31st October 2014 @ 0000 UTC

GFS_271014_1200z

Wunderground ECMWF 925 hPa Chart of ‘NILOFAR’
valid 31st October 2014 @ 0000 UTC

ECMWF_271014_1200z

Wunderground ECMWF 925 hPa Chart of ‘NILOFAR’
valid 2nd November 2014 @ 0000 UTC

ECMWF_271014_1200z_02112014

Forecast: 28th October to 1st November 2014

Very Severe Cyclonic Storm ‘NILOFAR’ over West Central Arabian Sea has tracked mainly North Northwestwards during the last 24 hours. The System is expected to strengthen to 105 knots (195 kms./hour on 1 min. ave. speed basis) in the next 36 hours.
Both major forecast models GFS & ECMWF have again differing outcome for this System. GFS has the System weakening from 30th after it re-curves Eastwards towards Sindh/Kutch/Saurashtra and make landfall on 31st October/1st November.

ECMWF also suggests weakening of the System from 30th onward as it re_curves Northeast/East and dissipate at sea between 1st/2nd November.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

આગાહી તારીખ ૨૮ ઓક્ટોબર થી ૧ નવેમ્બર ૨૦૧૪:

મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર માં ‘નીલોફર’ નામનું અતિ તીવ્ર વાવાઝોડું છેલ્લે તારીખ ૨૮ ઓક્ટોબર ના 0000 UTC (05.30 am. IST ) 15.7 Lat. N & Long. 61.7 E ઉપર કેન્દ્રિત છે. પવનો ૯૦ નોટ (૧૬૫  કિમી પ્રતિ કલાક ની ઝડપ ના પવનો જે ૧ મિનીટ ની એવરેજ મૂજબ ) અને ૯૫૬ મિલીબાર પ્રેસર છે. આ વાવાઝોડા આસપાસ દરિયા ના મોજા ૨૮ ફૂટ ઊંચા ઊછળે છે. આ વાવાઝોડા ની પવનની ગતિ હજુ વધીને ૧૯૫ કિમી પ્રતિ કલાક ની થશે (૧ મિનીટ ની એવરેજ મૂજબ). હાલ સીસ્ટમ ઊત્તર ઊત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે જેથી પહેલા ઓમાન બાજુ જશે અને ત્યાર બાદ ઊત્તર બાજુ અને ત્યાર બાદ દિશા બદલી અને સિંધ/ગુજરાત બાજુ ફંટાશે.

ફરી પાછું બે મૂખ્ય ફોરકાસ્ટ મોડલ વચ્ચે મતમતાંતર થયું છે. GFS મૂજબ આ સીસ્ટમ તારીખ ૩૦ થી ૩૧ દરમિયાન નબળી પડતી જણાશે અને ૩૧ ના  રોજ આ સીસ્ટમ સિંધ/કચ્છ/સૌરાષ્ટ્ર નજીક પોન્ચશે.

ECMWF મૂજબ તારીખ ૩૦ થી ૩૧ દરમ્યાન નબળી પડશે અને ત્યાર બાદ પણ આ સીસ્ટમ ૧ થી ૨ તારીખે દરીયામજ નબળી પડી જશે.
આમ આ રીતે અલગ અલગ તારણ આવતા હોઈ આ સીસ્ટમ ના અંજામ ની ચોક્કસતા માં વિશ્વાસ નથી બેસતો.

ટૂંક માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સાવચેતી રાખવી કારણ કે જો આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ઉપર આવે તો પવન થી અને વરસાદ થી નૂકસાન થવાની શક્યતા છે.

વાવાઝોડાના પવન બાબત ની સમજ :
ઊત્તર ગોળાર્ધ્ધ માં વાવાઝોડું હોઈ તેને અનૂસંગિક પવનો વાવાઝોડાના સેન્ટર થી એન્ટીકલોક(ઘડિયાળ ના કાંટા થી વિરૂદ્ધ )દિશામાં ફૂંકતા હોઈ છે.

વાવાઝોડાના પવનો ની ઝડપ ની જયારે વાત થતી હોઈ તે તેટલી સ્પીડે ફૂંકતા હોઈ છે.
વાવાઝોડું પોતે તો બહુ ધીમી સ્પીડે આગળ ચાલતું હોઈ છે. સામાન્ય રીતે ૫ થી ૧૫ કિમી પ્રતિ કલાકે આગળ ચાલતું હોઈ છે.
હવામાન ખાતા મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ કિ.મી. પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૩ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ મૂજબ પવન ની ઝડપ નોટ તેમજ માઇલ પ્રતિ કલાક પ્રમાણે હોઈ છે જે ૧ મિનીટ ની શરેરાશ પવન ની ઝડપ મૂજબ હોઈ છે.
૧ નોટ =૧.૮૫૨ કી.મી.
૧ નોટ =૧.૧૫ માઇલ

એટલે ઇન્ટરનેશનલ હવામાન એજન્સીઓ તરફ થી પવન ની ઝડપ ભારતીય હવામાન ખાતા કરતા સામાન્ય રીતે ૧૦ % થી ૧૫ %વધુ હોઈ છે.

આ આગાહી http://www.gujaratweather.com – અશોક પટેલ ની છે.

નોંધ: વાવાઝોડા અને આવી સીસ્ટમ માટે હવામાન ખાતા ની માહિતી ઉપર મદાર રાખવો.

Forecast_281014_1

Forecast_281014_2