Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:
- Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
- East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
- An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level
Expected Parameter
- Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)
Gujarat Region
- Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
- Thunderstorms with lightning may accompany rainfall at times.
Expected Rainfall Distribution
- 50% of the area: 100-150 mm
- Remaining 50% of the area: 50-100 mm
Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.
Saurashtra & Kutch
- Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.
Expected Rainfall Distribution
- 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
- 25% of the area: Up to 35 mm during the forecast period.
Forecast Confidence
Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.
Summary
A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.
Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:
ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.
યુએસી (UAC):
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.
અપેક્ષિત પરિબળ
ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન
- 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
- વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 50% વિસ્તાર: 100–150 મી.મી.
- બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.
નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
- 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.
આગાહીની વિશ્વસનીયતા
એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.
સારાંશ
ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.
ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026
રાજકોટ to અમદાવાદ. જાવા. માટે. રસ્તો. બધ. હતો. એ. ખુલી. ગયો. કોઈ. ને. ખબર. હોઈ. તો. કેજો. મિત્રો
હાં ગઈકાલે એવી સમાચાર મળ્યા હતા ચાલુ થઈ ગયો
1 thi 3 ma bijo raund gujrat ma aavi sake
Atyant gajvij jode dodhmar varsad Dholka ma last half an hour thi
Sar imd gfs aavrse brobar nathi saltu ,?
general bija Model karta ochho varsad batavey chhe evu lagey chhe.
Jetpar ma 1.30 kalak ma 6 inch jevo padio
ઘણો કેવાય
મૉરબી મા ગાજ વીજ સાથે મઘ્યમ ગતી વરસાદ ચાલુ થયૉ
2 દિવસ આરામ પસી પાસો ચાલુ થયો હળવદ માં.15 મિનિટ થયા.
Navi jan jodai gai chhe bob ma
Aapdo varo aavi jay to saru have sir
Khas West saurashtra ma dwarka jam khambhaliya porbandar baju.
બપોર ની insat પિક્ચર અને અત્યારની લેટેસ્ટ પિક્ચર માં ઘણો ફરક આવી ગયો. લો pressure ની સિસ્ટમ ના વાદળો બપોરે સાવ ગાયબ હતા હતા ને અત્યાર ના પિક્ચર મુજબ forecast માં હવે વાદળો નીચે ઉતરે છે. તો આ નવી ડિપ્રેશન સિસ્ટમ ને લીધે કઇ નવી સિસ્ટમ બની રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર ?
Vadad etle System evu na hoy.
Sytem sabd j bahu khoti ritey upyog thay chhe.
Paribad hoy….baaki System etle ke UAC ke Low ke Depression ne kahevay.
Rapar adesar vala mitro sanje 9 vagya ni ajubaju varsad kevo chhe ?
Jay mataji sir…aaje pan aakho divas halva zapta chalu rhya…atare thando pavan funkai rhyo 6e ane amara thi pachim-utar ma vijdi na chamkara thai rhya 6e hal varsad bilkul bandh 6e…
સર જામનગર પોરબંદર દ્વારકા આ બધા વિસ્તાર માં વાવણી ઘણી જગ્યા એ બાકી છે. તો સૂકા પવન ક્યારે બંધ થશે. જે સિસ્ટમ ને આવવા દેતા નથી. આ ખરાબ પવન ક્યારે બંધ થશે. જવાબ દેજો સર.
System ne upla level na pressure mujab chalvanu hoy. Kyany avrodh(Ridge etle je vadhu pressure hoy) toe tene kinare kinare chaley.
