Gujarat Region Can Expect Fresh Rainfall Activity During 10th–12th August; Rainfall Activity Across Saurashtra & Kutch to Improve Marginally – Forecast 10th–16th August 2026
10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી
Few parameters from IMD Morning Bulletin 10th August 2026:
Synoptic Situation – 10th August 2026
- The Low Pressure Area over northeast Madhya Pradesh and adjoining Chhattisgarh lay over north Madhya Pradesh and neighborhood at 0530 hours IST today, 10th August 2026. The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwestwards with height.
- The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Guna, the center of the Low Pressure Area over north Madhya Pradesh and neighborhood, Daltonganj and Digha, and thence southeastwards into the East Central Bay of Bengal. It extends up to 3.1 km above mean sea level.
- The Western Disturbance, as a trough in the middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level, now runs roughly along Longitude 65°E to the north of Latitude 30°N.
- The upper-air cyclonic circulation over South Madhya Maharashtra at 5.8 km above mean sea level persists.
- An upper-air cyclonic circulation lies over the northwest Bay of Bengal and neighborhood, extending up to 3.1 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over the same region around 13th August 2026.
- Expected Parameter: The Axis of Monsoon will shift Northwards 14th-16th August.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (10th to 16th August 2026)
Gujarat Region:
- Rainfall: Isolated to scattered rainfall is likely during 10th to 16th August, with isolated/scattered light/moderate/heavy rainfall next two/three days mainly over M.P. and Rajasthan border area of Gujarat Region.
Cumulative Rainfall Forecast (10th– 16th August)
- Around 75% of the area: 25–50 mm
- Remaining 25% of the area: above 50 mm
Saurashtra & Kutch:
- Rainfall: There has been insignificant rainfall during the last week. Marginal improvement expected with Isolated/scattered rainfall likely during 10th to 16th August.
Cumulative Rainfall Forecast (10th– 16th August)
- Around 60% of the area: up to 15 mm
- Remaining 40% of the area: 15- 25 mm
Summary:
The Low Pressure Area over north Madhya Pradesh and the associated cyclonic circulation will remain the main weather system influencing the region during the initial part of the forecast period. As a result, Gujarat Region can expect fresh rainfall activity during 10th–12th August, with isolated to scattered moderate/heavy rainfall mainly possible over areas adjoining Madhya Pradesh and Rajasthan.
Across Saurashtra & Kutch, rainfall activity has remained insignificant during the past week. Marginal improvement is expected during 10th–16th August, with isolated to scattered rainfall likely, although rainfall activity is expected to remain relatively lower than normal.
The northward shift of the Monsoon Trough during 14th–16th August, along with the likely formation of another Low Pressure Area over the northwest Bay of Bengal around 13th August, could influence the rainfall pattern during the latter part of the forecast period. Overall, Gujarat Region is likely to see better rainfall activity in the first half of the period, while Saurashtra & Kutch may see only a marginal improvement.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી
10 ઓગસ્ટ 2026ના IMD મોર્નિંગ બુલેટિનના કેટલાક મુખ્ય પરિબળો:
સિનોપ્ટિક પરિસ્થિતિ – 10 ઓગસ્ટ 2026
- ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પરનું લો પ્રેશર એરિયા આજે, 10 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતું. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકેલું છે.
- સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે જૈસલમેર, ગુના, ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં રહેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર, ડાલ્ટનગંજ અને દીઘા પરથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધે છે. તે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફના સ્વરૂપમાં, જેનો અક્ષ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ છે, હાલમાં આશરે 65°E રેખાંશ અને 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થઈ રહ્યો છે.
- દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
- ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારો પર એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. તેની અસર હેઠળ 13 ઓગસ્ટ 2026ની આસપાસ આ જ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
- અપેક્ષિત પરિબળ: 14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફ ધરી ઉત્તર તરફ ખસશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (10થી 16 ઓગસ્ટ 2026)
ગુજરાત રિજિયન:
- વરસાદ: 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાત રિજિયનના વિસ્તારોમાં આઇસોલેટેડ/સ્કેટર્ડ હળવો/મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)
- આશરે 75% વિસ્તારમાં: 25–50 મિમી
- બાકીના 25% વિસ્તારમાં: 50 મિમીથી વધુ
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- વરસાદ: છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. હવે મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે.
કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)
- આશરે 60% વિસ્તારમાં: 15 મિમી સુધી
- બાકીના 40% વિસ્તારમાં: 15–25 મિમી
સારાંશ:
ઉત્તર મધ્ય પ્રદેશ પરનું લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગાહીના પ્રારંભિક સમયગાળા દરમિયાન પ્રદેશના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય હવામાન પરિબળ રહેશે. પરિણામે, 10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જેમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં આઇસોલેટેડથી સ્કેટર્ડ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદી પ્રવૃત્તિ નહિવત્ રહી છે. 10થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ પડી શકે છે, જોકે એકંદરે વરસાદી પ્રવૃત્તિ પ્રમાણમાં નોર્મલથી નીચી રહેવાની શક્યતા છે.
