એન્સો નો La Niña ઓક્ટોબર ગર્ભ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો – ફરી નવેમ્બર માં La Niña ગર્ભ રહ્યો : તેમ છતાં ભારતીય શિયાળા દરમિયાન થિયોરેટીકલી સંપૂર્ણ La Niña શક્ય નથી

એન્સો નો La Niña ઓક્ટોબર ગર્ભ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો – ફરી નવેમ્બર માં La Niña ગર્ભ રહ્યો : તેમ છતાં ભારતીય શિયાળા દરમિયાન થિયોરેટીકલી સંપૂર્ણ La Niña શક્ય નથી

Click here to Read this Post in English

5 ડિસેમ્બર 2025 ના ENSO સ્ટેટસ

વિશ્લેષણ અને ટિપ્પણી: અશોક પટેલ

2025/26 ની ભારતીય શિયાળામાં La Niña વિકસશે એવી અપેક્ષા ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતીય હવામાન એજન્સીઓએ વ્યક્ત કરી હતી. નીચે મારી સરળ સમીક્ષા:

ઓક્ટોબરમાં ENSO “ગર્ભ ધારણ થયું તેમ માનવ માં આવ્યું હતું” – પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો !

ASO (Aug–Sep–Oct) માટે ONI –0.5°C સુધી પહોંચ્યું હતું, પરંતુ તે –0.4533°C ને round કરીને આવ્યું. ત્યારબાદ October નું Niño3.4 SST 0.53°C → 0.50°C સુધારવામાં આવતા ONI પાછું –0.4°C થયું અને પ્રથમ La Niña threshold માન્ય ના રહ્યું.

હાલ નવેસર SON 2025 માં ONI –0.6°C → La Niña ગર્ભ એક મહિના નો થયો

SON season માટે ONI –0.6°C છે, એટલે November અંતે La Niña ગર્ભ એક મહિના નો થયો ગણાય.
NOAA અનુસાર La Niña માટે 5 consecutive overlapping 3-month seasons ≤ –0.5°C જરૂરી છે.
(સળંગ 5 મહિના ગર્ભ રહેવો જોઈએ) 

SON પછી OND, NDJ, DJF અને JFM મળી પૂરા 5 seasons March 2026 સુધી જ પૂરાં થાય. તેથી ફુલ-ફ્લેજ્ડ La Niña March 2026 આસપાસ જ ડેક્લેર થઇ શકે, ત્યાં સુધીમાં ભારતીય શિયાળો પૂર્ણ થઈ જશે.

Rounding & Data Updates નું મહત્વ

  • October ની rounding (–0.4533 → –0.5°C) ને હિસાબે La Niña થ્રેશ હોલ્ડ ક્રોસ થયું હતું, પરંતુ હવે તે કેન્સલ થયું.
  • CPC હાલ 1991–2020 base period વાપરે છે.
  • જાન્યુઆરી 2026થી નવા 1996–2025 base period લાગુ થશે.
  • આ બદલાવ ONI values માં થોડા ફેરફાર કરી શકે છે અને threshold-crossing ફરી re-evaluate થશે.

સારાંશ:

ભારતીય શિયાળો (Dec 2025–Feb 2026) પૂર્ણ થશે. પરંતુ NOAA ના માપદંડ મુજબ “ફુલ-ફ્લેજ્ડ La Niña” વહેલામાં વહેલું માર્ચ 2026 માં જાહેર થઇ શકે. તેમાં પણ જો પાંચ season સુધી ONI –0.5°C ન રહે અને માત્ર 3–4 season સુધી જ રહે, તો આ સમયને ENSO Neutral તરીકે જ ઇતિહાસમાં નોંધવામાં આવશે.