Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:

  • Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
  • East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
  • An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level

Expected Parameter

  • Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)

Gujarat Region

  • Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
  • Thunderstorms with lightning may accompany rainfall at times.

Expected Rainfall Distribution

  • 50% of the area: 100-150 mm
  • Remaining 50% of the area: 50-100 mm

Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.


Saurashtra & Kutch

  • Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
  • Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.

Expected Rainfall Distribution

  • 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
  • 25% of the area: Up to 35 mm during the forecast period.

Forecast Confidence

Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.

Summary

A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.

Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.

ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા

IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:

ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.

ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.

યુએસી (UAC):

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.

અપેક્ષિત પરિબળ

ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન

  • 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
  • વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 50% વિસ્તાર: 100–150 મી.મી.
  • બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.

નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ

  • 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
  • અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.

અપેક્ષિત વરસાદનું વિતરણ

  • 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
  • 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.

આગાહીની વિશ્વસનીયતા

એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.

સારાંશ

ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.

ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 22nd July 2026

Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026

 

4.7 31 votes
Article Rating
746 Add your comment here
Dharam patel
Dharam patel
23/07/2026 9:13 pm

Sir ji satellite image jota to evu lage che ke bhuka kadhi nakh se pan khali kok kok chata j pade
Amaro varo avi jase a round ma sir ji plz ans.

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Girirajsinh jadeja
Girirajsinh jadeja
Reply to  Dharam patel
23/07/2026 10:25 pm

મોજ કરો બધે આવ્યો એમ આપડે પણ આવી જાશે વરસાદ

Place/ગામ
ગામ:-હાડાટોડા. તા: ધ્રોલ. જી:- જામનગર
Darsh Raval
Darsh Raval
23/07/2026 9:01 pm

Sir,aaje aakho divas dheemi dhare varsad padyo 1″ pan atyare pavan sathe dhodhmar varsad chalu thayo chhe.

Place/ગામ
Kalol District:Gandhinagar
Shashwat Pandey
Shashwat Pandey
23/07/2026 8:55 pm

Never seen such kind of rain last 8 year.
Last 12 hour light/moderate/heavy.
From last 1 hour extremely heavy rain.
270 mm plus rain in last 12 hour.

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Shashwat Pandey
23/07/2026 10:32 pm

Bv mja pdi 🙂

Place/ગામ
Amdavad
Arunnimbel
Arunnimbel
23/07/2026 8:50 pm

Vadodara moderate to heavy rain continue since 7pm.

Place/ગામ
Vadodara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/07/2026 8:43 pm

Jay mataji sir…aakha divas na viram bad sajna 6-45 pm thi constant hadvo madhyam varsad chalu 6e continue atare gajvij pan chalu thai 6e…

Place/ગામ
Bokarvada,dist-mehsana
Palsana kamlesh
Palsana kamlesh
23/07/2026 8:21 pm

સર અમારા બાબરાના આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ ચાલુ છે

Place/ગામ
અમરેલી બાબરા જામ બરવાળા
Tinaji Jadav
Tinaji Jadav
23/07/2026 8:09 pm

Weather.us. India. વિજળી.ક્યાં.પડી.છે. location. જોઈ.શકાય.છે.વીજળી. કેટલો. પાવર..છે.તે.પણ.બતાવે.છે

Place/ગામ
બનાસકાંઠા
1000028615
Khushal makvana
Khushal makvana
Reply to  Tinaji Jadav
23/07/2026 9:45 pm

Kevi rite joi skay. Plz. Ans.

Place/ગામ
Rajkot
Tinaji Jadav
Tinaji Jadav
Reply to  Khushal makvana
24/07/2026 6:13 am

વીજળી ટ્રેકિંગ અને અપડેટ માહિતી:

1.

Weather.us / India એપ અથવા વેબસાઈટ પર દર 5 થી 45 મિનિટમાં વીજળી પડવાના આંકડા (લાઇવ અપડેટ) દર્શાવવામાં આવે છે.

2.

તમારા વિસ્તારમાં જ્યાં વીજળી દેખાય તેના પર ક્લિક (દબાવશો) કરશો, એટલે તેની પૂરી વિગત જોઈ શકાશે.

3.

