Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

Low Pressure System Tracking Towards Maharashtra–Madhya Pradesh Border Expected to Bring Beneficial Rainfall to Saurashtra, Kutch & Gujarat During 12th–17th September 2026

મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા


Few parameters from IMD Morning Bulletin — 12th September 2026:

Low Pressure Area:

The Low Pressure Area over coastal areas of south Odisha and north Andhra Pradesh lay over South Chhattisgarh and neighbourhood at 0530 hrs IST on 12th September 2026.

The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level, tilting southwestwards with height.

The system is likely to move west-northwestwards across South Chhattisgarh and Vidarbha during the next 24 hours.

Monsoon Trough:

The Monsoon Trough at mean sea level now passes through:

Jaisalmer – Kota – Bhopal – Nagpur – centre of the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, and thence east-southeastwards to the Eastcentral Bay of Bengal.

The trough extends up to 1.5 km above mean sea level.

The trough from north Rajasthan to the cyclonic circulation associated with the Low Pressure Area over South Chhattisgarh and neighbourhood, extending across Madhya Pradesh and Chhattisgarh up to 3.1 km above mean sea level, has merged with the Monsoon Trough.

Western Disturbance:

The Western Disturbance, seen as a cyclonic circulation over north Punjab and neighbourhood, now lies over north Pakistan and adjoining Jammu, between 3.1 and 4.5 km above mean sea level.

A trough aloft in the middle tropospheric westerlies, with its axis at around 5.8 km above mean sea level, runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (12th–17th September 2026)

Overall: Rainfall prospects have improved due to the Low Pressure Area and associated Upper Air Circulation (UAC) which is tilting southwestward with height. The System is now tracking towards Maharasthra and adjoining Madhya Pradesh border areas.

The Monsoon trough has become normal is expected to move further Southwards towards for the next couple of days.

Gujarat Region

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread  rainfall is likely over parts of Gujarat Region on different days, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50–75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Saurashtra & Kutch

  • Rainfall: Isolated/Scattered to Fairly Widespread/Widespread rainfall is likely on different days of the forecast period, mainly during 12th–17th September.
  • 50% of the area is expected to receive 35–50 mm of total rainfall during the forecast period.
  • The remaining 50% of the area is expected to receive 50-75 mm of total rainfall during the forecast period.
  • Some locations could receive more than 150 mm of total rainfall.

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. Select your State and subsequently all Districts will also be listed within your State in Alphabetical order. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.


મહારાષ્ટ્ર–મધ્ય પ્રદેશ સરહદ તરફ આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમથી 12થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં લાભદાયી વરસાદની શક્યતા

IMDના સવારના બુલેટિન — 12 સપ્ટેમ્બર 2026ના કેટલાક મહત્વપૂર્ણ પરિબળો:

લો પ્રેશર એરિયા:

દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો પર આવેલો લો પ્રેશર એરિયા 12 સપ્ટેમ્બર 2026ના 0530 કલાકે IST દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતો.

આ સિસ્ટમ સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી 9.4 કિમી સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝૂકેલું છે.

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભમાંથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

મોન્સૂન ટ્રફ:

સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હાલમાં નીચેના વિસ્તારો પરથી પસાર થાય છે:

જૈસલમેર – કોટા – ભોપાલ – નાગપુર – દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારો પર આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને, ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.

આ ટ્રફ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલો છે.

ઉત્તર રાજસ્થાનથી દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં આવેલા લો પ્રેશર એરિયા સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ સુધીનો ટ્રફ, જે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરેલો હતો, તે હવે મોન્સૂન ટ્રફ સાથે ભળી ગયો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:

ઉત્તર પંજાબ અને આસપાસના વિસ્તારો પર ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ વિસ્તારમાં, સમુદ્ર સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે સ્થિત છે.

મીડ એટમોસ્ફિયર માં રહેલો ઉપરનો ટ્રફ,  જેની ધરી સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમીની ઊંચાઈએ છે, આશરે 70°E રેખાંશથી 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (12થી 17 સપ્ટેમ્બર 2026)

એકંદર સ્થિતિ: લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું અપર એર સર્ક્યુલેશન (UAC) વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. સિસ્ટમ હવે મહારાષ્ટ્ર તથા તેને અડીને આવેલા મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાથી વરસાદની શક્યતાઓમાં સુધારો થયો છે.

