Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:

  • Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
  • East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
  • An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level

Expected Parameter

  • Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)

Gujarat Region

  • Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
  • Thunderstorms with lightning may accompany rainfall at times.

Expected Rainfall Distribution

  • 50% of the area: 100-150 mm
  • Remaining 50% of the area: 50-100 mm

Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.


Saurashtra & Kutch

  • Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.

Expected Rainfall Distribution

  • 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
  • 25% of the area: Up to 35 mm during the forecast period.

Forecast Confidence

Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.

Summary

A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.

Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:

ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.

ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.

યુએસી (UAC):

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.

અપેક્ષિત પરિબળ

ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન

  • 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
  • વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 50% વિસ્તાર: 100–150 મી.મી.
  • બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.

નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
  • 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.

આગાહીની વિશ્વસનીયતા

એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.

સારાંશ

ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.

ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd July 2026

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026

 

4.7 31 votes
Article Rating
746 Add your comment here
Rajesh Ponkiya
Rajesh Ponkiya
28/07/2026 9:07 pm

જય શ્રી કૃષ્ણ સર ‘ સર 700hpa જોતા એવુ લાગે છે આવનાર રાઉન્ડ આખા ગુજરાત માટે સારો સાબિત થસે એવુ દેખાય છે અને આઇકોન પણ પોઝીટીવ થયુ છે ‘ ધીરે ધીરે બધા પોઝીટીવ થઈ જાય તો વધારે સારુ ‘ હજી બે દીવસ પછી પાકુ થાય

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
Mashhadi Tabish
Mashhadi Tabish
28/07/2026 8:23 pm

Dholka ma dodhmar varsad chalu

Place/ગામ
Ahmedabad Dholka
Divyesh Vaghasiya
Divyesh Vaghasiya
28/07/2026 7:58 pm

જાન માંડવે વેલાહૈર આવે, એવું લાગે છે.

Place/ગામ
Virpur (jalaram) ta. Jetpur di. Rajkot
Jaydeep Rajgor
Jaydeep Rajgor
28/07/2026 7:52 pm

Sir 22 thi 28 ma amare 68 mm varsad thyo.

Place/ગામ
Mandvi kutch
Umesh Ribadiya
Umesh Ribadiya
28/07/2026 6:42 pm

Agau na anubhavne aadhare evu kahi shakay ke BOB mathi D ke DD bani ne aavti system Gujarat najik pahochta Hanfi jay chhe.

Place/ગામ
Visavadar
parva dhami
parva dhami
28/07/2026 4:44 pm

Rajkot rainfall (23-28July)
23: 58 mm
24: 41 mm
25: 0 mm
26: 8 mm
27-28: 0 mm
Total: 107 mm
Satisfactory rainfall as per Sir’s forecast.

Place/ગામ
Rajkot
nik raichada
nik raichada
28/07/2026 3:56 pm

Sir tmari navi update ave pachi hve khyal avse Varsad kevo rehse Ane
Sir Amne khbr che tme koi divas ek Vistar ni update nthi apta Pn Sir Aavnari tmari navi update ma Ocha varsad dharvatu Porbandar sahit west saurashtra mate alag thi ek note ( tuki Update ) Tmne anukud lage Possible hoi to Api sko Jethi hve khyal ave ke agad West saurashtra ma varsad ni sthiti kevi rahi ske.

Place/ગામ
Porbandar City
Shubham Zala
Shubham Zala
28/07/2026 2:25 pm

ICON ni vishwashniyata vadhi che jyare IMD GFS ni ghati che!

Place/ગામ
Vadodara
Jaydeep Rajgor
Jaydeep Rajgor
Reply to  Shubham Zala
28/07/2026 7:51 pm

Kayam mate ke aavnari system mate??

