Relief From Heat Expected 13–17 March: Temperatures Likely to Drop by 2°C–3°C From Current Levels Across Saurashtra, Gujarat & Kutch

Relief From Heat Expected 13–17 March: Temperatures Likely to Drop by 2°C–3°C From Current Levels Across Saurashtra, Gujarat & Kutch

13–17 માર્ચ દરમિયાન ગરમીમાંથી રાહતની શક્યતા: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હાલના સ્તરથી તાપમાન 2°C–3°C ઘટવાની શક્યતા

Weather Update: 11th March 2026


Key Highlights

Severe Heat Wave conditions currently prevailing over parts of Gujarat
• Maximum temperatures 7°C–8°C above normal in several locations
Gradual relief expected from 12th March
Overall temperature drop of 2°C–3°C expected during 13–17 March
• Maximum temperatures likely to remain in the 37.5°C to 39.5°C range


Current Weather Conditions

Maximum temperatures across many parts of Gujarat State are currently 7°C to 8°C above normal, with Severe Heat Wave conditions prevailing in several areas.


Notable Maximum Temperatures on 10th March 2026

  • Rajkot: 42.0°C (8°C above normal)
  • Surendranagar: 41.7°C (7°C above normal)
  • Ahmedabad: 41.4°C (7°C above normal)
  • Deesa: 41.3°C (7°C above normal)
  • Bhuj: 41.0°C (7°C above normal)
  • Porbandar: 40.9°C (8°C above normal)

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch

11th to 17th March 2026

Wind Pattern

Winds will predominantly blow from the West to Northwest during most days of the forecast period.
Wind speeds are expected to range between 10–20 km/h, with gusts up to 25 km/h.

Sky Conditions

The sky will remain mostly clear initially.
During 15th–17th March, partly cloudy to scattered cloud conditions may develop with a slight increase in atmospheric instability.

Fog

There is a possibility of fog over Kutch and limited parts of Western Saurashtra, mainly during 15th–17th March.


Temperature Trend

Current Normal

Normal maximum temperatures for the forecast period across most parts of Gujarat are around 35°C to 36°C.

11th March

Heat Wave conditions are expected to continue.

12th March

Maximum temperatures are expected to start easing slightly.

13th–17th March

Maximum temperatures are expected to decrease overall by about 2°C to 3°C from current levels, with temperatures generally in the 37.5°C to 39.5°C range.

Final Summary:

Currently, many parts of Gujarat are experiencing severe heat wave–like conditions, with maximum temperatures 7°C to 8°C above normal.

From 12th March, temperatures are expected to start gradually decreasing.

During 13th to 17th March, maximum temperatures across Saurashtra, Gujarat and Kutch are expected to drop by about 2°C to 3°C from current levels, although temperatures are still likely to remain slightly above normal.

13–17 માર્ચ દરમિયાન ગરમીમાંથી રાહતની શક્યતા: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં હાલના સ્તરથી તાપમાન 2°C–3°C ઘટવાની શક્યતા

હવામાન અપડેટ: 11 માર્ચ 2026


મુખ્ય મુદ્દાઓ

• હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સિવિયર હિટ વેવ (Severe Heat Wave) ની સ્થિતિ
• અનેક સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7°C–8°C વધારે
12 માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે રાહત શરૂ થવાની શક્યતા
13–17 માર્ચ દરમિયાન કુલ 2°C–3°C તાપમાન ઘટાડો શક્ય
• આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C ની આસપાસ રહેવાની શક્યતા

હાલની હવામાન સ્થિતિ

ગુજરાત રાજ્યના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 7°C થી 8°C વધારે નોંધાઈ રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સિવિયર હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.


10 માર્ચના નોંધપાત્ર મહત્તમ તાપમાન

  • રાજકોટ: 42.0°C (સામાન્ય કરતાં 8°C વધુ)
  • સુરેન્દ્રનગર: 41.7°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • અમદાવાદ: 41.4°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • ડીસા: 41.3°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • ભુજ: 41.0°C (સામાન્ય કરતાં 7°C વધુ)
  • પોરબંદર: 40.9°C (સામાન્ય કરતાં 8°C વધુ)

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી

11 થી 17 માર્ચ 2026

પવનની દિશા

આગાહી સમયગાળા દરમિયાન મોટા ભાગના દિવસોમાં પવન પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે.
પવનની ઝડપ લગભગ 10–20 કિમી પ્રતિ કલાક રહેવાની અને 25 કિમી પ્રતિ કલાક સુધી ઝોકા આવવાની શક્યતા છે.

આકાશની સ્થિતિ

આગાહી સમયગાળાની શરૂઆતમાં આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે.
15–17 માર્ચ દરમિયાન આકાશ ભાગ્યે વાદળછાયું અથવા છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે અને વાતાવરણમાં થોડી અસ્થિરતા વધવાની શક્યતા છે.

ઝાકળ ની શક્યતા:

કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં, ખાસ કરીને 15–17 માર્ચ દરમિયાન, ઝાકળ ની શક્યતા છે.


તાપમાનનો ટ્રેન્ડ

હાલનું સામાન્ય તાપમાન

હવે થી આગાહી સમય માટે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન 35°C થી 36°C આસપાસ ગણાય.

11 માર્ચ

હિટ વેવ જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા.

12 માર્ચ

મહત્તમ તાપમાનમાં થોડી રાહત શરૂ થવાની શક્યતા.

13–17 માર્ચ

હાલના સ્તરથી મહત્તમ તાપમાનમાં કુલ મળીને લગભગ 2°C થી 3°C ઘટાડો થવાની શક્યતા છે.
આ સમયગાળા દરમિયાન તાપમાન સામાન્ય રીતે 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.


અંતિમ સારાંશ

હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સિવિયર હિટ વેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7°C થી 8°C વધુ નોંધાઈ રહ્યું છે.

12 માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થવાની શક્યતા છે.

13 થી 17 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન હાલના સ્તરથી અંદાજે 2°C થી 3°C ઓછું થવાની શક્યતા છે, જોકે તાપમાન હજુ પણ સામાન્ય કરતાં થોડું વધારે રહી શકે છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 11th March 2026

Forecast In Sanj Samachar Daily Dated 11th March 2026