14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફનો અક્ષ ઉત્તર તરફ ખસવાની શક્યતા, તેમજ 13 ઓગસ્ટની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં અન્ય એક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના, આગાહીના ઉત્તરાર્ધ દરમિયાન વરસાદની પેટર્નને અસર કરી શકે છે. એકંદરે, આગાહીના પ્રથમ ભાગમાં ગુજરાત રિજિયનમાં વધુ સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળી શકે છે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th August 2026
Forecast In Sanj Samachar Daily Dated 10th August 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
સર નવી અપડેટ આજે આપસો
Aapi
KOLA update havey thashe
Sir aaje updet aapso ans please
Update thai..Kola chalu chhe update
સર નવી અપડેટ આજે આપસો
Jovo
Navsari ma zapta pade che jordar .tadko kyare jowa malse amne .Clear sunny sky kyare jova malse navsari ma
Tamare season ma 108 % varsad thai gayo chhe etle thakya lago chho !
Chomasu hoy tadko chhayo chalya raakhey.
મોરબીમાં છેલ્લા 5-6 દિવસથી રોજ 2 થી 3 વાર રોડ ભીના કરવા હેતની હાજરી પૂરવા આવી જ જાય..
Sir
Aavti kale update aapso?
Andaj to chhe j
Pan tame kyoto vadhare chokhu thay
Bhai hamna koi moto varsad nathi.. diwas ma ekal dokal zapta chalu rese bas biju kai khaas nathi aavnara diwaso ma
દિવાળી પછી પણ વરસાદી હેલી થઈ હોય એવા દાખલા છે, ખબર હોય તો કપાસમાં પણ કોટા ફૂટી ગયા હતા.
એટલે આશા રાખો
Toy lage, varhvo joye bas
Aaje apdet aavse sar
Sar jaju to kai nathi aavad tu pan tmari mhenat thi youtube na bhovada thi jarur basi sakiye.
સર તમે એક કમેન્ટ ના જવાબ મા કીધું કે ફલ્લા માં ભેજ બતાવે છે તો કાલે ચાર વાગ્યે સારો પાણ જોગ વરસાદ થયો
હવે ઝાપટા એ ભેગુ નથી થાય એમ ‘ મોટો વરસાદ ક્યારે આવસે સર હવે ક્યો તમે તો સારુ કેવાય
કારણકે હુ તૈયાર ભજીયા જમું છુ
Tamo taiyar chho !
Taiyar Bhajiya khav em nathi !
Model ma kai dekhadtu na hoy etle Sau koi pareshan chhe !
અશોકભાઈ ગોગળી પણ ચાલ શે !
Right sir
અમારે આયા ઝાપટા થી ધરાય ગયા સવી હવે વરાપ ની વાટે સવી રેસ ફુટયા પસી કોરુ પડ્યુ જ નથી
Nullshool ના લેવલ ચેક કરૉ એટલે જાપટા કેમ પડે છે તે સમજાય જાશે
anti cyclone spotted on 26th August at 700hpa near pakistan Rajasthan border
Tenathi shu Faydo ke nukshan thaay ?
નુકશાન, વેલી વિદાય ના સંકેત મને એવું લાગે છે
850 hPa jovanu pan 1st September pacchi
ok sir, thank you !!
સર સામાન્ય રીતે દર વર્ષે સૌરાષ્ટ્રમા અંદાજે કેટલી તારીખ આસપાસ થી ચોમાસાની વીદાય થતી હોય છે ??
Aagala varsho ni vigat ahi uplabdh chhe. Jovo
Icon ane ecmwf mujab jo gadi sidhe pate chaleto kaik Nava juni thay satam ,aatham najik tevu lage che suarastra no varo Lai lye to saru jay dwarkadhis
તારીખ:- 16 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલું લો-પ્રેશર એરિયા (Low Pressure Area) આજે, 16 ઓગસ્ટ 2026ના રોજ સવારે 08:30 કલાકે IST મુજબ, એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી આશરે 7.6 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝૂકે છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધીને વધુ સ્પષ્ટ/મજબૂત થવાની ખૂબ શક્યતા છે. – મોન્સૂન ટ્રફ (Monsoon Trough) હાલમાં સમુદ્ર સપાટી પર અમૃતસર, લુધિયાણા,… Read more »
સર કોલા ECMWF આજે થોડુંક પોઝીટીવ થયું છે
Kal rat thi saurashtra ma zapta nu praman vadgyu chhe eni pachhad kyu paribad chhe ?
Varsad aavey toiy taklif and na aavey toiy taklif.
Abhyas karo !
Shearzone…?
– દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસનું UAC હવે ગુજરાત રાજ્ય ઉપર સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિમીની ઊંચાઈએ આવેલું છે.
સૌરાષ્ટ્ર પર વધારે ઝાપટા પડવાના કારણો
(Baaki lakhaan Deleted by Moderator.)
