Minimum Temperatures Expected to Remain Near Normal to Above Normal Across Most Centers of Saurashtra, Gujarat & Kutch During 13–20 November 2026

Minimum Temperatures Expected to Remain Near Normal to Above Normal Across Most Centers of Saurashtra, Gujarat & Kutch During 13–20 November 2026

13–20 નવેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટાભાગના કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલથી ઉપર રહેવાની શક્યતા


Current Weather Conditions — 13 November 2026

On 12 November, maximum temperatures were mostly above normal across Saurashtra, Gujarat and Kutch, generally ranging from 1.5°C to 3.5°C above normal.

Minimum temperatures, however, showed considerable variation across different weather stations in Gujarat, ranging from 2.0°C below normal to 2.5°C above normal.

Minimum Temperatures Recorded on 13 November 2026

The following minimum temperatures were recorded at selected centers:

  • Ahmedabad: 18.3°C (0.6°C above normal)
  • Amreli: 18.2°C (0.6°C above normal)
  • Vadodara: 16.5°C (1.9°C below normal)
  • Bhuj: 21.0°C (2.8°C above normal)
  • Rajkot: 18.2°C (Near normal)
  • Deesa: 19.0°C (2.3°C above normal)

Forecast for Saurashtra, Gujarat & Kutch — 13–20 November 2026

Maximum Temperature: The normal maximum temperature across the region is currently around 33.5°C. Maximum temperatures are expected to remain near normal to above normal on most days during the forecast period.

Minimum Temperature: The current normal minimum temperature is around 18°C for most centers, while Ahmedabad and Amreli have a normal of 17.5°C, and Deesa 16.7°C.

Minimum temperatures are expected to remain broadly within their present range during the forecast period, although considerable local variations will continue.

A marginal decrease in minimum temperatures is expected on 14–15 November, followed by another marginal decrease around 20 November. In contrast, minimum temperatures are expected to rise on 17–18 November.

13–20 નવેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટાભાગના કેન્દ્રો ખાતે લઘુત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલથી ઉપર રહેવાની શક્યતા


વર્તમાન હવામાન સ્થિતિ — 13 નવેમ્બર 2026

12 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન મોટાભાગે નોર્મલથી ઉપર રહ્યું હતું. સામાન્ય રીતે મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 1.5°C થી 3.5°C વધુ નોંધાયું હતું.

જોકે, ગુજરાતનાં વિવિધ હવામાન મથકો પર લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં 2.0°C નીચાથી 2.5°C વધુ નોંધાયું હતું.

13 નવેમ્બર 2026ના રોજ નોંધાયેલ લઘુત્તમ તાપમાન

નીચે પસંદગીનાં કેન્દ્રો પર નોંધાયેલ લઘુત્તમ તાપમાનની વિગતો આપવામાં આવી છે:

  • અમદાવાદ: 18.3°C (નોર્મલ કરતાં 0.6°C વધુ)
  • અમરેલી: 18.2°C (નોર્મલ કરતાં 0.6°C વધુ)
  • વડોદરા: 16.5°C (નોર્મલ કરતાં 1.9°C ઓછું)
  • ભુજ: 21.0°C (નોર્મલ કરતાં 2.8°C વધુ)
  • રાજકોટ: 18.2°C (નોર્મલ આસપાસ)
  • ડીસા: 19.0°C (નોર્મલ કરતાં 2.3°C વધુ)

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી — 13–20 નવેમ્બર 2026

મહત્તમ તાપમાન: હાલમાં સમગ્ર વિસ્તારમાં મહત્તમ તાપમાનનું નોર્મલ આશરે 33.5°C છે. આગાહીના મોટાભાગના દિવસો દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી ઉપર રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક દિવસોમાં નોર્મલ આસપાસ રહી શકે છે.

લઘુત્તમ તાપમાન: હાલમાં મોટાભાગનાં કેન્દ્રો માટે લઘુત્તમ તાપમાનનું નોર્મલ આશરે 18°C છે. જ્યારે અમદાવાદ અને અમરેલી માટે નોર્મલ 17.5°C તથા ડીસા માટે 16.7°C છે.

આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન વ્યાપકપણે તેની વર્તમાન મર્યાદામાં રહેવાની શક્યતા છે, જોકે સ્થાનિક સ્તરે નોંધપાત્ર તફાવત જોવા મળી શકે છે.

