Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:
- Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
- East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
- An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level
Expected Parameter
- Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)
Gujarat Region
- Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
- Thunderstorms with lightning may accompany rainfall at times.
Expected Rainfall Distribution
- 50% of the area: 100-150 mm
- Remaining 50% of the area: 50-100 mm
Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.
Saurashtra & Kutch
- Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.
Expected Rainfall Distribution
- 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
- 25% of the area: Up to 35 mm during the forecast period.
Forecast Confidence
Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.
Summary
A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.
Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:
ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.
યુએસી (UAC):
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.
અપેક્ષિત પરિબળ
ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન
- 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
- વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 50% વિસ્તાર: 100–150 મી.મી.
- બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.
નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
- 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.
આગાહીની વિશ્વસનીયતા
એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.
સારાંશ
ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.
ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026
સર પવનની ઝડપ આજથી વધું જોવા મળે છે તો પશ્ચીમ સવરાષ્ટ માં વરસાદ આવશે આગાહી સમય મા
Unstoppable rain chella 4rek di thi 🙂
Chalu j chalu che. Bv j thndu vatavaran che ane pavan bhi 🙂
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર તા. 25 જુલાઈ 2026 (સવારે 08:30 IST મુજબ) દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર રહેલું લો પ્રેશર વિસ્તાર (Low Pressure Area) યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકાયેલું (Tilting Southwestwards with Height) છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા લાગુ પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશા કાંઠા પર રહેલું લો પ્રેશર વિસ્તાર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળના કાંઠા પર સ્થિત છે. તેની સાથે સંકળાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 9.4 કિ.મી. સુધી વિસ્તરેલું છે. આગામી… Read more »
સર kola જોતા અમારી બાજુ વરસાદ ના વિસ્તાર અને માત્ર મા ઘટાડો થસે. જવાબ સાચો કે ખોટો ??
સર અમારા વિસ્તારમાં વરસાદ ૨૫%વિસ્તારમાંથી નીકળીને અમે ૭૫% વિસ્તારમાં આવી ગયા એટલેકે ૩૫ મિમી થી ૫૦મિમીમાં પણ સર વરસાદ ધીમી ધારે આવે છે ફુલ પ્રેસરથી નહીં ધીમો ધીમો અમારે આશરે ૬૫મિમી જેવો હશે
સાબરકાંઠા અને અરવલ્લી માં અપેક્ષા/ફોરકાસ્ટ પ્રમાણે હજી વરસાદ થયો નથી ,ધનસુરા તાલુકામાં આંકડો ભલે ૫ ઇંચ છે પણ આજુબાજુ સમગ્ર એટલો થયો નથી. આગળ આશા ખરી?
કોમેન્ટ કરવાના ટેક્સ્ટબોક્સમાં કર્સર જતું નથી, અત્યારે ડેસ્કટોપ સાઇટ કરી કમેન્ટ કરી છે, બધાને આ પ્રશ્ન છે?
Ahmedabad માં આજે વરસાદ કેવો પડશે
Kaalthi varsad no jor ghatse
Sir vavni layak varsad thay gayo
ખંભાળિયા અને લાલપુર તાલુકામાં વરસાદ ઓછો છે વાવણી માંડ માંડ થાય એમ છે હવે વરસાદ આવવાની શક્યતા છે.
આજે rainfall data ના આંકડા મુજબ સાર્વત્રિક વરસાદ (80%) વિસ્તાર માં….નુકસાન (અમદાવાદ, વલસાડ, નવસારી જિલ્લો )
Aa round ma amare 75 thi 100 mm sudhi varsad thay gayo last 2 divas thi ratre gamna vokda ma Pani aavi jay chhe.
Jay shree Krishna sir
Pacific Decadal Oscillation bharat na monsoon ne Kai asar kare ?
Dunima BAdha Ocean ke Jaminu ek bija ne asar karey. Atmosphere and Oceans and Land. Havey vaat ketli te jovanu hoy. Kudarati fer far karta vadhu ke ochhi. Kudarati fer far this Ochhi. Biju ke IMD ma dar varshe MOnsoon ni aakha Varash ni agahi aavey chhe tema vividdh asar karta paribado ni vaat hoy chhe. Tema PDO chhe ? Check karaay. IMD ma PDO nathi avatu. Biju ke PDO ek navu ‘GATAKADU’ chhe Masala maate ! PDO negative chhe….pan Chhela 3-4 Varash na Monthly data jovo 2023 thi aapel chhe. 01-01-2023 -0.947 01-02-2023 -1.273 01-03-2023 -1.892 01-04-2023 -2.484 01-05-2023… Read more »
Asok bapu ak gambhir sawal puchu su sarji. Sakay hoy to javab apjo sar aje ratre dwarka Jilla ma pan ocha vadhata prman ma varsad thayo. Have amare Kalyanpur taluka ma varsad to che pan vavni karvi ke na karvi Avo katokati ni sthiti se. Sarji Jo vaviya mathe thoda pan jhapta avi Jay to chale tem che. Maro ak j sawal che bapu ke aa baju have sakyta khri varsad ni ke jhapta ni? Please answer sarji
System vadad havey Pashchim taraf sarkya chhe. Arabian ni Vadad puchhadiyu West Surahtra par thi pass thay chhe. Aasha rakho.