ચોક્કસ લોકેશન અને વીજળી ક્યાં પડી છે તે સ્પષ્ટ જોવા માટે તમારા મોબાઈલનું Auto-Rotate ચાલુ કરી ફોનને આડો (Landscape mode) . કરો

Place/ગામ
બનાસકાંઠા
ખુસાલ મકવાના
ખુસાલ મકવાના
23/07/2026 7:48 pm

સર આને ટરફ કેવાય ને

Place/ગામ
राजकोट
69187
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
ચૌહાણ રમેશચંદ્ર શંકરજી
23/07/2026 7:33 pm

ઇડર તાલુકાના કાવા ગામમાં ભારે વરસાદ પડ્યો દોઢ ઈંચ જેટલો સમય 5થી 6 વાગ્યે

Place/ગામ
કાવા તા ઇડર જી સાબરકાંઠા
Neel vyas
Neel vyas
23/07/2026 7:17 pm

Ahmedabad Rainfall untill 7 PM City average 127mm

Bopal 286mm
Bodakdev 237mm
Vastrapur 228mm
Science city 230mm
Navarangpura 208mm

Place/ગામ
Ahmedabad
Kaushal
Kaushal
Reply to  Neel vyas
23/07/2026 10:35 pm

Moj party :)6 6:30 thi 9 ma bhi bv pdyo che 🙂

Place/ગામ
Amdavad
Last edited 1 month ago by Kaushal
Neel vyas
Neel vyas
23/07/2026 7:14 pm

Ahmedabad rainfall data 6pm

Place/ગામ
Ahmedabad
1000451576
Neel vyas
Neel vyas
23/07/2026 6:39 pm

Ahmedabad rainfall data untill 6pm

Place/ગામ
Ahmedabad
1000451576
Vimal m kotadiya
Vimal m kotadiya
23/07/2026 6:32 pm

Jasdan ma light rain 2 vagya thi chhalu chhe

Place/ગામ
Jasdan,dist-rajkot
Pankaj khunt
Pankaj khunt
23/07/2026 6:25 pm

એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે. Aa guruvani samajvi swikarvi aghari che,

Place/ગામ
Nagar pipliya ta. Lodhika. D.rajkot
K patel
K patel
Reply to  Pankaj khunt
23/07/2026 8:14 pm

Sachi vat chhe

Place/ગામ
Rajkot
Pankaj
Pankaj
Reply to  Pankaj khunt
23/07/2026 8:21 pm

*સમજાય ગયું આમાં જેને લાભ મળે એને સારુ પછી પાછળ કાય નથી*

Place/ગામ
Dhrol
Dinesh Gadara
Dinesh Gadara
Reply to  Pankaj
23/07/2026 9:04 pm

મને તો આમાં એવું સમજાણું કે ચાલુ ચોમાસાનું વધુ સક્રિય તબક્કો આવ્યો. અને આગાહી પછી આગળના ચોમાસામાં આના જેવો તબક્કો નહીં આવે એવું નથી કીધું ભાઈ .અને સાહેબ કોઈ દી આગાહી થીઆગળ ની વાત ન કરે, આગાહી ન કરે. સિવાય કે આગોતરું અનુમાન

Place/ગામ
Dhrol
Amit Undhad
Amit Undhad
Reply to  Pankaj khunt
23/07/2026 9:00 pm

એનો અર્થ એવો પણ થાય કે આના પછી આવો રાઉન્ડ કદાચ આ વરસે ન આવી શકે

Place/ગામ
Ramod
Vajasivasra
Vajasivasra
Reply to  Pankaj khunt
23/07/2026 9:07 pm

Na bhai avu kay fix na hoy badha ne begho labh na made pn lotri mujab salu se octobar sudhi pn badha ne asha na rakhvi

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
PRATIK RAJDEV
PRATIK RAJDEV
23/07/2026 5:59 pm

Sir rainfall data update karo to kaik khyal aave

Place/ગામ
Rajkot
hasu patel
hasu patel
23/07/2026 5:56 pm

ऊतर सौराष्ट्र मा किया जिल्ला आवे बधाई अलग अलग बोले छे कोय ने पाकी खबर होय तो जणावजो

Place/ગામ
Tankara
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
Reply to  hasu patel
23/07/2026 8:28 pm

Dhrol jodia amaran chovisi morbi maliya aani aajbaju no vistar

Place/ગામ
Nathuvadla Dhrol
Dinesh Gadara
Dinesh Gadara
Reply to  Bhavesh Kanjaria
23/07/2026 9:06 pm

