40°C–42.5°C Temperatures Likely Over Saurashtra, Gujarat & Kutch During 6th–11th June; Decline Expected Around 12th–13th June – Isolated Pre-Monsoon Activity Likely Over Gujarat State

40°C–42.5°C Temperatures Likely Over Saurashtra, Gujarat & Kutch During 6th–11th June; Decline Expected Around 12th–13th June – Isolated Pre-Monsoon Activity Likely Over Gujarat State

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6થી 11 જૂન દરમિયાન 40°C–42.5°C તાપમાનની શક્યતા; 12મી–13મી જૂને ઘટાડો થવાની સંભાવના – ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા

Gujarat Temperature Observations (5th June 2026)

Maximum temperatures were around near normal to about 1°C below normal across many hot centers of Gujarat State.

  • Rajkot: 40.6°C (0.4°C above normal)
  • Deesa: 39.2°C (1.3°C below normal)
  • Amreli: 40.1°C (0.3°C above normal)
  • Ahmedabad: 41.3°C (0.4°C above normal)
  • Vadodara: 39.4°C (0.1°C above normal)
  • Surendranagar: 40.4°C (1.3°C below normal)

Current normal maximum temperatures across most parts of Gujarat are around 39.5°C to 40.5°C. Ahmedabad and Surendranagar have normal maximum temperatures near 41°C.

Advance of Southwest Monsoon 2026

As per the IMD Mid-Day Bulletin:
The Southwest Monsoon has further advanced into additional parts of the west-central and east-central Arabian Sea, Karnataka, the entire Goa region, parts of Maharashtra and Andhra Pradesh, most parts of Tamil Nadu and the southwest Bay of Bengal. It has also advanced into more areas of the west-central, northeast and east-central Bay of Bengal, along with parts of Mizoram and Manipur.

The Northern Limit of Monsoon (NLM) now passes through:

17.5°N/60°E, 17.5°N/65°E, 17°N/70°E, Devgad, Koppal, Anantapuramu, Chennai, 15.5°N/85°E, 20°N/89.5°E, Aizawl and 25°N/95°E.

Conditions remain favorable for further advance of the Southwest Monsoon into additional parts of the central Arabian Sea, Maharashtra, Karnataka and Andhra Pradesh, parts of Telangana, the remaining areas of Tamil Nadu and southwest Bay of Bengal, as well as more parts of the west-central and northern Bay of Bengal and the Northeastern States during the next 2–3 days.

The seasonal trough at mean sea level currently extends from Suratgarh to Rohtak, Rewa, Ranchi and Canning, and thereafter southeastwards into the northeast Bay of Bengal.

As per the Southwest Monsoon map above, the Monsoon advanced northwards by approximately 8 degrees latitude along the West Coast, from around 8°N to 16.2°N. This corresponds to a movement of roughly 880 km.

However, this does not imply that the Monsoon will continue advancing at the same pace during the remainder of its journey. Under normal conditions, as per IMD climatology, the Southwest Monsoon typically takes around 14 days to cover the entire Gujarat State, beginning with South Gujarat and coastal Saurashtra, followed by the rest of Saurashtra, Gujarat Region and Kutch. This corresponds broadly to the 14th June to 28th June period.

Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (6th–13th June 2026)

Temperature Outlook

Maximum temperatures are expected to rise gradually by around 1°C during 6th–8th June and by a further 1°C during 9th–11th June, becoming above normal over most centers during that period.

Most hot centers across Gujarat are likely to record maximum temperatures in the range of 40.5°C to 42.5°C during 9th–11th June.

A marginal decline in temperatures is expected around 12th–13th June.

Winds

  • Predominantly Southwest winds during the forecast period.
  • Wind speeds are expected to vary between 10 km/h and 35 km/h.

Pre-Monsoon Activity

Isolated pre-monsoon activity is expected on a few days during the forecast period.

Understanding the Rainfall Coverage Forecast

The IMD Morning Bulletin dated 6th June 2026 has the rainfall coverage forecast for both Saurashtra & Kutch and Gujarat Region shows Isolated rainfall activity throughout the forecast period.

The term Isolated refers to rainfall occurring over 1% to 25% of the area. It does not indicate the amount of rainfall expected.

Therefore, even if rainfall occurs over only 1% of Saurashtra & Kutch and similarly over 1% of Gujarat Region, the forecast would be considered verified.

Saurashtra & Kutch and similarly Gujarat Region, the forecast above is validated.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6થી 11 જૂન દરમિયાન 40°C–42.5°C તાપમાનની શક્યતા; 12મી–13મી જૂને ઘટાડો થવાની સંભાવના – ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા

ગુજરાતના તાપમાનના અવલોકનો (5 જૂન 2026)

ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલની આસપાસથી લઈને આશરે 1°C નોર્મલથી નીચે નોંધાયું હતું.