છેલ્લી અણી એ જુગાડ ખેલા સિવાય છુટકો નય ભાઈ
આ રાઉન્ડ પાટડી અને આસપાસના વિસ્તાર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થયો છે. લગભગ તમામ ખેતરમાં પાણી ભરાઇ ગયા છે. મારા ખેતરમાં અત્યારે ચાર ફૂટ પાણી જાય છે. પાટડી આસપાસના તમામ રસ્તા બંધ થઈ ગયેલ છે.
અમારે વરસાદ ઓછો થયો છે.. હળવો હળવો બે દિવસ માં અઢી ઈંચ જેટલો થયો.. આજે સવારે વાદળ હટી ગયા તડકો નીકળ્યો છે… નદી તળાવ ખાલી છે.. આવનાર બે દિવસમાં શક્યતા કેવી રહેશે ?
Sir. Saurashtra mate mukhya round puro ne?
અમારે. રાધનપુર. સાઇટ. બાજુથી. આંકડા.મળતા.આવે.છે.આ.અમારાથી.5કિમી.દૂર.છે..2006.આ..બાજુથી.મળતા.આવે.છે
સાહેબ હવે આ રાઉન્ડમાં પશ્ચિમ કાંઠા થી લઈને જૂનાગઢ ધોરાજી સુધીમાં વરસાદ આવવાની શક્યતા છે કે નહીં આ વિસ્તારમાં માત્ર ઝાપટા પડ્યા છે
Subhsavar Sir ane Mitro.
અપેક્ષિત વરસાદનું વિતરણ
Aa mujab labh madi gayel che Bhayavadar (west).
Aasha niche mujab hati :
કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
Kai vandho nai ful nai to ful ni pakhadi.
Ghani var gurujee keta hoy che “. chomasu haji baki che”. aasha rakhi aagad na divaso/ mahina ma varo aavi jase. Dil thi aabhar sir.
ગઈ કાલે સાંજે અને રાત્રે થઈ ને વાવણી જોગ વરસાદ થઈ ગયો
Log time pachhe coment avi
Jai Dwarkadhish vikram Bhai. khubaj aanad thayo tamara vishtar ma pan saro varsad thai gayo. aagad jata pan saru karse kudrat.
અમારે.24.કલાક.435mm. વરસાદ
Rainfall Data mujab 24 kalak ma Ogad, Banas Kantha ma 152 mm chhe.
Sir. મે. ઈમેજ. ગોળ. રાઉન્ડ. કર્યું. કાયમાં.માટે. ઓછો. વરસાદ.થાય.છે. અમારી.બાજુ. વધારે. વરસાદ.હોય.છે. . અમારે.28.29.જૂને.100MM.વરસાદ.થયું.વાવની. થઈ.ગઈ.જ્યારે.થરા. સિહોર.હવે.વરસાદ.સારો.થયું.તેનું.શું.કારણ.હશે
સર ૪ વાગ્યા નો મધ્યમ ગતિએ વરસાદ ચાલુ થયો છે જોઈએ કેવોક આવે હવે સ્પીડ પકડે તો સારૂ
Sir Porbandar Ma Ratre 11 vaga baad no Danger Ati bhynkar Pavan nikdo che 2 vaar varsad na zapta padya ratre pn pavan full fukai che Evu sena karne hoi ske Light Na Poll pan padi gya evo pavan che ?
message from JD-NDMAEW-G Heavy Rain with moderate thunderstorm and high probablity of cloud to ground lightning is very likely to occur at isolated places over Banas Kantha, Devbhumi Dwarka, Jamnagar, Kachchh, Mahesana, Morbi, Patan, Porbandar, Rajkot, Sabar Kantha, Surendranagar in next 3 hours. 13 minutes .
Rajkot ma last 24 hour ma ketlo varsad thyo
Ekoi model mne to nthi smjata a vakhte, rajkot – Saurashtra belt ma 4-5 inch rainfall ek sathe avi skvana chances che?
