Temperatures Expected to Rise Further During 19th–22nd February; Overall Minimum & Maximum Temperatures To Remain Above Normal During The Forecast Period
19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં વધુ વધારો શક્ય; આગાહી સમયગાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના
As on 16th February 2026
Night and early-morning temperatures across Gujarat continue to remain unusually mild for this time of the year. Daytime temperatures are also trending above normal, making afternoons feel warmer than typical mid-February conditions.
Current Temperature Status
- Normal Minimum Temperature: Around 15°C to 16°C over most parts of Saurashtra, Gujarat & Kutch.
- Observed Minimum (16th February): Near normal to 2°C above normal across most parts of Gujarat State.
- Normal Maximum Temperature: Around 31°C to 32°C over most parts of Saurashtra, Gujarat & Kutch.
- Observed Maximum (15th–16th February): 2°C to 5°C above normal, resulting in noticeably warm to hot afternoon conditions.
Notable Maximum Temperatures (15th February 2026)
- Ahmedabad: 34.0°C
- Vadodara: 34.8°C
- Bhuj: 34.9°C
- Rajkot: 35.3°C
- Deesa: 35.8°C
- Amreli: 34.7°C
These values are significantly above the seasonal average for mid-February.
Outlook for Saurashtra, Gujarat & Kutch
Period: 16th to 23rd February 2026
🌡️ Temperatures
- Daytime temperatures are already running warmer than normal.
- Maximum temperatures are expected to remain above normal and may rise further by 2°C to 4°C during 19th–22nd February.
- A few places could see maximum temperatures exceeding 38°C during the peak of the warm spell.
- Minimum temperatures may remain near normal briefly but are likely to rise above normal over most parts of Gujarat State thereafter.
Overall, a warm spell is expected during the forecast period, especially during the afternoon hours.
💨 Wind Conditions
- Winds are expected to increase during the evening hours, which may provide slight relief after sunset in some areas.
🌫️ Fog
- Fog is expected over Kutch and western Saurashtra on 17th/18th February, particularly during the early morning hours.
- Localized reductions in visibility may occur during this period.
Summary:
A continued warming trend is expected across Saurashtra, Gujarat & Kutch, with temperatures peaking between 19th and 22nd February. Both minimum and maximum temperatures are likely to remain above normal for most of the forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ હવામાન અપડેટ
19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં વધુ વધારો શક્ય; આગાહી સમયગાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના
તા. 16 ફેબ્રુઆરી 2026 મુજબ
ગુજરાત રાજ્યમાં રાત્રિ અને વહેલી સવારનું તાપમાન આ સમયગાળા માટે અસામાન્ય રીતે ઉંચુ રહ્યું છે. દિવસ દરમિયાન પણ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેતાં બપોર બાદ ગરમીનો અહેસાસ વધી રહ્યો છે.
હાલની તાપમાન સ્થિતિ
- નોર્મલ લઘુત્તમ તાપમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગોમાં આશરે 15°C થી 16°C.
- આજનું લઘુત્તમ તાપમાન (16 ફેબ્રુઆરી): રાજ્યના મોટા ભાગોમાં નોર્મલ થી 2°C જેટલું વધુ.
- નોર્મલ મહત્તમ તાપમાન: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગોમાં આશરે 31°C થી 32°C.
- ગઈકાલનું મહત્તમ તાપમાન (15–16 ફેબ્રુઆરી): રાજ્યના મોટા ભાગોમાં નોર્મલ તાપમાન કરતાં 2°C થી 5°C વધુ, જેના કારણે બપોર બાદ ગરમીનો અહેસાસ વધુ રહ્યો.
નોંધપાત્ર મહત્તમ તાપમાન (15 ફેબ્રુઆરી 2026)
- અમદાવાદ: 34.0°C
- વડોદરા: 34.8°C
- ભુજ: 34.9°C
- રાજકોટ: 35.3°C
- ડીસા: 35.8°C
- અમરેલી: 34.7°C
આ આંકડા મધ્ય ફેબ્રુઆરી માટેના નોર્મલ તાપમાન કરતાં 2°C થી 5°C વધુ છે.
આગાહી – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ
સમયગાળો: 16 થી 23 ફેબ્રુઆરી 2026
🌡️ તાપમાન
- દિવસ દરમિયાન તાપમાન હાલમાં નોર્મલ તાપમાન કરતાં વધુ ચાલી રહ્યું છે.
- મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની શક્યતા છે અને 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન 2°C થી 4°C જેટલો વધુ વધારો થઈ શકે છે.