મોન્સૂન ટ્રફ હવે તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે અને આગામી એક-બે દિવસ દરમિયાન તે વધુ દક્ષિણ તરફ ખસે તેવી શક્યતા છે.

ગુજરાત રિજિયન

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ ગુજરાત રિજિયનના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • વરસાદ: 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન મુખ્યત્વે અલગ-અલગ દિવસોએ સૌરાષ્ટ્ર અને કચ્છના આઇસોલેટેડ/છૂટાછવાયા થી ઠીકઠાક વ્યાપક/વ્યાપક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
  • આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં 35–50 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • બાકીના 50% વિસ્તારમાં 50–75 મીમી જેટલો કુલ વરસાદ પડવાની શક્યતા છે.
  • કેટલાક સ્થળોએ 150 મીમીથી વધુ કુલ વરસાદ પડી શકે છે.

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 12th September 2026

Pending Forecast In Sanj Samachar Daily Dated 12th September 2026

KOLA Interactive Rainfall Forecast Atlas

 

4.7 49 votes
Article Rating
Subscribe
Notify of
guest
589 Add your comment here
GB Khuman
GB Khuman
13/09/2026 1:50 pm

સાહેબ અત્યારે જૂનાગઢ માં વરસાદ ચાલુ છે બીજું કે તમે ઘણી આગાહી માં એક શબ્દ લખો છો વધારે વરસાદ વાળા સેન્ટર તો સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ વાળા સેન્ટર ક્યા ગણી શકાય

Place/ગામ
જૂનાગઢ
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  GB Khuman
13/09/2026 5:46 pm

વિસ્તાર ફિક્સ ન હોય પણ અલગ અલગ મોડેલ અલગ અલગ વિસ્તાર બતાવતા હોય એટલે આગાહી માં જનરલ સૌરાષ્ટ્ર, કચ્છ. કે ગુજરાત રીજીયન એમ ઉલ્લેખ કરે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Last edited 1 month ago by રામજીભાઈ કચ્છી.
Gajendrasinhsodha
Gajendrasinhsodha
13/09/2026 1:34 pm

Aaj thi su Jamnagar baju varsad ni sakyta chhe saheb

Place/ગામ
જામનગર
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
13/09/2026 1:04 pm

પ્રણામ ગુરુજી
તા 13/9/26
ઢસા વિસ્તાર 
 રાત ના 12 am થી છાંટા ચાલુ થયા પછી સવારે 
5.45 am થી 8.45 am સુધી હળવો મધ્યમ વરસાદ ચાલુ રહ્યો અંદાજે 1.50 + ઇંચ

Place/ગામ
Dhasa j( botad )
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
13/09/2026 1:03 pm

નમસ્કાર સર વરસાદ એક મહિના થી દેખાડો નથી એટલે બધા ખેડૂતો બીજે વરસાદના સમાચાર સાંભળી આપણો વારોઆવશે એ આપણો વારો કેદી આવશે એવું થવા માંડે છે ખેડૂતોની નજર આકાશ ઉપર છે વરસાદ આવી જાય એટલે બધાની ચિંતા હળવી થઈ જાય ટૂંકમાં 12 થી 17 વરસાદની આગાહી છે એટલે વારો તો આવી જશે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જીલ્લો રાજકોટ
Vishnu
Vishnu
13/09/2026 12:52 pm

Sir system hal kya che? Aje imdb nu update nathi.. Vidarbha thi kai direction ma aagad vadhi che?

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Ashok Patel
13/09/2026 1:59 pm

North vidarbh and south west MP as per Imd

Place/ગામ
Rajkot
Bhurani Mansih
Bhurani Mansih
13/09/2026 12:42 pm

સર. તમારા મત મુજબ સિસ્ટમ કયા મોડલ ઉપર ચાલશે.ઇસીએમ. જીએસએફ. કે આઈકોન ?

Place/ગામ
Galodar maliya
Last edited 1 month ago by Bhurani Mansih
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
13/09/2026 2:11 pm

Ecmwf/GFS update nathi thya haju kayk kochi che.

Place/ગામ
Jamraval,dwarka
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
13/09/2026 3:08 pm

Windy.