Dholka ma Pachu 2 kalak thi pavan jode dodhmar varsad
Crpf tenat area ma
Sir, halma system kya 6e?
Pachi 2 akhu vali shitam aave chh
કચ્છ ના લખપત માં 0% અને બીજા ત્રણ સેન્ટરોમાં 100% થી વધુ વરસાદ
વાહ કુદરત વાહ
Sir,ek comment na answer ma tamara shabo,”Forecast Modelo ma badhaye El Nino pan vani lidho lagey chhe.” I totally agree with your observation.Kai netho nathi models no.
અમારે.12કલાક માં 345mm. વરસાદ.મારે.ઘરે. માપીયા. પ્રમાને
Sir, rainfall data 23 તારીખ 6AM થી 24 તારીખ 6AM ના નથી બતાવતા
Special case tarikhey Atyare fari mukyu.
Saheb amare porbandar & dawarka vara hare varsad ne kaik vandho lage atle amare haji pan vavni jevo varshad nathi thayo khali jada mota zaptaj avya
Jay mataji sir…6 vagya psi bilkul varsade viram lidho 6e…bhu padyo amara vistar ma varsad…hve bhagvanne prathana ke je vistar ma khedut mitro ne jarur 6e tya meghraja varse…
Dwarka vistar ma varsad baki hato tya pan chalu thayo, khubaj aanad thayo.
Ame pan aasha rakhi betha chi kapada palare evo to aavi j jase.
Jashdan ma sar saroravud avse ke nay
Have lagtu nathi
6 inch aavi toh gayo kaale
4:30 પછી મધ્યમ ભારે વરસાદ ના સ્પેલ આવ્યા….અત્યારે વરસાદ સાવ બંધ છે……મેહુલા તો વરસ્યા ભલા
Yesterday 24 hour rainfall data update karo ne sir
Aavyu nahi aaje. Savare fakt 24 kalak nu 06.00 thi aaj na 06.00 sudhi ahi 2 kalak maate mukel.
Aaje 24 Kalak Daily varu nathi aavyu.
Ok sir, જવાબ મળી ગયો
Sr….Wndy Satellite ma 200 k 210 k no
Mining su thai
Te Temperature chhe Vadad maate nu.
Je Batave te Degree Kelvin ma hoy etle aashare 273 Degree Baad karo etle Centigrade ma convert thai jaay. Te Temperature Minus ma hoy Vadad bahu thanda hoy.
એટલે કે 200 – 273 = -73C
આટલા બધા ઠંડા વાદળો હોય સર ??
Yes..bahu uncha hoy te.
Baaki nicha level ma 0 C thi vadhu hoy.
500 hPa aaspaas 0 C hoy
Jya K lakhel che tene touch Karo atle centigrade batavse.
અત્યારે સિસ્ટમ કેન્દ્ર ઇડર સાબરકાંઠા પર હોવાથી અમારે ભારે વરસાદ પડ્યો નથી.. સર સવાલ એ છે કે સીસ્ટમ થોડી ઉપર સરકે તો આજે રાત્રે અને આવતીકાલ ભારે વરસાદ પડી શકે છે ?
આ સીજન મા કાલ સવાર થી અત્યાર સુધી મીડીયમ વરસાદ
Sir anare hji vavni layak varsad nai thyo to hju chans khra a round ma.
Sir,alag alag model ma varsad mate variation hoy to soda-lemon kari levay pan forecast ma alag alag model ma varsad mate time variation hoy to su karay
Aagahi samay tenu rakholu rakhey. 5-7 divas hoy etle badhu set thai jaay !
Dem update karavo sir
Wankaner vistar na gramy ma 10 inch + jordar
જય સીયારામ રાજકોટમાં આજે પણ સવારનો ધીમીધારે વરસાદ ચાલુ છે વચ્ચે વચ્ચે ક્યારેક છાંટા થઈ જાય છે વળી પાછો ધીમીધારે ચાલુ રહે છે
Sar haju aamara Jamjodhpur aju baju zapta che vadhare kai nathi haju sanas che ke nai
બાકી રહેલા પોરબંદર દ્વારકા જામનગર અને મોરબી માંથી મોરબી વાળા ને તો સારો લાભ મળી રહ્યો છે બાકી રહેલા જિલ્લા વાળા જણાવતા રહેજો તમારે વરસાદ ની શું સ્થિતિ છે અમારે ખેડુ વાવવા માં હજી અસમંજસ સ્થિતિ માં છે એવો વરસાદ છે.
અમારે અંદાજે ત્રણથી ચાર ઇંચ