- કેટલીક જગ્યાએ મહત્તમ તાપમાન 38°C થી વધુ પહોંચી શકે છે.
- લઘુત્તમ તાપમાન એકાદ દિવસ નોર્મલ આસપાસ રહી પછી રાજ્યના મોટા ભાગોમાં નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન ખાસ કરીને બપોર બાદ ગરમીમાં વધારો અનુભવાશે.
💨 પવન પરિસ્થિતિ
- સાંજના સમયે પવનની ઝડપમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે સૂર્યાસ્ત બાદ થોડી રાહત મળી શકે.
🌫️ ધુમ્મસ
- 17/18 ફેબ્રુઆરીએ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વહેલી સવારના સમયે ધુમ્મસ રહેવાની શક્યતા છે.
- કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી શકે છે.
સારાંશ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની શક્યતા છે. સમગ્ર આગાહી સમયગાળા દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધુ રહેવાની સંભાવના છે.
.
Refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th February 2026
Forecast In Sanj Samachar Daily Dated 16th February 2026

તારીખ 25 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – પૂર્વ આસામ પરનુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – સૌરાષ્ટ્ર અને કચ્છને લાગુ ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પરનુ UAC હવે ગુજરાતના કિનારે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમી વચ્ચે છે. – એક UAC દક્ષિણ આંતરિક કર્ણાટકના દક્ષિણ ભાગો અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »
Sir atyare akdum pavan nikdyo chhe…kyan sudhi rahese…have..chhanta ni bik nathi ne…?
Bapore garmi hoy etle Sanje pavn nikalde
તારીખ 24 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે 24 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર યથાવત રહ્યું. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
તારીખ 24 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે 24 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર યથાવત રહ્યું. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Sr જય માંતાજી.
આજે આકાશ સવાર નું ચોખું છે.
બોપર પસી જોર વધશે..વિસ્તાર વધશે.
અનુભવી જવાબ આપો
ઘઉં ને 4 દિવસ ની વાર સે.
આજે હાર્વેસ્ટ મારું તો ઘૂઘરી થાય એમ છે
શું કરવું સમજાતું નથી.
જાણકાર સમજાવો હું કરાય.
હવે હમણાં વરસાદ નથી પણ
3.4 દીવસ .મેઘરવો ધુમ્મસ આવશે
સર નવી અપડેટ આપો તો આ માવઠાની ખબર પડે કેટલાક દિવસ રહેશે કેટલાક વિસ્તારોમાં અસર કરશે plz ans
Road paladya atyare jo k savare bhi office aavva tane chatta pdtata
તારીખ 23 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્ય બંગાળની ખાડીના દક્ષિણપશ્ચિમ અને લાગુ વિસ્તારો પર યથાવત હતું તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાની અને આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. – પશ્ચિમ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. – એક ટ્રફ… Read more »
નમસ્કાર સર ગઈ રાત્રે 1વાગ્યાની આજુબાજુ અમારે છાંટછૂટ હતી
Ta24 February dhoral ma mavta ni sKyta kevik se
સર તા. ૨૨ થી ૨૮ માં માવઠાની અસર થશે કે નહિ.પક્ષિમ સૌરાષ્ટ્ર બાજુ… Plz ans
તારીખ 22 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા આજે, 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર હતું તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ શરૂઆતમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને પછી આગામી 48 કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ ફરી વળે તેવી શક્યતા છે. – એક ટ્રફ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયાથી મધ્ય તમિલનાડુ અને આંતરિક કર્ણાટકમાં થય ને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ… Read more »
Rajkot ma aaj unada jevu vatavaran thai gyu aavu lagyu joi have unado kevo rahe ane aavtu chomasu kevu aave pan kudrat pase koi nu kai na chale
સાહેબ 24/25 મા રાજકોટ મા ઝાપટાં નિ શક્યતા કેવીક રહેશે
24 savar sudhi ma ECMWF ‘lagrik’ batavey chhe.
Lagrik sabda lagbhag ko ka j janatu hase
Lagrik etle jaraak shakyata.
સર તમે કેરેક કેરેક ઓરીજલ કાઠીયાવાડ ભાષા વાપરો.. મને એવી ભાષા વધુ ફાવે છે…
ફાવવીજ જોય
તારીખ 21 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર આજે 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર સ્થિત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વધુ તીવ્ર બનવાની સંભાવના છે. – વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનુ UAC ઉપરોક્ત સિસ્ટમમાં ભળી ગયું છે. –… Read more »
5 થી 15 માર્ચ હરિ દ્વારા મા વાતાવરણ કેવુ રહેશે?
