મિટીઓગ્રામ માર્ગદર્શન

શહેર હવામાન મીટયોગ્રામ કેવી રીતે વાંચવો (સરળ માર્ગદર્શન)
મીટિયોગ્રામ એ એક ચાર્ટ છે જે એક શહેર માટે સમય પ્રમાણે હવામાનમાં થતો ફેરફાર બતાવે છે.
સમય (તારીખ) ડાબેથી જમણે આગળ વધે છે.
દરેક ભાગ હવામાનના અલગ-અલગ પરિબળના પરિમાણ દર્શાવે છે.

🌬️ સરફેસ પવનો 10 મીટર લેવલ ના
Wind speed line → જમીન પર લાગતો સામાન્ય પવન
Wind gust → થોડી ક્ષણ માટે આવતો તેજ પવન (ઝાટકા ના પવનો )
સમજવા માટે:

2–4 m/s → હળવો પવન
4–6 m/s → મધ્યમ પવન
6–8 m/s → તેજ પવન (ઘણી વાર sea breeze)
➡️ પવનની તીવ્રતા, આરામદાયક હવામાન અને દરિયાકાંઠાના પ્રભાવ માટે મહત્વપૂર્ણ.
પવન ની ઝડપ પ્રતિ કલાક માટે કોઠો

Wind (m/s) Wind (km/h) વર્ણન (ગુજરાતી)
2 મીટર/સેકન્ડ એટલે 7 કિમિ/કલાક – હળવો પવન
4 મીટર/સેકન્ડ 14  કિમિ/કલાક મધ્યમ પવન
6 મીટર/સેકન્ડ 22 કિમિ/કલાક તેજ પવન
8 મીટર/સેકન્ડ 29 કિમિ/કલાક ખૂબ તેજ પવન
10 મીટર/સેકન્ડ 36 કિમિ/કલાક તીવ્ર પવન
12 મીટર/સેકન્ડ 43 કિમિ/કલાક ખૂબ તીવ્ર પવન

🌡️ તાપમાન 2 મીટર લેવલ

દિવસ દરમિયાન વધતું અને રાત્રે ઘટતું તાપમાન
બપોરે ઊંચું, વહેલી સવારે ઓછું
➡️ આ તે તાપમાન છે જે આપણે સીધું અનુભવીએ છીએ.

💧ભેજ ((તાપમાન અને ભેજબિંદુ તાપમાન) – 2 m)
Dew Point હવામાં ભેજ બતાવે છે
જ્યારે Temperature અને Dew Point નજીક આવે:
હવામાં ભેજ વધારે
હળવો ધુમ્મસ / ઝાકળ બની શકે (જો પવન ધીમો હોય)
➡️ મોટો ફરક = શુષ્ક હવા
➡️ નાનો ફરક = ભેજવાળી હવા

☁️ વાદળો નું પ્રમાણ
Low clouds → ધુમ્મસ, નીચા વાદળ
Middle clouds → સ્તરવાળા વાદળ
High clouds → પાતળા વાદળ (મોટાભાગે વરસાદ વગર)
➡️ વાદળોની ઊંચાઈ વરસાદની શક્યતા સમજવામાં મદદ કરે છે.

🌧️ વરસાદ
વરસાદ / હિમવર્ષાની માત્રા બતાવે છે
જો ઉભા લીલા કલર ના પટ્ટા દેખાતા ન હોય → વરસાદ નહીં
➡️ ક્યારે અને કેટલો વરસાદ પડશે તે સમજાય છે.

⚡ હવામાન ની સ્થિરતા/અસ્થિરતા (Lifted Index / CAPE)
વાદળગર્જના (Thunderstorm) બનશે કે નહીં તે બતાવે છે
Positive values → હવામાન સ્થિર
Negative values → અસ્થિરતા, વાદળગર્જનાની શક્યતા
➡️ વીજળીવાળા વરસાદની આગાહી માટે ઉપયોગી.

🌍 એટમોસ્ફિયર ના ઉપલા ની સ્થિતિ
ઉપરના સ્તરોમાં Temperature, Moisture અને Wind બતાવે છે
Western Disturbance, trough વગેરે ઓળખવામાં મદદરૂપ
➡️ જમીન પર હવામાન કેમ બદલાય છે તે સમજાય છે.

✅ Meteogram નો ઉપયોગ કેવી રીતે કરવો
વરસાદ? → Moisture + Precipitation જુઓ
વાદળગર્જના? → Stability parameters જુઓ
ધુમ્મસ? → Humidity + Wind જુઓ
હવામાન આરામદાયક છે? → Temperature + Wind જુઓ

A Meteogram માત્ર આગાહી નથી બતાવતું, પરંતુ હવામાન કેમ બનશે તેનું કારણ પણ સમજાવે છે — જમીનથી લઈને ઉપરના સ્તરો સુધી.

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
6 Add your comment here
Inline Feedbacks
View all comments
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/03/2026 3:51 pm

Thanks for information sir

Place/ગામ
Chandli
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
14/03/2026 3:05 pm

Aabhar saheb sarash mahiti aapi

Place/ગામ
motabhadukiya(kalavad)
Amit Bhalani
Amit Bhalani
14/03/2026 2:38 pm

ખુબ સરસ માહિતી

Place/ગામ
નવાગામ
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
14/03/2026 12:12 pm

Thank you sir

Place/ગામ
Upleta
વીરાભાઈ
વીરાભાઈ
14/03/2026 11:27 am

સરસ

Place/ગામ
જૂનાગઢ
Rmesh boda
Rmesh boda
14/03/2026 11:08 am

સરસ ગુજરાતી માં માહિતી આપી

Place/ગામ
Sarapdad t.paddhari