Rainfall Quantum & Area For Saurashtra & Kutch To Decrease From Today – Gujarat Region Will See Similar Trend From Tomorrow – Update 8th July 2026

Rainfall Quantum & Area For Saurashtra & Kutch To Decrease From Today – Gujarat Region Will See Similar Trend From Tomorrow – Update 8th July 2026

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ઘટશે – ગુજરાત રિજિયનમાં આવતીકાલથી સમાન વલણ જોવા મળશે – અપડેટ 8 જુલાઈ 2026

 

Advance of Southwest Monsoon 2026

Some conditions as per the IMD Morning Bulletin:

  • The Northern Limit of Monsoon (NLM) continues to pass through 24.5°N/65°E, Barmer, Jodhpur, Rajgarh (Churu), Bhatinda and 32.5°N/70°E.
  • Conditions are favorable for further advance of the Southwest Monsoon into the remaining parts of the North Arabian Sea, Rajasthan, Haryana and Punjab, thereby covering the entire country during the next 2–3 days.
  • The Well-Marked Low Pressure Area over Northeast Madhya Pradesh & adjoining Southeast Uttar Pradesh lay over Northwest Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh at 0530 IST today (8th July 2026). The associated cyclonic circulation extends up to 9.6 km above mean sea level, tilting southwards with height. It is very likely to weaken during the next 12 hours.
  • The seasonal monsoon trough at mean sea level now extends from Southwest Rajasthan to Bangladesh, passing through the center of the Well-Marked Low Pressure Area over Northwest Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh, North Chhattisgarh, Jharkhand and Gangetic West Bengal.
  • The off-shore trough at mean sea level from South Gujarat to Central Kerala persists.
  • The upper-air trough extending from the Northeast Arabian Sea to Bangladesh, passing through the Well-Marked Low Pressure Area, North Chhattisgarh, Jharkhand and Gangetic West Bengal between 0.9 km and 7.6 km above mean sea level, also persists.

Expected Parameters

  • The Monsoon Trough is expected to shift towards the foothills of the Himalayas by 10th July and remain there during the forecast period.
  • Once the Southwest Monsoon covers the entire country, the Monsoon Trough will be referred to as the Axis of Monsoon.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (8th–15th July 2026)

Gujarat Region

  • Fairly Widespread rainfall with Isolated Heavy rainfall: 8th–9th July
  • Isolated to Scattered light to moderate rainfall: 10th–15th July
  • Thundersquall: 35–50 km/h, gusting to 60 km/h on 8th–9th JulyExpected Total Rainfall Distribution
    • 60% of the area: Up to 25 mm
    • 30% of the area: 25–75 mm
    • 10% of the area: 75–150 mm, with isolated places exceeding 250 mm

Saurashtra

  • Isolated showers/light rainfall: 8th–15th July

    Expected Total Rainfall Distribution:

    • 90% of the area: Up to 25 mm
    • 10% of the area: 25–75 mm

Kutch

  • Isolated showers/light rainfall: 8th–15th July

    Expected Total Rainfall Distribution:

    • 10% of the area: 2 to 25 mm
    • 90% of the area: Less than 2 mm

Summary

The well-marked low pressure area over central India is expected to weaken today, while the monsoon trough gradually shifts northwards towards the Himalayan foothills around 10th July onwards. As a result, the widespread and heavy rainfall over Gujarat State is expected to decrease.

  • Saurashtra & Kutch: Rainfall activity has already reduced from 8th July, with only isolated light showers expected during the forecast period.
  • Gujarat Region: Fairly widespread to widespread rainfall with isolated heavy falls is likely to continue through 9th July, after which rainfall is expected to become isolated to scattered with lower intensity from 10th July onwards.
  • Strong thundersqualls with gusty winds of 35–50 km/h, gusting to 60 km/h, are possible over Gujarat Region on 8th–9th July.

Please refer to the maps given below for the supporting indications.


સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર ઘટશે – ગુજરાત રિજિયનમાં આવતીકાલથી સમાન વલણ જોવા મળશે – અપડેટ 8 જુલાઈ 2026

દક્ષિણપશ્ચિમ ચોમાસું 2026 ની પ્રગતિ

IMD ના સવારના બુલેટિન મુજબ કેટલીક પરિસ્થિતિઓ:

  • ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલમાં 24.5°N/65°E, બારમેર, જોધપુર, રાજગઢ (ચુરુ), ભટિંડા અને 32.5°N/70°E પરથી પસાર થાય છે.
  • આગામી 2–3 દિવસ દરમિયાન દક્ષિણપશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. આ સાથે સમગ્ર દેશમાં ચોમાસું બેસી જશે.
  • ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર રહેલું સુસ્પષ્ટ લો-પ્રેશર આજે 8 જુલાઈ 2026 ના રોજ સવારે 05:30 કલાકે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત હતું. તેની સાથેનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિ.મી. સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકે છે. આગામી 12 કલાક દરમિયાન તે નબળું પડવાની સંભાવના છે.
  • સરેરાશ સમુદ્ર સપાટી પરનો ચોમાસાનો ટ્રફ હવે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી બાંગ્લાદેશ સુધી, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ ઉપર આવેલા સુસ્પષ્ટ લો-પ્રેશરના કેન્દ્ર, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ થઈને પસાર થાય છે.
  • દક્ષિણ ગુજરાતથી મધ્ય કેરળ સુધીનો ઓફ-શોર ટ્રફ યથાવત છે.
  • ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી બાંગ્લાદેશ સુધીનો અપર એર ટ્રફ, જે સુસ્પષ્ટ લો-પ્રેશર વિસ્તાર, ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે તથા **0.9 થી 7.6 કિ.મી.**ની ઊંચાઈ વચ્ચે આવેલો છે, તે પણ યથાવત છે.

અપેક્ષિત પરિબળો

  • 10 જુલાઈ સુધીમાં ચોમાસાનો ટ્રફ હિમાલયની તળેટી તરફ ખસે તેવી શક્યતા છે અને આગાહી સમયગાળા દરમિયાન ત્યાં જ રહેવાની સંભાવના છે.
  • સમગ્ર દેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું બેસી ગયા પછી Monsoon Trough ને Axis of Monsoon તરીકે ઓળખવામાં આવશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (8–15 જુલાઈ 2026)

ગુજરાત રિજિયન:

  • ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ: 8–9 જુલાઈ
  • આઇસોલેટેડ થી છુટા છવાયા વિસ્તારો માં હળવાથી મધ્યમ વરસાદ: 10–15 જુલાઈ
  • ગાજ વીજ પવન (35–50 કિમી/કલાક, ઝાપટા સાથે 60 કિમી/કલાક સુધી): 8–9 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 60% વિસ્તાર: 25 મિમી સુધી
  • 30% વિસ્તાર: 25–75 મિમી
  • 10% વિસ્તાર: 75–150 મિમી, જ્યારે  અમુક સ્થળોએ 250 મિમીથી વધુ વરસાદ પડી શકે.

સૌરાષ્ટ્ર:

  • છૂટાછવાયા ઝાપટાં / હળવો વરસાદ: 8–15 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 90% વિસ્તાર: 25 મિમી સુધી
  • 10% વિસ્તાર: 25–75 મિમી

કચ્છ:

  • છૂટાછવાયા ઝાપટાં / હળવો વરસાદ: 8થી 15 જુલાઈ

અપેક્ષિત કુલ વરસાદનું વિતરણ:

  • 30% વિસ્તાર: 2 થી 25 મિમી
  • 70% વિસ્તાર: 2 મિમીથી ઓછો

સારાંશ

મધ્ય ભારત ઉપર આવેલું સુસ્પષ્ટ લો-પ્રેશર આજે નબળું પડવાની સંભાવના છે, જ્યારે ચોમાસાનો ટ્રફ ધીમે ધીમે 10 જુલાઈ આસપાસથી હિમાલયની તળેટી તરફ ખસે તેવી શક્યતા છે. તેના પરિણામે ગુજરાત રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

  • સૌરાષ્ટ્ર અને કચ્છ: 8 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો છે અને આગાહી સમયગાળા દરમિયાન માત્ર છૂટાછવાયા હળવા વરસાદ અથવા ઝાપટાંની શક્યતા છે.
  • ગુજરાત રિજિયન: 9 જુલાઈ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા રહેશે. ત્યારબાદ 10 જુલાઈથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંને ઘટશે અને છૂટાછવાયા થી થોડા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.
  • 8–9 જુલાઈ દરમિયાન ગુજરાત રિજિયનમાં 35–50 કિમી/કલાકની ઝડપે, ઝાપટા સાથે 60 કિમી/કલાક સુધીના પવન સાથે ગાજ વીજ ની શક્યતા છે.

આ અંગેના આધારરૂપ સંકેતો માટે ઉપર દર્શાવેલ વરસાદ ના નકશા આપેલ છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 8th July 2026

Forecast In Sanj Samachar Daily Dated 8th July 2026

 

4.6 41 votes
Article Rating
Subscribe
Notify of
guest
284 Add your comment here
Shubham Zala
Shubham Zala
14/07/2026 10:22 am

Hme IOD upar nirbhar hta pan IOD pan neutral range ma che!