  • રાજકોટ: 40.6°C (નોર્મલ કરતાં 0.4°C વધુ)
  • ડીસા: 39.2°C (નોર્મલ કરતાં 1.3°C ઓછું)
  • અમરેલી: 40.1°C (નોર્મલ કરતાં 0.3°C વધુ)
  • અમદાવાદ: 41.3°C (નોર્મલ કરતાં 0.4°C વધુ)
  • વડોદરા: 39.4°C (નોર્મલ કરતાં 0.1°C વધુ)
  • સુરેન્દ્રનગર: 40.4°C (નોર્મલ કરતાં 1.3°C ઓછું)

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 39.5°C થી 40.5°C વચ્ચે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 41°C છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસાની 2026ની પ્રગતિ

IMDના મીડ ડે બુલેટિન મુજબ:

IMDના 6 જૂન 2026ના મીડ ડે બુલેટિન મુજબ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, સમગ્ર ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો તથા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ આગળ વધ્યું છે. ઉપરાંત, પશ્ચિમ મધ્ય, ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના વધુ વિસ્તારો તેમજ મિઝોરમ અને મણિપુરના કેટલાક ભાગોમાં પણ ચોમાસું આગળ વધ્યું છે.

ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) હાલમાં નીચે મુજબ પસાર થાય છે:

17.5°N/60°E, 17.5°N/65°E, 17°N/70°E, દેવગઢ, કોપ્પલ, અનંતપુરમુ, ચેન્નાઈ, 15.5°N/85°E, 20°N/89.5°E, આઇઝોલ અને 25°N/95°E.

આગામી 2–3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના કેટલાક વિસ્તારો, તમિલનાડુ અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના વિસ્તારો તેમજ પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્તારો અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

સરેરાશ સમુદ્ર સપાટીએ આવેલ મોસમી ટ્રફ (Seasonal Trough) હાલમાં સુરતગઢ, રોહતક, રીવા, રાંચી અને કેનિંગમાંથી પસાર થઈ ત્યારબાદ દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે.

ઉપર દર્શાવેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાના નકશા મુજબ પશ્ચિમ કિનારે ચોમાસું આશરે 8 અક્ષાંશ ડિગ્રી ઉત્તર તરફ આગળ વધ્યું છે, એટલે કે લગભગ 8°N થી 16.2°N સુધી. આ આશરે 880 કિલોમીટર જેટલી ઉત્તર દિશાની પ્રગતિ દર્શાવે છે.

જો કે, તેનો અર્થ એવો નથી કે આગામી દિવસોમાં પણ ચોમાસું આ જ ગતિએ આગળ વધશે. સામાન્ય પરિસ્થિતિમાં, IMDના મોન્સૂન નકશા મુજબ ચોમાસુ પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કર્યા બાદ બાકી ના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રિજિયન અને કચ્છમાં ચોમાસું આગળ વધે છે. આ ચોમાસુ બેસવાની પ્રક્રિયા સામાન્ય રીતે 14 જૂનથી 28 જૂનના સમયગાળામાં પૂર્ણ થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (6થી 13 જૂન 2026)

તાપમાન અંગે આગાહી

મહત્તમ તાપમાનમાં 6થી 8 જૂન દરમિયાન આશરે 1°Cનો વધારો થવાની અને ત્યારબાદ 9થી 11 જૂન દરમિયાન વધુ 1°Cનો વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહેવાની સંભાવના છે.

ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં 9થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 40.5°C થી 42.5°C વચ્ચે નોંધાવાની શક્યતા છે.

ત્યારબાદ 12મી અને 13મી જૂને તાપમાનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે.

પવનો

  • આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણપશ્ચિમ દિશાના પવનો રહેશે.
  • પવનની ઝડપ આશરે 10 કિમી/કલાકથી 35 કિમી/કલાક વચ્ચે રહેવાની શક્યતા છે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટી

આગાહી સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે.

વરસાદી કવરેજની આગાહી સમજીએ

IMD ના સવાર ના બુલેટિન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ગુજરાત રિજિયન માટે વરસાદી કવરેજની આગાહીમાં સમગ્ર સમયગાળા દરમિયાન આઇસોલેટેડ (Isolated)  વરસાદ દર્શાવવામાં આવ્યો છે.

આઇસોલેટેડ નો અર્થ એ થાય છે કે સંબંધિત વિસ્તારના આશરે 1% થી 25% વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. આ શબ્દ વરસાદના જથ્થા (માત્રા ) અંગે કોઈ માહિતી આપતો નથી.

