IMD Bulletin Dated 23rd January 2026 For Gujarat State
હવામાન ખાતા ની તારીખ 23 જાન્યુઆરી ના બુલેટિન મુજબ ગુજરાત રાજ્ય માટે
From IMD Ahmedabad Bulletin Dated 23rd January 2026:
Minimum Temperatures Recorded on 23rd January 2026
- Ahmedabad: 17.8°C (5.3°C above normal)
- Vadodara: 17.8°C (4.4°C above normal)
- Bhuj: 14.0°C (2.1°C above normal)
- Rajkot: 17.9°C (5.0°C above normal)
- Deesa: 14.5°C (4.1°C above normal)
- Amreli: 14.8°C (2.8°C above normal)
IMD MId-Day Bulletin (23rd January 2026) મુજબ:
In Gujarati By Pratik Pansuriya:
તારીખ 23 જાન્યુઆરી 2026
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– વેલ માર્કંડ લો પ્રેશર ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ ઉત્તરપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
– એક ટ્રફ ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર રહેલા ઉપરોક્ત વેલ માર્કંડ લો પ્રેશર ના આનુષાંગિક UAC થી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 5.8 કિમીની વચ્ચે છે.
– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 25°N થી ઉત્તર તરફ હતો તે ઉપરોક્ત વેલ માર્કંડ લો પ્રેશર સાથે ભળી ગયું છે.
– પૂર્વીય પ્રવાહો એક ટ્રફ આશરે 85°E અને 10°N થી દક્ષિણ તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
– એક UAC દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.
– ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૩૫ નોટની ઝડપે મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે.
– ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ થી ઉત્તરપશ્ચિમ ભારતને એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.
IMD mid-Day 23012026