Maximum Temperatures Below Normal; Likely to Rise to Normal and Turn Above Normal from 25th–27th March 2026

Maximum Temperatures Below Normal; Likely to Rise to Normal and Turn Above Normal by ~2°C During 25th–27th March 2026

મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ઓછું; આવતા દિવસો માં નોર્મલ આસપાસ અને ત્યારબાદ 25થી 27 માર્ચ 2026 દરમિયાન નોર્મલ કરતાં 2°C વધુ થવાની શક્યતા

Weather Update: 23rd March 2026


Key Highlights
Maps are updated today 30th March 2026 @ 2.00 pm.

• Relief from hot weather continues over Saurashtra, Gujarat & Kutch.

• The current normal maximum temperatures are in the range of 37°C to 38°C. However, most centres are recording temperatures 1°C to 2°C below normal.

• Maximum temperatures are expected to rise towards normal and increase further during 25th–27th March 2026, possibly becoming ~2°C above normal.

• A slight drop in maximum temperatures by 1°C to 2°C is likely during 28th–29th March, accompanied by an increase in afternoon/evening humidity.

• There is a possibility of scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch towards the end of March. ECMWF and NOMAD GFS forecast maps will be updated regularly to monitor this evolving situation.


Notable Maximum Temperatures on 22nd March 2026

  • Rajkot: 36.5°C (1.0°C below normal)
  • Ahmedabad: 36.0°C (1.2°C below normal)
  • Vadodara: 35.8°C (2.0°C below normal)
  • Deesa: 35.3°C (1.0°C below normal)
  • Gandhinagar: 35.4°C (3.0°C below normal)
  • Bhuj: 35.7°C (1.0°C below normal)

Outlook for Saurashtra, Gujarat & Kutch

Period: 23rd to 30th March 2026


🌡️ Temperature Trend

• Daytime temperatures are currently running below normal.

• Maximum temperatures are expected to rise and reach near normal by 24th March.

• Temperatures may further increase to around 37.5°C to 39.5°C during 25th–27th March across most parts of the region.

• A marginal fall of 1°C to 2°C is likely during 28th–29th March, along with rising humidity levels.


💨 Wind Conditions

• Winds over Saurashtra, Kutch & Gujarat are expected to be in the range of 10–20 km/h over the next few days.

• Winds across the region are likely to strengthen around 27th–28th March, reaching 15–25 km/h, with gusts up to 35 km/h.


🌧️ Unseasonal Rain Watch

• The weather expected to be unstable in adjoining Regions of Gujarat State for multiple days during the forecast period.
• There is a possibility of isolated to scattered unseasonal rain over Saurashtra, Gujarat & Kutch towards the end of March (around 29th–30th).
• The situation will be closely monitored using ECMWF and NOMAD GFS forecast models, and updates will be provided as needed.


Unseasonal Rain Possibility Status Maps Updated 30th March 2026 02.00 pm

(For Saurashtra, Gujarat & Kutch – around 29th/30th March)

માવઠાની શક્યતા દર્શાવતા નકશા અપડેટ થયા 30-03-2026 02.00 pm

(સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ – 29/30 માર્ચ આસપાસ)

મહત્તમ તાપમાન નોર્મલ કરતાં ઓછું; આવતા દિવસો માં નોર્મલ આસપાસ અને ત્યારબાદ 25થી 27 માર્ચ 2026 દરમિયાન નોર્મલ કરતાં 2°C વધુ થવાની શક્યતા

Weather Update: 23 માર્ચ 2026


મુખ્ય મુદ્દા (Key Highlights)

• સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ગરમીથી રાહત યથાવત છે.

• હાલ નોર્મલ મહત્તમ તાપમાન 37°C થી 38°C વચ્ચે ગણાય. જોકે, મોટાભાગના કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 1°C થી 2°C ઓછું નોંધાઈ રહ્યું છે.

• બેક દિવસમાં મહત્તમ તાપમાન નોર્મલ તરફ વધીને ત્યારબાદ 25થી 27 માર્ચ 2026 દરમિયાન નોર્મલ કરતાં આશરે 2°C વધુ થવાની શક્યતા છે.