અટલે કે, જો સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર 1% વિસ્તારમાં અને તે જ રીતે ગુજરાત પ્રદેશના માત્ર 1% વિસ્તારમાં વરસાદ થાય, તો પણ ઉપરોક્ત આગાહી માન્ય ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 6th June 2026

Forecast In Sanj Samachar Daily Dated 6th June 2026

 

2.6 77 votes
Article Rating
126 Add your comment here
Bharat Gamdha
Bharat Gamdha
12/06/2026 5:57 pm

Sir આ વરસે તડકા બોવ જ પડ્યા.

શું અલનીનો ની અસર છે.

ગરમી હોય પણ તડકા આટલા બધા નો પડે.

Place/ગામ
Mota vadala
Nishit
Nishit
12/06/2026 3:48 pm

Mari rya garmi bafara ma to. Continuous relentless pade che Jamnagar ma.

Place/ગામ
Jamnagar
Pansuriya Pratik
Pansuriya Pratik
12/06/2026 2:19 pm

તારીખ: 12 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર: – નૈઋત્યનું ચોમાસું આજે 12 જૂન 2026ના રોજ આગળ વધીને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના સંપૂર્ણ ભાગ, મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને બિહારના વધુ વિસ્તારો, તેમજ ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગો સુધી પહોંચી ગયું છે. – હાલ ચોમાસાની ઉત્તર સીમા (NLM) 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, કાલિંગપટ્ટનમ, પરાદીપ, બારિપાડા, પુરુલિયા, ધનબાદ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટકના બાકીના ભાગો, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્યપશ્ચિમ બંગાળની ખાડી, ઓડિશા,… Read more »

Place/ગામ
Rajkot
Mashhadi Tabish
Mashhadi Tabish
12/06/2026 12:15 pm

Ecmwf ane imd gfs to nindar ma jta rhya che
22 June Pachi bhi ekdum nabdi entry batave che chomasa ni

Place/ગામ
Ahmedabad Dholka
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Mashhadi Tabish
12/06/2026 4:42 pm

Haji 10 diwas to kaij nathi etle 21st June sudhi. 22nd ke 23rd June thi positive batade che atyare to joya rakho roj.

Place/ગામ
Vadodara
રાસડીયા અરવિંદ
રાસડીયા અરવિંદ
12/06/2026 11:49 am

Thanks સર બીજા કરતાં સુરેન્દ્રનગર હજુ સુધી સારું છે પહેલા સારો વરસાદ આવી ગયો ને હવે ગઈ કાલ થી કેનાલ ચાલુ થઈ અને 20 આજુબાજુ થી થોડો વરસાદ ચાલુ થઈ જાય એટલે ભયો ભયો

Place/ગામ
Limli
Suresh Sorathiya
Suresh Sorathiya
12/06/2026 11:09 am

બફારો તો ખુબજ છે પણ અશોકભાઈ આ રમકડા માં તો બધું થોડું થોડું આઘું જતું જાય એવું લાગી રહ્યું છે

Place/ગામ
Nikava
Jayesh patel
Jayesh patel
12/06/2026 10:42 am

Sir surat ma hal pavan ni speed bav j che dhimo kiyare thase

Place/ગામ
Navagam
Dilip bhai Shingala
Dilip bhai Shingala
12/06/2026 8:24 am

Vani kiyare thase te kho saheb tame bolo to bhagvan boliy arvi hu વરસોથી manu chu

Place/ગામ
Kharedi kalavad
J.k.vamja
J.k.vamja
12/06/2026 2:14 am

સર આ વર્ષે.. આ સમય માં જોવે તેવો બફારો નથી થતો .તો વાવણી લાયક વરસાદ થોડો મોડો થાય તેવું લાગે છે તમારું શું કેવું થાય

Place/ગામ
Matirala lathi amreli
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
12/06/2026 1:53 pm

luuu che saheb…….bafaro sav nathi……bhej ghate evu lage che

Place/ગામ
Bhayavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Retd Dhiren Patel
12/06/2026 8:04 pm

Luuuu…ratre થોડી hoy….ratre pan revatu nathi bhai
ઓથ ગરમી બવ છે

Place/ગામ
Visavadar
Vipul kakadiya
Vipul kakadiya
11/06/2026 11:18 pm

Sir many a badha modal ma ke biju kai ama jota avadtu nathi to vavni Layak varsad Kyre thasy.

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Vipul kakadiya
12/06/2026 7:58 am

Vavnilayak varsad 22 ke 23 June thi

Place/ગામ
Vadodara
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Krutarth Mehta
12/06/2026 1:55 pm

Magfadi no koto 5000 fute …….amuk pat mari dehe jojo ho…….tel mathi na javu pade!!!