Bay of Bengal wadi system ma AANK dekhay che
Sir ak vaat jannvi hati ke 1 divas ratre white colour jevo varsad thayo hato koiye panni ma white cement milavi didho hoy tevo koiye dhiyan doriyu nathi pan aavu thayu che tenu Karan su hase sir
Khyal nathi
Yes amare pan doru pani hatu pahela em thayu k bhungara ma dhul hase pan varsad j evo hato
I check in weather.us satellite dust, it shows dust over north arabian sea and near oman pakistan coast seen so e middle east dust hoi sake
ધણી વખત વરસાદ ની સાથે માટી પણ આવે તેનું કારણ એ કે વરસાદ ની પહેલા પવન ના વંટોળ સાથે આકાશ માં ઉપલા લેવલ માં માટી ના રજકણ હોય તે વરસાદ ની સાથે આવે છે વરસાદ ની પછી કોઈ વનસ્પતિ ના પર્ણ પર જોવો તો ખ્યાલ આવે
Ok
તા. 26 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળ કાંઠા નજીકનું વેલ માર્કડ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળ કાંઠા નજીક રહેલું વેલ માર્કડ લો પ્રેશર વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આજે (26 જુલાઈ 2026) સવારે 8:30 કલાકે તે 20.6° ઉત્તર અક્ષાંશ અને 88.4° પૂર્વ રેખાંશ નજીક કેન્દ્રિત હતું. તેનું કેન્દ્ર: સાગર આઇલેન્ડ (પશ્ચિમ બંગાળ)થી આશરે 130 કિ.મી. દક્ષિણ-દક્ષિણપૂર્વ, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 140 કિ.મી. દક્ષિણપૂર્વ, ચાંદબાલી (ઓડિશા)થી 170 કિ.મી. પૂર્વ, બાલાસોર (ઓડિશા)થી 180 કિ.મી. પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું. આ ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન… Read more »
નવી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે એમ જ નથી લાગતું. જો માંડ માંડ પહોંચે તો પણ પશ્ચિમ સૌરાષ્ટ માં પહોંચે એવી શક્યતા ઓછી દેખાઈ રહી છે
ક્યા પરીબળો ને આધારે કહો છો ભાઈ હાલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની છે ને હજુ મજબૂત બને તેવા હાલ સંકેત છે
यह सिस्टम पहले ही गुजरात के काफी करीब पहुंच चुका है और इसका सीधा असर राज्य पर दिखना शुरू हो गया है। अगले 24 से 48 घंटों के भीतर यह गुजरात के उत्तरी और सौराष्ट्र इलाकों में पूरी तरह सक्रिय हो जाएगा Maine AI se system ke bare mein poochha To Aisa jawab Aaya
Mitro navi system ave taye sachu ane paschim sauratra ma varsad ave taye sachu atyarthi bav moti asa no rakhay pachhi ave nay atale apne અફસોસ thaychhe vadhare asa no rakhay
જય શ્રી કૃષ્ણ
તારીખ ૧ ઓગસ્ટ થી ૪/૫ ઓગસ્ટ સુધી અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ થશે જે વિસ્તારમાં વધારે વરસાદ નોંધાયો ત્યાં વધારે જોર રહેશે સાથે ઓછા વરસાદ વાળા વિસ્તારમાં ખુબ જ સારો વરસાદ થશે…. બંગાળની ખાડી પર ની સિસ્ટમ ગુજરાત રાજ્ય મા વરસાદ લાવશે… સાથે બંગાળ ની ખાડી પર મજબુત સિસ્ટમ એટલે કે વાવાઝોડું પણ બની શકે છે એ વાવાઝોડું સ્વરૂપે ગુજરાત રાજ્ય મા નહીં આવે એટલે કે વાવાઝોડું ગુજરાત રાજ્ય મા નહીં આવે ♥️
ભણગોર !
Aano meaning su thai Sir?
Bhangor te gaam nu name chhe. Ema kai meaning gotvano nathi.
સર જય શ્રીકૃષ્ણ સર તમે પણ ભુલ ગોતીલીયો હોશિયાર માણસ ની ભુલ ગોતીલીધી……
Bhul gotvano irado na hato. Gam nu name ma farak dekhano etle vanchyu.
વાડીએ થી ઘરે જવાની ઉતાવળ હતી
Kai vandho nahi bhai kyarek typing mistake pan badha thi Thai jati hoy che
સુ વાવેતર કહ્યું ભાઈ
અજમા
આ ભણગૉર કીયા તાલુકા જીલ્લા મા આવે હે
ગામ ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર
Kale sanj thi varsad bndh thyo che 🙂 Aaje surya narayan na darsan thya to aanand che 🙂
Sir ek vat nathi samjati IMD etli moti sastha chhe to pan system ne sari rite track kem nathi kari sakti aa varse roj IMD ni apdate badle chhele pasi GFS na rasta uper avi jay
javab apjo
Jamin par padey chhe Varsad tena karta IMD GFS and IMD BFS nu forecast nichu rahe chhe. Karan khyal nathi.
આખરે ગઈ રાત્રે એક વાગ્યા થી 4 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો મધ્યમ વરસાદ પડ્યો… પૂંછડિયા વાદળો વરસ્યા ખરા
Thodi Dhiraj rakho aavi gyo ne…aaje pan amari baju mal taiyar thai rhyo 6e …
સર…. તમને એક વિનંતી છે કે આવતી તમારી અપડેટ અને સિસ્ટમ માટે આનંદો શબ્દ ખાસ વાપર જો કારણ ઘણા મિત્રો ની ઈશા છે
Sir tame apel ans ane tame kale ek bhai ne 950 hpa no chart jova nu kidhu hatu to Mai try Kari sikhva ni ena uper thi evu lage ke suka Pavan jo dur thase to annado vari update hase avti update khas to Dwarka jamnagar Porbandar mate
Current low aaje niche aavi ne gujarat par aavi jase ?
