Lottery Rainfall Round Expected Over Gujarat Region During 31st May–4th June | Temperature Likely To Reduce By 2°C To 39°C–42°C Range Over Saurashtra, Gujarat & Kutch
31 મે થી 4 જૂન દરમિયાન ગુજરાત રિજિયન માટે લોટરી વરસાદી રાઉન્ડની શક્યતા | સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં 2°C ઘટાડા સાથે 39°C થી 42°C રેન્જ રહેવાની શક્યતા
Gujarat Temperature Observations (28th May 2026)
Maximum temperatures were around 1.5°C to 3°C above normal across many hot centers of Gujarat State.
- Rajkot: 43.6°C (2.8°C above normal)
- Deesa: 42.2°C (1.2°C above normal)
- Amreli: 41.9°C (1.4°C above normal)
- Ahmedabad: 44.4°C (2.5°C above normal)
- Bhavnagar: 42.8°C (2.7°C above normal)
- Surendranagar: 44.7°C (2.3°C above normal)
Current normal maximum temperatures across most parts of Gujarat are around 40.5°C to 42°C.
Few Parameters From IMD Bulletin
The Northern Limit of Monsoon (NLM) continues to pass through:
9°N/60°E, 8.5°N/65°E, 8°N/70°E, 7.5°N/75°E, 8°N/80°E, 11°N/85°E, 15°N/90°E, 19°N/95°E and 21°N/97°E.
Conditions are favorable for further advance of the Southwest Monsoon into some more parts of the southwest & southeast Arabian Sea, Lakshadweep area, southwest, east-central & west-central Bay of Bengal, remaining parts of southeast Bay of Bengal and some parts of northeast Bay of Bengal during the next 2–3 days.
A Western Disturbance is seen as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Longitude 74°E to the north of Latitude 32°N.
An upper air cyclonic circulation lies over Central Pakistan and adjoining areas extending up to 1.5 km above mean sea level.
A trough also runs from the cyclonic circulation over Central Pakistan to another cyclonic circulation over north interior Odisha across Rajasthan, Madhya Pradesh and north Chhattisgarh at 0.9 km above mean sea level.
Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (29th May to 4th June 2026)
Wind Pattern
- Winds will predominantly remain from the Southwest direction.
- Wind speeds during the first two days are expected to remain around 15–25 km/hour with gusts reaching 25–35 km/hour.
- Subsequently, from around 31st May or 1st June onwards, wind patterns will vary depending upon upper atmospheric instability over different parts of Gujarat State.
Rainfall Forecast
Forecast Period: 29th May to 4th June 2026
A Lottery Rainfall Round is expected during the forecast period.
Gujarat Region:
Light to moderate rainfall is likely over scattered areas during 31st May to 4th June.
Saurashtra & Kutch:
Light showers/rain are likely on one or two days over different isolated areas during 31st May to 4th June.
Temperature Outlook
Maximum temperatures are expected to decline by around 2°C and move closer to near-normal levels during the forecast period.
Most hot centers across Gujarat are likely to record maximum temperatures in the range of 39°C to 42°C on most days during the forecast period.
Day-to-day fluctuations of around 1°C to 2°C are likely.
Summary:
Maximum temperatures across many parts of Gujarat remained above normal on 28th May 2026, with several centers recording temperatures between 42°C and 45°C. Maximum temperature expected to decrease by 2°C during the forecast period.
A “Lottery Rainfall Round” is expected during the period 31st May to 4th June 2026, where scattered areas of Gujarat Region may receive light/moderate rainfall and isolated heavy rainfall while Saurashtra & Kutch may receive isolated showers/light rainfall.
31 મે થી 4 જૂન દરમિયાન ગુજરાત રિજિયન માટે લોટરી વરસાદી રાઉન્ડની શક્યતા | સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં 2°C ઘટાડા સાથે 39°C થી 42°C રેન્જ રહેવાની શક્યતા
ગુજરાત તાપમાન અવલોકન (28 મે 2026)
ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં આશરે 1.5°C થી 3°C વધુ નોંધાયું હતું.
- રાજકોટ: 43.6°C (નોર્મલ કરતાં 2.8°C વધુ)
- ડીસા: 42.2°C (નોર્મલ કરતાં 1.2°C વધુ)
- અમરેલી: 41.9°C (નોર્મલ કરતાં 1.4°C વધુ)
- અમદાવાદ: 44.4°C (નોર્મલ કરતાં 2.5°C વધુ)
- ભાવનગર: 42.8°C (નોર્મલ કરતાં 2.7°C વધુ)
- સુરેન્દ્રનગર: 44.7°C (નોર્મલ કરતાં 2.3°C વધુ)
હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન આશરે 40.5°C થી 42°C આસપાસ છે.