Place/ગામ
Bhayvadar
Bipin patel
Bipin patel
11/06/2026 5:31 pm

Hi sar

Place/ગામ
Jambuda
Bharatbhai vora
Bharatbhai vora
11/06/2026 5:17 pm

નમસ્તે સર ગોંડલ વિસ્તારમાં 15 જૂન થી 20 જૂન ની વચ્ચે વાવણી લાયક વરસાદના સંજોગ છે કે નથી

Place/ગામ
Mahika nana. Ta. Gondal
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bharatbhai vora
11/06/2026 5:54 pm

Vavnilayak varsad 22nd June pachi aavse. Tya sudhi ekal dokal pre monsoon zapta aavi sake.

Place/ગામ
Vadodara
parva dhami
parva dhami
11/06/2026 3:57 pm

ECMWF FORECAST (00 UTC 11th June)

સૌરાષ્ટ્રમાં ૧૨ થી ૧૫ જૂન દરમિયાન હળવા pre-monsoon વરસાદની શક્યતા છે.

Place/ગામ
Rajkot
Jayesh patel
Jayesh patel
11/06/2026 3:49 pm

Km cho mitro mari peli comment

Place/ગામ
Navagam
Pansuriya Pratik
Pansuriya Pratik
11/06/2026 2:04 pm

તારીખ: 11 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – નૈઋત્યનું ચોમાસું આજે 11 જૂન, 2026 ના રોજ કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના વધુ કેટલાક ભાગોમાં, તામિલનાડુ અને પુડુચેરીના બાકીના તમામ ભાગોમાં, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, મધ્યપશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. – હાલ નૈઋત્યના ચોમાસાની ઉત્તર સીમા (NLM) 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, કલિંગપટ્ટનમ, 21.5°N/89°E, 23°N/90°E, રાયગંજ, 26°N/87°E, મધુબની અને 28.5°N/83°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના વધુ કેટલાક ભાગોમાં, કર્ણાટક,… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
11/06/2026 9:41 am

Chomasa e Maharashtra na Harnai ma break mari che. Peli baju BOB ni paankh agal chalta chek Siliguri sudhi agal chalyu gayu che chomasu. Apde have 2 ke 3 diwas ma agal vadhvani shakyata che etle Gujarat ma chomasu 22 ke 23 May thi besi sake.

Place/ગામ
Vadodara
Ankit shah
Ankit shah
Reply to  Krutarth Mehta
11/06/2026 12:48 pm

Gemini Response on arabian sea branch halt. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) જ્યારે ભારતમાં પ્રવેશે છે, ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ જાય છે: **અરબી સમુદ્રની શાખા (Arabian Sea Branch)** અને **બંગાળની ખાડીની શાખા (Bay of Bengal – BOB Branch)**. ઘણીવાર એવું બને છે કે અરબી સમુદ્રની શાખા અટકી (હાલ પૂરતી શાંત) જાય છે, જ્યારે બંગાળની ખાડીની શાખા ઝડપથી આગળ વધતી રહે છે. આ પાછળ મુખ્યત્વે **હવાનું દબાણ, ચક્રવાતની અસર અને સૂકા પવનો** જવાબદાર હોય છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે: ## ૧. હવાનું ઓછું દબાણ (Low-Pressure Pull) ચોમાસાના પવનો હંમેશા દરિયા પરના ભારે દબાણથી જમીન પરના હલકા (ઓછા) દબાણ તરફ… Read more »

Place/ગામ
Ahmedabad
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ankit shah
11/06/2026 4:40 pm

ઉપરાંત, ત્યાં આવેલી પહાડીઓ (જેમ કે મ્યાનમારની અરાકાન યોમા અને મેઘાલયની ટેકરીઓ) એક ગળણી (Funnel) જેવું કામ કરે છે, 
આ વાત બંગાળ ની ખાડી વાળી પાંખ આગળ વધવા માં થઇ
*અરબી સમુદ્રની શાખા કેમ અટકે છે?:** અરબી સમુદ્રની શાખા પાસે આવી કોઈ પહાડીઓનું કુદરતી પ્રોત્સાહન શરૂઆતમાં હોતું નથી.
આ વાત અરબી સમુદ્ર વાળી પાંખ ધીમી પડવા ની થઇ.
જો ડુંગરા કે એવી કોઈ ઉંચાઈ વાળી જગ્યા ની વાત થતી હોય તો અરબી સમુદ્ર કાંઠા તરફ ઘાટ એરિયા મોટો ગણાય. જે ચોમાસા દરમિયાન ઓફસોર ટ્રફ નુ કામ કરે છે .

