Axis Of Monsoon Near Normal Position & Extends Up To 1.5 Kms Above MSL – Saurashtra Kutch & Gujarat Expected To Receive Good Round Of Rainfall During 22nd-28th July 2026
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
Some important weather parameters as per the IMD Bulletin – 22nd July 2026:
- Monsoon Trough: The axis of the monsoon trough at mean sea level now passes through Jaisalmer, Ajmer, Guna, Satna, Daltonganj and Digha, and then extends southeastwards towards the Northeast Bay of Bengal. The trough extends up to 1.5 km above mean sea level, indicating a more favorable monsoon configuration.
- East-West Shear Zone: An east-west shear zone runs roughly along 22°N latitude between 3.1 km and 7.6 km above mean sea level, tilting southwestward with height. Such a feature is often conducive for enhanced rainfall over parts of western and central India.
- An upper air cyclonic circulation lies over Central parts of north Madhya Pradesh and extends in middle tropospheric level
Expected Parameter
- Numerical weather models indicate the formation/persistence of an Upper Air Cyclonic Circulation (UAC) around 500 hPa over Gujarat State for a couple of days around 23rd/24th July, which is expected to provide additional support for rainfall activity over the state.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (22nd–28th July 2026)
Gujarat Region
- Fairly Widespread to Widespread light to moderate rainfall is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is likely over some areas during the period.
- Thunderstorms with lightning may accompany rainfall at times.
Expected Rainfall Distribution
- 50% of the area: 100-150 mm
- Remaining 50% of the area: 50-100 mm
Note: Some localized very heavy rainfall centers are expected to exceed 250 mm cumulative rainfall during the forecast period.
Saurashtra & Kutch
- Isolated to Scattered rainfall, becoming Fairly Widespread on one or two days, is likely during 22nd–28th July.
- Isolated heavy to very heavy rainfall is also likely over some areas during the period.
Expected Rainfall Distribution
- 75% of the area: 35–50 mm, with localized very heavy rainfall centers expected to exceed 150 mm.
- 25% of the area: Up to 35 mm during the forecast period.
Forecast Confidence
Overall, confidence in the above forecast is moderate at best. Numerical weather models continue to show significant differences in the placement and intensity of rainfall over Saurashtra & Kutch. Therefore, while the above forecast represents the most likely scenario, there remains around a 50% probability that rainfall over the region could turn out significantly higher than currently indicated, particularly if the UK Model solution verifies and depending on how the mesoscale weather features evolve.
Summary
A favorable monsoon pattern is developing over Gujarat State. The monsoon trough has returned close to its normal position, the east-west shear zone is well established, and model guidance indicates an Upper Air Cyclonic Circulation over Gujarat around 23rd/24th July. Together, these features are expected to create a supportive environment for a good round of monsoon rainfall across Gujarat.
Gujarat Region is expected to receive the more widespread rainfall, with light to moderate rain over many places and isolated heavy to very heavy spells. Saurashtra & Kutch are also expected to witness a noticeable increase in rainfall activity, with scattered showers becoming more frequent and isolated heavy to very heavy rainfall occurring in favorable locations. Overall, 22nd–28th July is likely to be one of the more active monsoon spells of the season for much of Gujarat.
ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક તથા 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી – સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 22થી 28 જુલાઈ 2026 દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ થવાની શક્યતા
IMD બુલેટિન – 22 જુલાઈ 2026 મુજબ કેટલાક મહત્વના હવામાન પરિબળો:
ચોમાસુ ધરી (Monsoon Trough):
ચોમાસુ ધરીનો અક્ષ (Axis) દરિયાની સપાટીએ હવે જૈસલમેર, અજમેર, ગુના, સતના, ડાલ્ટનગંજ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે. આ ધરી દરિયાની સપાટીથી 1.5 કિ.મી. સુધી વિસ્તરેલી છે, જે ચોમાસા માટે વધુ અનુકૂળ સ્થિતિ દર્શાવે છે.
ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન (East-West Shear Zone):
આશરે 22° ઉત્તર અક્ષાંશ ઉપર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન આવેલો છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આવી સ્થિતિ પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ વધારવામાં મદદરૂપ બનતી હોય છે.
યુએસી (UAC):
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર આવેલું છે અને મધ્ય ટ્રોપોસ્ફિયરના સ્તર સુધી વિસ્તરેલું છે.
અપેક્ષિત પરિબળ
ન્યુમેરિકલ હવામાન મોડલોના માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) બે દિવસ જેટલા સમય માટે બનવાની/યથાવત રહેવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિને વધુ અનુકૂળ બનાવશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (22થી 28 જુલાઈ 2026)
ગુજરાત રિજિયન
- 22થી 28 જુલાઈ દરમિયાન વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
- વરસાદ સાથે અમુક સમયે ગાજવીજ પણ થઈ શકે.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 50% વિસ્તાર: 100–150 મી.મી.
