Rainfall Quantum & Area For Saurashtra & Kutch To Decrease From Today – Gujarat Region Will See Similar Trend From Tomorrow – Update 8th July 2026

Rainfall Quantum & Area For Saurashtra & Kutch To Decrease From Today – Gujarat Region Will See Similar Trend From Tomorrow – Update 8th July 2026

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ઘટશે – ગુજરાત રિજિયનમાં આવતીકાલથી સમાન વલણ જોવા મળશે – અપડેટ 8 જુલાઈ 2026

 

Advance of Southwest Monsoon 2026

Some conditions as per the IMD Morning Bulletin:

  • The Northern Limit of Monsoon (NLM) continues to pass through 24.5°N/65°E, Barmer, Jodhpur, Rajgarh (Churu), Bhatinda and 32.5°N/70°E.
  • Conditions are favorable for further advance of the Southwest Monsoon into the remaining parts of the North Arabian Sea, Rajasthan, Haryana and Punjab, thereby covering the entire country during the next 2–3 days.
  • The Well-Marked Low Pressure Area over Northeast Madhya Pradesh & adjoining Southeast Uttar Pradesh lay over Northwest Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh at 0530 IST today (8th July 2026). The associated cyclonic circulation extends up to 9.6 km above mean sea level, tilting southwards with height. It is very likely to weaken during the next 12 hours.
  • The seasonal monsoon trough at mean sea level now extends from Southwest Rajasthan to Bangladesh, passing through the center of the Well-Marked Low Pressure Area over Northwest Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh, North Chhattisgarh, Jharkhand and Gangetic West Bengal.
  • The off-shore trough at mean sea level from South Gujarat to Central Kerala persists.
  • The upper-air trough extending from the Northeast Arabian Sea to Bangladesh, passing through the Well-Marked Low Pressure Area, North Chhattisgarh, Jharkhand and Gangetic West Bengal between 0.9 km and 7.6 km above mean sea level, also persists.

Expected Parameters

  • The Monsoon Trough is expected to shift towards the foothills of the Himalayas by 10th July and remain there during the forecast period.
  • Once the Southwest Monsoon covers the entire country, the Monsoon Trough will be referred to as the Axis of Monsoon.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (8th–15th July 2026)

Gujarat Region

  • Fairly Widespread rainfall with Isolated Heavy rainfall: 8th–9th July
  • Isolated to Scattered light to moderate rainfall: 10th–15th July
  • Thundersquall: 35–50 km/h, gusting to 60 km/h on 8th–9th JulyExpected Total Rainfall Distribution
    • 60% of the area: Up to 25 mm
    • 30% of the area: 25–75 mm
    • 10% of the area: 75–150 mm, with isolated places exceeding 250 mm

Saurashtra

  • Isolated showers/light rainfall: 8th–15th July

    Expected Total Rainfall Distribution:

    • 90% of the area: Up to 25 mm
    • 10% of the area: 25–75 mm

Kutch

  • Isolated showers/light rainfall: 8th–15th July

    Expected Total Rainfall Distribution:

    • 10% of the area: 2 to 25 mm
    • 90% of the area: Less than 2 mm

Summary

The well-marked low pressure area over central India is expected to weaken today, while the monsoon trough gradually shifts northwards towards the Himalayan foothills around 10th July onwards. As a result, the widespread and heavy rainfall over Gujarat State is expected to decrease.

  • Saurashtra & Kutch: Rainfall activity has already reduced from 8th July, with only isolated light showers expected during the forecast period.
  • Gujarat Region: Fairly widespread to widespread rainfall with isolated heavy falls is likely to continue through 9th July, after which rainfall is expected to become isolated to scattered with lower intensity from 10th July onwards.
  • Strong thundersqualls with gusty winds of 35–50 km/h, gusting to 60 km/h, are possible over Gujarat Region on 8th–9th July.

Please refer to the maps given below for the supporting indications.


સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ઘટશે – ગુજરાત રિજિયનમાં આવતીકાલથી સમાન વલણ જોવા મળશે – અપડેટ 8 જુલાઈ 2026

દક્ષિણપશ્ચિમ ચોમાસું 2026 ની પ્રગતિ

IMD ના સવારના બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:

  • ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલમાં 24.5°N/65°E, બારમેર, જોધપુર, રાજગઢ (ચુરુ), ભટિંડા અને 32.5°N/70°E પરથી પસાર થાય છે.
  • આગામી 2–3 દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ સાથે સમગ્ર દેશમાં ચોમાસું બેસી જશે.
  • ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર રહેલું સુસ્પષ્ટ લો-પ્રેશર આજે 8 જુલાઈ 2026 ના રોજ સવારે 05:30 કલાકે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત હતું. તેની સાથેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિ.મી. સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 12 કલાક દરમિયાન તે નબળું પડવાની સંભાવના છે.
  • સરેરાશ સમુદ્ર સપાટી પરનો ચોમાસાનો ટ્રફ હવે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી બાંગ્લાદેશ સુધી, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર આવેલા સુસ્પષ્ટ લો-પ્રેશરના કેન્દ્ર, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ થઈને પસાર થાય છે.
  • દક્ષિણ ગુજરાતથી મધ્ય કેરળ સુધીનો ઓફ-શોર ટ્રફ યથાવત છે.
  • ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી બાંગ્લાદેશ સુધીનો અપર એર ટ્રફ, જે સુસ્પષ્ટ લો-પ્રેશર વિસ્તાર, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે તથા **0.9 થી 7.6 કિ.મી.**ની ઊંચાઈ વચ્ચે આવેલો છે, તે પણ યથાવત છે.

અપેક્ષિત પરિબળો

  • 10 જુલાઈ સુધીમાં ચોમાસાનો ટ્રફ હિમાલયની તળેટી તરફ ખસે તેવી શક્યતા છે અને આગાહી સમયગાળા દરમિયાન ત્યાં જ રહેવાની સંભાવના છે.
  • સમગ્ર દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું બેસી ગયા પછી Monsoon Trough ને Axis of Monsoon તરીકે ઓળખવામાં આવશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (8–15 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન:

  • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ: 8–9 જુલાઈ
  • આઇસોલેટેડ થી છુટા છવાયા વિસ્તારો માં હળવાથી મધ્યમ વરસાદ: 10–15 જુલાઈ
  • ગાજ વીજ પવન (35–50 કિમી/કલાક, ઝાપટા સાથે 60 કિમી/કલાક સુધી): 8–9 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 60% વિસ્તાર: 25 મિમી સુધી
  • 30% વિસ્તાર: 25–75 મિમી
  • 10% વિસ્તાર: 75–150 મિમી, જ્યારે  અમુક સ્થળોએ 250 મિમીથી વધુ વરસાદ પડી શકે.

સૌરાષ્ટ્ર:

  • છૂટાછવાયા ઝાપટાં / હળવો વરસાદ: 8–15 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 90% વિસ્તાર: 25 મિમી સુધી
  • 10% વિસ્તાર: 25–75 મિમી

કચ્છ:

  • છૂટાછવાયા ઝાપટાં / હળવો વરસાદ: 8થી 15 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 30% વિસ્તાર: 2 થી 25 મિમી
  • 70% વિસ્તાર: 2 મિમીથી ઓછો

સારાંશ

મધ્ય ભારત ઉપર આવેલું સુસ્પષ્ટ લો-પ્રેશર આજે નબળું પડવાની સંભાવના છે, જ્યારે ચોમાસાનો ટ્રફ ધીમે ધીમે 10 જુલાઈ આસપાસથી હિમાલયની તળેટી તરફ ખસે તેવી શક્યતા છે. તેના પરિણામે ગુજરાત રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

  • સૌરાષ્ટ્ર અને કચ્છ: 8 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો છે અને આગાહી સમયગાળા દરમિયાન માત્ર છૂટાછવાયા હળવા વરસાદ અથવા ઝાપટાંની શક્યતા છે.
  • ગુજરાત રિજિયન: 9 જુલાઈ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ 10 જુલાઈથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંને ઘટશે અને છૂટાછવાયા થી થોડા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.
  • 8–9 જુલાઈ દરમિયાન ગુજરાત રિજિયનમાં 35–50 કિમી/કલાકની ઝડપે, ઝાપટા સાથે 60 કિમી/કલાક સુધીના પવન સાથે ગાજ વીજ ની શક્યતા છે.

આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th July 2026

Forecast In Sanj Samachar Daily Dated 8th July 2026

 

4.6 41 votes
Article Rating
Subscribe
Notify of
guest
284 Add your comment here
Kaushal
Kaushal
15/07/2026 10:13 pm

Amuk area ma sanje sara japta pdya 🙂

Place/ગામ
Amdavad
Jambudilip JambuDilip
Jambudilip JambuDilip
15/07/2026 9:24 pm

Jambusar na kundhal gam ma saro evo varsad

Place/ગામ
Kundhal
Jagdish varvariya
Jagdish varvariya
15/07/2026 9:24 pm

Cola ma colour puray chhe…22 tarikh pachhi varsad ni aasha chhe…

Place/ગામ
Sheda Bhadthar, khambhaliya,dwarka
Faruk Masani
Faruk Masani
15/07/2026 7:15 pm

Jambusar dist.bharuch.amare jordar varsad chalu chhe.

Place/ગામ
Jambusar
Krutarth Mehta
Krutarth Mehta
15/07/2026 6:29 pm

Vadodara ma varsad chalu. Amuk vistar ma varsad to amuk vistar kora. Zapta padi rahya che

Place/ગામ
Vadodara
Tinaji Jadav
Tinaji Jadav
15/07/2026 5:58 pm

16થી. વર્ષ.. વેબસાઇટ. જોવું.શું. દિવસમાં.ઘણીવાર.આજે. પહેલીવાર. કોમેન્ટ.કરી.છે. આટલા.વર્ષ.અનુભવે.કહી.શકાય.15.16.17.કોઈ.કોઈવિસ્તારમાં. સારો. લોટરી.મુજબ. સારો. વરસાદ.થાય

Place/ગામ
બનાસકાંઠા.
Mashhadi Tabish
Mashhadi Tabish
15/07/2026 4:31 pm

Ahmedabad Dholka pavan jode zordar varsad
20 ek minute

Place/ગામ
Ahmedabad Dholka
Shihora Vignesh
Shihora Vignesh
15/07/2026 4:24 pm

આ ચોમાસા માં દિવસ દરમિયાન પહેલો એવો માહોલ…….પણ પવન જોરદાર થયો ગાડી આગળ નીકળી ગઈ…….
શું ઘટે કઈ સમજાતું નથી…….હવે પૂરે પૂરા ઓક્સિજન ઉપર છે બધું

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
1000618452
કેશવજીભાઇ આર ધમાસણા
કેશવજીભાઇ આર ધમાસણા
15/07/2026 4:10 pm

નમસ્તે સાહેબ
અમારે ૨ વાગ્યે સારૂં એવું વરસાદ નુ ઝાપટું આવી ગયુ

Place/ગામ
ગામ. દહીંસરડા ( આજી) તા.પડધરી જી. રાજકોટ
JAGDISH
JAGDISH
15/07/2026 4:07 pm

RAIN START IN SURENDRANAGAR

Place/ગામ
wadhwan
Dilip L Dudhagara
Dilip L Dudhagara
15/07/2026 3:34 pm

અશોકભાઈ પડધરી રાજકોટ ના વિસ્તાર માં આ અઠવાડિયા માં વરસાદ કેટલો પડશે? કે આ અઠવાડિયામાં વરસાદ જ નથી?