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
11/06/2026 5:47 pm

યસ.. મોન્સૂન ઓફસોર ટ્રફ નો લાભ નથી મળતો.. પણ મૂળ વાત જનરલ ભારત ની છે. ખાસ કરી ને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી ના ઘાટ એરિયા ની જ્યાં ઘણા ડુંગરા છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Ankit shah
Ankit shah
Reply to  રામજીભાઈ કચ્છી.
11/06/2026 8:15 pm

Tamari vaat sachi chhe. પશ્ચિમ ઘાટ એક સીધી દીવાલ જેવો છે, જ્યારે નોર્થ-ઈસ્ટની પહાડીઓ ગળણી (V-Shape) જેવી છે. બંગાળની ખાડી (Funnel Effect): મેઘાલયની ગારો, ખાસી, જયંતિયા અને મ્યાનમારની અરાકાન યોમા પહાડીઓ એવી રીતે ગોઠવાયેલી છે કે પવનો તેમાં પ્રવેશીને ફસાઈ જાય છે અને તેમને ઉપર ચડવા સિવાય કોઈ રસ્તો નથી મળતો (માટે જ ચેરાપુંજી/માવસીનરામમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે). આ પહાડીઓ પવનોને રોકતી નથી, પણ તેમને આખા ઉત્તર ભારત તરફ ધકેલે (Redirect) છે. અરબી સમુદ્ર (Wall Effect): પશ્ચિમ ઘાટ એક સીધી દીવાલ હોવાથી તે પવનોને રોકીને કિનારા પર ભારે વરસાદ તો આપે છે, પણ તે પવનોને દેશની અંદર (Interior… Read more »

Place/ગામ
Ahmedabad
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ankit shah
11/06/2026 10:55 pm

અહીં ગુજરાત વેધર માં ચોમાસુ પરિબળ નુ ગુજરાતી અનુવાદ છે..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી.
રામજીભાઈ કચ્છી.
Reply to  Ashok Patel
12/06/2026 8:31 am

અંકિત ભાઈ…આ લિંક માં ચોમાસા ને પુછાતા પ્રશ્ન, કયા ક્યાં પરિબળ ચોમાસા માં ભાગ ભજવે એની સરળ ગુજરાતી માં સમજણ છે. પેઈજ ફેરવતા જઇયે એટલે બધુ જોવા મળશે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ
Ankit shah
Ankit shah
Reply to  રામજીભાઈ કચ્છી.
13/06/2026 3:09 pm

I know. Thanks.

Place/ગામ
Ahmedabad
Ankit shah
Ankit shah
Reply to  Krutarth Mehta
11/06/2026 4:23 pm

22-23 june, tme bhul thi May lakhyu chhe.

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ankit shah
11/06/2026 5:51 pm

Sorry Bhai typo mistake.. 22nd ke 23rd June thi chomasu besi sake

Place/ગામ
Vadodara
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
Reply to  Krutarth Mehta
11/06/2026 6:12 pm

May nahi june

Place/ગામ
Upleta
Rajesh Takodara
Rajesh Takodara
Reply to  Krutarth Mehta
12/06/2026 4:41 pm

Krutarth bhai 22 ke 23 may nahi June lakho may lakhai gayu che

Place/ગામ
Upleta
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
11/06/2026 9:23 am

નમસ્તેસરસોશિયલ મીડિયા ઘણા બધા આગાહી કરો ઓછો વરસાદ ઓછો વરસાદ એવી આગાહી પણ આવે છે અલ નીનો છે દુકાળ પડશે તેવૂપણ કહે છે તમે થોડુંક જણાવજો સર તેથી ખેડૂતો મુશ્કેલી માં નાપડે

Place/ગામ
ડુમિયાણી તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ
Hira kodiyatar
Hira kodiyatar
11/06/2026 12:37 am

Sar imd 4 vik apdet kyare thase?

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Jadav bhaupat naran
Jadav bhaupat naran
10/06/2026 11:14 pm

Sr jay shri krishna 24 tarikh pasi sudharo avse k please answer

Place/ગામ
Lathodra
Sunil patel
Sunil patel
10/06/2026 4:11 pm

Valsad. Umergam ma aje varsad chhe??

Place/ગામ
Rajkot
Naren Patel
Naren Patel
10/06/2026 3:17 pm

Monsoon no current MAP Jovo hoy to kya jovano?

Place/ગામ
Rajkot
Naren Patel
Naren Patel
Reply to  Ashok Patel
10/06/2026 5:52 pm

Ha pn sir aapni site par kya jova male?

Place/ગામ
Rajkot
Pansuriya Pratik
Pansuriya Pratik
10/06/2026 2:33 pm

તારીખ 10 જુન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – નૈઋત્ય ના ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, નંદ્યાલ, ચેન્નાઈ, 15.5°N/85°E, 22°N/90°E, 23.5°N/91°E, 25°N/90°E, સિલિગુરી અને 27.5°N/87.5°E પરથી પસાર થાય છે. – આગામી 3-4 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના બાકીના વિસ્તારો, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વધુ વિસ્તારો તેમજ પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે. પંજાબથી બિહાર સુધી લંબાયેલી મોસમી ટ્રફ (Seasonal Trough) હવે પંજાબથી ગંગીય પશ્ચિમ બંગાળ સુધી… Read more »

Place/ગામ
Rajkot
આંત્રોલિયા પોલા ભાઈ
આંત્રોલિયા પોલા ભાઈ
10/06/2026 12:02 pm

નમસ્તે સર, ECMWF – AIFS અને IFS માં શુ તફાવત હોય ?