Hu LGAKN
Vadhu vigat Comment Policy – Comment karvani samaj
Vadodara na amuk vistaro ma aaje saware madhyam varsad padyo
Sr agadna divsoma varsadni kay sakiyata hoy to kejo
તારીખ 20 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર આજે, 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08: 30 કલાકે નબળું પડી ગયું છે જોકે, તેનું આનુષાંગિક UAC તે જ પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ શ્રીલંકા તરફ આગળ વધવાની સંભાવના છે. – વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરેલું હતું, જે આજે, 20 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:… Read more »
પંચમહાલ અને દાહોદ ના ઘણા વિસ્તાર માં ગઈ કાલ રાત્રે થી છુટા છવાયા વરસાદ ના સમાચાર છે…
A vakhte Himalayan dukal padyo che Sikkim Arunachal Pradesh e to 80% upar deficiency che and Himachal jammu Kashmir a bdha 30 to 40% deficiency ma che vikit paristhithi kehvaaye
March ma tyan varo avashe Jammu & Kashmir and North India
Tame to LGAKN ne to pachhi aam kem?
Te AAM chhe ! North India rain
તારીખ 19 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર યથાવત રહ્યું. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ શ્રીલંકા તરફ આગળ વધવાની અને આગામી ૨૪ કલાક દરમિયાન નબળું પડવાની સંભાવના છે. – આજે ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે એક ફ્રેશ UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી વિસ્તરે… Read more »
2 divas thya savare thandi vadhare che kal vadhare hati aaj thodi ochi che gai kal to bapor sudhi thandu lagtu haru
Kaal thi vadhma raheshe
Kaas aavu ne aavu March na last week sudhi hali jay to moj pde 🙂 Pchi April May ane half June sudhi grmi pde ane half June thi varsad chalu thai jay to moj pde 🙂 haha
Tamara modha ma ghee shakar pan evu nai thay.. aa to mavtha ne lidhe thandak hati. Have kaalthi farithi gharmi vadhva lagse ane taapmaan unchu jatu jase.
Ha pn a to amuk di mate j ne…..pchi to pachu normal aavi jay etle over all to ok j kevay ne am 🙂 Uchu ne uchu temp….Summer chalu thay tya sudhi rye to bad kevay….to moj no pde 🙂 hahahaha……pn aa to fari normal thai jay aagad na divso ma….means j 37 38 javanu hoy hmna…..a fari 31 32 a aavi jay etle moj em 🙂 hahahaha
Aa to 1k initial uchado aave che…..summer am kye che k hu aavu chu…..siyado kye che k hu jav chu…..am 🙂 hahahaha
તારીખ 18 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – લો પ્રેશર આજે 18 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર યથાવત છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ શ્રીલંકા તરફ આગળ વધવાની શક્યતા છે અને આગામી ૨૪ કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વધુ મજબૂત થવાની સંભાવના છે. – દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર UAC તરીકે છે… Read more »
Thanks, saheb
તારીખ 17 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પરનું લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 વાગ્યે વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 18 ફેબ્રુઆરી, 2026 ની આસપાસ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વધુ મજબૂત થવાની સંભાવના છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મધ્ય પાકિસ્તાન અને સંલગ્ન… Read more »
Sar thodu aagotru kyo kapnino mahtvano taim sali rahiyo6 ghani rite nuksanithi basi skay.
AHi 15 thi 16 divas na MAPS chhe varsad na KOLA ECMWF and KOLA NOMAD GFS
Tema andaj ne Aagotaru samajvanu.
Thanks sar
અપડેટ બદલ આભાર સર
Thank you for new apdeait
Thanks for new update sir
અપડેટ આપવા બદલ અશોક સર આપનો ખૂબ ખૂબ આભાર
Welcome Summer 2026!!
તારીખ 16 ફેબ્રુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ, આજે 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે આ જ વિસ્તાર પર લો પ્રેશર રચાયુ હતુ. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 18 ફેબ્રુઆરી, 2026 ની આસપાસ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને સંલગ્ન પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર વધુ મજબૂત થવાની સંભાવના છે. – પૂર્વ તુર્કમેનિસ્તાન અને સંલગ્ન અફઘાનિસ્તાન પરનુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તરપશ્ચિમ અફઘાનિસ્તાન અને… Read more »
Thank you for new update
Theks sr.for new apdet
Thanks for
Theks apdet
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ હવે ઉનાળા ની સરુઆતપાકી..
Thank you sir