ધ્રોલ જોડીયા ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવે. ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગર હળવદ માળીયા. વિગેરે

Place/ગામ
Dhrol
Kaushal Acharya
Kaushal Acharya
23/07/2026 5:47 pm

Thoda pavan ane hdvi gaj sathe 3:30 vagya thi fari hdvo bhare evo varsad chalu che 🙂
Vaddo aave che…..1kras thai ne varasva mande che thodi var pchi chalya jay che evu chale che 🙂

Place/ગામ
Amdavad
Krutarth Mehta
Krutarth Mehta
23/07/2026 5:45 pm

Vadodara ma constant varsad chalu sawarthi kyarek dhimo to kyarek madhyam to kyarek dhodhmar

Place/ગામ
Vadodara
mit ajwaliya
mit ajwaliya
23/07/2026 5:38 pm

Please update 2 hours rainfall data regularly

Place/ગામ
Bhavnagar
dharmik kalariya
dharmik kalariya
23/07/2026 5:10 pm

Madhya saurashtra mate mukhya round kay tarikh ma rese

Place/ગામ
Dhoraji
parva dhami
parva dhami
23/07/2026 4:19 pm

According to Rain radar imagery rain bearing clouds have stopped just over Rajkot, it’s not moving ahead…

Place/ગામ
Rajkot
Bhavesh parmar
Bhavesh parmar
23/07/2026 4:14 pm

ધોળકા માં લાસ્ટ 4 કલાક થી અત્યંત ભારે વરસાદ .

Place/ગામ
ધોળકા
Shubham Zala
Shubham Zala
Reply to  Bhavesh parmar
23/07/2026 5:18 pm

Dholka upar training thunderstorm thyu che.

Place/ગામ
Vadodara
meet
meet
Reply to  Bhavesh parmar
23/07/2026 6:24 pm

Ha I think akhi rat chalu rahese…400mm+ varsad record thy sake

Place/ગામ
Dholka
Vishal chikhaliya
Vishal chikhaliya
23/07/2026 4:03 pm

Sir , jamnagar dist.no varo kyare?

Place/ગામ
Dhutarpar
Navghan makwana
Navghan makwana
Reply to  Vishal chikhaliya
23/07/2026 6:57 pm

Nay Ave bhai

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Navghan makwana
Navghan makwana
Reply to  Vishal chikhaliya
23/07/2026 7:52 pm

Avta varshe
2027

Place/ગામ
ALIYABADA JAMNAGAR
Dharm Harshadbhai
Dharm Harshadbhai
23/07/2026 4:01 pm

botad ma aje varsad saro che 2 inch jevo haju chalu che

Place/ગામ
Botad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/07/2026 3:55 pm

saurashtra ni kobi ma aag jarati teji thase………..

Place/ગામ
Bhayavadar
હિતેષ સભાયા
હિતેષ સભાયા
Reply to  Retd Dhiren Patel
23/07/2026 5:18 pm

કોબી નુ વાવેતર આજચાલુ છે ભાઈ આમારે

Place/ગામ
અરણી
pratap odedra
pratap odedra
23/07/2026 3:05 pm

Windy Ecmwf update nathi thyu, have jalvayu hoi aevu lage che ..

Place/ગામ
Jamraval,dwarka
Dadu chetariya
Dadu chetariya
23/07/2026 3:03 pm

સર સવાર નો જોરદાર વરસાદી માહોલ છે પણ એક છાંટો પણ પડતો નથી

Place/ગામ
Jamnagar
Sivali
Sivali
Reply to  Dadu chetariya
23/07/2026 4:20 pm

Avashe avashe bhai rah juvo badhano varo aavashe

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Mashhadi Tabish
Mashhadi Tabish
23/07/2026 3:03 pm

Dholka ma aabh fatyu tevo varsad

Place/ગામ
Ahmedabad Dholka
Naren Patel
Naren Patel
23/07/2026 3:01 pm

Sir, inset Image jota to atyare jamanagar, Rajkot ne badhe varsad hovo joy… rajkot ma to atyare andharu to evu thayu 6 jane hamna tuti padse. pn kok kok chata pade 6

Place/ગામ
Rajkot
Sivali
Sivali
Reply to  Naren Patel
23/07/2026 3:34 pm

Bhai aje rate rajkot no j varo chhe rajkot ne pan dhoy nakhashe megha varasa bhala pan map ma varasya bhala.