Place/ગામ
નવી ચણોલ
Mahesh l parmar
Mahesh l parmar
15/07/2026 2:30 pm

Rohisha ma japtu aviu

Place/ગામ
Rohishala ta, tankara
Hira kodiyatar
Hira kodiyatar
15/07/2026 1:56 pm

Sar aa19 julainu bulwtinma kahe te aapne labh kare?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Narendra Kasundra
Narendra Kasundra
15/07/2026 1:40 pm

સર અમારે અત્યારે સારું એવું ઝાપટું પડી ગયું ખુબજ કિંમતી છે અત્યાર નો આ વરસાદ

Place/ગામ
To. રામગઢ તા.જી. મોરબી
Pansuriya Pratik
Pansuriya Pratik
15/07/2026 1:30 pm

તારીખ 15 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર રહેલું લો પ્રેશર એરિયા આજે (15 જુલાઈ, સવારે 08:30 વાગ્યે) ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં સ્થિત છે. તેની સાથે સંકળાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન વધુ મજબૂત બની Well Marked Low Pressure Area બને તેવી અને ઉત્તર ઓડિશા તથા ગંગીય પશ્ચિમ બંગાળ પરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં… Read more »

Place/ગામ
Rajkot
Ashish patel
Ashish patel
15/07/2026 12:40 pm

સર અમારે 850 HPA UAC ના લીધે ઝાપટા ચાલુ થયા છે.

Place/ગામ
Halvad
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
15/07/2026 12:26 pm

આજે સવારથી બપોર સુધીમાં 2 ઝાપટા વાતાવરણ સારું છે

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Divyesh Hapliya
Divyesh Hapliya
15/07/2026 11:51 am

કુવાડવા રોડ રાજકોટ પર પણ સારો રેડો

Place/ગામ
Rajkot
Devaraj Gadara
Devaraj Gadara
15/07/2026 11:41 am

સર 850hpમા કેટલો ભેજ હોયતો વધારે સંભાવના ગણાઈ અને વિંડીમા ,, ત્રણેય મોડલ ભેજ 80થી90બતાવેછે પચીમ સ્વરાસ્ટમા યોગ્ય લાગે તો જવાબ આપજો 11.30હાલ જાપટુ આવેલછે

Place/ગામ
Drangda
Devaraj Gadara
Devaraj Gadara
Reply to  Ashok Patel
15/07/2026 12:08 pm

સાચી વાત સર જીવત દાનતો મળે મગફળી ને

Place/ગામ
Drangda
VISHAL S. DALAL
VISHAL S. DALAL
15/07/2026 11:20 am

Madhapar Chowkdy Railnagar ma pan saru zaptu

Place/ગામ
Rajkot
jadeja khumansinh
jadeja khumansinh
15/07/2026 11:08 am

જામ ખંભાળિયા મા આજે સવારે ઝાપટું પડ્યુ… રોડ ભીના થાય એવું…

Place/ગામ
Jam khambhaliya
Paras Kuber
Paras Kuber
15/07/2026 10:58 am

અષાઢ મહિના ની શુભ શરૂઆત વહેલી સવારે રોડ ભીના થાય એવા ઝાપટા થી કરી. આગળ અષાઢ મહિનો સારો એવો વરસાદ આપે એવી અપેક્ષા રાખી.

Place/ગામ
Jamnagar, vavberaja
Ajay chapla
Ajay chapla
15/07/2026 10:52 am

Rajkot Mavdi vistar ma saru avu japtu

Place/ગામ
Rajkot
PRATIK RAJDEV
PRATIK RAJDEV
Reply to  Ashok Patel
15/07/2026 11:01 am