Place/ગામ
Jamraval,dwarka
Kaushal
Kaushal
13/09/2026 12:40 pm

Jor grmi che boss betha betha pasino nikdi jay che 🙂 Varsad aave etle pldvani iccha 🙂

Place/ગામ
Amdavad
Dabhi pradip Kumar
Dabhi pradip Kumar
13/09/2026 12:20 pm

Sir jamjodhpur ma chata chuti j aavse ke pachi saro raound aavse ?

Place/ગામ
Jamjodhpur
વિવેક
વિવેક
13/09/2026 11:28 am

સર રાજકોટ આજુબાજુ કેવીક શક્યતા છૅ લાગે છૅ રાજકોટ થી વરસાદ રિસાય ગયો છૅ

Place/ગામ
Aradoi,rajkot
Sivali
Sivali
13/09/2026 11:11 am

Sir amare keshod ma to savare tah tah varsi ne ughad nikali gayo to have puru ke kem?

Place/ગામ
Kevadra, Keshod, Junagadh
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
Reply to  Ashok Patel
13/09/2026 11:56 am

Loko ma dheeraj no abhav…agahi kem 1 divas ni j hoy…!!!

Place/ગામ
Upleta
Sivali
Sivali
Reply to  Ashok Patel
13/09/2026 12:07 pm

Sir ema amari ichha rakhye shu thay pan have sav vtavaran evu thai gayu che savarma ekdam damdor hato etale.

Pachi sir chhat ma chhat hoy ane achhat ma achhat hoy etale vdhu bik lge chhe etale evu lakhay gayu sir. Chelle 3-7-26 pachi amara vistarma varsad avyo j nathi etale vadhu vyakulata che

Place/ગામ
Kevadra, Keshod, Junagadh
Sivali
Sivali
Reply to  Ashok Patel
13/09/2026 12:28 pm

Na sir i am sorry sir bhul thai gay
Amne tamari upar ane bhgwn upr vishvash hovo joye

Place/ગામ
Kevadra, Keshod, Junagadh
harsh Sorathiya
harsh Sorathiya
13/09/2026 10:56 am

Imd gfs latest update mujab Uttar Gujarat kutch ne vadhu labh madse

Place/ગામ
Gondal
Manish Raviya
Manish Raviya
13/09/2026 10:33 am

જસદણ પંથક માં ગઈકાલે મોડી રાત થી અત્યાર સુધી ધીમીધારે.હળવા ભારે ઝાપટા આવે છે
આપની આગાહી મુજબ વરસાદ
ધન્યવાદ સર

Place/ગામ
Jasdan
Vijay Ramani
Vijay Ramani
13/09/2026 10:09 am

કમલાપુરમાં ૧૦ વાગ્યાથી વરસાદ ધોધમાર પડી રહ્યો છે.

Place/ગામ
Kamlapur Jasdan
Prakash
Prakash
13/09/2026 10:05 am

Sir imd precipitation update nathi tiyu.

Place/ગામ
Prakash
Prakash
Prakash
Reply to  Ashok Patel
13/09/2026 10:58 am

Lakhvama bhul hase

Place/ગામ
Movan
Naresh Chaudhari
Naresh Chaudhari
13/09/2026 9:49 am

sir harij baju varshad ni sakyta che

Place/ગામ
હારીજ
Kevin Aghera
Kevin Aghera
Reply to  Naresh Chaudhari
13/09/2026 10:39 am

હજી તો ખાલી ચાલુ થાય છે. ભાઈ. બધા નો વારો કાલ સાજ સુધી મા આવી જાશે

Place/ગામ
Ajab kesood
Last edited 1 month ago by Kevin Aghera
Vinodray Ribadiya
Vinodray Ribadiya
13/09/2026 9:40 am

વહેલી સવાર થી ધીમી ધારે વરસાદ ચાલુ છે.

Place/ગામ
Amreli
Dharmesh sojitra
Dharmesh sojitra
13/09/2026 9:01 am

અશોકભાઈ રાજકોટ જીલ્લા મા વરસાદ આવતા કેમ શરમાય છે ?

Place/ગામ
Kotda sagani rajkot
વિવેક
વિવેક
Reply to  Dharmesh sojitra
13/09/2026 11:30 am

જણાવજો સર

Place/ગામ
Aradoi
pratap odedra
pratap odedra
13/09/2026 9:01 am

Ecmwf છેલે છેલે રોન ન કાઢે તો સારું .