Manojbhai,
Koi pan karan lakhva hoy te hakikat hoy toe lakho. Atyare kyany Deep Depression chhe?
Tamone email karel chhe tene reply karo.
(Moderator)
Kiya japata vadhi Gaya se tamare ak gam ma hoy atle aakha sr. ne gani levanu
700 850 500 આમા થી ક્યાં લેવલ માં ભેજ હોય તો વધારે શક્યતા રહે રેડા જાપ્તા ની જવાબ આપો તો સખવા માં થોડી મદદ મળે
850 hPa
and 700 hPa
sar tameari comet kem nikdi jay che
Etle?
સર જામજોધપુર માં ફુવારા જોગ વરસાદ છે
Sar 15 mm padi gayo hase
Maliya hatina na gir gamdama rat na sara reda padya
રબારીકા તા જામજોધપુર જી જામનગર તા 15 08 પાણી જોગ વરસાદ
10.mm.nu zapatu vaheli savare aavyu
અમારે વહેલા 4 :30 ચાર ના હળવા ઝાપટા સાલુ સે
સર હવે આ ઝાપટા નુ જોર ઓસુ થાસે કે હજુ સાલુ રહસે
સર જોડે હવે ટાઈમ નથી આત્મનિર્ભર બનો !
evu na hoy.
Gai kale bapore pachi 2 thi 4 ma 15 divas pachi 5 thi 7 mm nu japtu padiyu
Aaju baju gam ma pan nathi
Jordar japtu pdyu hmna. Sanje 7 pchi gheravanu chalu thyu ne 8 8:15 a chalu thyu pavan sathe aadhi kalak jevu chalyu 🙂
Ahmedabad Dholka ma zordar zhapta sanje
Roj nu thyu aanu to mahina thi roj chalu j che
Gai kaley Dhodka ma Varsad na hato. As per SEOC, Gandhinagar
Simit vistar ma hase
joke atyare 800 mm batave che per 900 mm upper thai chukyu che
સર મેં 30 જુન ની કોમેન્ટ કરી હતી કે અલનીનો દેવભૂમિ દ્વારકા માં અસર કરે છે અને આજદિન સુધી કરી પણ છે પરંતુ જ્યારે IOD પોઝીટીવ હોય ત્યારે કદાચ બહુ વાંધો નહીં આવતો હોય અને અમારે સરફેસ ના પવનો દરવર્ષે ઉતર પશ્રિમ ના હોય આ વર્ષે અત્યાર સુધી પશ્રિમ ના અને દક્ષિણ પશ્ચિમ ના પવનો વાય છે
IOD chomasa ma Positive thaya hoy teva bahu ochha chance hoy. IOD Chomasa pachi Positive thato hoynchhe.
Thomas’s ni dhari ma ferfar thyo hoy to Valsad no apdo varo ave Thomas dhari vise Khali nathi avto to Zara kehjo
Thomas’s = Chomasu Dhari
Valsad = Varsad
25 tarikh baad kaik saru thay to saru ,,, lage che ke have satam aatham Karva aavse varsad jay dwarkadhis
સર ક્યારેય એવુ વર્ષ ગયુ જેમા આ વર્ષ ની જેમ જુન, જુલાઈ, ઓગસ્ટ મા ખુબ ઓછા વરસાદ થયા અને સપ્ટેમ્બર મા વરસાદ ની ઘટ પુરી થઈ ગય હોય ??
Ahi Badha varash chhe 2007 thi. Baaki IMD ma jovo
2013 ma
ek night ma 20-23 inch in Rajkot, I think 26-27 September 2013
Ha
આખા સૌરાષ્ટ્ર માં દુષ્કાળ ના ડાકલા વાગતા તા
ત્યારે એક જ રાત માં બધા ડેમ ઓવરફ્લો કરી દીધાતા
અમારે પોરબંદર બાજુ આ વરસે પશ્ચિમ ડીસા ના જ પવન છે જે ઘણા દિવસો થી ફૂંકાય છે તો સર આ પવન ક્યારે ધીમો પડશે
Jamin par na pavano Dariya mathi j hoy chomasa ma.
Haal dhima nahi padey.
તારીખ:- 15 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. દક્ષિણ-પૂર્વ ઝારખંડ: દક્ષિણ-પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારમાં આવેલું લો-પ્રેશર એરિયા (નિમ્ન દબાણનું ક્ષેત્ર) એ જ વિસ્તારમાં યથાવત્ છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી આશરે 4.5 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને ઓછું સ્પષ્ટ થવાની શક્યતા છે. 2. ચોમાસાની ધરી (Monsoon Trough): સમુદ્ર સપાટી પરની ચોમાસાની ધરી હાલમાં ફિરોઝપુર → રોહતક → ઓરાઈ → સિધી → દક્ષિણ-પૂર્વ ઝારખંડ અને આસપાસના લો-પ્રેશર એરિયાના કેન્દ્રમાંથી પસાર થઈને → દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે. 3. ઉત્તર-પશ્ચિમ… Read more »