28થી 29 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાનમાં ફરીથી 1°C થી 2°C ઘટાડો થવાની શક્યતા છે, સાથે બપોર/સાંજના ભેજમાં વધારો થશે.

• માર્ચના છેલ્લા દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠાની શક્યતા છે. ECMWF અને NOMAD GFS ના વરસાદના નકશા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.


22 માર્ચ 2026ના નોંધપાત્ર મહત્તમ તાપમાન

  • રાજકોટ: 36.5°C (નોર્મલ કરતાં 1.0°C ઓછું)
  • અમદાવાદ: 36.0°C (નોર્મલ કરતાં 1.2°C ઓછું)
  • વડોદરા: 35.8°C (નોર્મલ કરતાં 2.0°C ઓછું)
  • ડીસા: 35.3°C (નોર્મલ કરતાં 1.0°C ઓછું)
  • ગાંધીનગર: 35.4°C (નોર્મલ કરતાં 3.0°C ઓછું)
  • ભૂજ: 35.7°C (નોર્મલ કરતાં 1.0°C ઓછું)

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગાહી

સમયગાળો: 23 થી 30 માર્ચ 2026


🌡️ તાપમાન વલણ

• હાલ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ કરતાં ઓછું ચાલી રહ્યું છે.

24 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન નોર્મલ નજીક પહોંચશે.

25થી 27 માર્ચ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C સુધી પહોંચવાની શક્યતા છે.

28થી 29 માર્ચ દરમિયાન તાપમાનમાં ફરીથી 1°C થી 2°C ઘટાડો થવાની શક્યતા છે, સાથે ભેજમાં વધારો થશે.


💨 પવનની સ્થિતિ

• કચ્છ અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પવનની ઝડપ આગામી દિવસોમાં 10–20 કિમી/કલાક રહેવાની શક્યતા છે.

• સમગ્ર વિસ્તારમાં 27થી 28 માર્ચ આસપાસ પવનની ઝડપ વધીને 15–25 કિમી/કલાક થઈ શકે છે, અને ઝાટકાઓ (gusts) 35 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.


🌧️ માવઠાની શક્યતા (સાવચેતી/રખોલુ)

• ગુજરાતની આસપાસના રાજ્યોમાં હવામાન પરિસ્થિતિ અવાર નવાર અસ્થિર રહેવાની શક્યતા છે.

• માર્ચના છેલ્લા દિવસોમાં (29થી 30 માર્ચ આસપાસ) સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠાની શક્યતા છે.

• પરિસ્થિતિનું મૂલ્યાંકન ECMWF અને NOMAD GFS મોડલ્સ દ્વારા કરવામાં આવશે અને સમયાંતરે અપડેટ આપવામાં આવશે.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd March 2026

Forecast In Sanj Samachar Daily Dated 23rd March 2026

 

4.8 15 votes
Article Rating
Subscribe
Notify of
guest
66 Add your comment here
Inline Feedbacks
View all comments
Kaushal Acharya
Kaushal Acharya
03/04/2026 1:50 pm

Haas site chalu thai 🙂 haha
Mja noti aavti 🙂
Kevutu a j k saras thndak vadu vatavaran che ane mja aave che 🙂

Place/ગામ
Amdavad
Babu Ramavat
Babu Ramavat
03/04/2026 1:40 pm

aje khetar ma Pani bharai Evo varsad che
sir

Place/ગામ
Nana ashota tal. Jam khambhaliya
Yashvant bhai
Yashvant bhai
03/04/2026 1:21 pm

Gondal ma atyare pavan sathe hadvo varsad chlu che.

Place/ગામ
Gondal
Bharatbhai.
Bharatbhai.
31/03/2026 10:27 pm

સર હવે આવતા દિવસોમા માવઠા ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Kd patel
Kd patel
31/03/2026 9:48 pm

Sir Imd 4 week updet karo

Place/ગામ
Makhiyala ta junagadh
Prakash
Prakash
31/03/2026 7:38 pm

Sir hamna 3-4 days saurashtra ni air quality under 30 hati to a morbi udhyog bad hova na lidhe hase ?

