Temperatures to Decline by 2°C–3°C During 10th–12th February Over Saurashtra, Gujarat & Kutch; Overall Minimum and Maximum Temperatures to Remain Above Normal During the Forecast Period

Temperatures to Decline by 2°C–3°C During 10th–12th February Over Saurashtra, Gujarat & Kutch; Overall Minimum and Maximum Temperatures to Remain Above Normal During The Forecast Period

10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં થોડો ઘટાડો શક્ય, છતાં આગાહી સમય માં તાપમાન સામાન્ય કરતાં વધુ જ રહેશે

Saurashtra, Gujarat & Kutch Weather Update

As on 7th February 2026

Night and early-morning temperatures across Gujarat continue to remain unusually mild for this time of the year. The daytime temperatures are also on higher than normal.

Normally, minimum temperatures during early February are around 12°C in North Gujarat and Kutch, and about 13.5°C to 14°C over the rest of the state. These normal values generally rise slightly by mid-February.

However, on 7th February, minimum temperatures across most parts of Gujarat were 3°C to 5°C higher than usual, resulting in pleasant but warmer-than-normal nights and mornings.

Notable Minimum Temperatures

  • Ahmedabad: 19.0°C
  • Vadodara: 17.2°C
  • Bhuj: 17.8°C
  • Rajkot: 17.2°C
  • Deesa: 14.8°C
  • Amreli: 15.6°C

These values are 3°C to 5°C higher than what is normally expected for early February.

Outlook for Saurashtra, Gujarat & Kutch

Period: 8th to 14th February 2026

Night Temperatures

Mild night and early morning conditions are likely to continue for most of the coming week.

  • During 8th–9th February and again on 13th–14th February, minimum temperatures are expected to stay noticeably above normal across most areas.
  • Between 10th and 12th February, nights and early morning may turn slightly cooler, with temperatures dropping by 2°C to 3°C, bringing them closer to normal levels — but yet not expected to be below normal.

Day Temperatures

Daytime temperatures are also running warmer than usual.

  • Maximum temperatures across Saurashtra, Gujarat and Kutch are currently 3°C to 6°C above normal.
  • A brief easing is possible on a few days, but overall days will continue to feel warmer than typical February conditions.

Wind Conditions

  • Winds will mainly blow from the north to northeast.
  • On a day or two, especially over Kutch and western Saurashtra, winds may shift to the northwest.
  • Wind speeds will generally remain light to moderate, gradually increasing as the week progresses.

Fog and Clouds

  • Foggy conditions are possible over Kutch on 9th February.
  • Denser fog may develop over Kutch and western Saurashtra on 10th February, particularly during early morning hours.
  • Patchy clouds are likely between 11th and 13th February, though no major weather disturbance is expected.

Overall Summary

February has so far remained warmer than usual, with no significant cold spell in sight. A short period of slightly cooler nights and cooler early mornings may occur mid-week, but mild winter conditions are expected to dominate across Gujarat.

10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં થોડો ઘટાડો શક્ય, છતાં આગાહી સમય માં તાપમાન સામાન્ય કરતાં વધુ જ રહેશે

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ હવામાન અપડેટ

તારીખ: 7 ફેબ્રુઆરી 2026

ગુજરાતભરમાં આ સમય માટે રાત્રિ અને વહેલી સવારના તાપમાન અસામાન્ય રીતે ઉંચુ રહે છે (ઓછી ઠંડી પડે છે ). દિવસ દરમિયાનનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે.

સામાન્ય રીતે, ફેબ્રુઆરીના પ્રારંભિક દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન આશરે 12°C રહે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તે 13.5°C થી 14°C આસપાસ હોય છે. મધ્ય ફેબ્રુઆરી તરફ જતા આ સામાન્ય તાપમાનમાં થોડી વધારો થતો હોય છે.

પરંતુ 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3°C થી 5°C વધુ નોંધાયું, જેના કારણે રાત્રિ અને વહેલી સવારમાં તાપમાન નોર્મલ થી ઉંચુ રહ્યું .