Place/ગામ
Vadodara
nik raichada
nik raichada
14/07/2026 10:08 am

Aaj savar thi Porbandar city na vatavarn ma ferfar thyo savare 1 zaptu pdyu Aaj thi Avnara disvso ma models jota Coastal Area ma zapta Padse.

Place/ગામ
Porbandar City
Vagh રાજેશ
Vagh રાજેશ
13/07/2026 4:47 pm

સર કોસ્ટલ સૌરાષ્ટ્ર મા કાલ થી વરસાદ ની શક્યતા છે?

Place/ગામ
આદ્રી.. વેરાવળ .ગીર સોમનાથ. ગુજરાત
Bipin
Bipin
13/07/2026 4:12 pm

Sar kaik sara samasar aapo varsad na

Place/ગામ
Kadbal
Dilip L Dudhagara
Dilip L Dudhagara
13/07/2026 2:35 pm

15 થી 20 નો રાઉન્ડ જે સોશ્યલ મીડિયા માં બતાવે છે તેમાં રાજકોટ નો વારો આવશે સર?

અને આવશે તો કેટલો આવશે?

Place/ગામ
Navi chanol
Dilip bhai Shingala
Dilip bhai Shingala
13/07/2026 2:33 pm

ટેસ્ટ

Place/ગામ
Kharedi
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
13/07/2026 3:54 pm

Atak alag se

Place/ગામ
motabhadukiya(kalavad)
Pansuriya Pratik
Pansuriya Pratik
13/07/2026 2:18 pm

તારીખ 13 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – સરેરાશ સમુદ્ર સપાટી (Mean Sea Level) પર ચોમાસાની ધરી (Monsoon Trough) હવે શ્રીગંગાનગર, હિસાર, મોરાદાબાદ, ગોરખપુર, મુઝફ્ફરપુર અને બાલુરઘાટમાંથી પસાર થઈ ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મણિપુર સુધી લંબાયેલી છે. – વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) પ્રેરિત અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન (Upper Air Cyclonic Circulation) હવે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની સાથે જોડાયેલ મધ્ય ટ્રોપોસ્ફિયરના પશ્ચિમી પવનોમાં ટ્રફ (Trough Aloft) 5.8 કિમી ઊંચાઈએ 72°E રેખાંશની આસપાસ અને 32°N અક્ષાંશની ઉત્તર તરફ પસાર થાય છે.… Read more »

Place/ગામ
Rajkot
Adam bhuker
Adam bhuker
13/07/2026 2:02 pm

નમસ્તે સર આ વખતે કચ્છ માં વરસાદ ની જગ્યાએ પશ્ચિમ પવનો હાવી થયી ગયા છે એનો શુ કારણ? અને રહી વાત વરસાદ ની તો અમારે પશ્ચિમ કચ્છ માં વરસાદની 100% ઘટ છે જે ગયા વર્ષે આજ઼ ની તારીખ સુધી 50% જેટલો પડી ગયો હતો પણ આ વખતે ચિત્ર ઊંધુ છે ફક્ત ઠંડા પવનો ફૂંકાયે છે અમારે કોઈ વરસાદ નું એધાણ ઓગસ્ટ સુધી દેખાતું નથી માટે ફરી ચોમાસુ સક્રિય થશે તે પણ જ્યાં પહેલા વરસાદ હતું ત્યાંજ વધી શક્યતા દેખાઈ રહી છે કેમ આ વખતે આ વરસાદ ની જગ્યાએ પવન મજબૂત છે જવાબ આપવા વિનંતી

Place/ગામ
KUTCH
Krutarth Mehta
Krutarth Mehta
13/07/2026 12:41 pm

Akha desh mathi chomasa na vadal gayab Thai Gaya che.. very sad thing. Pan 18 tarikh pachi kaik sara symptoms dekhai rahya che. Let’s hope for the best!!

Place/ગામ
Vadodara
Chatur Khamani
Chatur Khamani
12/07/2026 11:13 pm

જય શ્રી કૃષ્ણ sir e-mail ID બરોબર છે

Place/ગામ
ગાગીયાવદર.મોરબી
Ashok mungara
Ashok mungara
12/07/2026 6:07 pm

સર લૈયાળા ધ્રોલ માં 15 થી 20 માં લાલાશ રાખી શકાય?
જણાવજો અહીં વાવણી હજુ બાકી છે

Place/ગામ
Laiyala, Dhorl
mayur patel
mayur patel
Reply to  Ashok mungara
13/07/2026 1:50 pm

મેં એક વરસ 20/7/16 ના દિવસે 37નંબર મગફળી વાવી હતી જે મારે ખાંડી ખાંડી ઉતારો આવ્યો હતો