IMD બુલેટિનના કેટલાક મહત્વના પરિબળો
મોન્સૂનની ઉત્તર સીમા (NLM) હાલમાં નીચે મુજબ પસાર થાય છે:
9°N/60°E, 8.5°N/65°E, 8°N/70°E, 7.5°N/75°E, 8°N/80°E, 11°N/85°E, 15°N/90°E, 19°N/95°E અને 21°N/97°E.
આગામી 2–3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોન્સૂનના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. મોન્સૂન દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના વધુ વિસ્તારો, લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણ પશ્ચિમ, મધ્ય પૂર્વ અને મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના બાકીના વિસ્તારો તેમજ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોમાં આગળ વધી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોમાં ટ્રફ સ્વરૂપે જોવા મળે છે, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 74°E રેખાંશ અને 32°N અક્ષાંશના ઉત્તર તરફ સ્થિત છે.
મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરેલું છે.
બીજું એક ટ્રફ મધ્ય પાકિસ્તાનના સાયક્લોનિક સર્ક્યુલેશનથી લઈને ઉત્તર આંતરિક ઓડિશાના સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ મારફતે 0.9 કિમી ઊંચાઈએ પસાર થાય છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (29 મે થી 4 જૂન 2026)
પવન પેટર્ન
- પવનો મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ દિશાના રહેશે.
- પ્રથમ બે દિવસ દરમિયાન પવનની ઝડપ આશરે 15–25 કિમી/કલાક રહેવાની શક્યતા છે અને ઝાટકાવાળા પવનો 25–35 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
- ત્યારબાદ 31 મે અથવા 1 જૂનથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉપરના વાતાવરણની અસ્થિરતાને આધારે પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળી શકે છે.
વરસાદની આગાહી
આગાહી સમયગાળો: 29 મે થી 4 જૂન 2026
આ આગાહી સમયગાળા દરમિયાન “લોટરી વરસાદી રાઉન્ડ” ની શક્યતા છે.
ગુજરાત રિજિયન:
31 મે થી 4 જૂન દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ ઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
31 મે થી 4 જૂન દરમિયાન અલગ અલગ એકલ-દોકલ વિસ્તારોમાં એકાદ-બે દિવસ હળવા ઝાપટાં/વરસાદની શક્યતા છે.
તાપમાન અંગે અનુમાન
આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં આશરે 2°C ઘટાડો થવાની શક્યતા છે અને તાપમાન નોર્મલ નજીક પહોંચે તેવી શક્યતા છે.
ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન 39°C થી 42°C ની રેન્જમાં રહેવાની શક્યતા છે.
દિવસ પ્રમાણે તાપમાનમાં આશરે 1°C થી 2°C નો ફેરફાર શક્ય છે.
સારાંશ:
28 મે 2026ના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં વધુ રહ્યું હતું અને કેટલાક કેન્દ્રોમાં 42°C થી 45°C વચ્ચે નોંધાયું હતું. આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં આશરે 2°C ઘટાડો થવાની શક્યતા છે.
31 મે થી 4 જૂન 2026 દરમિયાન “લોટરી વરસાદી રાઉન્ડ” ની શક્યતા છે, જેમાં ગુજરાત રિજિયનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા ક્યાંક ભારે વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં હળવા ઝાપટાં/હળવા વરસાદની શક્યતા છે.
IMD નો સુધારેલ લાંબા ગાળાનો અંદાજ (LRF) – દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2026
ભારતીય હવામાન વિભાગ (IMD) એ 2026 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા (જૂનથી સપ્ટેમ્બર) માટેનો સુધારેલ લાંબા ગાળાનો અંદાજ (LRF) જાહેર કર્યો છે. આ અંદાજ મુજબ સમગ્ર દેશ માટે મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના આશરે 90% રહેવાની શક્યતા છે, જેમાં ±4% સુધીની મોડેલ ભૂલ મર્યાદા દર્શાવવામાં આવી છે. આથી દેશમાં ચોમાસું નોર્મલથી ઓછું રહેવાની શક્યતા વધુ દર્શાવવામાં આવી છે.