નોંધપાત્ર લઘુત્તમ તાપમાન

  • અમદાવાદ: 19.0°C
  • વડોદરા: 17.2°C
  • ભુજ: 17.8°C
  • રાજકોટ: 17.2°C
  • ડીસા: 14.8°C
  • અમરેલી: 15.6°C

આ તમામ તાપમાન મૂલ્યો ફેબ્રુઆરીના આરંભ માટે સામાન્ય કરતાં 3°C થી 5°C વધુ છે.


સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી

સમયગાળો: 8 થી 14 ફેબ્રુઆરી 2026

રાત્રિ/વહેલી સવાર તાપમાન

આગામી એક સપ્તાહ દરમિયાન રાત્રિ અને વહેલી સવારના સમયે ઓછી ઠંડી નો અહેસાશ થાય તેવી શક્યતા છે.

  • 8–9 ફેબ્રુઆરી તથા ફરીથી 13–14 ફેબ્રુઆરી દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં નોંધપાત્ર રીતે વધુ રહેવાની શક્યતા છે.
  • 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન રાત્રિ અને વહેલી સવારના તાપમાનમાં 2°C થી 3°C નો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે તાપમાન નોર્મલ નજીક આવશે, પરંતુ નોર્મલ કરતાં ઓછું રહેવાની શક્યતા નથી.

દિવસનું તાપમાન

દિવસ દરમિયાનનું તાપમાન પણ સામાન્ય કરતાં વધુ રહેતું જોવા મળશે.

  • હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન 3°C થી 6°C સામાન્ય કરતાં વધુ છે.
  • કેટલાક દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ કુલ મળીને દિવસ દરમિયાન હવામાન ફેબ્રુઆરી માટે અસામાન્ય રીતે ગરમ જ રહેશે.

પવનની સ્થિતિ

  • પવનો મુખ્યત્વે ઉત્તરથી ઉત્તરપૂર્વ દિશામાં ફૂંકાશે.
  • કેટલીક વખત, ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, પવનની દિશા ઉત્તરપશ્ચિમ તરફ ફેરવાઈ શકે છે.
  • પવનની ઝડપ સામાન્ય રીતે હળવીથી મધ્યમ રહેશે અને સપ્તાહ આગળ વધતા તેમાં ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.

ઝાકળ અને વાદળછાયા

  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છમાં ઝાકળ પડવાની શક્યતા છે.
  • 10 ફેબ્રુઆરીના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વહેલી સવારના સમયે ઘન ઝાકળ જોવા મળી શકે છે.
  • 11 થી 13 ફેબ્રુઆરી દરમિયાન આકાશમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, જોકે કોઈ મોટી હવામાન ખલેલની શક્યતા નથી.

કુલ સારાંશ

ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી હવામાન નોર્મલ કરતા વધુ ગરમ રહ્યું છે અને હાલ કોઈ નોંધપાત્ર ઠંડી લહેરના સંકેત નથી. સપ્તાહના મધ્ય ભાગ દરમિયાન થોડા દિવસો માટે રાત્રિ અને વહેલી સવારમાં તાપમાન થોડું ઘટી શકે છે, પરંતુ કુલ મળીને ગુજરાતમાં ઓછી ઠંડી નો માહોલ જ પ્રભુત્વ રાખશે.

Refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 7th February 2026

Forecast In Sanj Samachar Daily Dated 7th February 2026

 

5 12 votes
Article Rating
50 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
16/02/2026 2:21 pm

તારીખ 16 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ, આજે 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે આ જ વિસ્તાર પર લો પ્રેશર રચાયુ હતુ. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 18 ફેબ્રુઆરી, 2026 ની આસપાસ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વધુ મજબૂત થવાની સંભાવના છે. – પૂર્વ તુર્કમેનિસ્તાન અને સંલગ્ન અફઘાનિસ્તાન પરનુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તરપશ્ચિમ અફઘાનિસ્તાન અને… Read more »

Place/ગામ
Rajkot
Devraj Jadav
Devraj Jadav
16/02/2026 9:57 am

Zakar na map shema chhe malta nathi koy kaho me

Place/ગામ
Muli
Pratik Pansuriya
Pratik Pansuriya
15/02/2026 1:49 pm

તારીખ 15 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને તેની લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ UAC આજે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે તે જ પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર લો પ્રેશર બનવાની શક્યતા છે.  – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ની ઉંચાઈ એ આશરે ૫૦°E… Read more »

Place/ગામ
Rajkot
અમિત ઠક્કર
અમિત ઠક્કર
15/02/2026 11:36 am

સર કોલંબો નું વેધર કેવું રહેશે આજે??મેચ છે તો!

