Monsoon Tracker: Saurashtra, Kutch & Gujarat Still Await Monsoon Progress (Forecast Till 7th June 2025)
ચોમાસુ નિરીક્ષણ: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે રાહ જોવાની સ્થિતિ (આગાહી 7 જૂન 2025 સુધી)
Current Synoptic Conditions
Date: 31 May 2025
Northern Limit of Monsoon (NLM):
The Northern Limit of Monsoon (NLM) continues to pass through the following locations:
17.0°N/55°E, 17.5°N/60°E, 18.0°N/65°E, 18.5°N/70°E, Mumbai, Ahilyanagar, Adilabad, Bhawanipatna, Puri, Sandhead Island, 23.5°N/89.5°E, Balurghat, and 30°N/85°E.
Low Pressure System Over Northeast India:
The deep depression over the northwestern Bay of Bengal moved across West Bengal and Bangladesh during the past two days, weakening into a well-marked low-pressure area over Meghalaya and adjoining regions.
As of 0530 IST on 31 May 2025, it now lies as a low-pressure area over northeast Assam and nearby areas.
The associated cyclonic circulation extends up to 3.1 km above mean sea level.
Western Disturbance:
A cyclonic circulation associated with the Western Disturbance is currently located over north Pakistan and its neighborhood at around 3.1 km above mean sea level.
Additionally, a trough aloft in the middle and upper tropospheric levels, with its axis at 5.8 km above mean sea level, runs roughly along longitude 74°E, north of latitude 25°N.
Other Upper Air Cyclonic Circulations:
-
A cyclonic circulation over central Pakistan persists at around 1.5 km above mean sea level.
-
Another cyclonic circulation over western Rajasthan, between 1.5 km and 3.1 km above mean sea level, continues to persist.
Forecast for Gujarat, Saurashtra & Kutch (Up to 7th June 2025)
Wind Patterns:
-
Predominantly southwesterly and westerly winds.
-
Current wind speeds: 25–35 km/h, with gusts reaching 40–45 km/h.
-
From 2nd June onwards: Wind speeds likely to decrease to 10–20 km/h, with gusts up to 25–35 km/h.
Sky Conditions:
-
Partly cloudy skies, with intermittent increase in cloud cover.
Temperature:
-
Maximum temperatures are expected to vary across most locations, fluctuating above or below normal depending on cloud cover and rainfall activity.
Pre-Monsoon Activity:
-
The arrival of the Southwest Monsoon over Saurashtra, Kutch, and Gujarat is still awaited.
-
Isolated rainfall is expected in parts of the region up to 7th June, with increased chances from 2nd June onwards.
️
ચોમાસુ નિરીક્ષણ: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે રાહ જોવાની સ્થિતિ (આગાહી 7 જૂન 2025 સુધી)
️
️
વર્તમાન હવામાન પરિસ્થિતિઓ
તારીખ: 31 મે 2025
ચોમાસાની ઉત્તર સીમા (NLM):
ચોમાસાની ઉત્તર સીમા (NLM) નીચેના સ્થળો પાસેથી પસાર થતી રહી છે:
17.0°N / 55.0°E, 17.5°N / 60.0°E, 18.0°N / 65.0°E, 18.5°N / 70.0°E, મુંબઈ, અહિલ્યાનગર, અદિલાબાદ, ભવાનીપાટણા, પૂરી, સેન્ડહેડ ટાપુ, 23.5°N / 89.5°E, બાલુરઘાટ, અને 30.0°N / 85.0°E.
ઉત્તર-પૂર્વ ભારત ઉપર લો પ્રેસર:
પાછલા બે દિવસમાં, બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમ ભાગમાં રહેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ ઉપરથી પસાર થયું હતું. તે નબળું પડીને WMLP મેઘાલય અને નજીકના વિસ્તારોમાં પસાર થઇ ને 31 મે 2025ના સવારે 05:30 IST સુધીમાં, તે હવે ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્તારોમાં એક લો પ્રેસર વિસ્તાર તરીકે આવેલું છે.
સંલગ્ન વાતાવરણમાં UAC લગભગ 3.1 કિમી ઊંચાઈએ સમુદ્ર સપાટીથી ઉપર સુધી વિસ્તરેલું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થી સંકળાયેલું UAC ઉત્તર પાકિસ્તાન અને નજીકના વિસ્તારોમાં, આશરે 3.1 કિમી ઊંચાઈએ જોવા મળે છે.
મધ્ય અને ઉપરના વાયુમંડળીય સ્તરોમાં એક ટ્રફ પણ સ્થિતિમાં છે, જેનો એક્ષિસ 5.8 કિમી ઊંચાઈએ છે અને તે લગભગ 74.0°E Long. સાથે, 25.0°N Lat. ઉત્તરે ચાલે છે.
અન્ય UAC:
-
મધ્ય પાકિસ્તાન ઉપર લગભગ 1.5 કિમી ઊંચાઈએ UAC યથાવત્ છે.
-
પશ્ચિમ રાજસ્થાન ઉપર 1.5 કિમીથી 3.1 કિમી ઊંચાઈ વચ્ચેનું UAC પણ યથાવત્ છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હવામાન આગાહી (7 જૂન 2025 સુધી)
પવનની દિશા અને ઝડપ:
-
પવન મુખ્યત્વે દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ તરફથી ફૂંકાઈ રહ્યો છે.
-
હાલની પવન ઝડપ: 25–35 કિમી/કલાક, ઝાટકા ના પવનો 40–45 કિમી/કલાક સુધી.
-
2 જૂન પછીથી: પવનની ઝડપ ઘટીને 10–20 કિમી/કલાક અને ઝાટકા ના પવનો 25–35 કિમી/કલાક રહેવાની શક્યતા છે.
આકાશની સ્થિતિ:
-
આકાશ સામાન્ય રીતે અંશત વાદળ છાયું ક્યારેક વાદળોનો ઘનત્વ વધશે.
તાપમાન:
-
અધિકતમ તાપમાન વિવિધ વિસ્તારોમાં નોર્મલ થી ઉપર નીચે થવાની શક્યતા છે, જે સ્થળ પર વાદળછાયા અને વરસાદ પર આધારિત રહેશે.
પ્રી-મોનસૂન પ્રવૃત્તિ:
-
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચવા માટે હજી રાહ જોવી પડશે.
-
7 જૂન સુધી સીમિત વિસ્તારો માં થન્ડર એક્ટિવિટી/વરસાદની શક્યતા છે, જેમાં હાલ કરતા 2 જૂન પછીથી વરસાદની સંભાવના વધારે રહેશે.
-
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
BAAKI Forecast In Akila Daily Dated 31st May 2025
BAAKI Forecast In Sanj Samachar Daily Dated 31st May 2025