વિસ્તારવાર અંદાજ મુજબ ઉત્તર પૂર્વ ભારત ઉપર મોસમી વરસાદ નોર્મલ રહેવાની શક્યતા છે, જ્યારે મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતમાં નોર્મલથી ઓછો વરસાદ રહેવાની સંભાવના છે. દેશના મોટા ભાગના વરસાદ આધારિત ખેતી વિસ્તારો આવરી લેતા મોન્સૂન કોર ઝોન (MCZ) વિસ્તારમાં પણ નોર્મલથી ઓછા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
IMD મુજબ જૂનથી સપ્ટેમ્બર 2026 દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલથી ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. જોકે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત, દક્ષિણ દ્વીપકલ્પના પૂર્વીય ભાગો, પૂર્વ-મધ્ય ભારતના નજીકના વિસ્તારો તથા પૂર્વ ભારતના કેટલાક અલગ વિસ્તારોમાં નોર્મલથી વધુ અથવા નોર્મલ વરસાદ રહી શકે છે.
જૂન 2026 માટે અલગથી જોવામાં આવે તો સમગ્ર ભારતનો માસિક વરસાદ પણ નોર્મલથી ઓછો રહેવાની શક્યતા છે અને તે LPA ના 92% કરતા ઓછો રહેવાનો અંદાજ છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં જૂન દરમિયાન નોર્મલથી ઓછો વરસાદ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત, દક્ષિણ દ્વીપકલ્પીય ભારત અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી વધુ અથવા નોર્મલ વરસાદ રહી શકે છે.
તાપમાનના અંદાજ મુજબ જૂન 2026 દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે. જોકે મધ્ય ભારત, ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું અથવા નોર્મલ રહી શકે છે. લઘુત્તમ તાપમાન પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને નજીકના દક્ષિણ દ્વીપકલ્પીય વિસ્તારોમાં રાત્રિ તાપમાન નોર્મલથી ઓછું અથવા નોર્મલ રહી શકે છે.
એકંદરે IMD નો સુધારેલ અંદાજ દર્શાવે છે કે 2026 નું ચોમાસું નબળું અને અસમાન વરસાદવાળું રહી શકે છે, જ્યારે જૂન દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં નોર્મલથી વધુ ગરમી અનુભવાઈ શકે છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th May 2026
Forecast In Sanj Samachar Daily Dated 29th May 2026

Vadodara ma pavan sathe varsad chalu che 10.30 pm thi
દે ધનાધન તોફાની પવન સાથે વાવણી લાયક વરસાદ
રણોદરા તાલુકો ઈડર માં વરસાદ ચાલુ થયો છે આજે સાંજે 8.42 વાગે ઝાપટા ઝાપટા આવે છે
હજુ કેરાલમ માં ચોમાસાનું આગમન નથી થયું, પ્રોગ્રેસ મેપ જોવો…
Monsoon in hit kerala.imd
Ahi Gujarati ma Pratikbhai ye IMD Bulletin mukel chhe.
ન્યુઝ વાળા એ એની રીતે બેસાડી દિધુ છે, એટલે બધા પૂછે છે. imd બેત્રણ દિવસ માં પરિસ્થિતિ અનુકૂળ નુ કહે છે.
Pratikbhai
તારીખ 01 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 10°N/60°E, 9°N/65°E, 8.5°N/70°E, 8°N/75°E, 7.8°N/78°E, 8°N/80°E, 10°N/80°E, 13°N/87°E, 16°N/90°E, 19°N/93°E અને 22°N/97°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો તેમજ દક્ષિણપશ્ચિમ, મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો તથા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકીના વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર 3.1 થી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે આવેલ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ રૂપે ચક્રવાતી પરિભ્રમણ… Read more »
Sir aaj thi hve chomasu chalu
Ahi IMD Gujarati ma Bulletin chhe.
Welcome Monsoon 2026 to the mainland of India Kerala today.
????????
Cumulus clouds in the sky
Chances of afternoon/evening showers?
Sir aaje amdavad ma varsad gani shakay
Best practices sir models nu soda lemon kri ne tme kidhu htu lottery varsaad avse evuj thyu
29/05 na IMD GFS no update akha central Gujarat ma 100mm jevu varsaad bta htu jyare ecmfw 15 thi 20mm. jo koi khali 1 model thi joine aagahi krse toh khoti j pdse. Thankyou sir.
Kale rate kya kya dhadbadati hati !
Rainfall data ahi uplabdhdh chhe.
