Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026

Chances Of Isolated/Scattered Showers/Light Rain For Saurashtra – Kutch & Most Parts Of Gujarat Region – Scattered Light/Moderate Rain For South Gujarat – Update 16th July 2026

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026

 Some parameters as per the IMD Mid-Day Bulletin – 16 July 2026

  • Well Marked Low Pressure Area (WMLPA): The Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts has intensified into a Well Marked Low Pressure Area. It is expected to move northwestward across North Odisha and Gangetic West Bengal during the next two days.
  • Monsoon Trough: The western end of the monsoon trough at mean sea level lies north of its normal position, while the eastern end remains near its normal position.
  • Western Disturbance (Current): A Western Disturbance persists as a cyclonic circulation over Jammu Division and adjoining areas in the middle tropospheric levels. Its associated upper-level trough lies roughly along 75°E longitude north of 30°N.
  • Upper Air Cyclonic Circulation: An upper air cyclonic circulation lies over Southwest Rajasthan and adjoining areas in the lower tropospheric levels.
  • Trough: A trough extends in the middle tropospheric levels from the Well Marked Low Pressure Area over the Northwest Bay of Bengal and adjoining North Odisha–West Bengal coasts to the East-Central Arabian Sea.
  • Western Disturbance (Upcoming): A fresh Western Disturbance is likely to affect Northwest India from 19th July 2026.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (16th–22nd July 2026)

Gujarat Region:

  • South Gujarat: Isolated to scattered light/moderate rainfall is expected on most days during 16th–22nd July, with isolated heavy rainfall on one or two days.
  • Rest of Gujarat Region: Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.

Saurashtra & Kutch

  • Isolated showers/light rainfall are expected on some days during 16th–22nd July.

Summary

The monsoon pattern over Gujarat is expected to remain generally subdued, with no widespread rainfall activity during the forecast period. The Bay of Bengal Well Marked Low Pressure Area will mainly influence eastern and central parts of the country, while the Upper Air Cyclonic Circulation over North Gujarat may support occasional localized showers.

South Gujarat is likely to receive the highest rainfall, with scattered light to moderate rain on most days and isolated heavy spells on a one or two days. The rest of Gujarat Region, Saurashtra and Kutch are expected to experience only isolated to scattered showers/light rainfall, with many places remaining dry on several days.


સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજિયનના મોટાભાગના વિસ્તારોમાં આઇસોલેટેડ/છુટાછવાયા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા – દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા – અપડેટ 16 જુલાઈ 2026

IMD મધ્યાહ્ન બુલેટિન (16 જુલાઈ 2026) મુજબ કેટલાક પરિબળો:

  • વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા (WMLPA): ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર રહેલું લો પ્રેશર વધુ મજબૂત બની વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા બન્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ પરથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
  • ચોમાસુ ધરી (Monsoon Trough): ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો તેની નોર્મલ સ્થિતિથી ઉત્તર તરફ છે, જ્યારે પૂર્વ છેડો તેની નોર્મલ સ્થિતિની નજીક છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (હાલનું): જમ્મુ ડિવિઝન અને આસપાસના વિસ્તારમાં મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. તેની સાથે સંકળાયેલ ટ્રફ આશરે 75°E રેખાંશ પર અને 30°N અક્ષાંશથી ઉત્તર તરફ સ્થિત છે.
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં નીચલા ટ્રોપોસ્ફિયરના સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે.
  • ટ્રફ: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના કાંઠા ઉપર આવેલા વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાથી લઈને મધ્ય-પૂર્વ અરબી સમુદ્ર સુધી મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તરે ટ્રફ લંબાયેલી છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (આગામી): 19 જુલાઈ 2026થી ઉત્તર-પશ્ચિમ ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (16 થી 22 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન:

  • દક્ષિણ ગુજરાત: 16 થી 22 જુલાઈ દરમિયાન મોટાભાગના દિવસોમાં છુટાછવાયા હળવા/મધ્યમ વરસાદની શક્યતા છે. એક-બે દિવસ દરમિયાન એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા રહેશે.
  • બાકી ગુજરાત રિજિયન: 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

  • 16 થી 22 જુલાઈ દરમિયાન અમુક દિવસોમાં છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે.

સારાંશ:

ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસાની પ્રવૃત્તિ નોર્મલ થી ઓછી રહેવાની શક્યતા છે અને રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે.