Place/ગામ
Rajkot
દેવશી બરાઈ
દેવશી બરાઈ
Reply to  mayur patel
14/07/2026 1:50 pm

મેં 2019 માં જીવીસ નંબર 28 7 ના વાવી હતી 40 થય હતી

Place/ગામ
મહાદેવીયા
Pansuriya Pratik
Pansuriya Pratik
12/07/2026 2:10 pm

તારીખ 12 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ચોમાસું ધરી (Monsoon Trough) સરેરાશ સમુદ્ર સપાટી પર હાલ શ્રીગંગાનગર, હિસાર, મેરઠ, શાહજહાનપુર, ગોરખપુર અને મુઝફ્ફરપુર પરથી પસાર થઈ ત્યારબાદ પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ દક્ષિણ આસામ સુધી વિસ્તરે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે યથાવત છે. તેનું અક્ષ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આશરે 72°E રેખાંશ પર અને 30°N અક્ષાંશના ઉત્તર ભાગમાં આવેલું છે. ઉત્તર-પૂર્વ બિહાર અને આસપાસના વિસ્તારો ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ યથાવત છે. દક્ષિણ બાંગ્લાદેશ અને આસપાસના વિસ્તારો ઉપરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન… Read more »

Place/ગામ
Rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
12/07/2026 1:34 pm

Mitro pawan pan more moro dabe che…….aasha rakhi 22 jul 26 thi aavij rite varsad pan more moro dabe.

Place/ગામ
Bhayavadar (west)
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Retd Dhiren Patel
13/07/2026 2:36 pm

Jsk,Bhai aa mahinani 30 tarikh sudhima badhe saro varsad thay tevi bhagvan ne prathna karu chu

Place/ગામ
Upleta
Sandeep
Sandeep
12/07/2026 12:21 pm

iOS માટે એપ છે .SIR????

Place/ગામ
Palanpur
Harvijaysinh Jadeja
Harvijaysinh Jadeja
12/07/2026 11:22 am

જય માતાજી સર ૧૫ પછીથી વરસાદ માં કાય સુધારો થશે … ? વાવની બાકી છે એટલે પૂછું શું..

Place/ગામ
ધ્રોલ જાબીડા
shailesh Dangar
shailesh Dangar
Reply to  Ashok Patel
12/07/2026 4:10 pm

Pan je mitro ne forcast jota aavde che te thodo andaj to aapo to amne khayal aave avnara divaso mate…

Place/ગામ
Panchtalavda, tal = Shihor, dist = Bhavnagar
pankaj
pankaj
Reply to  shailesh Dangar
12/07/2026 10:09 pm

aavi jase Bhai
bhagvan k ghar der che
Andheri nahi

Place/ગામ
rajkot
Umesh patel
Umesh patel
Reply to  Harvijaysinh Jadeja
14/07/2026 2:02 pm

ભાઈ 19 તારીખ થી વરસાદ ની શરૂઆત થશે ત્યાં સુધી છુટા છવાયા ઝાપટા જ આવશે એપણ આવે તો…

Place/ગામ
Morbi Gujarat
Sagar Bhalodi
Sagar Bhalodi
11/07/2026 11:27 pm

15-7-26થી વરસાદ ચાલુ થશે પછી કોઈ વરાપ આપે તો સારું એવું કોઈ બોલે નહિ કે માંગે નહિ પછી કુવા ભરાય નહિ ત્યાં સુધી આવાનો છે હિંમત ના હારતા મિત્રો વરસાદ સારા જ થશે15 થી 1921 થી 302 થી 7 સુધી વરસાદ આવશે

Place/ગામ
મોવિયા, ગોંડલ
Last edited 17 days ago by Sagar Bhalodi
Sagar Bhalodi
Sagar Bhalodi
Reply to  Ashok Patel
12/07/2026 8:29 am

આમાં મેં તારીખ બધી અલગ અલગ નીચે ની લાઈન માં લખી હતી તો ભેગી કેમ થઈ ગઈ હશે સર

Place/ગામ
મોવિયા
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
12/07/2026 10:03 am

Nokhu padiyu

Place/ગામ
motabhadukiya(kalavad)
Nilesh keshwala
Nilesh keshwala
11/07/2026 9:45 pm

સર સૌરાષ્ટ્રમાં જે 10% વિસ્તાર માં વરસાદ ની માત્રા આપી છે તેમાં આગાહી સમયના છેલ્લા દિવસો માં તેનો લાભ મળી શકે ખાસ કરીન કોસ્ટલ સૌરાષ્ટ્રમાં ?

Place/ગામ
Porbandar
Jogal Deva
Jogal Deva
Reply to  Ashok Patel
12/07/2026 9:16 am

Jsk સર…. જનરલી કોસ્ટલ વિસ્તાર કાંઠા થી કેટલા કિલોમીટર અંદર સુધી ગણાય?