Place/ગામ
માણેકવાડા ( માલ બાપા નું ) તા. કેશોદ
Vipul chauhan
Vipul chauhan
09/06/2026 6:47 pm

Lage se varsad 1 July sudhi Nahi that.

Place/ગામ
Bhavnagar
Pansuriya Pratik
Pansuriya Pratik
09/06/2026 2:06 pm

તારીખ: 09 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર મીડ ડે બુલેટિન  – નૈઋત્યનું ચોમાસું આજે 09 જૂન, 2026 ના રોજ પૂર્વોત્તર ભારતના બાકીના તમામ વિસ્તારો, સમગ્ર સિક્કિમ અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા (NLM) 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, કલબુર્ગી, નંદ્યાલ, ચેન્નાઈ, 15.5°N/85°E, 22°N/90°E, 23.5°N/91°E, 25°N/90°E, સિલિગુરી અને 27.5°N/87.5°E પરથી પસાર થાય છે. – આગામી 4 થી 5 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના બાકીના વિસ્તારો તથા દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, મધ્ય-પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Rajesh ponkiya
Rajesh ponkiya
09/06/2026 1:40 pm

જય શ્રી કૃષ્ણ સર અને બધા મિત્રોને
હવે ધીરે ધીરે કોલા માથી ગેસ ઓછો થતો જાય છે ‘ મહારાષ્ટ્ર વાળાને ટાઈમે બાટલો મળી જાસે ગુજરાત વાળા ને થોડુ મોળુ થાસે થોડોક સ્ટોક છે તે દ.ગુજરાત વાળા ને મળશે ‘ કચ્છ ‘સૌરાસ્ટ્ર વાળા ને વાર લાગશે હોર્મુંઝ ની ખાડી નળે છે

Place/ગામ
પાટણવાવ - તા. ધોરાજી
pratap odedra
pratap odedra
08/06/2026 7:07 pm

Sir,kola imdgfs & bharat fs aje kem update nathi thaya Haji…?

Place/ગામ
Jamraval,dwarka
Last edited 1 month ago by pratap odedra
Bhavesh patel
Bhavesh patel
08/06/2026 5:26 pm

Hello sir, tamare kapas ane mugfali nu vavtar thayu ke varsad adharit baki che ?

Place/ગામ
Dhoraji
bhimashi kandoriya
bhimashi kandoriya
08/06/2026 4:19 pm

સાહેબ વાવણી ના વરસાદ નુ થોડુ આગતરું અનુમાન આપો

Place/ગામ
Chauta kutiyana
જાડેજા સંજયસિંહ
જાડેજા સંજયસિંહ
Reply to  Ashok Patel
10/06/2026 7:22 pm

સાહેબ યુ ટૂબ વાળા ઉપર ભરોસો નથી તમારી આગાહી નો સિકો નો લાગે ત્યાં સુધી બધું નકામું
મહેરબાની કરી થોડુંક આગોતરું કંઈક પ્રકાશ પાડો તૉ નિરાંત થાય

Place/ગામ
Malnka
Pansuriya Pratik
Pansuriya Pratik
08/06/2026 2:00 pm

તારીખ : 08 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ-ડે બુલેટિન – નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્ર તથા મધ્યપૂર્વ અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના વધુ વિસ્તારો તેમજ તેલંગાણાના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હર્ણાઈ, સોલાપુર, કલબુર્ગી, નંદ્યાલ, ચેન્નાઈ, 15.5°N/85°E, 22°N/90°E, કૈલાશહર, લામડિંગ, નોર્થ લખીમપુર અને 29°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુના બાકીના વિસ્તારો, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, મધ્યપશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વધુ વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ… Read more »

Place/ગામ
Rajkot
Bhavin mankad
Bhavin mankad
08/06/2026 11:51 am

આભાર સાહેબ નવી અપડેટ માટે
સાહેબ તમારું અકિલા ન્યૂઝ ની લિંક ખૂલતી નથી

Place/ગામ
Jamnagar
Anand raval
Anand raval
08/06/2026 11:03 am

Good morning sir..sir 14 pacchi je model ma batave che…te haji rahase ke change thaya rakhse…ke haji..2,3 day no wait karya pacchi sacho andaj avi sake..thodo Prakash padjo…haji bija model aekjut thata nathi .. please answer apjo