Place/ગામ
Mandvi kutch
Shubham Zala
Shubham Zala
Reply to  Jaydeep Rajgor
28/07/2026 10:05 pm

Experience kro bhai bne model na screenshot padi rkho dar roj na pachi jyare megraja ave compare kro kyo model vadhare sachot hto

Place/ગામ
Vadodara
Pansuriya Pratik
Pansuriya Pratik
28/07/2026 1:58 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન (તા. 28-07-2026 | સવારે 08:30 કલાકે IST) ડીપ ડિપ્રેશન: ઉત્તર તટીય ઓડિશા અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર રહેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (West-Northwest) તરફ આગળ વધ્યું છે. સવારે 08:30 કલાકે IST તે ઉત્તર આંતરિક ઓડિશા અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર, અક્ષાંશ 21.9° ઉત્તર અને રેખાંશ 86.8° પૂર્વ નજીક કેન્દ્રિત હતું. તેનું કેન્દ્ર: – બારિપાડા (ઓડિશા)થી આશરે 10 કિમી દક્ષિણ-પૂર્વ – બાલાસોર (ઓડિશા)થી 40 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમ – મિદનાપુર (પશ્ચિમ બંગાળ)થી 80 કિમી દક્ષિણ-પશ્ચિમ – જામશેદપુર (ઝારખંડ)થી 120 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ – કેઓંઝરગઢ… Read more »

Place/ગામ
Rajkot
Mashhadi Tabish
Mashhadi Tabish
28/07/2026 1:51 pm

Gaya round ma
473+92+20+37=622 mm
Etle 25 inch varsad
kal sanje zhaptu pachi vrap che
Aabhoot Purva varsad

Place/ગામ
Ahmedabad Dholka
સંજયસિંહ
સંજયસિંહ
28/07/2026 1:19 pm

આ વર્ષે તો icon જિંદાબાદ છે

Place/ગામ
ગામ માલણકા તા. કુતિયાણા જી. પોરબંદર
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
28/07/2026 1:02 pm

31 thi 3 ma sharvtik varshad thase !

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Sagar Bhalodi
Sagar Bhalodi
28/07/2026 12:54 pm

આજથી બધા મોડેલ પોઝિટિવ થઈ જશે અને 31 થી વરસાદ પણ ચાલુ થઈ જશે 4 તારીખ સુધી માં સૌરાષ્ટ્રમાં 5 ઇંચ જેવો વરસાદ સાર્વત્રિક આવશે દક્ષીણ ગુજરાત ને મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાત માં વધુ હશે આ વરસાદ અને કચ્છ માં પણ સારો એવો જ આવશે આ રાઉન્ડ માં આખા ગુજરાત નો વારો આવી જશે આજ થી બધા ને આશા જાગશે મને આવું દેખાય છે આ મારું પ્રિડીકસન છે સાચું પડશે સાહેબ તમને સુ લાગે છે

Place/ગામ
મોવિયા, ગોંડલ
Last edited 1 month ago by Sagar Bhalodi
Shashwat Pandey
Shashwat Pandey
28/07/2026 12:40 pm

Fari thi badha weather models saro varsad batave che Except Gfs and Imd gfs.
Aa vars Gfs ni accuracy thodi ochi lage che….

Place/ગામ
Ahmedabad
parva dhami
parva dhami
28/07/2026 12:03 pm

Latest ICON update showing Widespread good rains over Saurashtra and Kutch regions

Place/ગામ
Rajkot
Palsana kamlesh
Palsana kamlesh
28/07/2026 11:20 am

સર આજે અપડેટ આપશો

Place/ગામ
અમરેલી બાબરા જામ બરવાળા
Jogal Deva
Jogal Deva
28/07/2026 11:17 am

Jsk સર…. Icon ની લાસ્ટ અપડેટ માં વરસાદ ની માત્રા બતાવવા મયન્ડા હવે gfs અને ecmwf આગલી અપડેટ માં જોવાય

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
Reply to  Ashok Patel
28/07/2026 3:43 pm

Ama sar saru dekhade se to shakyata ketli samajvi ?