અને બીજું કે કચ્છ અખાત લાગુ વિસ્તાર ને કોસ્ટલ માં ગણે કે imd?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
VANRAJ KESHWALA
VANRAJ KESHWALA
Reply to  Nilesh keshwala
13/07/2026 12:20 pm

Kale thi salu thay harvda evu lageg

Place/ગામ
Porbandar
VANRAJ KESHWALA
VANRAJ KESHWALA
Reply to  Nilesh keshwala
13/07/2026 12:25 pm

Yes lageg evu

Place/ગામ
Visavada porbandar
VANRAJ KESHWALA
VANRAJ KESHWALA
Reply to  Ashok Patel
13/07/2026 12:34 pm

Ok sir

Place/ગામ
Visavada porbandar
hasu patel
hasu patel
11/07/2026 9:12 pm

Sir pavan no gati kedi ochhi these ???

Place/ગામ
Tankara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  hasu patel
12/07/2026 12:37 am

Pawan rese hamna roj

Place/ગામ
Vadodara
Rajesh Takodara
Rajesh Takodara
11/07/2026 6:08 pm

Sir mare aa app khulti nathi koi bija mitro ne aa problem che atyare crome mathi open kari che

Place/ગામ
Upleta
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Rajesh Takodara
11/07/2026 7:44 pm

jsk, rajesh bhai. khule che app.

Place/ગામ
Bhayavadar
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Retd Dhiren Patel
11/07/2026 10:19 pm

Jsk bhai mare app nathi khulti hu aaj bapor ni try karu chu

Place/ગામ
Upleta
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Ashok Patel
12/07/2026 12:38 am

Crome app mathi search karine comment kari sir have app khuli gai che phone ne restart Kariya pachi

Place/ગામ
Upleta
પરબત ગોજીયા
પરબત ગોજીયા
11/07/2026 6:01 pm

સર સારા સમાચાર આપો દ્વારકા જિલ્લા માટે વરસાદ ના

Place/ગામ
ભાણખોખરી
Pankaj
Pankaj
11/07/2026 5:48 pm

Sir a Facebook ma ghana badha ni post ave chhe ke 15 tarikh pachhi vatavaran sudhare chhe a sachhu chhe

Place/ગામ
Dhrol
Nilesh Bhuva
Nilesh Bhuva
11/07/2026 3:36 pm

Bhare pavan

Place/ગામ
Keriya
Piyush patel
Piyush patel
11/07/2026 2:48 pm

25 તારીખ છેલી આશા છે એવું દેખાઈ છે
નકર પછી સરકાર શ્રી ને દુષ્કર(માઠું) જાહેરાત કરે.

Place/ગામ
Falla
Markhibhai Chavda
Markhibhai Chavda
11/07/2026 2:20 pm

સર અમારે દ્વારકા મા વાવા જોડા જેવો પવન ફકાય રહીયો છે.. કેટલા દિવસ પવન રહેશે,

Place/ગામ
વડત્રા. ખંભાળિયા . દ્વારકા
Pansuriya Pratik
Pansuriya Pratik
11/07/2026 2:18 pm

તારીખ:- 11 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  • સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ધરી (Monsoon Trough) હવે શ્રીગંગાનગર, રોહતક, શાહજહાનપુર, બસ્તી, મુઝફ્ફરપુર થઈને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મણિપુર તરફ પસાર થાય છે. • પૂર્વ ઉત્તર પ્રદેશ ઉપર રહેલું અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ સુધી જોવા મળે છે. • પંજાબ અને આસપાસના વિસ્તાર ઉપર રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રેરિત અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન હવે ઉત્તર-પૂર્વ પંજાબ અને આસપાસના વિસ્તાર ઉપર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ જોવા મળે છે. • ઉત્તર બાંગ્લાદેશ અને… Read more »

Place/ગામ
Rajkot
vipul patel
vipul patel
11/07/2026 2:12 pm

sir
monsoon નિષ્ક્રીય thava nu karan typhoon bavi hoy sake?????? chine na dariya kathe chhe.