Place/ગામ
Gam.Kevadra Tal.Keshod Dist. Junagadh
Naren Patel
Naren Patel
Reply to  Sivali
23/07/2026 4:40 pm

to to tamara mukh ma Ghee Khand.. joyj 6 aav vaj dyo

Place/ગામ
Rajkot
Vasant M K
Vasant M K
23/07/2026 2:58 pm

Thanks for apdet

Place/ગામ
Balva Jamnagar Gujarat
Arunnimbel
Arunnimbel
23/07/2026 2:39 pm

Vadodara ma light to moderate Rain morning thi. Atyare light rain chalu che.

Place/ગામ
Vadodara
PRATIK RAJDEV
PRATIK RAJDEV
23/07/2026 2:38 pm

Utar gujarat ni badale thodu nichu chaltu lage chhe varsad nu uttar saurashtra ma clouding jaju chhe

Place/ગામ
Rajkot
Ashok
Ashok
23/07/2026 2:16 pm

સર તમે કીધુ એમ બહોડુ સરક્યુલેશન કામ આપે એમ છે બરાબર સર

Place/ગામ
Gingani
Pansuriya Pratik
Pansuriya Pratik
23/07/2026 2:15 pm

તારીખ 23 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ➤ ચોમાસાની ધરી (Monsoon Trough): દરિયાઈ સપાટી પર ચોમાસાની ધરી હાલ જૈસલમેર – કોટા – ગુના – દમોહ – ડાલ્ટનગંજ – કોન્ટાઈ થઈને ત્યાંથી ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ પસાર થાય છે. આ ધરી દરિયાઈ સપાટીથી 3.1 કિમી ઊંચાઈ સુધી વિસ્તરે છે. ➤ પૂર્વ-પશ્ચિમ શીયર ઝોન (East-West Shear Zone): હાલ 23° ઉત્તર અક્ષાંશ આસપાસ પૂર્વ-પશ્ચિમ શીયર ઝોન ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ થઈને મણિપુર સુધી ફેલાયેલો છે. આ શીયર ઝોન દરિયાઈ સપાટીથી 4.5 થી 7.6 કિમી વચ્ચે આવેલો છે… Read more »

Place/ગામ
Rajkot
bhavesh patel
bhavesh patel
23/07/2026 2:06 pm

GTH – CPC હજી ડેફીસીએન્ટ બતાવે છે

Place/ગામ
જામજોધપુર
Prakash
Prakash
Reply to  bhavesh patel
23/07/2026 8:13 pm

Ghat batave sav nai avu nai.

Place/ગામ
Movan
Nikunj patel
Nikunj patel
23/07/2026 1:57 pm

Sr pavan ni speed vadhare 6e tenu su karan?

Place/ગામ
Amreli, bagasara
Vishnu
Vishnu
23/07/2026 1:43 pm

Ahmedabad – Suratbelt bdhe de dhana dhan deva mandyo che, have mara ruda Kathiyawad ma jhalak btave to maja ave

Place/ગામ
Rajkot
Anil Odedara
Anil Odedara
23/07/2026 1:20 pm

સર વરસાદ માટે કેટલા Hpa લેવલ ઉપર humidity ચેક કરવા ની અને humidity કેટલી હોવી જોઈએ મીનીમમ… કે વરસાદ ની શક્યતા વધુ હોય એ વિસ્તારમાં…..plz ans sar

Place/ગામ
ઈશ્વરીયા કુતિયાણા
Shubham Zala
Shubham Zala
23/07/2026 1:13 pm

Unbelievable rainfall in Vapi Valsad 1000mm+

Place/ગામ
Vadodara
Shashwat Pandey
Shashwat Pandey
23/07/2026 12:58 pm

Constant heavy/moderate Rainfall from 9 in the morning.

