Minimum Temperatures Expected to Range from Below Normal to Above Normal, While Maximum Temperatures Remain Near to Above Normal Across Saurashtra, Gujarat & Kutch During 6–13 November 2026
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6થી 13 નવેમ્બર 2026 દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં નીચાથી નોર્મલ કરતાં ઊંચું રહેવાની શક્યતા, જ્યારે મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ કરતાં ઊંચું રહેવાની શક્યતા
Current Weather Conditions — 6 November 2026
On 5 November, maximum temperatures were mostly near normal to above normal across Saurashtra, Gujarat and Kutch, generally ranging from normal to 2.5°C above normal.
Minimum temperatures, however, showed considerable variation across different weather stations in Gujarat, ranging from 2.5°C below normal to 2.5°C above normal.
Minimum Temperatures Recorded on 6 November 2026
The following temperatures were recorded at selected centers:
- Ahmedabad: 20.8°C (1.8°C above normal)
- Amreli: 17.8°C (1.4°C below normal)
- Vadodara: 17.0°C (2.7°C below normal)
- Bhuj: 21.6°C (1.7°C above normal)
- Rajkot: 18.6°C (2.1°C below normal)
- Deesa: 20.4°C (2.6°C above normal)
Forecast for Saurashtra, Gujarat & Kutch — 6–13 November 2026
Maximum Temperature: The normal maximum temperature across the region is currently around 35°C. Maximum temperatures are expected to remain near normal to above normal throughout the forecast period.
Minimum Temperature: The current normal minimum temperature is around 20°C at most centres, while Ahmedabad and Amreli have a normal of 19°C and Deesa 18°C.
Minimum temperatures are expected to remain broadly within the present range during the forecast period, with considerable local variation around normal. A marginal decrease in minimum temperatures is expected towards 13 November.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6થી 13 નવેમ્બર 2026 દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં નીચાથી
નોર્મલ કરતાં ઊંચું રહેવાની શક્યતા, જ્યારે મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઊંચું રહેવાની શક્યતા
વર્તમાન હવામાનની સ્થિતિ — 6 નવેમ્બર 2026
5 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન મોટાભાગે નોર્મલ અથવા નોર્મલ થી 2.5°C ઊંચું રહ્યું હતું.
જોકે, ગુજરાતનાં વિવિધ હવામાન મથકો પર લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં 2.5°C નીચાથી 2.5°C ઊંચા સુધી નોંધાયું હતું.
6 નવેમ્બર 2026ના રોજ નોંધાયેલ લઘુત્તમ તાપમાન
પસંદગીનાં હવામાન મથકો પર નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું:
- અમદાવાદ: 20.8°C (સામાન્ય કરતાં 1.8°C ઊંચું)
- અમરેલી: 17.8°C (સામાન્ય કરતાં 1.4°C નીચું)
- વડોદરા: 17.0°C (સામાન્ય કરતાં 2.7°C નીચું)
- ભુજ: 21.6°C (સામાન્ય કરતાં 1.7°C ઊંચું)
- રાજકોટ: 18.6°C (સામાન્ય કરતાં 2.1°C નીચું)
- ડીસા: 20.4°C (સામાન્ય કરતાં 2.6°C ઊંચું)
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી — 6થી 13 નવેમ્બર 2026
મહત્તમ તાપમાન: હાલમાં સમગ્ર પ્રદેશમાં નોર્મલ મહત્તમ તાપમાન આશરે 35°C છે. આગાહીના સમગ્ર સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ કરતાં ઊંચું રહેવાની શક્યતા છે.
લઘુત્તમ તાપમાન: હાલમાં મોટાભાગનાં હવામાન મથકો માટે નોર્મલ લઘુત્તમ તાપમાન આશરે 20°C છે, જ્યારે અમદાવાદ અને અમરેલી માટે 19°C તથા ડીસા માટે 18°C છે.
આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન હાલની આસપાસની મર્યાદામાં રહેવાની શક્યતા છે. જોકે, અલગ-અલગ સ્થળોએ નોર્મલ તાપમાનની સરખામણીએ નોંધપાત્ર સ્થાનિક તફાવત જોવા મળી શકે છે. 13 નવેમ્બરની આસપાસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th November 2026
Forecast In Sanj Samachar Daily Dated 6th November 2026

Thanks for new update sir
Thanks sir for new apdet
તારીખ: 06 નવેમ્બર 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આશરે 78°E અને 28°N થી ઉત્તર તરફ છે. એક UAC પૂર્વ તેલંગાણા અને લાગુ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી પર છે. દક્ષિણ આસામ અને લાગુ બાંગ્લાદેશ પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Thenkyu sir 15 navember Thi 1 February nu tapman Kevu rahese normal Karta nichu k unchu gaya varse to shiyalo noto aavyo Aa vakhte avse kevi thandi padse thoduk tuko javab Apo sakya hoy to
Haal taapmaan normal thi nichu chhe amuk centero ma and amuk ma unchu.
Kramask time jaay em nichu aavatu hoy Nyunttam taapmaan.
Thanks for update sir