14–15 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ 20 નવેમ્બરની આસપાસ ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. તેનાથી વિપરીત, 17–18 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.

.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th November 2026

Forecast In Sanj Samachar Daily Dated 13th November 2026

 

4.6 9 votes
Article Rating
Subscribe
Notify of
guest
30 Add your comment here
Pansuriya Pratik
Pansuriya Pratik
18/11/2026 1:58 pm

તારીખ: 18 નવેમ્બર, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને તેને અડીને આવેલા મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનું અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું “અકવાન” (Akvan) છેલ્લા 6 કલાક દરમિયાન 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે 18 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:30 કલાકે તે 12.9°N અને 85.4°E પર કેન્દ્રિત હતું. તે સમયે ચક્રવાત ચેન્નાઈ (તમિલનાડુ)થી 570 કિમી પૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 580 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 590 કિમી દક્ષિણપૂર્વમાં, ત્રિંકોમાલી (શ્રીલંકા)થી 660 કિમી ઉત્તરપૂર્વમાં, ગોપાલપુર (ઓડિશા)થી 710 કિમી દક્ષિણમાં અને પુરી (ઓડિશા)થી 770 કિમી દક્ષિણમાં હતું. ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું… Read more »

Place/ગામ
Rajkot
Bharatbhai
Bharatbhai
17/11/2026 2:45 pm

સર હવે આવતા દિવસોમાં ઠંડી ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Bharatbhai
Bharatbhai
Reply to  Ashok Patel
17/11/2026 7:35 pm

આભાર

Place/ગામ
Junagadh
Pansuriya Pratik
Pansuriya Pratik
17/11/2026 1:39 pm

તારીખ: 17 નવેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને તેને અડીને આવેલા પશ્ચિમમધ્ય બંગાળની ખાડી પર રહેલું ચક્રવાતી વાવાઝોડું “અકવાન” (Akvan) છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ધીમી ગતિએ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે 17 નવેમ્બરના રોજ સવારે 8:30 કલાકે તે જ વિસ્તારમાં 12.2°N અને 85.7°E અક્ષાંશ-રેખાંશ પર કેન્દ્રિત હતું. આ વાવાઝોડું ચેન્નાઈ (તમિલનાડુ)થી આશરે 610 કિમી પૂર્વમાં, ત્રિંકોમાલી (શ્રીલંકા)થી 630 કિમી ઉત્તરપૂર્વમાં, મચલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 660 કિમી દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 670 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ગોપાલપુર (ઓડિશા)થી 790 કિમી દક્ષિણમાં સ્થિત હતું. આ વાવાઝોડું આજે 17 નવેમ્બરની સાંજ… Read more »

Place/ગામ
Rajkot
Jagdish varvariya
Jagdish varvariya
16/11/2026 5:50 pm

પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છટાછૂટી શક્યતા કેવી??

Place/ગામ
Sheda Bhadthar, khambhaliya,dwarka
Markhibhai Chavda
Markhibhai Chavda
Reply to  Ashok Patel
17/11/2026 5:27 pm

તો સર વાદળ છાયું વાતાવરણ ને કાતરો ગણી શકાય

Place/ગામ
Vadtra khambhaliya Dwarka
Manish Raviya
Manish Raviya
16/11/2026 2:14 pm

સર
બે દિવસ થી વાદળા થાય છે
કઈ નવા જુની ના એંધાણ તો નથી ને

Place/ગામ
Jasdan
Pansuriya Pratik
Pansuriya Pratik
16/11/2026 2:00 pm

તારીખ: 16 નવેમ્બર, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપૂર્વ અને તેને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે 16 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:30 કલાકે તે જ વિસ્તારમાં 11.2°N અને 86.4°E નજીક કેન્દ્રિત હતું. આ સિસ્ટમ ત્રિંકોમાલી (શ્રીલંકા)થી આશરે 630 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, શ્રી વિજય પુરમ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)થી 690 કિમી પશ્ચિમમાં, ચેન્નાઈ (તમિલનાડુ)થી 700 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 800 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ગોપાલપુર (ઓડિશા)થી 910 કિમી દક્ષિણમાં સ્થિત હતું. આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે તેવી… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
16/11/2026 1:00 pm

Thank You Sir For New Update… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagdh
Kaushal Acharya
Kaushal Acharya
16/11/2026 10:34 am

South nu kam kaj gajab che baki aa sal bdha varsad vavajoda thi j mdi rya che 🙂 hahaha

Place/ગામ
Amdavad
Swetalbhai Vasani
Swetalbhai Vasani
15/11/2026 6:00 pm

Jay Siyaram sir ji, Sari evi thandi kyarthi chalu thase ..