Place/ગામ
ધ્રોલ ખાખરા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
28/07/2026 9:32 pm

chalse saheb…….pan aavti aagahi ma theri vaari strong banavjo……..ha ha ha. just joke

Place/ગામ
Bhayavadar
Mashhadi Tabish
Mashhadi Tabish
28/07/2026 11:06 am

Rainfall Data update karsho plz

Place/ગામ
Ahmedabad Dholka
Ashok
Ashok
Reply to  Ashok Patel
28/07/2026 12:10 pm

સર આ આઇકોન ગયા રાઉન્ડ માં પણ થોડુંક સારૂ સાબિત થયું હતું તો ફરી વખત સૌરાસ્ટ માં પોઝિટિવ છે તો કેટલા ટકા ગણવું?

Place/ગામ
Gingani
Vipul
Vipul
28/07/2026 10:44 am

Check

Place/ગામ
Valotra
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  Ashok Patel
28/07/2026 12:14 pm

Hahahaha

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
Kanjariya Bhikhu
Kanjariya Bhikhu
27/07/2026 9:52 pm

અમારે દ્વારકા જિલ્લામાં સાવ ઓછો વરસાદ છે વાવણી પણ બાકી છે

Place/ગામ
At chapar ta. Kalyanpur dst. Davarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
27/07/2026 9:07 pm

Jay mataji sir…aaje bapor psi bilkul varsade viram lidho saras koru nikdyu 6e pan suraj dada na hju darshan thaya nthi…atare amara thi north baju aetle ke ambaji baju vijdi na chamkara chalu thaya 6e varsad nthi…

Place/ગામ
Bokarvada,dist-mehsana
J.k.vamja
J.k.vamja
27/07/2026 8:34 pm

આવતી કાલે અપડેટ આપશો કે નહીં

Place/ગામ
Matirala lathi amreli
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
27/07/2026 6:27 pm

Indian Ocean Dipoles kay pozisan ma se

Place/ગામ
Roziya
Jadeja Dilip sinh
Jadeja Dilip sinh
Reply to  Ashok Patel
27/07/2026 11:15 pm

Avata mahina ma positive thay ave lage se

Place/ગામ
Roziya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
28/07/2026 5:28 am

Jsk sir, jo aavnar divaso ma IOD 0.4 Upar jai to baki rahel chomasa mate ek sara sanket kahi sakay ? pl ans.

Place/ગામ
Bhayavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
28/07/2026 10:41 am

ok sir.

Place/ગામ
Bhayavadar
PRATIK RAJDEV
PRATIK RAJDEV
27/07/2026 5:28 pm

Sir have tamej aama kaik prakash pado

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Ashok Patel
27/07/2026 7:08 pm
Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
27/07/2026 5:04 pm

One more round of rainfall coming from 30th July to 1st Aug that will be mostly covering areas of South Gujarat, Central Gujarat, North Gujarat & isolated parts of Saurashtra.

Place/ગામ
Vadodara
Shihora Vignesh
Shihora Vignesh
27/07/2026 4:54 pm

* ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી (Northwest Bay of Bengal) અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશા કિનારા પર બનેલું ડીપ ડિપ્રેશન (Deep Depression) છેલ્લા 6 કલાક દરમિયાન કલાકના 3 કિમીની બહુ ધીમી ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે. આજે, 27 જુલાઈ 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 વાગ્યે, તે એ જ વિસ્તારમાં અક્ષાંશ 21.4°N અને રેખાંશ 88.1°E પાસે કેન્દ્રિત હતું. તે સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)થી આશરે 30 કિમી દક્ષિણમાં, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 70 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં, ડાયમંડ હાર્બર (પશ્ચિમ બંગાળ)થી 90 કિમી દક્ષિણમાં, કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી 110 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અને બાળાસોર (ઓડિશા)થી 120 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. તેના લગભગ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં… Read more »

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Shihora Vignesh
Shihora Vignesh
Reply to  Ashok Patel
27/07/2026 5:26 pm

