Gujarat Region Can Expect Fresh Rainfall Activity During 10th–12th August; Rainfall Activity Across Saurashtra & Kutch to Improve Marginally – Forecast 10th–16th August 2026
10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી
Few parameters from IMD Morning Bulletin 10th August 2026:
Synoptic Situation – 10th August 2026
- The Low Pressure Area over northeast Madhya Pradesh and adjoining Chhattisgarh lay over north Madhya Pradesh and neighborhood at 0530 hours IST today, 10th August 2026. The associated cyclonic circulation extends up to 7.6 km above mean sea level, tilting southwestwards with height.
- The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Guna, the center of the Low Pressure Area over north Madhya Pradesh and neighborhood, Daltonganj and Digha, and thence southeastwards into the East Central Bay of Bengal. It extends up to 3.1 km above mean sea level.
- The Western Disturbance, as a trough in the middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level, now runs roughly along Longitude 65°E to the north of Latitude 30°N.
- The upper-air cyclonic circulation over South Madhya Maharashtra at 5.8 km above mean sea level persists.
- An upper-air cyclonic circulation lies over the northwest Bay of Bengal and neighborhood, extending up to 3.1 km above mean sea level. Under its influence, a Low Pressure Area is likely to form over the same region around 13th August 2026.
- Expected Parameter: The Axis of Monsoon will shift Northwards 14th-16th August.
Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (10th to 16th August 2026)
Gujarat Region:
- Rainfall: Isolated to scattered rainfall is likely during 10th to 16th August, with isolated/scattered light/moderate/heavy rainfall next two/three days mainly over M.P. and Rajasthan border area of Gujarat Region.
Cumulative Rainfall Forecast (10th– 16th August)
- Around 75% of the area: 25–50 mm
- Remaining 25% of the area: above 50 mm
Saurashtra & Kutch:
- Rainfall: There has been insignificant rainfall during the last week. Marginal improvement expected with Isolated/scattered rainfall likely during 10th to 16th August.
Cumulative Rainfall Forecast (10th– 16th August)
- Around 60% of the area: up to 15 mm
- Remaining 40% of the area: 15- 25 mm
Summary:
The Low Pressure Area over north Madhya Pradesh and the associated cyclonic circulation will remain the main weather system influencing the region during the initial part of the forecast period. As a result, Gujarat Region can expect fresh rainfall activity during 10th–12th August, with isolated to scattered moderate/heavy rainfall mainly possible over areas adjoining Madhya Pradesh and Rajasthan.
Across Saurashtra & Kutch, rainfall activity has remained insignificant during the past week. Marginal improvement is expected during 10th–16th August, with isolated to scattered rainfall likely, although rainfall activity is expected to remain relatively lower than normal.
The northward shift of the Monsoon Trough during 14th–16th August, along with the likely formation of another Low Pressure Area over the northwest Bay of Bengal around 13th August, could influence the rainfall pattern during the latter part of the forecast period. Overall, Gujarat Region is likely to see better rainfall activity in the first half of the period, while Saurashtra & Kutch may see only a marginal improvement.
Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas
All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days.
10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી રેઈનફૉલ એક્ટિવિટી વધવાની શક્યતાં; સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેઈનફૉલ એક્ટિવિટી સામાન્ય સુધારો – 10થી 16 ઓગસ્ટ 2026 સુધીની આગાહી
10 ઓગસ્ટ 2026ના IMD મોર્નિંગ બુલેટિનના કેટલાક મુખ્ય પરિબળો:
સિનોપ્ટિક પરિસ્થિતિ – 10 ઓગસ્ટ 2026
- ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પરનું લો પ્રેશર એરિયા આજે, 10 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર સ્થિત હતું. તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકેલું છે.
- સમુદ્ર સપાટી પરની મોન્સૂન ટ્રફ હવે જૈસલમેર, ગુના, ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં રહેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર, ડાલ્ટનગંજ અને દીઘા પરથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધે છે. તે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફના સ્વરૂપમાં, જેનો અક્ષ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ છે, હાલમાં આશરે 65°E રેખાંશ અને 30°N અક્ષાંશની ઉત્તરે પસાર થઈ રહ્યો છે.
- દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.
- ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારો પર એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન આવેલું છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરે છે. તેની અસર હેઠળ 13 ઓગસ્ટ 2026ની આસપાસ આ જ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે.