Shital park , ayodhya chowk pase pan saru zaptu have dhimo chalu chhe

Place/ગામ
Rajkot
Jogal Deva
Jogal Deva
15/07/2026 10:42 am

Jsk સર… કચ્છ અને તેને લાગુ ઉત્તર ગુજરાત પર 700 hpa ઊંચાઈ પર એક વિક uac છે… અને લગભગ 18/19 તારીખ સુધી ત્યાં એટલામાં જ ઘુમરા મારશે એવું લાગેહ પણ ભેજ સાવ નથી 700 hpa માં તેમ કહીયે તોય હાલે… જયારે 850 hpa પર સારો એવો ભેજ આવેહ 16/17 તારીખ થી તો ઈ ભેજ કંઈ માલ ખેંચવામાં ફાયદો કરે ઉપલા લેવલ ના uac માંથી?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Dipak Parmar
Dipak Parmar
15/07/2026 9:57 am

ચોરવાડ.. ગડુ… વેરાવળ દરિયાકિનારા ના ગામડાઓ માં સારા એવા રેડા ઝાપટા પડી ગયા સવારે

Place/ગામ
માળિયા હાટીના
અમિત ઠક્કર
અમિત ઠક્કર
15/07/2026 9:30 am

વળી પાછું એક જોરદાર હરૂડું આ વખતે માની લ્યો એક પાણ થઈ ગયું મોલાત ને એવું,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Hira kodiyatar
Hira kodiyatar
15/07/2026 9:12 am

Sar aajthi reda japta salu thaya amare.Sar cola prmane aavirahiya

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Last edited 13 days ago by Hira kodiyatar
Prakash
Prakash
15/07/2026 8:47 am

Sir >20% avu hoi to su samjavu ? 20 taka ni andar k vadhare? Varsad babat.

Place/ગામ
Movan
Divyesh Savasani
Divyesh Savasani
15/07/2026 8:10 am

Junagadh ma 10 min thi saro advo varsad padi rahyo chhe

Place/ગામ
Junagadh
વ્રજેશ દત્તા
વ્રજેશ દત્તા
15/07/2026 8:02 am

Talala ni aaju baju ma aaje svare 7:00 thi zapta chalu

Place/ગામ
Talala gir
અમિત ઠક્કર
અમિત ઠક્કર
15/07/2026 7:55 am

અત્યાર માં 6 વાગ્યે જોરદાર રેડો,,ગામ બારા પાણી કાઢ્યા,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Ramnikbhai faldu
Ramnikbhai faldu
15/07/2026 7:37 am

સર હજી આવતા 10 દિવસો માં કોઇ મોટો વરસાદ નથી દેખાતો મોડલ જોતા શું થશે

Place/ગામ
જસાપર
Sabad bhart
Sabad bhart
Reply to  Ashok Patel
15/07/2026 9:30 pm

Sashu

Place/ગામ
Rojiya
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
15/07/2026 12:10 am

ઉપલેટા માં વરસાદ વાવડ છે આજે સારા વરસાદ ના

Place/ગામ
Mulila
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
Reply to  Jadeja Mahendrsinh Jadeja Mahendrasinh
15/07/2026 11:58 am

No…2 japta

Place/ગામ
Upleta
Kaushik Patel
Kaushik Patel
14/07/2026 11:54 pm

અમારે અત્યારે ૧૧ઃ૩૦ સારૂ ઝાપટુ આવી ગયુ 20મીનીટ મગફળી મા પાણી બચી જાય એવું

Place/ગામ
ગામ- જીંડવા તા-દહેગામ જી-ગાંધીનગર
Dharmesh sojitra
Dharmesh sojitra
14/07/2026 10:52 pm

ચેક

Place/ગામ
Kotda sangani rajkot
Dharmesh sojitra
Dharmesh sojitra
Reply to  Ashok Patel
15/07/2026 10:59 am

અશોકભાઈ અત્યારે કોરો ચેક છે તારીખ તમે નક્કિ કરો !

Place/ગામ
Kotda sagani rajkot
Jadeja digvijaysinh
Jadeja digvijaysinh
14/07/2026 7:40 pm

જય માતાજી સર અત્યારેતો નવરા બેઠા સવી રખોલું રાખવા જેવું તો કાંઈ ધ્યાનમાં નથી ને વાદળનું

Place/ગામ
ખાખરા ધ્રોલ
Yogirajsinh zala
Yogirajsinh zala
14/07/2026 6:33 pm

Icon મોડલ બધા થી અલગ સીધું ૧૯ એ ગુજરાત તરફ લો આવતું બતાવે છે. આ વખતે icon મોડલ બધા થી અલગ ચાલે છે.