Modelo update thaay etle khyal padey.
મોડલો આ ઊભા પટા માટે પોઝિટિવ થયા છે આ અંગે આપનો શું અભિપ્રાય છે?
Maarey kai kahevanu na hoy. Modelo kahe tem chalvanu…..pan kaya model te final na hoy.
ICON મોડેલ આ વર્ષે ગુજરાત પર કંઈક વધુ જ મહેરબાન છે.
આ વખતે ICON મોડલ પ્રમાણે મોટા ભાગે મહેરબાની થઈ.
અત્યાર સુધી ECMWF અને GFS પર વધારે ટ્રસ્ટ રાખતા હતા આપણે.
Icon ideal model current season
જય મુરલીધર સાહેબ
જુલાઈ શરૂઆત અને ૨૨ જુલાઈ એમ બે મોટા રાઉન્ડ ગુજરાત મા આવ્યા પણ બારાળી જે દેવભૂમિ દ્વારકા નો વિસ્તાર કહેવાય એમાં હજુ સુધી ઘણા ગામડાઓ વાવણી લાયક વરસાદ થી વંચિત રહી ગયા છે એવું તે કયું પરિબળ નડતર છે કે આ વિસ્તારમાં વરસાદ મન મૂકીને વરસી નથી શકતો
30 varash na average rainfall thi chhella 5 varash adhu varsad thato hato tamari baaju.
Khambhaliya record break bek varash Varsad thayo. etle APexa vadhi gai chhe.
Kudarati fer far ma 50 km farak padey etle tamaro aakho vistar kaa aavi jaay kaa rahi jaay.
Nvu lo bniyu? Evu delhay aetle
Navu Low banyu and majboot thashe. Bay of Bengal ma chhe.
Gai kaale SW Rajasthan/ North Gujarat baju ni System na puchhadiya vadad ni puchhadi Arabian Sea ma South West taraf hati je aaje Satellite ma Bay of Bengal baju etle ke Nava Low taraf turn thai.
એનાથી શું સમજવા મળે ?
Joe te puchhadi Dwarka ke Kalyanpur baju hoy toe faydo thay.
Aa Te time purti vaat chhe.
સમજો ! સર ના જવાબ માં પોઝિટિવ સાઇન છે….
સમજદાર કો ઈશારા કાફી
Chella Ghana Varsho Thya Porbandar sahit West Saurashtra ma varsad nu praman Average krta vadhu rhyu ena mate Arbi Samudra ma Uac athva Low pressure bnya hta je South ane west saurashtra Coast najik hta Jethi eno Labh full malyo hto and Mumbai pase pan vortex banta e upr Saurashtra coast pase avi ne varsad apta pan aa vakhte hju evu kai thayu nahi ane Agla Round ma Shear Zone Bnyu htu eno Faydo south saurashtra sivay bije mlyo nahi temj Bob ma System bni e Gujarat side avi tyare Suka pavan etla majbut hta Jethi System West side avi… Read more »
જય શ્રી કૃષ્ણ sr..
ઓણ આપડે દુષ્કાળ જ શે.
Dholka ma sanje pacho dodhmar varsad varasyo
Jay mataji sir….aaje pan gadi hve 5 ma ger ma pdi gai 6e…gaikal jevo dhodhmar varsi rhyo 6e varsad…
તમારાથી અમે 40 કિમી દૂર છીએ છતાં અમારે વરસાદ નથી…kamal છે
Ha amare bhuj varsad 6e bhai atare
Jay mataji sir… aakha divas no zarmar zarmar chalu varsad hve madhyam gtiye chalu thayo 6e…
સર જય માતાજી ચોમાસુ ધરી હજી એમજ રહેસેને કે ઉપર સરકી જાય સે કેમકે નવી સિસ્ટમ બનશે એવું લાગે છે તો આપડી બાજુ નવો રાઉન્ડ આવે તો આનંદો આનંદો અને તો રખોલું રાખવાનું ચાલુ કરીએ
Chomasu dhari Gujarati kyan chhe te ahi aapel chhe aaj ni comment ma.