Place/ગામ
surat
Kuchhadiya Dhirubhia
Kuchhadiya Dhirubhia
11/07/2026 1:29 pm

અશોક ભાઈ પવન કેદુ ધીમો પડશે

Place/ગામ
Manekvada
Raju Patel
Raju Patel
11/07/2026 12:47 pm

આજે પવન નું જોર ઘણું છે સાહેબ 35/40કિમી
ઝાટકા 50/55 હશે એવું લાગે છે સર

Place/ગામ
Morbi
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
11/07/2026 11:56 am

જય મુરલીધર સાહેબ
આ વર્ષ દરમિયાન ખાસ કરીને પક્ષિમ સૌરાષ્ટ્ર એમાં પણ દ્વારકા જામનગર ઓખા પોરબંદર અને સાથે કચ્છ
આટલો વિસ્તાર હજુ સુધી વરસાદ થી વંચિત રહેવામાં
એવું તે કયું પરિબળ પ્રભાવ પાડી ગયું હશે સાહેબ

Place/ગામ
ગામ કેશવપુર તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા
ગોજીયા હમીરભાઈ
ગોજીયા હમીરભાઈ
Reply to  Ashok Patel
11/07/2026 8:19 pm

ગુજરાત ના બીજા વિસ્તાર પ્રમાણે અમારે સરેરાશ પ્રમાણ ઓછું જ છે સાહેબ તેમ છતાં આ વર્ષ તારીખ પ્રમાણે હવે લેટ થતું જાય છે
જનરલી અમારો વિસ્તાર સરેરાશ ૭૦ % વાવણીલાયક વરસાદ જુન એન્ડ અથવા જુલાઈ શરૂઆત એથી લેટ તો જુજ આવા કોઈ વર્ષ હશે

Place/ગામ
ગામ કેશવપુર તઃ.
Sahil
Sahil
11/07/2026 11:16 am

21 જુલાઈ આજુ બાજુ બંગાળની ખાડીમાં અત્યારે એક ગાડી ફુલ ચાર્જ થઈ રહી છે, જોયે કયો ટ્રેક પકડે છે…

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Sahil
11/07/2026 2:00 pm

Joya rakho roj change thaya rakhse pan aasha rakhi sakay.

Place/ગામ
Vadodara
Haresh Zampadiya
Haresh Zampadiya
11/07/2026 10:50 am

નમસ્તે સર, 15 જુલાઈ થી ઓગસ્ટ પ્રથમ વિક સુધી વરસાદી વાતાવરણ જોવા મળી શકે ..એવું હાલ મોડલ આધારિત અનુમાન છે

Place/ગામ
Gundala (jas) Vinchhiya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Haresh Zampadiya
11/07/2026 7:47 pm

mahiti badal aabhar.

Place/ગામ
Bhayavadar
Divyesh Hapliya
Divyesh Hapliya
11/07/2026 8:51 am

સર અને મીત્રો આ એક અનુમાન છે કોઈ દવો નથી કસ કાતરા પ્રમાણે મારા અનુમાન પ્રમાણે તા. 15/7 થી 18/7 સુધી એક રાઉન્ડ ની શક્યતા જોકે હું રાજકોટ છું લખું છું એટલે આજુબાજુના થોડા વિસ્તાર ને લાગું પડતું હોય બિજો રાઉન્ડ 25/7 થી 29/7 સુધી જોકે કસ કાતરા માં એક બે દિવસ આગળ પાછળ હોય અને વરસાદ કેવો આવે તે કુદરત ના હાથ માં છે મતલબ કે છુટો છવાયો કે મોટા વિસ્તારમાં અને હવે ફોરકાસ્ટ મોડેલ ના અભ્યાસ પ્રમાણે imd gsf પ્રમાણે 700hp ગુજરાત રાજસ્થાન બોર્ડર એ તા.15/7 થી એક સાયક્લોરિક સર્ક્યુલેશન પણ થાય છે અને ભેજ પણ આવેછે તો… Read more »

Place/ગામ
Rajkot
Divyesh Hapliya
Divyesh Hapliya
Reply to  Ashok Patel
11/07/2026 11:09 am

તે આ પ્રમાણે છે 30/7 થી 4 દિવસ 1/9 થી 6/7 દિવસ 18/9 થી 3 દિવસ 22/9 થી 3 દિવસ

Place/ગામ
રાજકોટ
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
Reply to  Divyesh Hapliya
14/07/2026 10:38 am

તો તો ઓગષ્ટ માં મોટો ગેપ છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Divyesh Hapliya
Divyesh Hapliya
Reply to  Divyesh Hapliya
22/07/2026 11:38 am

થોડી ભુલ છે 30/7 થી 6કે7 દિવસ
1/9 થી 3 દિવસ

Place/ગામ
રાજકોટ
Sahil rpachuabari
Sahil rpachuabari
10/07/2026 11:59 pm

Ashok sir.atiyare a suka pavano vay che te varsad ne kay aad asar kare

Place/ગામ
Bhayavadar
Krutarth Mehta
Krutarth Mehta
10/07/2026 11:38 pm

IMD e akha desh ma chomasu to besadi didhu pan aa varshe akha desh ma satellite map ma joie to chomasa na vadlo gayab j che dekhataj nathi akhu khali dekhay che. Vadalo no je jamavdo thavo joie e thathoj nathi ane koi BOB ma ke Arbi ma system create thathij nathi.