Place/ગામ
Khambhaliya
1000641992
Hira kodiyatar
Hira kodiyatar
Reply to  Yogirajsinh zala
14/07/2026 8:11 pm

Khali kalar6 mm to btavvu padene.

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Bharatbhai vora
Bharatbhai vora
14/07/2026 6:06 pm

નમસ્તે સર તારીખ 16 થી . જાપટા રૂપી પ્રક્રિયામાં વધારો જોવા મળશે

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Akhil
Akhil
14/07/2026 4:48 pm

Sir,

Have navo varsad no round kyare chalu thashe?
Atyare to avu lage che ke haju monsoon aavyu j nathi.
je rite pavan fukay rahyo che jota to avu lage ke haju unalo chalu hoi.
to janavo ke saro varsad kyare aavshe?

Thank you.

Place/ગામ
Vadodara
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  Akhil
14/07/2026 7:39 pm

કાલ થી થઈ જશે ભાઈ પણ ક્યાં વિસ્તાર માં અને કેટલો એ નકી નથી પણ દરિયાકાંઠા ને વધુ લાભ મળશે અરબી ધીમે ધીમે સક્રિય થાય છે ભેજ આવસે અને વરસાદ પણ આવશે

Place/ગામ
મોવિયા, ગોંડલ
Chintan Patel
Chintan Patel
Reply to  Sagar Bhalodi
15/07/2026 8:32 am

સાગરભાઇ આંબાભાઇ ભાલોડી

Place/ગામ
Moviya
Umesh patel
Umesh patel
14/07/2026 3:36 pm

Chek

Place/ગામ
Mahendra nagar Morbi
Jayesh Adroja
Jayesh Adroja
Reply to  Ashok Patel
14/07/2026 6:33 pm

25thi 30kevo varsad rese

Place/ગામ
Sarapdad
S k zala
S k zala
14/07/2026 3:07 pm

sir have varsad no navo raund kedi aavse saro aevo haji vavni nathi thay sir amare and aa pavan kedi ochho thase

Place/ગામ
tankara
Tushar shah
Tushar shah
14/07/2026 3:01 pm

આજના અપડેટેડ તમામ મોડેલો જોતા એવું લાગે છે કે ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડરમાં આવેલા વિસ્તારમાં 21મી તારીખ સુધીમાં છૂટો છવાયો વરસાદ ચોક્કસ થશે અને ૨૯મી સુધીમાં સારો એવો એટલે કે લગભગ 2.5 ઇંચ જેવો વરસાદ પડશે

Place/ગામ
ગોધરા
Pansuriya Pratik
Pansuriya Pratik
14/07/2026 2:03 pm

તારીખ 14 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ➤ સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસાની ધરી (Monsoon Trough) હાલમાં જમ્મુ, દેહરાદૂન, બારાબંકી, પટણા, બાંકુરા અને કેનિંગ પરથી પસાર થઈ ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે. ➤ ઉત્તર બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારમાં આવેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) હાલમાં ઉત્તર બંગાળની ખાડી તથા દક્ષિણ બાંગ્લાદેશના લાગુ વિસ્તારમાં સ્થિત છે. આ સિસ્ટમ સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ➤ આ સિસ્ટમના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર બંગાળની ખાડી તથા… Read more »

Place/ગામ
Rajkot
ઝેઝરીયા મહેશ
ઝેઝરીયા મહેશ
14/07/2026 12:51 pm

સર આ મહા મહેનતે ઉગાડેલ કપાસ ને પવને જુડી નાખો હવે આ પવન કયારે ધીમો પડશે

Place/ગામ
માળોદ સુરેન્દ્રનગર
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  ઝેઝરીયા મહેશ
14/07/2026 7:50 pm