Place/ગામ
Morbi
Ankit shah
Ankit shah
08/06/2026 10:35 am

Sir je paribado indian monsoon ne affect kare chhe ema koe bhul hoy to sudhar jo. Aa badha na knowledge mate karu chhu. Niche nu list me Google search ane AI response mathi banavyu chhe etle bhool hoy sake chhe. Niche nu badhu Google ane AI response chhe.AI response and research data combined. Land heating(That and North India) HimalayasTibetan Plateau Arabian SeaBay of Bengal ENSO (El Niño/La Niña) Indian Ocean Dipole Jet streams Monsoon depressions Snow cover Intraseasonal oscillations Climate change ભારતીય ચોમાસા (મોન્સૂન) પર અસર કરતા અગાઉ જણાવેલા 12 પરિબળો મુખ્ય છે, પરંતુ તે સંપૂર્ણ યાદી નથી. હકીકતમાં ચોમાસા… Read more »

Place/ગામ
Ahmedabad
Last edited 1 month ago by Ankit shah
ભરત ભાઈ સોમૈયા
ભરત ભાઈ સોમૈયા
Reply to  Ankit shah
08/06/2026 4:02 pm

ખુબ સરસ માહિતી.. કુદરત ને સમજવા નો પ્રયત્ન..

Place/ગામ
આમરણ/મોરબી
Krutarth Mehta
Krutarth Mehta
07/06/2026 5:31 pm

Mara abhyas mujab Gujarat ma chomasu 20th June pachij besi sake. Tya sudhi aavuj gharmi ane bafara nu vatavaran rese.

Place/ગામ
Vadodara
Pansuriya Pratik
Pansuriya Pratik
07/06/2026 3:07 pm

તારીખ: 07 જૂન 2026 આજની હવામાન પરિસ્થિતિ (ભારતીય હવામાન વિભાગ અનુસાર) – નૈઋત્યના ચોમાસાની પ્રગતિ – નૈઋત્યનું ચોમાસું આજે, 07 જૂન 2026ના રોજ, મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારો, સમગ્ર ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારો, સમગ્ર નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ તેમજ ત્રિપુરા, આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે. – ચોમાસાની ઉત્તરીય સીમા (Northern Limit of Monsoon – NLM) હાલ 17.5°N/60°E, 17.5°N/65°E, 17°N/70°E, દેવગઢ, કોપ્પલ, અનંતપુરમુ, ચેન્નઈ, 15.5°N/85°E, 22°N/90.0°E, કૈલાશહર, લામડિંગ, ઉત્તર લખીમપુર અને 29°N/95°Eમાંથી પસાર થાય છે. – આગામી 3 થી 4 દિવસ દરમિયાન નૈઋત્યના ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ… Read more »

Place/ગામ
Rajkot
Prasad
Prasad
07/06/2026 2:25 pm

Hello sir …. Good Afternoon…
Sir ek vaat puchvi hati lagbhag koi ek model majorly positive hoy to bija model pan 50% positive hoy but hamna je latest updates che models ni ena pramane imd gfs & imd bharat gfs ghano varsad batave che gujrat par … but bija koi model isolated pan nai batavta aatlo vast deference pehli vaar joyo …. aavu kem ?

Place/ગામ
Vadodara
Divyesh Virani
Divyesh Virani
Reply to  Ashok Patel
07/06/2026 3:00 pm

Haji to nathi thyu mare to 6 tarkhnu batave che sir

Place/ગામ
Jamnagar
pratap odedra
pratap odedra
Reply to  Ashok Patel
07/06/2026 7:25 pm

Ha update thayu che & positive imd GFS baju te pan haliyu che

Place/ગામ
Jamraval,dwarka
Prasad
Prasad
Reply to  Ashok Patel
08/06/2026 8:38 am

Sorry sir for late reply…. mai joyu hatu tyare to 6th June ni j update hati pachi amna joyu tyare 7th June ni pan positive che …. have aaje pan check karis

Place/ગામ
Vadodara
salla darshak
salla darshak
07/06/2026 12:39 pm

Atyare IMD GFS 12 thi 18 ma sara round btave che ane KoLa ECMWF ma koi shakyta nai
sir aam virodhabash ma kayu sachu che ??

Place/ગામ
Sanand
Karmur bhikhu
Karmur bhikhu
Reply to  Ashok Patel
07/06/2026 1:36 pm

Sir lagtu nathi atalo badho diffrance rahe
Hall ecmwf vadhare sasot ryu che
Hal tema Koi sakyta nathi batavta.
Baki hari kare khari

Place/ગામ
Kothavistri khambhaliya dwarka
parva dhami
parva dhami
Reply to  salla darshak
07/06/2026 6:29 pm

IMD GFS and Bharat FS cyclone formation dekhade chhe je Gujarat par aavtu dekhay che
Baki koi models evu dekhadta nathi.