Place/ગામ
Vadodara
Shubham Zala
Shubham Zala
Reply to  Krutarth Mehta
11/07/2026 11:39 am

Indians monsoon ne smjhvu aghru che future ma 100mtr na analysis uplabdh thse toh vadhare clear picture malse hmna toh bharatfs6km ecmfw 9km gfs12km che ema pan local effects ne ni leta e. topography pan bau affect kre che varsaad ne. locally trough pan bau vaar bne che je forcast vagar bhare varsaad api de che. In short metrology science hju adhuri che.

Place/ગામ
Vadodara
Mahesh Sarvaiya
Mahesh Sarvaiya
10/07/2026 11:10 pm

Jay shree Krishna sir.

Sir NOAA a final statement apyu chhe k 81% chance chhe k super El nino mate condition bani gy chhe

Tena thi India na monsoon pr bhare asar thase ane aavta divso ma Pani ni achhat ubhi thase.

To sir tme thodu details ma update kro to ame bdha mirto ne rahat no swas liye

Place/ગામ
Jasdan
Vijay Odedra
Vijay Odedra
Reply to  Ashok Patel
13/07/2026 12:40 am

Devloped el nino pan monsoon distrub drought Lavi sake se pacho mjo ke iod pan nathi fever ma have el nino ni empect avi che

Place/ગામ
Tukda Miyani
Pankaj
Pankaj
10/07/2026 10:57 pm

ચોમાસા જેવું કાય દેખાતું નથી comment પણ બધી ઠપ થય ગઈ

Place/ગામ
Dhrol
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Pankaj
11/07/2026 7:48 pm

jal hi jeevan. (Darek fild ma)

Place/ગામ
Bhayavadar
Detroja Jagdish
Detroja Jagdish
10/07/2026 9:00 pm

Sir tame 20 divas sudhi nu agotaru aapi sako tem cho to hoy sake to des bhar na kheduto ne tamari agotari mahiti no faydo mali sake tem che pachi bhale agotru satya ni najik rahe ke na rahe badhaj kheduto ne siromanya rahese

Place/ગામ
Bangavadi . Ta. Tankara
pratap odedra
pratap odedra
10/07/2026 3:26 pm

Dt.14 thi 17 ma ek pakistan upar thi wd kutch lagu paschim saurashtra upar ave aevu lage che , tema haju khas bhej nthi janato pan avnara divaso ma te wd ma bhej nu praman vadhi shake che 700 HPA ma.

Place/ગામ
Jamraval,dwarka
Naren Patel
Naren Patel
10/07/2026 3:02 pm

Sir – IMD GFS 10 Day Precipitation Forecast 00 UTC- aa mujab 15 july to 20 july varsad batave 6. khas karine jamnagar, dwarka, kutch ma. ketla % vishwas rakhay?

Place/ગામ
Rajkot
Naren Patel
Naren Patel
Reply to  Ashok Patel
10/07/2026 5:12 pm

10 to 20 MM Jetlo lage 6

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
10/07/2026 2:17 pm

તારીખ:- 10 જુલાઈ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ઉત્તર મધ્ય ઉત્તર પ્રદેશ પર રહેલું લો પ્રેશર વિસ્તાર આજે સવારે 08:30 કલાકે પણ એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 9.5 કિમી સુધી વિસ્તરેલું છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની સંભાવના છે. ચોમાસું ધરી (Monsoon Trough) સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર – રોહતક – ઉત્તર મધ્ય ઉત્તર પ્રદેશ પર રહેલા લો પ્રેશરનું કેન્દ્ર – ગોરખપુર – મુઝફ્ફરપુર થઈને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મિઝોરમ સુધી લંબાયેલી છે. વેસ્ટરલીઝમાં ટ્રફ 1.5 કિમી ઊંચાઈએ 88°E રેખાંશ અને 21°N… Read more »

Place/ગામ
Rajkot
vinod dhaduk
vinod dhaduk
10/07/2026 1:41 pm

Sir kola inset kya time date change thai che fix time kyo che

Place/ગામ
Mendarda
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  vinod dhaduk
10/07/2026 8:41 pm

કોલા ક્યાંથી અપડેટ થાય છે એ ખબર છે?