Place/ગામ
RAJKOT CITY
Swetalbhai Vasani
Swetalbhai Vasani
Reply to  Ashok Patel
15/11/2026 8:52 pm

Thanks sir ji

Place/ગામ
RAJKOT CITY
Pansuriya Pratik
Pansuriya Pratik
15/11/2026 2:11 pm

તારીખ: 15 નવેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપૂર્વ અને તેને અડીને આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેશન છેલ્લા 3 કલાક દરમિયાન આશરે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર તરફ આગળ વધ્યું છે. આજે 15 નવેમ્બર 2026ના રોજ સવારે 08:30 કલાકે તે આ જ વિસ્તારમાં 9.3°N અક્ષાંશ અને 86.9°E રેખાંશ પર કેન્દ્રિત હતું. આ ડિપ્રેશન ત્રિંકોમાલી (શ્રીલંકા)થી આશરે 630 કિમી પૂર્વમાં, શ્રી વિજયપુરમ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)થી 690 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, ચેન્નાઈ (તમિલનાડુ)થી 840 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ)થી 1010 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ગોપાલપુર (ઓડિશા)થી 1130 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. આ સિસ્ટમ આગામી સમયમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ… Read more »

Place/ગામ
Rajkot
Hardik Rathod
Hardik Rathod
14/11/2026 9:00 pm

thanks for the updated

Place/ગામ
bhavnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
14/11/2026 4:07 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Pansuriya Pratik
Pansuriya Pratik
14/11/2026 2:09 pm

તારીખ: 14 નવેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું વેલ માર્કડ લો પ્રેશર આજે, 14 નવેમ્બર 2026ના રોજ સવારે 08:30 કલાકે IST એ જ વિસ્તારમાં યથાવત છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને એ જ વિસ્તારમાં ડીપ્રેશન માં વધુ તીવ્ર બને તેવી ખૂબ જ શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 16 નવેમ્બરની સાંજની આસપાસ દક્ષિણ અને તેને અડીને આવેલા મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં વાવાઝોડા માં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.… Read more »

Place/ગામ
Rajkot
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
14/11/2026 11:49 am

Thank you sir

Place/ગામ
Upleta
Bharatbhai
Bharatbhai
13/11/2026 7:58 pm

Thanks for New update sir.

Place/ગામ
Junagadh
Asvinbhai Faldu
Asvinbhai Faldu
13/11/2026 6:44 pm

Thanks sir for new apdet

Place/ગામ
Bhagat khijadiy
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
13/11/2026 3:13 pm

Thanks sir for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
JD Brothers
JD Brothers
13/11/2026 1:51 pm

1300h to 1500h vache haji unara no anubhav thai che. UV also high

Place/ગામ
Bhayavadar (west)
aakash.r. kachchhi
aakash.r. kachchhi
Reply to  JD Brothers
14/11/2026 11:44 am

yes ….bapor na hju thoduk tavdi tapi jay chhe. jyare svar nu tapman norml njik chhe..

Place/ગામ
sanathli moti. ta. jasadan
Pansuriya Pratik
Pansuriya Pratik
13/11/2026 1:43 pm

તારીખ: 13 નવેમ્બર, 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગ પર આવેલું લો પ્રેશર એરિયા આજે 13 નવેમ્બર, 2026ના રોજ સવારે 08:30 કલાકે પણ ત્યાં જ યથાવત્ છે. તેની સાથે સંકળાયેલું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. આ સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી ખૂબ જ શક્યતા છે. 14 નવેમ્બરના રોજ તે વધુ સંગઠિત બનીને વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે અને ત્યારબાદ 15 નવેમ્બરની સવાર આસપાસ તે જ વિસ્તારમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 16 નવેમ્બરની સાંજ આસપાસ મધ્ય… Read more »

Place/ગામ
Rajkot
Mahamdhusen Parasara
Mahamdhusen Parasara
Reply to  Pansuriya Pratik
15/11/2026 2:17 pm

Have siyadu pak vavi skay tevu tapman thyu 6e

Place/ગામ
Sindhavder(wakaner)