બંગાળની ખાડીનું વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા મુખ્યત્વે દેશના પૂર્વ અને મધ્ય ભાગોને અસર કરશે, જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રસંગોપાત સ્થાનિક વરસાદી ઝાપટાં માટે અનુકૂળતા ઊભી કરી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરખામણીએ વધુ વરસાદની શક્યતા છે, જ્યાં મોટાભાગના દિવસોમાં છુટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છુટાછવાયા ઝાપટાં અથવા હળવા વરસાદની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસો સુકા રહે તેવી સંભાવના છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th July 2026

Forecast In Sanj Samachar Daily Dated 16th July 2026

 

4.8 25 votes
Article Rating
Subscribe
Notify of
guest
302 Add your comment here
દિગેશ રાજગોર
દિગેશ રાજગોર
25/07/2026 9:13 am

પ્રણામ અશોક સાહેબ અને બધા વહાલા સાથી મિત્રો, વડીલો…આ સિઝન ની પહેલી કોમેન્ટ .. કાલે રાત્રે ૨ ઇંચ વરસાદ વર્ષી ગયો અને આગાહી સમય મા ટોટલ ૬૬ mm .. સિઝન નો પ્રથમ વરસાદ

Place/ગામ
માંડવી - કચ્છ
Ramesh Kandoriya
Ramesh Kandoriya
24/07/2026 1:29 pm

આમારે વરસાદ કેડી આવશે

Place/ગામ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત
Ramesh Kandoriya
Ramesh Kandoriya
24/07/2026 1:22 pm

સર દ્વારકા જિલ્લામાં કેવો રહેશે વરસાદ આવશે કે રાખી દેશે સર

Place/ગામ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત
Harsukhbhai Akabari
Harsukhbhai Akabari
22/07/2026 1:49 pm

Sir, aavti 26 thi 31 ma mathura baju kevu varsadi vatavarn rehse pleaz answer aapjo

Place/ગામ
Balambhadi
Pansuriya Pratik
Pansuriya Pratik
22/07/2026 1:47 pm

તારીખ 22 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન • ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ત્યાં જ સ્થિત છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે. ઊંચાઈ સાથે તેનો ઝુકાવ દક્ષિણ-પૂર્વ તરફ છે. • સરેરાશ સમુદ્ર સપાટી પર મોન્સૂન ટ્રફ હવે બીકાનેર – બનાસ્થલી વિદ્યાપીઠ – ગુના – દમોહ – પેન્દ્રા રોડ – મિદનાપુર થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પસાર થાય છે. આ ટ્રફ ઉપરોક્ત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરથી પસાર થઈ 3.1 કિમી સુધી વિસ્તરેલી છે અને ઊંચાઈ સાથે તેનો ઝુકાવ દક્ષિણ તરફ છે. • પૂર્વ-પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
mayur patel
mayur patel
22/07/2026 1:46 pm

Sir imd gfs 10 day prediction kem kai batavtu nathi atla badha model batave che kai error che ? Km ke imd atlu khotu koi divas padyu nathi

Place/ગામ
Vijapur
Kavani Suresh
Kavani Suresh
22/07/2026 1:39 pm

Sir during this forcast period Heavy rain more than expected in some of area in term of quatum like valsad,vapi and navsari dist

Place/ગામ
Ahmedabad
Mahesh
Mahesh
22/07/2026 1:27 pm

Hi sir
Sir magfali ne kapas ma pani jarur se to aapay ke bey divas vat jovay pani aapvo no aapvoo e kheduto a nirnay levano hoy sir pan please answer aapjo aave no aave e to nasib ni vat se pan kem karay amari baju chans se varshad na amari baju narmada na pani se pani aapvi ne varshad aave eve to magfali piri padvani bik se please sir answer aapjo pasi aave no aave e to nasib pan varshad na chans khara amari baju to bey di જાળવી javi

Place/ગામ
Navalgadh ta dhrangadhra
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
22/07/2026 1:24 pm

Sir…badha model nu soda lemon karata maro andaj avo chhe ke 24 thi 29 vache UAC ne lidhe…madhyam varsad no round avse… barabar chhe sir…?

Place/ગામ
Upleta
nik raichada
nik raichada
22/07/2026 12:58 pm

Porbandar City Ma Aje Savar thi Vache Jordar Zapta sathe Dhimi Dhare Continue varsad chalu Aje Varsad nu Vatavarn Jordar che.