હા સર,પણ હમણાં મેં કોમેન્ટ જોઈ ત્યારે હતી નહીં એટલે મૂક્યું…..પણ approval waiting માં હશે

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Mahesh Koli
Mahesh Koli
27/07/2026 4:48 pm

અશોક પટેલ ને પદ્મશ્રી પુરસ્કારએવોડમલવોજોઈએ
imd કરતા પરફેક્ટ આગાહી કરેછે સરકાર નેવિચારવુંજોઈએ

Place/ગામ
Gokulpur(targhadi)
Shubham Zala
Shubham Zala
Reply to  Mahesh Koli
27/07/2026 7:57 pm

Bdha mitro mdi ne nominate kriye chalo

Place/ગામ
Vadodara
Ketan Patel
Ketan Patel
Reply to  Shubham Zala
28/07/2026 8:59 am

હા

Place/ગામ
બારડોલી
hemjipatel
hemjipatel
Reply to  Mahesh Koli
27/07/2026 8:16 pm

Tamari vat 100%sachi chhe…
Agahi sachi kare chhe aa vat to barabar chhe. pan ketlay loko ne agahi karta shikhvadi didhu. Ane savnirbhar banavya agahi ni babat ma…

Place/ગામ
Tharad
Sir Mahesh bhai menpara
Sir Mahesh bhai menpara
Reply to  Mahesh Koli
27/07/2026 8:25 pm

100% i agri vith you

Place/ગામ
Mota vadala
Mustafa Vohra
Mustafa Vohra
27/07/2026 4:09 pm

Amare bharuch district ma sauthi aucho varsad bharuch ma 6 sir

Place/ગામ
Bharuch
nik raichada
nik raichada
27/07/2026 3:00 pm

Koi Model Next system ma pan West Saurashtra mate saro Varsad hju sudhi btavtu nthi Ecmwf Ane Icon Gujarat mate saru btave che system avse Gujarat side ane gfs alag j Track upr che etle Porbandar ane West saurashtra mate atyare Kathin samay che hope rakhiye ke Kai k change thai ane Aa round ma West Saurashtra ma saro varsad pde ane jetli ghat che emathi thodik ochi thai ske.
Porbandar City ma till date 27 july sudhima only 2.5 inch mand varsad pdyo che e pan zapta rupi.

Place/ગામ
Porbandar City
Bharatbhai vora
Bharatbhai vora
27/07/2026 2:58 pm

નમસ્તે સર આવનારી સિસ્ટમમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે કે સામાન્ય

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bharatbhai vora
27/07/2026 5:50 pm

Samanya varsad tamare. Koi moto varsad nathi aavnara diwaso ma tamare.

Place/ગામ
Vadodara
Sahil
Sahil
Reply to  Krutarth Mehta
27/07/2026 8:40 pm

ICON મોડલ તમારી વાત સાથે સહમત નથી કૃતાર્થ ભાઈ !

Place/ગામ
Rajkot
આશિષ ખૂંટ
આશિષ ખૂંટ
27/07/2026 2:45 pm

હવે આ વખતે મોડેલો એ બોવ કરી, બધા નોખું જ તાણે છે. આચકો દેવો પડશે એવું લાગે છે. icon અને ecmf માત્રા તો સારી બતાવે છે ભલે વિસ્તાર નોખા હોય પણ gfs તો હજુ સુધી નનૈયો જ ભણે છે. અમારે મોવિયામાં આ રાઉંડમાં એક દિવસ ૫”+ આવ્યો એને બાદ કરતાં બીજા બધા દિવસનો ટોટલ ૧” માંડ હશે. એટલે આમાં એય નકી નથી થતું કે કયું મોડેલ સાચું. કોઈ મોડેલ ૧” થી વધુ નોતું બતાવતું અને gfs તો ના જ પાડતૂતું. એ દિવસે એટલો ના આવ્યો હોત તો gfs સાચું ગણાય. અને એટલો બધો આવ્યો એટલે બીજા બધા મોડેલ ખોટા ગણાય.… Read more »

Place/ગામ
moviya
Nisheedh khunt
Nisheedh khunt
Reply to  આશિષ ખૂંટ
29/07/2026 1:15 pm

ક્યા ક્યા વિસ્તારમા 5″++ હતો ?