સર તમારા હિસાબે ચોમાસું સૌરાષ્ટ્ર માં કેટલા ટકા આ વર્ષે રહેશે જણાવશો પ્લીઝ
Hu LGAKN
તારીખ 31 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 10°N/60°E, 9°N/65°E, 8.5°N/70°E, 8°N/75°E, 7.8°N/78°E, 8°N/80°E, 10°N/80°E, 13°N/87°E, 16°N/90°E, 19°N/93°E અને 22°N/97°E પરથી પસાર થાય છે. – આગામી 3 થી 4 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો, તેમજ દક્ષિણપશ્ચિમ, મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો તથા દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 7.6 કિમી ઊંચાઈએ… Read more »
Chella 2 di thya rate rate vaddo pdhare che mst ane aaje savare 11rek vaga thi vaddo aavi rya che 🙂
2026 nu varsh shikhva mate athva anubhav mate khub mahatvnu chhe karan ke alnino chomasha na end athva puru thay pasi thavani sakyta che ane imd pan normal karta ochho varsad ni sakyta darsave chhe to have jovanu chhe aavi paristhima gujarat mate chomasu kevu rahse ane pasi future ma aava paribalo batavta hoy to anubhav male barobar ne sir
Ghana varsho thaya El Nino and La Nina thaay chhe.
Aapde weather gujrat ane Ashok patel saheb na sisyo chiye aapde to aavi vato na j karvi joiye Karan ke saheb agau Gani vakhat kahi chukya che ke al nino aapde direct asar kare che evu koi sabit nathi kari sakyu ha media vada bhale Kahe ke 60% chomasu thase ke 90 % pan aapde to saheb na sisyo chiye aavi badhi vato ma dhyan na aapo ane positive vichari ne joya rakho al nino na varso ma pan kutchh saurastra ane gujrat ma 105 ke 110 % varsad thayo che
Climate Change and Rainfall
Chhela 125 varsadh ma EL Nino thaya chhe ne La Nina thaya chhe chhata Varsad genral Saurashtra & Kutch ma vadhyo chhe.
Sachi vaat che sir
Jay mataji sir…amara thi north ma jordar vijdi na chamatkar chalu thaya 6e…varsad nthi hju
સર. નવી અપડેટ બદલ આભાર.. અત્યારે યુટ્યુબ પર હવામાન પંડિતો અલનિનો ની વાતો થી સનસનાટી ફેલાવે છે.. અધુરાં ઘડા છલક છલક થાય છે.. આ અગાઉ તમે કહેલ.. વરસાદ ની સીસ્ટમ પર ઘણી બધા પરિબળો અસર કરતા હોય.. અલનિનો પણ એક પરિબળ છે.. અલનિનો વધુ મા વધુ 25 % ભુભાગ પર કુલ વરસાદ ના 25 % પર અસર કરી શકે.. તેવો અંદાજ છે.. અમારા વિસ્તાર નો વાર્ષિક વરસાદ 700/800 મિમી ગણી એ અને 20% વરસાદ ની ખાધ ગણી એ તો ય 550/650 મિમી થાય.. ખેતી ની જરૂરિયાત સમયે ટાઈમસર ટુકડે ટુકડે 400 મિમિ વરસાદ થાય તોય વર્ષ 20 આની એટલે કે… Read more »
Thank you sir
તારીખ 30 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – નૈઋત્યનું ચોમાસું આજે, 30 મે 2026 ના રોજ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ, મધ્યપશ્ચિમ અને મધ્યપૂર્વ બંગાળની ખાડી તેમજ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં વધુ આગળ વધ્યું છે. – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 10°N/60°E, 9°N/65°E, 8.5°N/70°E, 8°N/75°E, 7.8°N/78°E, 8°N/80°E, 10°N/80°E, 13°N/87°E, 16°N/90°E, 19°N/93°E અને 22°N/97°E પરથી પસાર થાય છે. https://www.gujaratweather.com/?page_id=14488 – આગામી 4 થી 5 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો, તેમજ દક્ષિણપશ્ચિમ, મધ્યપશ્ચિમ,… Read more »
Thanks for new updete
Thanks for new Update apava badal
Thanks sir for new update apava badal
નમસ્તે અશોકભાઇ.
અત્યારે મેં ન્યૂઝ માં વાંચ્યું કે, IMD નાં ડો. મોહપાત્રા એ આજે કહ્યું કે, આ વર્ષે જૂન થી સપ્ટેમ્બર સુધી EL NINO ની ભારત પર અસર રહેશે અને વરસાદ છેલ્લાં 3 વર્ષનો સૌથી ઓછો રહેશે. આપ લાંબા ગાળાની આગાહી નથી કરતા પણ, EL Nino વિશે આપનો શું અભિપ્રાય છે?