Place/ગામ
Ahmedabad
Neel vyas
Neel vyas
23/07/2026 12:27 pm

Ahmedabad Rainfall untill 12PM Average 66MM

Bopal 208mm
Bodakdev 154mm
Vastrapur 143mm
Science city 135mm
Navarangpura 131mm

Place/ગામ
Ahmedabad
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Neel vyas
23/07/2026 1:19 pm

Thanks man 🙂
Ane aa varsad 18 thi 20 area vcche divide thay che 🙂 hahaha
Atle average to sav occhi j aave 🙂
But aaje kaik mja aavi boss 🙂
Pani bhrai gaya che road pr 🙂

Place/ગામ
Amdavad
Last edited 1 month ago by Kaushal Acharya
parva dhami
parva dhami
23/07/2026 12:22 pm

Rain clouds over Surendranagar and Ahmedabad districts

Place/ગામ
Rajkot
Suthar Chetankumar
Suthar Chetankumar
Reply to  parva dhami
23/07/2026 3:34 pm

Sir amare mahisagar dist na Rabadiya ma bhare varsad kyare avase

Place/ગામ
Rabadiya ta kothamba dist mahisagar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
23/07/2026 12:22 pm

Imd થોડુંક ફોમ માં આવું છે મિત્રો એટલે આશા વધી ગય છે

Place/ગામ
મોટા માચિયાળા
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
23/07/2026 1:39 pm

GFS to pehle thij fom ma hatu & haju live satillite ne prediction sathe sarkhaviye to GFS khubaj satiy ni najik che.

Place/ગામ
Jamraval,dwarka
Vatsal
Vatsal
Reply to  Ashok Patel
23/07/2026 8:02 pm

Aeto vandho chhe imd no!

Place/ગામ
Rajkot
Shubham Zala
Shubham Zala
23/07/2026 12:01 pm

Vadodara ghana vistaar ma light to moderate rainfall 10 thi 30mm sudhi 9 vagya thi 12 vagya sudhi

Place/ગામ
Vadodara
1000458149
Nilesh karavdra
Nilesh karavdra
23/07/2026 11:54 am

Sir Jamnagar ma hji vavni layk vrshad nathi thyo aa round ma aavi jase ?

Place/ગામ
Jamnagar
Chudasama Ghanshyamsinh
Chudasama Ghanshyamsinh
23/07/2026 11:45 am

Sar shear zone kya model ma jovay ane Kai rite jovay sikhadavva vinanti

Place/ગામ
Charel
Krunal
Krunal
23/07/2026 11:42 am

સાહેબ “weather and radar” ને બીજી રડાર માટે ની ફોરકાસ્ટ લિંક માં clouds ની સ્થિતિ live અને current હોય છે?? અને તેના ઉપરથી અન્ય કઈ કઈ ફોરકાસ્ટ data જાણી શકાય?

Place/ગામ
Bhuj
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Krunal
23/07/2026 12:41 pm

ફોરકાસ્ટ એટલે જે બનવાનુ હોય એનુ અનુમાન હોય. તે સેટેલાઇટ મા ન આવે. વિવિધ મોડેલ અલગ અલગ પરિબળ તરીકે અનુમાન આપતુ હોય છે.

તેમજ સેટેલાઇટ એકેય લાઈવ ન હોય એ અમુક મિનિટ પછી બતાવે

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Krunal
Krunal
Reply to  રામજીભાઈ કચ્છી.
23/07/2026 3:48 pm

Weather and Radar મા જે map નીચે ટાઈમ આપેલ હોય એ જોવાનું હોય તો એ ટાઈમ current જ હોય છે તો એ clouds ની રીયલ ટાઈમ position બતાવે છે ને!! અને સાહેબ તો એના ઉપર થી બીજા parameters ની જાણકારી મળી શકે???

Place/ગામ
Bhuj
Shihora Vignesh
Shihora Vignesh
23/07/2026 11:39 am

સવારે 9 વાગ્યા થી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે……દ્વારકાધીશ નો ખૂબ ખૂબ ખોબલે ભરી ભરી ને આભાર સાથે દિલ થી પ્રાર્થના કે અમારા સૌરાષ્ટ્ર ના બાકી રહેલા વિસ્તાર માં પણ હેત વરસાવે

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Bhatiya Sanjay
Bhatiya Sanjay
23/07/2026 11:35 am

Sir devbhumi Dwarka haji sudhi vavni layak varsad thayo nathi… July made padse ke aa vakhte ae amare rah j jova ni rese

Place/ગામ
Lamba
pratap odedra
pratap odedra
23/07/2026 11:26 am

Hal nu vatavaran jota aevu lage che k GFS perfect jase ☔…

Place/ગામ
Jamraval,dwarka