Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:
- Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
- East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
- An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level
Expected Parameter
- Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)
Gujarat Region
- Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
- Thunderstorms with lightning may accompany rainfall at times.
Expected Rainfall Distribution
- 50% of the area: 100-150 mm
- Remaining 50% of the area: 50-100 mm
Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.
Saurashtra & Kutch
- Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.
Expected Rainfall Distribution
- 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
- 25% of the area: Up to 35 mm during the forecast period.
Forecast Confidence
Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.
Summary
A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.
Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:
ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.
યુએસી (UAC):
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.
અપેક્ષિત પરિબળ
ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન
- 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
- વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 50% વિસ્તાર: 100–150 મી.મી.
- બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.
નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
- 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.
આગાહીની વિશ્વસનીયતા
એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.
સારાંશ
ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.
ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026
સાચો ગુરુ એ જ છે જે ક્યારેય પોતાનું જ્ઞાન પોતાની પાસે સીમિત નથી રાખતો. તેમણે પોતાની વિદ્યા અને અનુભવની મૂડી ખુલ્લા હાથે વહેંચીને નવી પેઢીના આગાહીકારો તૈયાર કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આગાહીકારો આજે લાખો ખેડૂતોના પાક અને જનજીવનને કુદરતી આફતો સામે બચાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તમે વાવેલું જ્ઞાનનું આ બીજ આજે એક ઘટાદાર વૃક્ષ બન્યું છે, જેની છાયામાં આખું ગુજરાત સુરક્ષિત અનુભવે છે. અશોકભાઈ પટેલ જેવા અનેક સક્ષમ ખભા તૈયાર કરવા બદલ આપનો આ સમાજ સદાય ઋણી રહેશે. આપના ઉત્કૃષ્ટ માર્ગદર્શન, નિઃસ્વાર્થ સેવા અને વિદ્વત્તાને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કોટિ-કોટિ વંદન! આપનું આયુષ્ય દીર્ઘાયુ અને આરોગ્યપ્રદ… Read more »
અશોકભાઈ નમસ્તે! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
આજે ગુરુ પૂર્ણિમા ના શુભ અવસર પર અશોક સર ને પ્રણામ.” ગુરુ કદી ન કરે બૂરું એ જ સાચા ગુરુ ” અશોકભાઈ ને આ પંક્તિ બરાબર ફીટ બેસે છે.બાકી અત્યારે સાચા ગુરુઓ લઘુમતીમાં છે બની બેઠેલા ગુરુઓ બહુમતીમાં છે અસંખ્ય ગુરુઓ ને શિક્ષકોને ફાકા ફાકી ગુટખા ગુટખી ખાતા જોયેલા છે આ ગુરુઓ બાળકોને શું સંસ્કાર આપી શકે ??? ગુરુઓ નું શિક્ષકોનું જીવન કોલર ઉંચા રાખીને જીવી શકે એવું હોવું જોઈએ.માબાપ પછીનું સ્થાન જીવનમાં ગુરુનું છે.ગુરુ કે શિક્ષકની ઈમેજ સમાજમાં એટલી જબરજસ્ત છે કે એને કોઈ પણ પ્રકારના વ્યસનો શોભે જ નહિં….
Namste guruji
Ajna pavitr guru purnima na divase nisvarth bhave seva karnar khedutona masiha param guru shree Ashok Saheb Na charano ma koti koti vandan. Happy Guru Purnima Sir Ane Mitro
ગુરુપૂર્ણિમાના દિવસે ભારત મારો દેશ સદાઈ સુખી રહે મારા ગુરુજીને સત સત પ્રણામ
Happy guru Purnima sir
ગુરુપૂર્ણિમા માં સત સત પ્રણામ ગુરુજીને સત સત નમન ભારત મારો દેશ સાદા સુખી રહે
Sir update kyare apso
Aapi chhe.
Wethar guru Shree Ashok bhai ne pranam
Happy guru Purnima sir
હવામાન ગુરુ અશોક સર ને નમન 🙂
તમે છો તો બવ મજા છે 🙂
Jsk sir.guru vandan .atyarni ecm..ni updet savrast mate jordar.anado….
Ahi update ma mukel chhe ECMWF and GFS NOMAD
Weather guru ne gurupurnimana vandan..
વ્હાલા ખેડૂત મિત્રો વેધર ગુરુ અશોક સર.ને કોટી કોટી વંદન ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના..??
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ॥
જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ વેધર અંગે નુ જ્ઞાન આપનારા ગુરૂ શ્રી અશોકભાઈ ના ચરણોમાં કોટી કોટી વંદન
ગુરુ પૂરણિમા ની હાર્દિક શુભકામના …. પ્રણામ ગુરુજી
Weather Guru ne guru purnima na wandan.
Sir tamari pase thi ghanu sikhava malyu Che.
Tamari web ne 2016 thi jodayel Chu.
વેધરગુરુ અશોકભાઈ પટેલને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના
હવામાન બાબતે બધાને જાગૃત કરી અને આત્મનિર્ભર બનાવનાર નિસ્વાર્થ ભાવે સેવા આપનાર વેધર ગુરુ ને
ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ પર
સત્ સત્ વંદન
Guru purnima na pranam sir
Jay mataji sir… gurupurnima ni hardik shubhkamna…
વેધરગુરૂ અશોકભાઈ પટેલ ને ગુરૂપૂર્ણિમા ના પ્રણામ
Happy Guru Purnima to Weather Guru Ashok Sir
વેધર ગુરુ શ્રી અશોક સર ને ગુરુ પૂર્ણિમા નિ હાર્દિક શુભ કામનાઓ
ગુરુપૂર્ણિમાની ગુરુજીના ચરણમાં સત સત પ્રણામ
ગુરુ પુર્ણિમા ની હાર્દિક શુભેરછા સર.
હેપ્પી ગુરુપૂર્ણિમા સરજી અમને હવામાન વિશે જ્ઞાન આપવા અને જાગૃત કરવા બદલ આભાર આપનો
સર તમારા પાસેથી ૧૦ વર્ષ થી ધનુ બધું શીખવા મળ્યું છે. ચરણોમાં નમસ્કાર .
Happy guru pruhima
ગુરુપુર્ણીમા ના પાવન અવસરે વેઘર ગુરુ અશોક સર ને વંદન પ્રણામ
Guru Purnima na pavan parv par ashok saheb ne koti koti vandan.
Guruji