- બાકીના 50% વિસ્તાર: 50–100 મી.મી.
નોંધ: કેટલાક સ્થાનિક કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન કુલ વરસાદ 250 મી.મી.થી વધુ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ
- 22થી 28 જુલાઈ દરમિયાન આઇસોલેટેડ થી છુટા-છવાયા વરસાદ, જેમાં એક-બે દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા.
- અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા.
અપેક્ષિત વરસાદનું વિતરણ
- 75% વિસ્તાર: 35–50 મી.મી., જ્યારે કેટલાક સ્થાનિક અતિ ભારે વરસાદના કેન્દ્રોમાં 150 મી.મી.થી વધુ વરસાદ થવાની શક્યતા.
- 25% વિસ્તાર: આગાહી સમયગાળા દરમિયાન 35 મી.મી. સુધી વરસાદ.
આગાહીની વિશ્વસનીયતા
એકંદરે ઉપરોક્ત આગાહી માટે વિશ્વસનીયતા મધ્યમ ગણી શકાય. વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલો હજુ પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના વિસ્તાર અને માત્રા અંગે નોંધપાત્ર મતભેદ દર્શાવે છે. તેથી ઉપરોક્ત આગાહી સૌથી સંભવિત પરિસ્થિતિ દર્શાવે છે, તેમ છતાં જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ હવામાન પરિબળો અનુકૂળ રીતે વિકસે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલમાં દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની આશરે 50% શક્યતા રહેલી છે.
સારાંશ
ગુજરાત રાજ્ય માટે ચોમાસાની સ્થિતિ આગામી દિવસોમાં વધુ અનુકૂળ બનતી જોવા મળે છે. ચોમાસુ ધરી તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે, ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સારી રીતે સ્થાપિત છે અને મોડલ માર્ગદર્શન મુજબ 23/24 જુલાઈ આસપાસ ગુજરાત ઉપર 500 hPa સ્તરે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ તમામ પરિબળો સાથે મળીને રાજ્યમાં વરસાદનો સારો રાઉન્ડ લાવવામાં સહાયક બનશે.
ગુજરાત રિજિયનમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જ્યાં છૂટાછવાયા વરસાદ વધુ વિસ્તારોમાં જોવા મળશે તેમજ અનુકૂળ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
એકંદરે 22થી 28 જુલાઈનો સમયગાળો ગુજરાતના ઘણા વિસ્તારો માટે ચાલુ ચોમાસાની સિઝનનો વધુ સક્રિય વરસાદી તબક્કો સાબિત થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2026
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2026
આદરણીય શ્રી અશોક પટેલ સાહેબ,
આકાશમાં વાદળો ક્યારે ઘેરાશે અને ક્યારે વરસાદની રમઝટ બોલશે, તેની સચોટ આગાહી આપીને લાખો ખેડૂતો અને લોકોના જીવમાં જીવ લાવનાર મારા ‘હવામાનના ગુરુ’ને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કોટિ-કોટિ વંદન. ઋતુઓ અને હવામાનના વરતારાના તમારા અખૂટ જ્ઞાને હંમેશા અમને સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના.
ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ! ️
ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના વેધર ગુરુ અશોક સાહેબ તથા સર્વે મિત્રો ને.
Happy gurupurnima sir
વેધર ગુરૂ અશોક સર ને કોટી કોટી વંદન
સર તથા સર્વે મિત્રો ને ગુરુ પૂર્ણિમા પર્વ ના વંદન સહ નમસ્કાર,
જય જવાન
જય કિશાન
વંદેમાતરમ્
Happy guru Purnima
હવામાન ગુરુ શ્રી ના ચરણો મા કોટી કોટી પ્રણામ.
જય શ્રી કૃષ્ણ સર ‘ આપની પાસેથી અમને અમુલ્ય જ્ઞાન પ્રાપ્ત થયુ છે, એ બદલ ગુરુપુર્ણિમા ના દિવસે આપને કોટી કોટી વંદન ‘ ભગવાન આપને દીર્ધ આયુ આપે ‘ હંમેશાં ખુશ રાખે એવી ઈશ્વરને પ્રાર્થના
ગુરુ પૂર્ણિમા ના દિવસે લાખ લાખ વંદન સર
Weather Gurudev Ashok Sir ne Guru Purnima na Divse Koti Koti Pranam…..