Place/ગામ
Porbandar City
Shihora Vignesh
Shihora Vignesh
22/07/2026 12:31 pm

ગઈ કાલે ઝાપટા આવ્યા ને આજે અત્યારે પણ સારું ઝાપટું આવી ગયું…..passing shower

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
22/07/2026 12:31 pm

23/24ma varasad batave to sav najik nu kevay GSF najik nu vadhu sachu padese

Place/ગામ
Roziya
Nilesh Patel
Nilesh Patel
22/07/2026 12:17 pm

Sir hve tamara aanando vari update ni rah joy chhi

Place/ગામ
Rajkot
Darsh Raval
Darsh Raval
22/07/2026 12:05 pm

Sir, ECMWF AIFS ane UK model sachu padavu joiye to maja aave.

Place/ગામ
Kalol District:Gandhinagar
Munabhai jariya
Munabhai jariya
22/07/2026 11:18 am

બધા મોડેલૉ મા આ વરસે Aifs પરફેક્ટ છે

Place/ગામ
Paddhari
Pankaj
Pankaj
Reply to  Munabhai jariya
22/07/2026 12:03 pm

Saru batave chhe

Place/ગામ
Dhrol
Palsana kamlesh
Palsana kamlesh
22/07/2026 11:15 am

સર આજે અપડેટ આપશો

Place/ગામ
અમરેલી બાબરા જામ બરવાળા
bharat kavathiya
bharat kavathiya
22/07/2026 11:14 am

Thankyou sir

Place/ગામ
Dahinsarda aji paddhri
Ramnikbhai faldu
Ramnikbhai faldu
22/07/2026 10:54 am

સર આજ અપડેટ આપસો તમારી આગાહી ની રાહ જોવાઇ છે

Place/ગામ
જસાપર
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ramnikbhai faldu
22/07/2026 1:16 pm

સર imd ફોમ માં આવે.એની રાહ માં છે એ સારું બતાવે એટલે સર ની અબડેટ આવી જાહે…

તૈય લગી ઝાપટાં ગણી સાલવુ

Place/ગામ
મોટા માચિયાળા
Pankaj
Pankaj
22/07/2026 10:49 am

A modalo ferfar jota pachhim saurastar ma agahi karvi bav aghari chhe

Place/ગામ
Dhrol
harsh Sorathiya
harsh Sorathiya
22/07/2026 10:33 am

24-25 july rajkot jamnagar Dwarka Porbandar varsad matra ochi rese baki Madhya Gujarat and uttar gujarat ma saro varsad rese

Place/ગામ
Gondal
Rajesh Ponkiya
Rajesh Ponkiya
22/07/2026 10:33 am

જયશ્રી કૃષ્ણ સર અને બધા મિત્રો અમારે રાતથી સારા રેડા ચાલુ થયા અને સવારથી થોડાક વધારે સારા પાણ જેવા રેડા આવ્યા છે હજી વાતાવરણ સારુ છે ‘ ગામમાં ખુશીની લહેર .

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Manish Raviya
Manish Raviya
22/07/2026 10:32 am

જસદણ માં છેલ્લા બે ત્રણ દિવસ થી ઝાપટા રૂપી અમી વર્ષા સતત ચાલુ

Place/ગામ
Jasdan
Masari kandoriya
Masari kandoriya
22/07/2026 10:30 am

મારા અનુમાન મુજબ અશોક બાપુ ની અપડેટ આવી હોય સકે. ૨૩ થી ૩૧ મા ગુજરાત રીજીઅન બાજુ ભારે થી અતિભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ના ૫૦ ટકા વિસ્તારો મા હળવા થી મધીયમ તો સીમિત વિસ્તાર મા ભારે વરસાદ ની શક્યતા. બાકીના ૫૦ ટકા સૌરાષ્ટ્ર કચ્છ મા હળવા ઝાપટાં પડી સકે. ખાસ કરી ને પક્ષીમ બાજુ.