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Krutarth Mehta
Krutarth Mehta
15/02/2026 10:30 am

Aa varas no unado jordar rehvano che. Feb mahina maj taapmaan 40 degree jatu batade che 20 tarikh pachi

Place/ગામ
Vadodara
વ્રજેશ દત્તા
વ્રજેશ દત્તા
15/02/2026 7:50 am

Pavan kyare ocho thase ghau suy Jay chhe

Place/ગામ
Haripur mendarda
Navghan makwana
Navghan makwana
14/02/2026 9:35 pm

Sir avnara divso ma jakarni kevik sakyata che

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Bharatbhai.
Bharatbhai.
14/02/2026 7:21 pm

સર હવે આવનારા દિવસોમા તાપમાન ઉંચુ જશે ??

Place/ગામ
Junagadh
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bharatbhai.
15/02/2026 11:28 pm

Yes unchu jase taapmaan

Place/ગામ
Vadodara
Pratik Pansuriya
Pratik Pansuriya
14/02/2026 2:03 pm

તારીખ 14 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને તેની આસપાસના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ UAC આજે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૦૮:૩૦ વાગ્યે તે જ પ્રદેશમાં જળવાઈ રહ્યું હતું. તેના પ્રભાવ હેઠળ, આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી અને તેની આસપાસના વિષુવવૃત્તીય હિંદ મહાસાગરના મધ્ય ભાગોમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. – ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૫૫ નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
13/02/2026 2:03 pm

તારીખ 13 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ UAC આજે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ વાગ્યે પર સમાન પ્રદેશ પર યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ની આસપાસ તે જ પ્રદેશ પર લો પ્રેશર બનવાની સંભાવના છે.  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમીની ઉંચાઈ એ આશરે ૭૦°E અને ૩૨°N થી ઉત્તર તરફ છે. – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
13/02/2026 12:40 pm

Aaj thi Pavan sant thayo

Place/ગામ
Dhamel
Girish hRanipa
Girish hRanipa
12/02/2026 6:54 pm

Ta 17 February mavta jevu lage se sir

Place/ગામ
Vankiya
Pratik Pansuriya
Pratik Pansuriya
12/02/2026 2:23 pm

તારીખ 12 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનુ UAC આજે ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવારે ૦૮:૩૦ વાગ્યે, સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી વિસ્તરેલુ હતું. તેના પ્રભાવ હેઠળ, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ની આસપાસ આ જ પ્રદેશ પર લો પ્રેશર બનવાની શક્યતા છે.  – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧૨.૬ કિમી પર ૧૩૦ નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  – એક ૧૩મી અને બીજુ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી એમ બે ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય પ્રદેશને અસર કરે… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
11/02/2026 1:50 pm

તારીખ 11 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 77°E અને 30°N થી ઉત્તર તરફ છે. – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130 નોટના ક્રમના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
10/02/2026 1:53 pm

તારીખ 10 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 30°N થી ઉત્તર તરફ છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Bhavin mankad
Bhavin mankad
10/02/2026 12:15 pm

Aje savare jakad hati amare vadhareKale bapore tadko pan midium hatoPachi modi sanj thi full thando pavan chalu thyo hadvi thandak hati

Place/ગામ
Jamnagar
Last edited 1 month ago by Bhavin mankad
Devaraj Gadara
Devaraj Gadara
10/02/2026 10:44 am

Jordar jakd hathi

Place/ગામ
Drangda
Vejanand Karmur
Vejanand Karmur
10/02/2026 10:18 am

Kal jakar aavse ke nai…?

Place/ગામ
jam khambhaliya
Vejanand Karmur
Vejanand Karmur
Reply to  Ashok Patel
10/02/2026 1:35 pm

ketlak di sudhi nu 6e jakar nu

Place/ગામ
jam khambhaliya
Navghan makwana
Navghan makwana
10/02/2026 8:28 am

Sir aje khubaj vadhare jakal che

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
10/02/2026 6:03 am

4vagyathi ful Jakar chhe ,

Place/ગામ
Chandli
Krutarth Mehta
Krutarth Mehta
09/02/2026 11:48 pm

2 j diwas ma shiyada ni vidaay ni sharuat Thai jase.