આજે એવું લાગે છે ગુરુ નવી આગાહી આજે આપશે
ગુરુપુર્ણીમા ના પાવન અવસરે વેઘર ગુરુ અશોક સર ને વંદન પ્રણામ
ગુરુ પૂરણિમા ની હાર્દિક શુભકામના …. પ્રણામ ગુરુજી
guru ne guru purnima na ram ram
હવામાન બાબતે બધાને જાગૃત કરી અને આત્મનિર્ભર બનાવનાર નિસ્વાર્થ ભાવે સેવા આપનાર વેધર ગુરુ
શ્રી અશોક ગુરુજીને ગુરુપૂર્ણિમા ના પવન પર્વ પર
સાક્ષાત પ્રણામ અને આવી જ સરસ માહિતી આપતા રહો તેવી શુભકામના ️⛈️️
Happy Gurupurnima sir
ગુરુપુર્ણીમા ના પાવન અવસરે વેઘર ગુરુ અશોક સર ને વંદન પ્રણામ
વેધર ગુરુ શ્રી અશોક ભાઈ ને ગુરુ પૂર્ણિમા નિ હાર્દિક શુભ કામનાઓ
Happy guru purnima sir
Happy guru Purnima sir
Happy guru Purnima
હવામાન બાબતે બધાને જાગૃત કરી અને આત્મનિર્ભર બનાવનાર નિસ્વાર્થ ભાવે સેવા આપનાર વેધર ગુરુ
શ્રી અશોકભાઈ ગુરુ ને ગુરુપૂર્ણિમા ના પવન પર્વ પર
સત્ સત્ વંદન
વેધરગુરૂ અશોકભાઈ પટેલ ને ગુરૂપૂર્ણિમા ના પ્રણામ
મારા ગુજરાત વેધર ના તમામ મિત્રો તેમજ વેધર ગુરુ ને ગુરુપૂર્ણિમા ના વંદન
મિત્રો સર ની 22 થી 28 ની અપડેટ ને કોપી કરી લેશો.
આવતી અપડેટ માટે……….સમજાય તેને વંદન
અમારા વેધરના અધૂરા જ્ઞાન કરે છે પુરું
એવા અશોક પટેલ સાહેબ છે અમારા વૈઘર ગુરુ
ગુરુ પૂર્ણિમા પર્વ પર વેઘર ગુરુ ને કોટી કોટી વંદન
વેધર ગુરુ ને પ્રણામ
Guru purnima na vandan sir
અશોક પટેલ સાહેબ છે અમારા વૈઘર ગુરુ
ગુરુ પૂર્ણિમા પર્વ પર વેઘર ગુરુ ને કોટી કોટી વંદન
વેધર ગુરુ અશોક ભાઈ પટેલ ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
ગુરુજી ને પ્રણામ.
Happy guru purnima sir
Sir.tamne koti koti pranam
ગુરુપુર્ણીમા ના પાવન અવસરે વેઘર ગુરુ અશોક સર ને વંદન પ્રણામ
Happy gurupurnima sir
Aaje new update aapso sir
ગુજરાતના નંબર 1 અને ખેડૂતો (અન્નદાતા) માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આદરણીય અશોક સર ગુરુજીને શત શત નમન!
Happy guru purnima
હવામાન બાબતે બધાને જાગૃત કરી અને આત્મનિર્ભર બનાવનાર નિસ્વાર્થ ભાવે સેવા આપનાર વેધર ગુરુ
શ્રી અશોકભાઈ ગુરુ ને ગુરુપૂર્ણિમા ના પવન પર્વ પર
સાક્ષાત વંદન
પ્રણામ ગુરુજી આજના આ પવિત્ર દિવસે અમારા હવામાન ગુરુ શ્રી અશોક સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન…. ભગવાન શ્રી દ્વારિકાધીશ તમને સુખી અને તંદુરસ્ત જીવન આપે તેવી કાળીયા ઠાકોરના ચરણોમાં પ્રાર્થના છે…
સર તમો આવી રીતે જ બધા ખેડૂતોને નિર્દોષ ભાવે મદદ કરતા રહો તેવી ભગવાનને પ્રાર્થના…
વેધર ગુરુ અશોક ભાઈ ને ગુરુ પૂર્ણિમા ની હાર્દિક શુભકામના
ગુરૂ પૂર્ણિમા નાં બધેને નમસ્કાર
Sorry sir name ma tayping mistake hati
Happy gurupurnima sir
Satya thi sauthi najik ane ji navat bhari aagahi apnar ava ashok sir ne pranam.
Happy gurupurnima sir hu 2012 thi weather Gujarat sathe jodayl che aaj peli cement karu chu ahi ni comento vachi Javab madi jata hoy che pan aaj no rehevayu atle camet kari wethar Gujarat badh mitrone Happy gurupurnima
અમારા વેધરના અધૂરા જ્ઞાન કરે છે પુરું
એવા અશોક પટેલ સાહેબ છે અમારા વૈઘર ગુરુ
ગુરુ પૂર્ણિમા પર્વ પર વેઘર ગુરુ ને કોટી કોટી વંદન
Guru purnimana divse weather guru ne koti koti vandan
Weather guru shree ashok patel saheb sadar pranam.
ગુરુપૂર્ણિમાની ગુરુજીના ચરણમાં સત સત પ્રણામ
ગુરુપૂર્ણિમા ની આપને ખુબખુબ શુભેચ્છાઓ
Happy Guru Purnima