Place/ગામ
Jamraval,dwarka
harsh Sorathiya
harsh Sorathiya
13/09/2026 8:40 am

Sir aa low pressure jya jya thi pasar thai che tya rainfall range vadhu padti ketli che?

Place/ગામ
Gondal
parva dhami
parva dhami
Reply to  harsh Sorathiya
13/09/2026 12:09 pm

Last 24 hr. District wise average rainfall for Vidarbha region on September 13:

Gadchiroli — 104.0 mm
Yavatmal — 87.83 mm
Amravati — 85.50 mm
Gondia — 79.75 mm
Chandrapur — 75.60 mm
Nagpur — 72.25 mm
Bhandara — 61.00 mm

Place/ગામ
Rajkot
Manbha Padhiyar
Manbha Padhiyar
13/09/2026 8:38 am

આજે રાતનો 40mm જેવો varshad padiyo સેલો વરસાદ 13,8 નો હતો 13 ,9 આવી ગયો

Place/ગામ
લોયાધામ ta સાયલા dist સુરેન્દ્રનગર
Sanjay rajput
Sanjay rajput
13/09/2026 8:16 am

sir maro kevano matalab vadalo no shamhu amari baju nathi atele phuchiyu

Place/ગામ
chibada dyodar vav tharad
Bharatbhai.
Bharatbhai.
13/09/2026 8:14 am

જુનાગઢ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો મા ધીમીધારે વરસાદ ચાલુ છે.

Place/ગામ
Junagadh
Kd patel
Kd patel
13/09/2026 7:49 am

Amare 7 am thi dhimi kyarek sari gati thi varasad chalu chhe.

Place/ગામ
Makhiyala ta junagadh
Sanjay patel
Sanjay patel
13/09/2026 7:49 am

Dhimi dhare varsad chalu 6,30 thichalu

Place/ગામ
Sidsar jamjodhpur
Swetalbhai Vasani
Swetalbhai Vasani
13/09/2026 7:42 am

Jay Siyaram sir ji, Rajkot ma atyare varsad chalu thayo che 5 minits thi, hadvo speed che..

Place/ગામ
RAJKOT CITY
Sanjay rajput
Sanjay rajput
13/09/2026 7:19 am

sir vav tharad baju varshad ni sakyta che

Place/ગામ
chibada dyodar vav tharad
Rohit Lathigra
Rohit Lathigra
13/09/2026 3:42 am

રાજકોટ થી કેટલો દૂર છે. વરસાદ આવાનો….

Place/ગામ
Rajkot
Vijay Ramani
Vijay Ramani
Reply to  Rohit Lathigra
13/09/2026 7:30 am

Kamlapur ma ધીમો ધીમો વરસાદ ચાલુ che

Place/ગામ
Kamlapur
Mustafa Vohra
Mustafa Vohra
12/09/2026 11:18 pm

Atyare system nu location su 6

Place/ગામ
Bharuch
Dipak patel
Dipak patel
12/09/2026 11:18 pm

Thanks for update

Place/ગામ
Rajkot
Nilesh Bhuva
Nilesh Bhuva
12/09/2026 11:02 pm

Dhimidhare saru thayo atyare 11 pm

Place/ગામ
Keriya
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
12/09/2026 10:40 pm

૧૦ પી એમ થી

Place/ગામ
Chuda .Surendranagar.
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
12/09/2026 10:39 pm

અમારે ૧૦ ની એમ થી ધીરે ધીરે વરસાદ ચાલુ થયો છે ક્યારેક ક્યારેક વીજળી દેખાય છે અને ધીમે ધીમે મેઘગર્જના સંભાળાય છે.

Place/ગામ
Chuda .Surendranagar.
Ashok
Ashok
12/09/2026 9:53 pm

અમારે થોડાક શ્રી ગણેશ કરીને બંધ થય ગયો ૧૫ મિનિટ ધીમી ગતી એ આવ્યો

Place/ગામ
Gingani
Kaushal
Kaushal
12/09/2026 9:45 pm

Sanje 7ek vage jordar prarambh baad dhimo dhimo varse che hal bhi 🙂
Saras thndu vatavaran che 🙂
Khub j aanand k Saurashtra ne ane gujarat ma sau ne varsad mlse 🙂

Place/ગામ
Amdavad
Jambudilip JambuDilip
Jambudilip JambuDilip
12/09/2026 9:32 pm

Jambusar ma thunderstorm sathe varsad saru.

