ઇન્ડિયન ઓસન ડાયપોલ – IOD

 

IOD ને અસર કરતા વિસ્તારો દર્શાવતો નકશો – BOM -Australia

iod-area-map (1)

ઇન્ડિયન ઓસન ડાયપોલ (IOD)

પશ્ચિમ ઇન્ડિયન ઓસન અને પૂર્વ ઇન્ડિયન ઓસન ના દરિયા ની સપાટી નું તાપમાન વચ્ચે એક ધારો ફરક ને ઇન્ડિયન ઓસન ડાયપોલ (IOD) કહે છે. IOD ભારતીય ચોમાસુ ને અસર કરતુ એક પરિબળ છે. IOD ને ત્રણ સ્થિતિ હોય છે: ન્યુટ્રલ, પોઝિટિવ અને નેગેટિવ.

 

ન્યુટ્રલ IOD:

પૂર્વ બાજુ ના ઇન્ડિયન ઓસન (ઇન્ડોનેશિયા ના ટાપુઓ પાસે) દરિયા નું પાણી ગરમ હોવથી હવા ઉપર ચડે છે અને ત્યાં વાદળો અને વરસાદ વર્ષે તથા પશ્ચિમ ઇન્ડિયન ઓસન બાજુ તે હવા નીચે આવે. તેથી પશ્ચિમી પવનો વિષુવૃત ઉપર ફૂંકાય. જયારે SST નો ફરક +0.4ºC થી -0.4ºC ની વચ્ચે હોય તો ન્યુટ્રલ IOD ગણાય.
તાપમાન સમગ્ર ટ્રોપિકલ ઇન્ડિયન ઓસન માં નોર્મલ હોઈ એટલે અને ન્યુટ્રલ IOD કહે તેમજ ઇન્ડિયન ચોમાસા ને ખાસ કઈ અસર ના કરે.

પોઝિટિવ IOD:

જયારે પશ્ચિમી પવનો નબળા પડે ત્યારે પૂર્વ બાજુ ના ઇન્ડિયન ઓસન નું ગરમ પાણી આફ્રિકા તરફ ઢસડાય જેથી પૂર્વ બાજુ દરિયા સપાટી નીચે ઊંડે થી ઠંડુ પાણી ઉપર આવે. આને હિસાબે પૂર્વ બાજુ ના દરિયા ની સપાટી નું તાપમાન ટાઢું હોઈ છે અને પશ્ચિમ બાજુ ના દરિયા ની સપાટી ગરમ હોઈ છે. જયારે SST નો ફરક +0.4ºC અથવા તેનાથી થી વધુ હોય ત્યારે પોઝિટિવ IOD ગણાય.

એને હિસાબે પશ્ચિમ બાજુ હવામાન માં નોર્મલ થી વધુ ભેજ હોઈ છે જે ઇન્ડિયન ચોમાસા ને ફાયદારૂપ હોઈ છે. પોઝિટિવ IOD ઇન્ડિયા ના ચોમાસા પર એલ નિનો ની ખરાબ અસર ને રોકે છે.

નેગેટિવ IOD:

વિષુવૃત ઉપર પશ્ચિમી પવનો અતિ તીવ્ર હોઈ ત્યારે દરિયા નું ગરમ પાણી પૂર્વ ઇન્ડિયન ઓસન તરફ ઢસડાય. આને હિસાબે પૂર્વ અને પશ્ચિમ વિસુવૃત ઉપર ના ઇન્ડિયન ઓસન ના તાપમાન માં તફાવત થાય છે જેમાં પૂર્વ બાજુ દરિયાની સપાટી નું તાપમાન નોર્મલ થી વધુ ગરમ હોઈ છે અને પશ્ચિમ બાજુ નોર્મલ થી વધુ ઠંડુ હોઈ છે. જયારે SST નો ફરક -0.4ºC અથવા તેનાથી થી ઓછો હોય ત્યારે નેગેટિવે IOD ગણાય.

નેગેટિવ યોડ ઇન્ડિયન ચોમાસા ને ખરાબ અસર કરે છે જેથી નોર્મલ થી ઓછો વરસાદ થાય.