Place/ગામ
Movan
J.k.vamja
J.k.vamja
31/03/2026 2:55 pm

આ વાદળ છાયું વાતાવરણ કેટલા સમય સુધી રહેશે

Place/ગામ
Matirala lathi amreli
Pratik Pansuriya
Pratik Pansuriya
31/03/2026 2:13 pm

તારીખ 31 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ વિભાગ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, અને મીડ લેવલ માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 26°N થી ઉત્તર તરફ છે.  – એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  – ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનુ UAC હવે પૂર્વ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »

Place/ગામ
Rajkot
Rajesh Ponkiya
Rajesh Ponkiya
31/03/2026 10:51 am

જય શ્રી કૃષ્ણ સર , આ વખતે ઉનાળા માં ચોમાસુ ઘુસી ગયુ હોય એમ એક પછી એક WD બન્યા રાખે છે , આખા ભારત માં હજી ઘણા દિવસો માવઠા થસે એવુ લાગી રહ્યું છે

Place/ગામ
પાટણવાવ - તા : ધોરાજી
nik raichada
nik raichada
30/03/2026 11:31 pm

Aaj Udaipur City , Rajasthan ma savare hdvo varsad pdyo.

Place/ગામ
Udaipur City , Rajasthan
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
30/03/2026 7:42 pm

Aaje saro avo 15 mm jetlo kadaka bhadaka shathe varshad thayo

Place/ગામ
Dhamel ta lathi
Gordhan panseriya
Gordhan panseriya
30/03/2026 4:27 pm

Sr.3 4 tarikhe Ecmwf modlto saro vrsadbtave to ketla tka saasu gnvu plij ansr sr.

Place/ગામ
Amblgdh
Pratik Pansuriya
Pratik Pansuriya
30/03/2026 2:47 pm

તારીખ 30 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ઈરાન અને લાગુ કેસ્પિયન સમુદ્ર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.4 કિમીની વચ્ચે છે અને લોઅર થી અપર લેવલ સુધી ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 20°N થી ઉત્તર તરફ છે.  – ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પંજાબ અને લાગુ હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  – એક ટ્રફ પંજાબ અને લાગુ હરિયાણા પર… Read more »

Place/ગામ
Rajkot
Gohil Devrat Sinh Vanraj Sinh
Gohil Devrat Sinh Vanraj Sinh
30/03/2026 11:58 am

Aagala ghana divasho vatavaran ashthir raheshe!

Place/ગામ
Dhamel ta lathi
Bhavesh Kanjaria
Bhavesh Kanjaria
30/03/2026 8:33 am

Aaj paschimi Saurashtra ne sara eva mavtha na sanket

Place/ગામ
Nathuvdla
Pratik Pansuriya
Pratik Pansuriya
29/03/2026 3:05 pm

તારીખ 29 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ઈરાન અને લાગુ કેસ્પિયન સમુદ્ર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 9.4 કિમીની વચ્ચે છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 57°E અને 23°N થી ઉત્તર તરફ છે. – એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  – એક ટ્રફ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન પર રહેલા ઉપરોક્ત UAC થી ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો સુધી લંબાઈ છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
28/03/2026 9:33 pm

3 April sudhima saurastra kachha gujarat ma saru aevu mavathu thai tevi sakyata.

Place/ગામ
Makhiyala ta junagadh
Krutarth Mehta
Krutarth Mehta
28/03/2026 5:06 pm

Dt 29th & 30th March na farithi mavtha ni shakyata

Place/ગામ
Vadodara
Chaudhary Paresh
Chaudhary Paresh
Reply to  Krutarth Mehta
29/03/2026 12:13 pm

7 mi April th kevu rahese gami kyar chalu thase

Place/ગામ
Paldi ta visnagar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Chaudhary Paresh
30/03/2026 12:05 am

E haji aagotru kehvay pan 7th April sudhi vatavaran ma asthirtha rese, kyak kyak mavthu Thai sake che ane hamna 10th April sudhi heatwave na chances ocha che. Normal taapmaan rese 35 to 38 degree ma.