સર સિસ્ટમ ચોમાસુધરી જે બાજુ હોય તે બાજુ ચાલેને અને બીજું સર ચોમાસુ ધરીનો હિમાલયની તળેટીમાં જતી હોય સે તો કોય ફિક્સ સમય નો હોયને જેથી સર અમે જાણી શકિએ કે આવનારા રાઉન્ડનો ટ્રેક કઇ બાજુ હોય
IMD 10 days na 925 hPa na pavano check karo.
Saam Saama pavano jyan hoy te aashare Cohmasu dhari.
ચોમાસુ ધરી નો કોઈ ફિક્સ ટાઈમ ન હોય ક્યાં કેટલો ટાઈમ રહે.
જય સીયારામ સરજી આજે તો રાજકોટમાં સાવ ઉઘાડ જેવું થઈ ગયું વાદળો સફેદ થઈ ગયા હવે ચાન્સ ખરી રાજકોટમાં વરસાદનો
Have lage che kaalthi varsad nu jor ghatse ane varap nikalse
સિસ્ટમ થોડી ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તરફ સરકી હોય એવું લાગે છે….
નમસ્તે અશોક સર આ સિસ્ટમ પણ પશ્ચિમ કચ્છ માટે ખાસ કાંઈ અસર ના કરી હવે લગભગ 3 જી સિસ્ટમ ની આશા રાખી બેઠા છીએ ઓગસ્ટ માં કાંઈ મેળ પડે તો સારું નહિ તો અમારે તો આખી સીઝન નો વરસાદ માત્ર 15mm જ છે જવાબ આપવા વિનંતી
Tamari paristhiti samji shakay evi chhe. Kudarat saamey shu kari shakiye !
Sir a suki hava kaya sudhi rese ane kem paschim sauratra ne nade chhe ani updet apone pesyal
Bhej gai kaal sudhi tamari par full hato.
To a suka pava no varso varas hoy
Sir amare mukhy round puro ganavo…?
આગામી 24 કલાકમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આવો મેસેજ આજે બે વખત આવ્યો પણ હજુ સુધી કોઈ જ વરસાદ પડ્યો નથી સામાન્ય ફરફર પડ્યા કરે છે.. હવામાન વિભાગ આવા મેસેજ કરે છે દરેકને પણ કોઈ ભારે વરસાદ પડ્યો નથી. શું સમજવું ? જણાવો
Jamin par padey te ganay !
સર હજી કોલા અપડેટ નથી થયું આજે
Kyu baaki chhe ?
ECMWF haju baki che
Kari nakhyu.
Ecmwf
Havey joiy liyo !
આવખતે કયું મોડલ સત્ય ની નજીક રહ્યુ
Ecmwf
Updated
Updated chhe.
મારા મત પ્રમાણે gfs બાકી સાહેબ તેમનો આ બાબતે અભિપ્રાય આપે એવી મનમાં બહુ ઈચ્છા છે
General centerao ma GFS+ECMWF…… Baare Varsad ECMWF mujab
Upleta ma Suraj dada na Darshan thaya bapor baad 4 vagye
સર તમારી આગાહી પ્રમાણે વરસાદ થયો તેના માટે ખૂબ ખૂબ આભાર પણ IMD શનિવારે મોરબી જિલ્લા મા અતિભારે વરસાદ ની આગાહી કરી અને સ્કૂલ મા પણ રજા જાહેર કરી અને સવાર થી અત્યાર સુધી માં મોરબી મા 5MM પણ વરસાદ નથી તો આતે કેવી ટેક્નોલોજી હવામાન વિભાગ પાસે છે હવે કંઈક હવામાન વિભાગ ને બદલાવ કરવાની જરૂર છે
dar varse aavuj thai che.
Bhai amare to pavan funkay che ane tadko pan nikdi gayo
Pacho raat sudhima Navo maal taiyar thay to nakki nahi
Jsk સર… હજુ પળા બારે પાણી નથી નીકળ્યા પણ.કાલે રાત્રે નામી લોઠી ધરવાણ વાવણી જેટલો આવી ગ્યો.
આખી રાત્રીના વિરામ પછી સવારથી અત્યાર સુધી સારો વરસાદ પડી રહ્યો છે
Porbandar City And District ma Aa Round Ma Pan Varsad Nahivat Jevo Avyo Matra Zaptao Je pramane Sir Ni update and models btavta hta ocho varsad e pramane j Rahyu After Long Time Porbandar District Received Lowest Rainfall In July Month. Porbandar Still Continue Waiting Good Rains Spell.
આગાહી નો સમય હતો તેના કરતા વહેલું સંકેલાય ગયું હોય તેવું લાગે છે
Vadodara ma constant dhimo varsad chalu sawarthi