કાલ થી ધીમો પડી જશે ભાઈ નોર્મલ થઈ જશે એવું દેખાય છે

Place/ગામ
મોવિયા
pratap odedra
pratap odedra
14/07/2026 12:33 pm

Hal ni new update mujab windy GFS Pakistan vara uac ma dt.17 thi 20 me 700hpa ma bhej vadhto dekhay che.
Jiyare icon model dt.17 thi 20 ma bangal baju thi 1 uac gujarat upar ave aevu batave che .
Haju 2 divas jay to pako khiyal ave k avu thase k farrr thy jase…

Place/ગામ
Jamraval,dwarka
Dharam patel
Dharam patel
14/07/2026 12:16 pm

નમસ્તે સર આજે વાતાવરણ મા થૉડૉક ફેર પડયૉ છે પવન ની ગતી થૉડીક ઘીમી થય હે
આજે કાળા વાદળા થાય હે ને કૉક છાંટા પડે હે
તૉ આજથી ઝાપટા ની અપેશા રાખી શકાય

Place/ગામ
ધુનડા ( સજજનપર) તા & જી મૉરબી
Pankaj
Pankaj
14/07/2026 12:09 pm

Have avu lage chhe avrse varsad nu mandi varvanu. Have modalo bav jovay pan nahi joyto
Vadhare chinta that

Place/ગામ
Dhrol
Sir Mahesh bhai menpara
Sir Mahesh bhai menpara
Reply to  Pankaj
14/07/2026 2:45 pm

Bhai aasa no chhod i joea.vicharo positive rakho.

Place/ગામ
Mota vadala
કાથડભાઇ
કાથડભાઇ
14/07/2026 11:54 am

વાવણી લાયક વરસાદ વગર દિવસે દિવસે અઘરી થતું જાય ખેડૂત માટે
ફોક્સ કરીને જોય આપો જામનગર ધ્રોલ પંથકમાં વાવણી લાયક વરસાદ આવે એવુ છે આવતી 20/21 તારીખ સુધી માં તમે 8 દિવસ નુ કહો છો બાકી હવામા તિર મારીયા જેવૂ પણ તમારી આગાહી 16 તારીખે પુરી થાય પછી તમે આપો પણ હવે ધિરજ ત્યાં સૂધી નથી રહેતી એટલે જવાબ આપજો આભાર

Place/ગામ
ધ્રોલ
Sanjay gamdha
Sanjay gamdha
Reply to  કાથડભાઇ
15/07/2026 1:38 pm

30 તારીખ સુધી મા દેખાતું નથી એ બાજુ તમારે

Place/ગામ
Rajkot
Naren Patel
Naren Patel
14/07/2026 11:45 am

Sir kal Aagahi no last day 6 . pn atyar na andaj mujab aa aagahi continu rese evu lage 6. km k modelo jota kay khas varsad batavto nathi aagla divso ma.

Place/ગામ
Rajkot
Vajshi Gojiya
Vajshi Gojiya
14/07/2026 10:33 am

સાહેબ અડધો જુલાઈ જતો રહ્યો છતા ecm… GFS…icon… IMD GFS વરસાદ બાબતે બઘા મોડલ અલગ અલગ પ્રમાણમાં વરસાદ બતાવે એનું શું કારણ હોઈ શકે…

જુલાઈ મહિનો વરસાદ બાબત મા ધોરી મહિનો કહેવાય છતા મોડલો મા આવડા વેરીએશન હોવાનુ કારણ શુ???

પ્રશ્ન યોગ્ય લાગે તો વિસ્તાર થી જવાબ આપજો

Place/ગામ
ગામ...હડમતીયા ...જી...દેવ ભુમિ દ્વારકા...તા... કલ્યાણપુર
Vajshi Gojiya
Vajshi Gojiya
Reply to  Ashok Patel
14/07/2026 11:29 am

ખુબ ખુબ આભાર સાહેબ

Place/ગામ
હડમતીયા