Place/ગામ
Moviya
વધાસિયા નિલેશ
વધાસિયા નિલેશ
27/07/2026 2:27 pm

પશ્ચિમ ભારત:

૨૭ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં, ૨૭ જુલાઈથી ૩૧ જુલાઈ દરમિયાન મરાઠાવાડામાં, ૨૭ જુલાઈથી ૨૮ જુલાઈ દરમિયાન ગુજરાત ક્ષેત્રમાં અને ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન; ૨૭ જુલાઈ અને ૧ થી ૨ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક વરસાદની શક્યતા છે.

Baaki delete karel chhe. Translation ma Cyclone nu lakhel

(By Moderator)

Place/ગામ
ધોરાજી
Md patel
Md patel
27/07/2026 2:15 pm

Something may problem in imd forcast

Place/ગામ
Kunad
Pansuriya Pratik
Pansuriya Pratik
27/07/2026 2:15 pm

27 જુલાઈ 2026 – સવારે 08:30 કલાક મુજબ  આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ડીપ ડિપ્રેશન: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશા કાંઠા નજીક રહેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 3 કિમી પ્રતિ કલાકની ધીમી ગતિએ ઉત્તર તરફ આગળ વધ્યું છે. સવારે 08:30 કલાકે તે 21.4° ઉત્તર અક્ષાંશ અને 88.1° પૂર્વ રેખાંશ નજીક કેન્દ્રિત હતું. આ સિસ્ટમ સાગર આઇલેન્ડ (પશ્ચિમ બંગાળ)થી આશરે 30 કિમી દક્ષિણ, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 70 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, ડાયમંડ હાર્બરથી 90 કિમી દક્ષિણ, કેનિંગથી 110 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને બાલાસોર (ઓડિશા)થી 120 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ ખાતે સ્થિત છે. આગામી સમયમાં આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Bharat patel
Bharat patel
27/07/2026 2:09 pm

Imd gujrati kia jova male

Place/ગામ
Rajkot
Bipin kambariya
Bipin kambariya
27/07/2026 1:28 pm

Have Jamnagar jila ma varsad kyare aav che

Place/ગામ
Kadbal
Jaydeep gadhavi
Jaydeep gadhavi
27/07/2026 1:07 pm

Namaste sir
saheb amara purva kutchh ma bahu saro varsad padyo pan paschim kutchh Bhuj thi lai anek taluka o ma nahi vat varsad che to saheb next round ma kola ecmwf ane icon bahu Saru batave che to next round ma sara varsad na chance khara ?

Place/ગામ
Vill At - Raydhanpar taluka Bhuj kutchh gujrat
Jaydeep gadhavi
Jaydeep gadhavi
Reply to  Ashok Patel
27/07/2026 3:22 pm

Ji saheb

Place/ગામ
Vill at Raydhanpar taluka Bhuj kutchh gujrat
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
27/07/2026 3:45 pm

Jsk sir. tuku ane touch amane only Shree Ashok Patel saheb ni forcast upar aasha hoy.

Baki model joye varsad na aave. Amuk Dukad keta!!! on ground amuk vistar ma samara kadhi nakhiya.

Place/ગામ
Bhayavadar
Karubhai odedara
Karubhai odedara
27/07/2026 12:58 pm

West Saurastra ni kathnai to chhe aa varshe system badhi dur j bhage aa system pan du bhageti dekhay.

Place/ગામ
Kutiyana
Ankit shah
Ankit shah
Reply to  Karubhai odedara
28/07/2026 11:09 am

Ha, aa vakhate west saurashtra khali chhe hji. Mane pako khyal nathi pan ghana varsho pa6i avu thyu hse. Junagadh ma pan junagadh city ane vanthali taluka ma hovo joe a ethi ochho varsaad chhe mara andaaj mujab.