જો NOAA ના ક્રાયટેરિયા મુજબ ગણવામાં અવેય તો વિધિવત એલ નિનો ચોમાસા પછી ડિક્લેર થઇ શકે.
સૌ કોઈ જુલાઈ થી કહેશે કે એલ નિનો થઇ ગયો. હાલ એલ નિનો નથી છતાં ધજાગરો છે !
Have nai bivanu al nino thi
Sir. Imd GFS 10 days ma dt.3/4 pachi varsadi visar saurashtra taraf vadhu dekhay che
Jay mataji sir…thanks for new update…
Thanks sar
Thanks sir for new update
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thank you sar new apdet
Sir IMD ni chomasu onset ni tuka gada ni agahi pan khoti padi to atli lambi agahi uper visvas kari ne mediya vara kheduto ma negavoty felavse to Tamara mat mujab ktli visvas patra gani sakay IMD chomacha nu purvanuman ?
Koi em kahe toe khyal aavey ke Saurashtra ma 90% Varsad thashe ke Gujarat ma 91% varsad thashe.
Samgra desh level ma average-no koi matlab nathi.
Kharekhar toe Rajya ma pan kya Jilla ma ketlo toe haju hakikat najik avey.
Jsk સર…. છેલ્લા 4/5 વરહ થી તો કોઈ ચોક્સ જિલ્લા માટે પણ કહેવું અઘરું છે ( સિવાય કે કોઈ બોવ મોટુ લૉ કે વેલમાર્ક લૉ હોય )… ઘણી વખત એક ગામમાં પૂર મેં હોય તો 2/5 કિલોમીટર છેટે પાંહ પલાર પણ ના હોય…. અંતે તો તમે જેમ કયો કે જમીન પર પડે તે સાચું… હરિ ઈચ્છા બળવાન
Dear sir
Imd mujab chomasu nabdu rahevanu reason north ma Garmi nthi padi a reason chhe k Biju kai chhe please janavjo..
Vividhdh paribado hoy tema El Nino ni shakyata nu motu kaaran ganey chhe.
Haju EL Nino nu pahelu thresh hold July ma thay tevu lagey chhe.
Aagala 75 varsho ma Saurashtra ne El Nino ochhi asar karey chhe.
Gujarat Region ne khas kai nahi.
North East India ma pan EL nino asar nathi thati.
Badhe ek sarkhi asar na hoy.
Thank you so much sir for your guidance.
Thanks for new update
જય માતાજી
અશોકભાઈ આભાર
Abhar sir
There will be delay in onset of monsoon. Arrival of monsoon in Kerala around 3rd or 4th June as per IMD. Monsoon is unable to set due to cyclonic circulation in Arabian sea.
Welcome sir
Aabhar saheb
અપડેટ બદલ આભાર સર
Thanks sir for new apdet
Sir, Tme ahiya Gujarat reason ma Sakyta 6 evu lakhelu 6 ne akila vala e Pure puri Sakyta che evu lakhyu 6
આભાર સાહેબ નવી જાણકારી આપવા બદલ.
Thanks for new update Ashok bhai
Thank you sir
Thanks for update sir
તારીખ 29 મે 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 9°N/60°E, 8.5°N/65°E, 8°N/70°E, 7.5°N/75°E, 8°N/80°E, 11°N/85°E, 15°N/90°E, 19°N/95°E અને 21°N/97°E પરથી પસાર થાય છે. – આગામી 2-3 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના વધુ ભાગોમાં, લક્ષદ્વીપ વિસ્તારના વધુ ભાગોમાં, દક્ષિણપશ્ચિમ, મધ્યપૂર્વ અને મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકી ભાગોમાં તેમજ ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 75°E રેખાંશ પર… Read more »
આભાર નવી અપડેટ માટે
Thanks for new update sir
સર દક્ષિણ સૌરાષ્ટ્ર મા વધુ જોખમ જેવુ નથી ને ??
Maps ahi mukela chhe. Jova ni koi manay nathi !
Sir 7 page ma j map che te aakhi sw monsoon season nu anuman che ne ?
Yes.
Te Map samajvo mushkel chhe. Tercetile category samajvi padey. Saav sidhu nathi.
Free thav tyare janavjo badha ne.