Temperature to Remain Above Normal from 1st–7th February 2026 Over Saurashtra, Gujarat & Kutch
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 1 થી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા
Current Weather Conditions
As on: 31st January 2026
The normal minimum temperature over North Gujarat and Kutch is around 12°C, while over the rest of Gujarat it is between 13.5°C and 14°C.
On 31st January 2026, minimum temperatures across Gujarat State are 2°C to 5°C above normal at many locations, indicating a continuation of mild night/morning-time conditions.
Minimum Temperatures Recorded on 31st January 2026
- Ahmedabad: 18.6°C (5.2°C above normal)
- Vadodara: 18.4°C (4.2°C above normal)
- Bhuj: 14.6°C (2.0°C above normal)
- Rajkot: 15.8°C (1.9°C above normal)
- Deesa: 16.8°C (5.8°C above normal)
- Amreli: 16.2°C (3.1°C above normal)
Forecast: Saurashtra, Gujarat & Kutch
Valid Period: 1st to 7th February 2026
Minimum temperatures are expected to remain above normal at most places over Saurashtra, Gujarat & Kutch during the forecast period.
A slight easing of minimum temperatures by about 1°C to 2°C is possible on one or two days, though overall temperatures are likely to stay on the higher side of normal for this time of the year.
Wind Outlook
- Winds are expected to prevail mainly from the North to Northeast.
- Wind speeds:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 1 થી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા
વર્તમાન હવામાન પરિસ્થિતિ
તારીખ: 31 જાન્યુઆરી 2026
ઉત્તર ગુજરાત અને કચ્છમાં નોર્મલ લઘુત્તમ તાપમાન આશરે 12°C ગણાય, જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં નોર્મલ લઘુત્તમ તાપમાન 13.5°C થી 14°C વચ્ચે ગણાય.
31 જાન્યુઆરી 2026ના રોજ, ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2°C થી 5°C વધુ નોંધાયું છે, જેનાથી રાત્રિ તથા વહેલી સવાર દરમિયાન ઠંડી ઓછી રહેતી હોવાનું સૂચવે છે.
31 જાન્યુઆરી 2026ના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાન
- અમદાવાદ: 18.6°C (સામાન્ય કરતાં 5.2°C વધુ)
- વડોદરા: 18.4°C (સામાન્ય કરતાં 4.2°C વધુ)
- ભુજ: 14.6°C (સામાન્ય કરતાં 2.0°C વધુ)
- રાજકોટ: 15.8°C (સામાન્ય કરતાં 1.9°C વધુ)
- ડીસા: 16.8°C (સામાન્ય કરતાં 5.8°C વધુ)
- અમરેલી: 16.2°C (સામાન્ય કરતાં 3.1°C વધુ)
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ
માન્ય સમયગાળો: 1 થી 7 ફેબ્રુઆરી 2026
આગાહી સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
આગાહી સમય દરમિયાન એક બે દિવસ લઘુત્તમ તાપમાનમાં આશરે 1°C થી 2°Cનો થોડો ઘટાડો શક્ય છે, પરંતુ કુલ મળીને આ સમયગાળા માટે વધુ સેન્ટરો માં તાપમાન નોર્મલ કરતા ઉંચુ રહેવાની શક્યતા છે.
પવનની સ્થિતિ
- પવન મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ:
- શરૂઆતમાં આશરે 7–15 કિમી/કલાક
- 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન વધીને 10–25 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા
- બાકી ના સમય માં આશરે 7–15 કિમી/કલાક.
Refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th January 2026
Forecast In Sanj Samachar Daily Dated 13th January 2026

તારીખ 31 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૭.૬ કિમી વચ્ચે છે જે વધતી ઊંચાઈએ ઉત્તરપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. – એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – એક ટ્રફ મધ્ય પાકિસ્તાન પર રહેલા UAC થી પંજાબ અને હરિયાણા થય ને ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે. – બીજો એક ટ્રફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી… Read more »