Place/ગામ
Vadodara
Pratik Pansuriya
Pratik Pansuriya
28/03/2026 2:25 pm

તારીખ 28 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – લોઅર થી અપર લેવલ સુધી પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૯.૪ કિમીની વચ્ચે આશરે ૮૬°E, અને ૨૩°N થી ઉત્તર તરફ છે.  – પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તારો પર નું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર ઈરાન અને લાગુ કેસ્પિયન સમુદ્ર પર UAC તરીકે છે અને તે સરેરાશ સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ અને ૯.૪ કિમી વચ્ચે છે.  – એક UAC મધ્ય આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી સુધી વિસ્તરે છે.  – ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના… Read more »

Place/ગામ
Rajkot
Ravish
Ravish
28/03/2026 8:43 am

Hello Sir, which is more trusted gfs perception model or nomads perception model?
as in gfs perception model its not showing rain over Saurashtra between 29 to 30?

Place/ગામ
Rajkot
Ravish
Ravish
Reply to  Ashok Patel
28/03/2026 4:40 pm

Thank you

Place/ગામ
Rajkot
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
28/03/2026 7:23 am

જય માતાજી…..અશોકભાઈ
ઘણા સમય થી એક પ્રશ્ન મન માં છે જો તમને યોગ્ય લાગે તો જવાબ આપશો.
અરબસાગર માં ઓમાન પાસે છેલ્લા ઘણા દિવસોથી એક સર્ક્યુલેશન છે જે ચોમાસા ના સરક્યુલેશન થી અવળી દિશા માં ફરે છે, શું આના લીધે વારંવાર wd આવી રહ્યા છે ?
અરબસાગર માં આ અગાઉ આવા વિરુદ્ધ દિશા માં ફરતા સરક્યુલેશન થયા હતા

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
Reply to  Ashok Patel
29/03/2026 7:30 am

જય માતાજી
આભાર

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar
Bhavin mankad
Bhavin mankad
27/03/2026 8:04 pm

2 divas thi full pavan fukay che pacho taap pan vadhare hato aje dhud ude che badhe bavj

Place/ગામ
Jamnagar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
27/03/2026 3:49 pm

સર ecmfw 15 Day chart?

Place/ગામ
Motimard
Pratik Pansuriya
Pratik Pansuriya
27/03/2026 1:48 pm

તારીખ 27 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હાલમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં એક ટ્રફ તરીકે જોવા મળી રહ્યું છે, જેનો અક્ષ સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી ઉપર આશરે લોંગિટ્યુડ ૭૬°E સાથે અને અક્ષાંશ ૩૨°N ની ઉત્તરે આવેલો છે. – એક નવું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને આસપાસના વિસ્તારમાં UAC તરીકે જોવા મળી રહ્યું છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ થી ૭.૬ કિમીની વચ્ચે વિસ્તરેલું છે. – એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી ઉપર ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી ચાલી રહી છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની સંલગ્ન મધ્ય પાકિસ્તાન પરનું UAC આ ટ્રફમાં… Read more »

Place/ગામ
Rajkot
Dipak
Dipak
26/03/2026 7:01 pm

સર હજી તો 4 5 તારીખ આજુ બાજુ પણ જોખમ વાળુ લાગે સે

Place/ગામ
Nanimal ta palitana
Pratik Pansuriya
Pratik Pansuriya
26/03/2026 2:12 pm

તારીખ 26 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમીની ઉંચાઈ એ આશરે 74°E અને 34°N થી ઉત્તર તરફ છે.  – એક UAC દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક UAC મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫… Read more »

Place/ગામ
Rajkot
Gautam Panara
Gautam Panara
26/03/2026 1:43 pm

આ માવઠા માં પવન નું જોર અને વરસાદ નું પ્રમાણ કેવું રહેશે???.
ગયા વખતે તો પવન ભૂકા બોલાવે તેવો હતો.

Place/ગામ
મોરબી
Jaydeep gadhavi
Jaydeep gadhavi
25/03/2026 10:02 pm

Saheb aaje bhuj madhapar ane simit vistar ma japtu padyu e kaya paribado na karne?