Place/ગામ
Vadodara
Pratik Pansuriya
Pratik Pansuriya
09/02/2026 1:59 pm

તારીખ 9 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે ૬૪°E અને ૨૧°N થી ઉત્તર તરફ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૯ ફેબ્રુઆરી ૨૦૨૬ થી પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.  – એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક UAC ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારોમાં પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
Rajesh Dangar
Rajesh Dangar
09/02/2026 12:33 pm

જોરદાર ઝાકળ હતી આજે

Place/ગામ
Keshod
parva dhami
parva dhami
08/02/2026 9:52 pm

Welcome Spring

Good bye Winter

Place/ગામ
Rajkot
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
08/02/2026 8:15 pm

Thanks you sir

Place/ગામ
Dhamel
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
08/02/2026 6:14 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Pratik Pansuriya
Pratik Pansuriya
08/02/2026 1:46 pm

તારીખ 8 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 53°E અને 21°N થી ઉત્તર તરફ છે. આ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 9 ફેબ્રુઆરી 2026 થી પશ્ચિમ હિમાલય પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે.  – ઉત્તર ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  – એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
08/02/2026 9:31 am

Jsk સર.. અપડેટ બદલ આભાર

શિયાળુ પાકને 5/7 દિવસ વેલા સંકેલાવી લેહે આ 9/10 તારીખ નો ઝાકળ નો રાઉન્ડ

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
07/02/2026 10:57 pm

Theks sr.for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Babariya Ramesh
Babariya Ramesh
07/02/2026 10:04 pm

વર્ષો જુની ભુલ હવે સમજાણી સર સુધારો કરો છે

Place/ગામ
મોટા માચિયાળા
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Ashok Patel
08/02/2026 7:42 pm

હવે એક મિત્ર પાસે જાય તૈરે સુધારો કરાવી લેય

Place/ગામ
મોટા માચિયાળા
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Ashok Patel
09/02/2026 12:41 am

ઓકે આગળ ની કોમેન્ટ માં જીમેઈલ બદલે ઈમેલ કરું હતું . હધુય બરોબર છે તો કાય ઉપાદી નથી..
આતો એક દિવસ ઈમેલ માં બોવ આટા મારા એમાં એ જુનું આડું આવું એટલે આવું કરું

Place/ગામ
મોટા માચિયાળા
Parmar Nilesh
Parmar Nilesh
07/02/2026 9:53 pm

Thank you for apdate sar

Place/ગામ
Dhrol
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
07/02/2026 8:12 pm

Thank you sir

Place/ગામ
Upleta
Hitesh Bakori
Hitesh Bakori
07/02/2026 3:39 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..

Place/ગામ
Jamjodhpur
Bhagvan Gajera
Bhagvan Gajera
07/02/2026 2:53 pm

Thanks, saheb

Place/ગામ
Keshod
Bhavin mankad
Bhavin mankad
07/02/2026 2:18 pm

આભાર સાહેબ નવી અપડેટ માટે

શિયાળો એક મહિનાનો થઇ ગ્યો પેલા જેવી પડતી નથી

જોકે આ વર્ષે જાન્યુઆરી મા સારી પડી

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
07/02/2026 2:09 pm

તારીખ 7 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 75°E અને 32°N થી ઉત્તર તરફ છે. – ઉત્તરપશ્ચિમ અને ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ સ્ટ્રીમ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 120 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તે છે.  – કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો… Read more »

Place/ગામ
Rajkot
Ramesh Odedra
Ramesh Odedra
07/02/2026 1:43 pm

આભાર સાહેબ.

Place/ગામ
Navagam ta. Bhanvad
Parag Bhut
Parag Bhut
07/02/2026 1:23 pm

Thank you

Place/ગામ
ગૌરીદડ. તાલુકો જીલ્લો રાજકોટ
Ajay chapla
Ajay chapla
07/02/2026 1:19 pm

Thank you sir.lage che unalo velo chalu thai jase

Place/ગામ
Rajkot