Place/ગામ
સત્તાપર
Adam bhuker
Adam bhuker
22/07/2026 10:30 am

શુભ સવાર અશોક સર અમને ખબર છે તમે લાંબા ગાળા ની આગાહી નહિ કરતા મેં આજે skymet અને imd ની આગાહી જોઈ એમાં તેઓ એ સ્પષ્ટ કહ્યું છે આ વખતે ઉત્તર અને મધ્ય ભારત માં વરસાદ સામાન્ય કરતા વધુ રહશે અને પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાત ના પશ્ચિમ વિસ્તાર જેવા કે કચ્છમાં વરસાદ જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં પણ ઓછો અથવા નહિવત રહેશે એટલે હવે અમે લોકો આશા મૂકી દીધી છે બાકી ઉપરવાળો જે કૃપા કરે કેમ કે હાલ પણ 2 મહિના જેટલો સમય પૂરો થવા આવે છે પશ્ચિમ કચ્છ માં એક પણ છાંટો પડ્યો નથી અહીં વરસાદ ની 100% ઘટ… Read more »

Place/ગામ
West kutch
Devaraj Gadara
Devaraj Gadara
22/07/2026 10:22 am

મોરબી માં વેલી સવારથી વરસાદ વરસે છે

Place/ગામ
Drangda
Jadeja Rajendrasinh
Jadeja Rajendrasinh
22/07/2026 9:58 am

Sar update aje apso

Place/ગામ
Jamnagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
22/07/2026 9:56 am

રાત્રિના ત્રણ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ છે
એક પાણ જેવો થઈ ગયો

Place/ગામ
રાણા કંડોરણા જિ પોરબંદર નું
Devaraj Gadara
Devaraj Gadara
22/07/2026 9:36 am

Sar ikon 25.29 sudhi paschim savrasth ma kash ocho varadh ce tema saru bhatave ce

Place/ગામ
Drangda
Devaraj Gadara
Devaraj Gadara
Reply to  Ashok Patel
22/07/2026 10:04 am

Windy ma icon

Place/ગામ
Drangda
Tushar shah
Tushar shah
22/07/2026 9:34 am

મોરવા હડફ માટે windy માં ecmfw,icon તથા અન્ય બધા જ મોડેલ (, Ggs), સિવાય શુક્રવાર ના માટે અતિભારે વરસાદ બતાવે છે..

Place/ગામ
godhra
Dinesh detroja
Dinesh detroja
22/07/2026 9:18 am

રાજપર આમરણ માં કાલે 2ઇંચ વરસાદ થયો
આજે મોરબી માં મોડી રાત્રે થી વરસાદ ચાલુ છે

Place/ગામ
Morbi
Paras Kuber
Paras Kuber
22/07/2026 9:12 am

Windy GFS atyar ni update ma west saurashtra mate thodu positive thayu.

Place/ગામ
Jamnagar, vavberaja
Prakash
Prakash
22/07/2026 9:06 am

Sir tame imd mathi 60% tamari agahi mathi lyo to aj apdate che. To imd mathi leso k bija model mathi. aa vakhte tamare pan vicharva jevu k avu aghru nathi.

Place/ગામ
Movan
Rohit Vadaviya
Rohit Vadaviya
22/07/2026 8:34 am

રાત્રી ના 12 વાગ્યા થી સવાર સુધી ધીમી ધારે હળવો વરસાદ ચાલુ છે.

Place/ગામ
ગામ- ખાખરાળા તાલુકો & જિલ્લો- મોરબી
Kaushik Patel
Kaushik Patel
22/07/2026 7:47 am

સવારથી ઝરમર ઝરમર વરસાદ ની શરૂવાત

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
22/07/2026 12:00 am

22 અને 23 વરસાદ સારો થશે આ એવો મારો અંદાજ છે જામનગર ના કાલાવડ માં

Place/ગામ
Mulila
Bhavesh Changani
Bhavesh Changani
21/07/2026 11:18 pm

સર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવશે

Place/ગામ
વરણા
Rajesh Takodara
Rajesh Takodara
21/07/2026 11:13 pm

Badha Saurashtra vara ne 75mm thi 100mm no labh Mali jaay tevi dwarkadhis ne prathna

Place/ગામ
Upleta
piyush Patel
piyush Patel
21/07/2026 10:48 pm

Gsf navi apdet ghano sudharo avyo hve ketla %sakyata ganay

Place/ગામ
Latipur
Piyush Bodar
Piyush Bodar
21/07/2026 10:04 pm

સર નવી અપડેટ ક્યારે આવશે એટલે બધા ને આતુરતા નો અંત આવે

Place/ગામ
Khakhijaliya
Karan
Karan
21/07/2026 9:28 pm

Aa vakhte GFS gote chadyu che aavu gote chadel kyarey joyu nathi darek update ma mota change thay che

Place/ગામ
Ranavav
pratap odedra
pratap odedra
Reply to  Karan
21/07/2026 10:43 pm

Icon adikham che moj kro… ☔

Place/ગામ
Jamraval,dwarka
Kanaiya Sojitra
Kanaiya Sojitra
Reply to  Karan
21/07/2026 11:37 pm

Have thodu line ma aavyu navi update ma

Place/ગામ
Surat
vinod bhuva
vinod bhuva
21/07/2026 9:12 pm

Sir new update kale avse ?