Place/ગામ
સાણથલી મોટી. તા જસદણ.
Bipin kambariya
Bipin kambariya
10/07/2026 1:36 pm

Aalnino varu kai to aasar batave che varsad ooso che

Place/ગામ
Kadbal
Bipin kambariya
Bipin kambariya
Reply to  Ashok Patel
10/07/2026 3:03 pm

Sar bije badhe aamare aevu j Lage che haju vavni nathi thai

Place/ગામ
Khadba
દેવશી બરાઈ
દેવશી બરાઈ
Reply to  Ashok Patel
11/07/2026 11:57 am

અલનીનો આઈઓડી ન્યુટ્રલ એમજેઓ આ બધું વીરોધ માં છે એટલે જ્યાં થાય ત્યાં વધુ ને ના થાય ત્યાં કોરાં
બધેની થોડી થોડી અસર ને લીધે

Place/ગામ
મહાદેવીયા
Dharmesh Sojitra
Dharmesh Sojitra
10/07/2026 12:23 pm

અશોકભાઈ IMD 4 વીક ની અપડેટ્સ મા પણ વરસાદ નોર્મલ ની નજીક બતાવી રહ્યુ છે

Place/ગામ
Kotda sangani rajkot
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
10/07/2026 3:01 pm

4 week Rainfall Anomaly/Day haju nathi thayu .

Place/ગામ
Jamraval,dwarka
Mustafa Vohra
Mustafa Vohra
10/07/2026 12:21 pm

Sir multiple weeks forecast update nti

Place/ગામ
Bharuch
Vajasivasra
Vajasivasra
10/07/2026 12:19 pm

4 week updet kro

Place/ગામ
Lalprda khmbhaliya dwarka
Bhagvan Gajera
Bhagvan Gajera
10/07/2026 11:52 am

Saheb, 4 week update thayu hoi to karjo

Place/ગામ
Keshod
Vijay mungra
Vijay mungra
10/07/2026 8:57 am

sir ecmwf 25 thi 30 July ma positive Thai tevu lage che biju a kahevanu ke koi weather site sari hoi Ane payeabl hoi jenu result saru hoi to te aa apni site uper muki sakatu hoi to teno kharcho amo uthavsu jethi kari ne badha khedut ne labh made Ane koi sadhno ghatta hoi Ane leva pade tem hoi hu janto nathi ke avu Thai sake pan ame tamari labh Ghana varaho thi lai chi ghani vakhat tamari agahi joi ne kora ma vavetar kari labh lidho che Ane ame pan khedut na dikra chi madat rup Thai saki… Read more »

Place/ગામ
aliabada dist tal jamnagar
Jogal Deva
Jogal Deva
10/07/2026 8:56 am

Jsk સર….. એકલું gfs જ 14/15 માં કચ્છ અખાત લાગુ વિસ્તાર પર uac બતાવે છે… પણ ભેજ ઘટેહ એવું લાગેહ તોય પુછુહ કે રખોલું રાખવા જેવું ખરું?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Rahul Chavda
Rahul Chavda
10/07/2026 8:45 am

Thanks for new apdate sir 15 date thi badhay model varsad batave se to ketli sakyta ganvi

Place/ગામ
Babra
Paras Kuber
Paras Kuber
09/07/2026 10:42 pm

સર એક સવાલ છે તમારા અંદાજ મુજબ બાકી રહી ગયેલ વિસ્તાર મા વાવણી લાયક વરસાદ કયારે થશે મોડલો પર થી અંદાજ કરતા ૨૦ થી ૨૫ જૂન સુધીમાં મા થાય એવું લાગે પણ વચે લોટરી લાગે તો મેડ પડી જાય લોટરી જેવું કઈ દેખાતું નથી.

હવે લાંબી મુદત ના મગફળી ના બિયારણ બદલવા પડે એમ છે તો શિયાળુ પિત સમય સર થાય gg20 મગફળી પાકવા મા ૧૨૦ થી ૧૩૦ દિવસ લઈ જાય તે નવેમ્બર શિયાળુ વાવેતર તારીખ આવે ત્યારે પાકે એટલે શિયાળુ પિત સમય સર ના થાય. તકલીફ તો બધી રીતે છે બાકી રહી ગયેલ વિસ્તાર ને.

Place/ગામ
Jamnagar, vavberaja
Paras Kuber
Paras Kuber
Reply to  Ashok Patel
10/07/2026 2:55 pm

Ha sir July na badle June lakhayu pan varsad ni sakyata kyare e to kaho
Gaya vakhate 19 20 june gg20 nu vavetar kryu tu aa vakhate 1 month late etle siyadu vavetar time e na thay eno labh ochho male.
Kaik aagotaru aapo

Place/ગામ
Jamnagar, vavberaja
Kd patel
Kd patel
Reply to  Paras Kuber
10/07/2026 1:46 pm

20 thi 25 July lakho bhai have tuki mudat nu bee vavai.

Place/ગામ
Makhiyala ta junagadh
Paras Kuber
Paras Kuber
Reply to  Kd patel
10/07/2026 4:11 pm

Hve e j krvu padse

Place/ગામ
Jamnagar, vavberaja