Place/ગામ
Vill at raydhanpar taluka bhuj kutchh gujrat
Jaydeep gadhavi
Jaydeep gadhavi
Reply to  Ashok Patel
26/03/2026 5:44 pm

Ok thank you sir

Place/ગામ
Vill at raydhanpar taluka bhuj kutchh gujrat
Jaydeep Rajgor
Jaydeep Rajgor
25/03/2026 4:08 pm

Sir hmna je vadal thay che e kas katra ma ganay ke nai?

Place/ગામ
Mandvi kutch
Jadav Bhupat Naran
Jadav Bhupat Naran
25/03/2026 3:10 pm

Jay shri krishna saheb maliya hatnam taluka ma varsad ni sakiyata ketli ganvi please abshar

Place/ગામ
Lathodra
Pratik Pansuriya
Pratik Pansuriya
25/03/2026 2:09 pm

તારીખ 25 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમી વચ્ચે છે.  – એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  – એક ટ્રફ મરાઠવાડાથી ઉત્તર આંતરિક કર્ણાટક થય ને દક્ષિણ કોસ્ટલ કર્ણાટક સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  – એક ટ્રફ ગંગીય પશ્ચિમ બંગાળથી ઓડિશા થય ને દક્ષિણ છત્તીસગઢ સુધી લંબાઈ છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
24/03/2026 10:57 pm

Thanks For New Update… Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam. Movana Tal. Keshod Dist. Junagadh
Pratik Pansuriya
Pratik Pansuriya
24/03/2026 2:09 pm

તારીખ 24 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.  – એક UAC મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે.  – એક ટ્રફ મધ્ય પ્રદેશના મધ્ય ભાગો પર રહેલા UAC થી વિદર્ભ અને મરાઠવાડા થય ને ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે.  – લોઅર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી નીચલા સ્તરના પશ્ચિમ… Read more »

Place/ગામ
Rajkot
Chaudhary Paresh
Chaudhary Paresh
24/03/2026 1:50 pm

sar a vadar sayu vatavran kya sudhi rahese

Place/ગામ
paldi ta visnagar
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
24/03/2026 9:47 am

Aaje fari vadal chhayu vatavarn chhe

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
વીરાભાઈ
વીરાભાઈ
24/03/2026 8:17 am

અપડેટ બાદલ ખુબ ખુબ આભાર

Place/ગામ
જૂનાગઢ
Vijay Lagariya
Vijay Lagariya
23/03/2026 11:36 pm

Thank for update

Place/ગામ
Bhanvad
Babariya Ramesh
Babariya Ramesh
23/03/2026 8:13 pm

સર આજ ની અબડેટ ecmwf ઉપર થી સને માવઠા બાબતે ❓❓❓??

Place/ગામ
મોટા માચિયાળા
Hitesh Bakori
Hitesh Bakori
23/03/2026 8:02 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
Jamjodhpur
Kaushal Acharya
Kaushal Acharya
23/03/2026 6:31 pm

Aaje World Meteorological Day che 🙂
Happy Meteorological Day 🙂

Place/ગામ
Amdavad
અનિલભાઈ
અનિલભાઈ
23/03/2026 5:37 pm

Thanks sar

Place/ગામ
Majoth
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
23/03/2026 5:25 pm

Thank you sir

Place/ગામ
Upleta
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/03/2026 5:19 pm

અપડેટ બદલ આભાર. સર

Place/ગામ
ચાંદલી
જીતુ ભાઈ સોજીત્રા
જીતુ ભાઈ સોજીત્રા
23/03/2026 4:32 pm

અપડેટ.બદલ.આભાર્.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/03/2026 3:17 pm

Theks sr for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Bharatbhai sayla
Bharatbhai sayla
Reply to  Gita Ben Jayeshbhai Thummar
24/03/2026 3:59 pm

Theks apdet

Place/ગામ
Sayla
Pratik Pansuriya
Pratik Pansuriya
23/03/2026 1:39 pm

તારીખ 23 માર્ચ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે, અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે.  – એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  – એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર… Read more »

Place/ગામ
Rajkot
Mahendrasinh Solanki
Mahendrasinh Solanki
23/03/2026 12:54 pm

જય માતાજી
અશોકભાઈ આભાર

Place/ગામ
Moti Malvan, Dhangadhra , Surendranagar