Place/ગામ
Khambhaliya ta Bhesan Dis Junagadh
Shubham Zala
Shubham Zala
21/07/2026 9:06 pm

Vadodara rainfall

Place/ગામ
Vadodara
1000457083
Jadeja mayurdhvajsinh
Jadeja mayurdhvajsinh
21/07/2026 9:03 pm

Dhrol taluka na ghana vistar ma haju vavni layak varsad nathi thayo to have aavnara divso ma kevo varsad rahse jara andaj aapo

Place/ગામ
Hadatoda
S k zala
S k zala
21/07/2026 9:02 pm

sir morbi and jamngar baju varsad batave che ke nay kheduto raha joy ne betha che ane amuk aagahi vara na pade che nay aave am varsad

Place/ગામ
tankara
Anil Odedara
Anil Odedara
21/07/2026 8:52 pm

સર તા ૨૨ થી ૨૮ માં જે વરસાદ ની ગુજરાત માં અપેક્ષા છે તેમાં પક્ષિમ સૌરાષ્ટ્ર ના વિસ્તાર જેવા કે દ્વારકા, પોરબંદર, જામનગર, અને રાજકોટ,આટલા જીલ્લા માં હાલના અનુમાન મુજબ વરસાદ નું પ્રમાણ ખૂબ ઓછું રહે તેવી શક્યતા છે.જે એક નિરાશાજનક છે. તેનું મુખ્ય કારણ 500Hpa લેવલ પર રહેલુ High pressure છે જેના કારણે મધ્ય સ્તરે સુકા પવનો સક્રિય રહેશે અને વરસાદી વાદળો બનવા મા અવરોધ ઊભો થઈ શકે છે.જો આવનાર દિવસોમાં પરિસ્થિતિ માં સુધારો થાય તો ભારે વરસાદ થશે. બાકી તો હરી ઈચ્છા બલવાન…

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
pratap odedra
pratap odedra
Reply to  Anil Odedara
21/07/2026 10:44 pm

Model dhime dhime saurashtra kutch mate sara aeva positive thy rahiya che asha rakho Saro arvo labh made.

Place/ગામ
Jamraval,dwarka
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
21/07/2026 8:37 pm

આવનાર અઠવાડિયામાં ecmwf icon જેવા model ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં બતાવે છે જોઈએ આવતીકાલથી કેવો વરસાદ પડે છે ઉત્તર ગુજરાતમાં.. વન્ડરગ્રાઉન્ડ પણ બતાવે છે બીજા મોડલ પણ જોયા નુલસ્કોલ પણ 700 હોય માં ભેજ બતાવે છે બધું જોતા સારો વરસાદ બતાવે છે જમીન પર કેવો વરસાદ પડશે આવનાર ચાર દિવસમાં ખબર પડી જશે.. સર આ વિશે તમારું શું કહેવું છે ?

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Manbha Padhiyar
Manbha Padhiyar
21/07/2026 8:06 pm

નવી અપડેટ ક્યારે આવે છે

Place/ગામ
લોયાધામ
દેવશી બરાઈ
દેવશી બરાઈ
Reply to  Manbha Padhiyar
21/07/2026 9:48 pm

કઠણાઈ જેવું દેખાતું લાગે નહીંતો આગોતરું એંધાણ આવ્યું હોય

Place/ગામ
મહાદેવીયા
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  દેવશી બરાઈ
22/07/2026 8:56 am

22 dt.sudhi ni aagahi se

Place/ગામ
motabhadukiya(kalavad)
Jaydeep Rajgor
Jaydeep Rajgor
21/07/2026 8:02 pm

Sir ame haji sudhi aa 2026 na chomasa ma 1 vaar pn gajvij nathi joi ke sambhdi.

Place/ગામ
Mandvi kutch
ramesh ardeshna
ramesh ardeshna
21/07/2026 7:40 pm

અત્યારે સુરત માં ભારે વરસાદ ચાલુ

Place/ગામ
Surat
parva dhami
parva dhami
21/07/2026 7:38 pm

Fifa World Cup ni Jem weather models vachche pan competition chhe.

Weather model na World Cup ma maaro support EC-AIFS ne!

Place/ગામ
Rajkot