Place/ગામ
Rajkot
Dankhara Himmat
Dankhara Himmat
07/06/2026 11:39 am

આજનું કોલા ચાર્ટ જોતા આવતી અપડેટ્સ પોઝીટીવ આવી શકે છે

Place/ગામ
સીદસર (ભાવનગર)
Haresh bhai Mer
Haresh bhai Mer
07/06/2026 11:17 am

Saheb Imd GFS varsad batave 6

Place/ગામ
Jalalpur
Kishan
Kishan
07/06/2026 10:47 am

Sirji, what about EL Nino effect this season..would like to know your conclusion please

Place/ગામ
Rajkot
Divyesh Hapliya
Divyesh Hapliya
07/06/2026 10:40 am

Sir imf GFS 700hp chart jota 14 jun kaik shara samachar made evu lagi rahyu che

Place/ગામ
Rajkot
Divyesh Hapliya
Divyesh Hapliya
Reply to  Ashok Patel
07/06/2026 1:11 pm

આભાર

Place/ગામ
Rajkot
Sunil
Sunil
07/06/2026 10:31 am

Sir Imd to aaje full mood ma aavyu 15 16 tarikh ma.. GFS ecmwf Ma Haji Kay che nahi.. to ketli shakyata samajvi

Place/ગામ
Junagadh
Last edited 1 month ago by Sunil
Sagar Bhalodi
Sagar Bhalodi
07/06/2026 8:09 am

ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે તો ગુજરાત માં સમયસર ચોમાસુ બેસી શકે છે?

Place/ગામ
મોવિયા, ગોંડલ
Krutarth Mehta
Krutarth Mehta
07/06/2026 1:02 am

Atyare je zameen par na garam suka pawano aavi rahya che e dhima pade toj BOB na chomasa na pawano majboot bane ane chomasu agal vadhi sake

Place/ગામ
Vadodara
Bipin Savjani
Bipin Savjani
06/06/2026 10:18 pm

Vegaris whether

Place/ગામ
Kandivali Mumnai
599433
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
06/06/2026 8:17 pm

Ashokbhai surat ma premonsoon no varsad ek vaar thayo ha ve chomasu aave a pahla 3-4 divas kadaka sathe varsad tha ti hoy che te kyare tha se?

Place/ગામ
Surat
Umesh Ribadiya
Umesh Ribadiya
06/06/2026 2:43 pm

સામાન્ય રીતે આ સમયે ગરમી ઉકળાટ બફારો હોય એ કોમન બાબત હોય છે.પરંતુ તાપમાન નોર્મલ છે, ખાસ કઈ વરસાદી વાતાવરણ નથી. છતાં પણ અસહ્ય ગરમી!! વર્ષ 2024 જેવી જ ગરમી છે.વર્ષ 2024 મા વરસાદ પણ ખૂબ સારો હતો.
આ પ્રકારનું ગરમ વાતાવરણ પણ સારા વરસાદનું એક પરિબળ હોય શકે..

Place/ગામ
Visavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
08/06/2026 1:09 pm

North ind ma tava fry thavo joye aa samaye………pan tya kara pade che…….daya kuch to gadbad hai.

Place/ગામ
Bhayavadar
Pansuriya Pratik
Pansuriya Pratik
06/06/2026 2:20 pm

તારીખ 06 જૂન 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ-ડે બુલેટિન – નૈઋત્યનું ચોમાસું આજે, 06 જૂન 2026 ના રોજ મધ્ય પશ્ચિમ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, કર્ણાટક, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી, મધ્ય પશ્ચિમ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો, સમગ્ર મધ્ય પૂર્વ બંગાળની ખાડી તેમજ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, મિઝોરમ અને મણિપુર સુધી આગળ વધ્યું છે. – નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 17.5°N/60°E, 17.5°N/65°E, 17°N/70°E, દેવગઢ, કોપ્પલ, અનંતપુરમુ, ચેન્નાઈ, 15.5°N/85°E, 20°N/89.5°E, આઈઝોલ અને 25°N/95°E પરથી પસાર થાય છે. – આગામી 2 થી 3 દિવસ… Read more »

Place/ગામ
Rajkot
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
Reply to  Pansuriya Pratik
08/06/2026 12:09 pm

Comment ni sijan chalu thi

Place/ગામ
Dhamel ta lathi. D amreli
Naresh gojiya
Naresh gojiya
Reply to  Gohil Devrat Sinh Vanraj Sinh
11/06/2026 4:13 pm

અશોક કાકા હવે આશા નથી તમે અપડેટ આપો દુષ્કાળ જેવા એંધાણ દેખાઈ 1 7 2026 સુધી કઈ દેખાતું નથી

Place/ગામ
Sutariya