Place/ગામ
Jambusar bharuch
Kuldipsinh rajput
Kuldipsinh rajput
12/09/2026 9:19 pm

જય માતાજી સર…આખરે 1 મહિના ના વિરામ બાદ કાચું સોનું વરસ્યું આકાશમાંથી… વીજળી ના કડાકા ભડાકા અને પવન સાથે મેઘરાજાનું આગમન ૭-૩૦pm thi ૮-૦૫ PM સુધી ધોધમાર વરસ્યો ત્યાર બાદ અત્યારે મધ્યમ ગતિએ ચાલુ છે…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mashhadi Tabish
Mashhadi Tabish
12/09/2026 9:01 pm

Dholka ma gajvij jode toofani varsad poni kalak
Hamna bandh che

Place/ગામ
Ahmedabad Dholka
Ramesh Odedra
Ramesh Odedra
12/09/2026 8:40 pm

આગાહી સમય મા વરટેક્સ નું નિર્માણ થઇ શકે સર.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Ramesh Odedra
Ramesh Odedra
Reply to  Ashok Patel
13/09/2026 8:19 am

એવુ બને તો પવન અને વરસાદ ની તીવ્રતા વધે. આશા રાખીયે કે એવુ ન બને.

Place/ગામ
નવાગામ તા. ભાણવડ
Divyesh Vegada
Divyesh Vegada
12/09/2026 8:31 pm

Thanks new apdet sir

Place/ગામ
Rajkot
Mustafa Vohra
Mustafa Vohra
12/09/2026 8:14 pm

Finally amare bharuch ma varsad ayo

Place/ગામ
Bharuch
Ravi Patel
Ravi Patel
12/09/2026 7:48 pm

જે શ્રી કૃષ્ણ સર નવી અપડેટ બદલ આભાર સર આમતો અમે તૈયાર ભજીયા ખાવા વારા પણ તમે કયું તેમ આત્માનિર્ભર બનવું જોસે એટલે થોડુક સોડા લેમ કરીયૂ સર સૌરાષ્ટ માં ૧૫૦ mm વાળો વિસ્તાર કદાચ રાજકોટ થી દ્વારકા સુધીનો કોય વિસ્તાર હોય શકે

Place/ગામ
At જશાપર
ashok Sagthia
ashok Sagthia
12/09/2026 7:46 pm

Bharuch ma Gaj vij sathe dhodhmar varsad 7:30pm thi chalu.

Place/ગામ
Bharuch
Shubham Zala
Shubham Zala
12/09/2026 7:35 pm

Vadodara 1 thi 1.5 inch varsaad

Place/ગામ
Vadodara
1000475877
bhavesh patel
bhavesh patel
12/09/2026 7:29 pm

10,15,20 ઇંચ ના જ આંકડા આવશે બધે ગુજરાત સૌરાષ્ટ્ર માં મજા કરો… આનંદો….

Place/ગામ
જામજોધપુર
Pravin patel
Pravin patel
12/09/2026 7:18 pm

સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ છે વાગ્યાથી

Place/ગામ
સુરત
Mustafa Vohra
Mustafa Vohra
12/09/2026 6:42 pm

Amare bharuch ma kai nti

Place/ગામ
Bharuch
Prasad
Prasad
12/09/2026 6:36 pm

Hello sir, Good evening
Revival of monsoon with a bang
1 hour thi moderate rain che with thunder…..

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
12/09/2026 6:24 pm

Finally Vadodara ma dhodhmar varsad chalu thunderstorm sathe

Place/ગામ
Vadodara
Vasant Kansagra
Vasant Kansagra
12/09/2026 5:47 pm

Aje balva talu jam jodhpur dist Jamnagar 3inch varsad 4.30 to 6.oo

Place/ગામ
Balva Jamnagar
Vala Raju
Vala Raju
Reply to  Vasant Kansagra
12/09/2026 6:44 pm

આજે સારા સમાચાર મલીયા ભાય

Place/ગામ
Muliyasa
Bharatbhai.
Bharatbhai.
12/09/2026 5:46 pm

નવી અપડેટ બદલ આભાર.

Place/ગામ
Junagadh