Place/ગામ
Ahmedabad
Hira kodiyatar
Hira kodiyatar
27/07/2026 12:25 pm

Sar lo ketla hpa upar hoy?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
pratap odedra
pratap odedra
27/07/2026 12:14 pm

Sir,Bangal varu deep dipression cyclone thase k ny…?

Place/ગામ
Jamraval,dwarka
Masari kandoriya
Masari kandoriya
27/07/2026 12:01 pm

અશોક બાપુ અમારે પક્ષિમ સૌરાષ્ટ્રમાં આ ૩૧ થી ૪ વારી સિસ્ટમ મા વારો આવશે.?

Place/ગામ
સત્તાપર
Vaide Revadariya
Vaide Revadariya
27/07/2026 11:28 am

“સર આ 30 તારીખ વાળો રાઉન્ડ કેવો રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર મા હમણાં બધાય છોટા અતિભારે અતિભારે. હાવ જળબંબા કાર તા ની કરે ને અમારા “ધેડ” વિસ્તાર મા માહિત આપો તમારા એનાલિસિસ મુજબ…

Place/ગામ
Moddar. Kutiyana
Mashhadi Tabish
Mashhadi Tabish
27/07/2026 10:29 am

Plz update rainfall figure

Place/ગામ
Ahmedabad Dholka
Shubham Zala
Shubham Zala
27/07/2026 10:18 am

Ahemdabad na toh a varsh “બારે મેઘ ખાંગા”

Place/ગામ
Vadodara
Neel vyas
Neel vyas
Reply to  Shubham Zala
27/07/2026 3:43 pm

Yes, heli jevu che last 4 days thi

Place/ગામ
Ahmedabad
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Shubham Zala
27/07/2026 4:01 pm

Aa to round aavi gyo party….mja aavi pn sathe sathe nuksan bhi bv kryu….loko na ghro ma pani ane road bod tuti gya che evu bdhu che….hju pani pura utrya bhi nthi k fari japta/varsad chalu che 🙂 haha gajab baki 🙂
Jo k South guj. vala ni halat ati khrab che 🙂
To aa baju West Saurashtra ane Kutch hju rah ma che….Kudrat nu ajab gajab biju to su 🙂

Place/ગામ
Amdavad
Yogirajsinh zala
Yogirajsinh zala
27/07/2026 9:30 am

દેવભૂમિ દ્વારકાની હાલત બોવ ખરાબ થઈ છે માત્ર 4 ટકા વરસાદ છે આ વર્ષનો જે બધા જીલ્લામાં સૌથી ઓછો છે આશા રાખી કે આવનારી સિસ્ટમ આ જિલ્લાને લાભ આપે

Place/ગામ
Khambhaliya
Jaskubhai vank
Jaskubhai vank
27/07/2026 8:50 am

Tame a apel mahoti se

Place/ગામ
Kharchiya vankna bhesan junagadh
PRATIK RAJDEV
PRATIK RAJDEV
27/07/2026 8:15 am

Continous TS clouds on gujarat nu karan easr west shear zone ?

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
27/07/2026 8:11 am

Mand thodu sukayutu tya fari savare 4 vagya thi gajvij sathe hdvo mdhyam bhare evo varsad 6:30 vagya sudhi varasyo 🙂

Place/ગામ
Amdavad
Shihora Vignesh
Shihora Vignesh
27/07/2026 8:04 am

રાત્રે 3 વાગ્યા આસપાસ ખુબજ ગાજવીજ સાથે થોડીવાર ધીમી ધારે વરસાદ આવ્યો….

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Last edited 1 month ago by Shihora Vignesh
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
27/07/2026 7:26 am

સર અમારે વહેલી સવારે ચાર વાગ્યે થી વરસાદ ધીમીધારે ચાલુ છે કડાકા ભડાકા સાથે,
હજુ ચાલુ જ છે.

Place/ગામ
Chuda .Surendranagar.