- અપેક્ષિત પરિબળ: 14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફ ધરી ઉત્તર તરફ ખસશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (10થી 16 ઓગસ્ટ 2026)
ગુજરાત રિજિયન:
- વરસાદ: 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાત રિજિયનના વિસ્તારોમાં આઇસોલેટેડ/સ્કેટર્ડ હળવો/મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)
- આશરે 75% વિસ્તારમાં: 25–50 મિમી
- બાકીના 25% વિસ્તારમાં: 50 મિમીથી વધુ
સૌરાષ્ટ્ર અને કચ્છ:
- વરસાદ: છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. હવે મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને 10થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે.
કૂલ વરસાદની આગાહી (10થી 16 ઓગસ્ટ)
- આશરે 60% વિસ્તારમાં: 15 મિમી સુધી
- બાકીના 40% વિસ્તારમાં: 15–25 મિમી
સારાંશ:
ઉત્તર મધ્ય પ્રદેશ પરનું લો પ્રેશર એરિયા અને તેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગાહીના પ્રારંભિક સમયગાળા દરમિયાન પ્રદેશના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય હવામાન પરિબળ રહેશે. પરિણામે, 10થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, જેમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં આઇસોલેટેડથી સ્કેટર્ડ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદી પ્રવૃત્તિ નહિવત્ રહી છે. 10થી 16 ઓગસ્ટ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ પડી શકે છે, જોકે એકંદરે વરસાદી પ્રવૃત્તિ પ્રમાણમાં નોર્મલથી નીચી રહેવાની શક્યતા છે.
14થી 16 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ટ્રફનો અક્ષ ઉત્તર તરફ ખસવાની શક્યતા, તેમજ 13 ઓગસ્ટની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં અન્ય એક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના, આગાહીના ઉત્તરાર્ધ દરમિયાન વરસાદની પેટર્નને અસર કરી શકે છે. એકંદરે, આગાહીના પ્રથમ ભાગમાં ગુજરાત રિજિયનમાં વધુ સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળી શકે છે.
પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas
ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th August 2026
Forecast In Sanj Samachar Daily Dated 10th August 2026
KOLA Interactive Rainfall Forecast Atlas
Sar IOD vadhare positive thase ke normally rese
Vadhare positive thay to faydo kare
IOD Vidhivat Chomasa pachhi positive thaay tem samjo.
BOMની IOD માટેની માપદંડ પદ્ધતિ આ પ્રમાણે છે : તેમાં સાપ્તાહિક SST ડેટા, 12-અઠવાડિયાની રનિંગ શરેરાશ અને +0.4°C અથવા -0.4°Cના થ્રેશોલ્ડ કરતાં વધુ મૂલ્ય 8 અઠવાડિયા સુધી સતત રહેવું જોઇએ તે સામેલ છે. આ પદ્ધતિ ટૂંકા ગાળાના વધઘટને કારણે થતી ખોટી ચેતવણીઓ ટાળે છે અને ખાતરી કરે છે કે IODની ઘટનાઓ સતત સમુદ્ર–વાતાવરણ જોડાણ (ocean–atmosphere coupling) દર્શાવે છે.
Porbandar ma Matra Vadda Jovana Zaptao Pn bandh che ghna divso thya. Aje Porbandar na kheduto ane Loko District Collector Office Gya Hta Porbandar Ne Duskalgrast Jaher krva Pn Collector Dwara E j jnavyu Ke Chomasu Session hju September sudhi che etle Goverment Ruls pramane E Vastu possible nathi Haal ma to.
Dariyakinare avelu Porbandar atla vavazoda na tofano joya che Varsad Na pdyo hoi avu bnyu j nathi atyar sudhi Porbandar Duskalgrst mate Rajuato Kare avu koi divas Joyu Nathi 2 dayka ma mins last 20 Year ma to.
Sir aa vistar ma 25 varsh pachi aavi sthiti jova mali k varsad to thik dam kuva nadi badhu koru
Sir dhansura arvalli ma aa round ma varsad nathi thayo to avta be divas ma sakyata khari?
— District: ARVALLI —
Coverage: 100% of district area
Days 1–5 total: 16 mm
Days 6–10 total: 17 mm
Days 1–10 total: 33 mm
Rainfall distribution (1–10 days):
Dry (<2 mm): 0%
(2–25 mm): 33%
(25–75 mm): 67%
બધી જ સિસ્ટમ ગુજરાત રીજીયન માટે આવે છે, આપણે તો આ વર્ષ નાહી જ નાંખવાનું છે
Aasha raakhi ke tamo Naav (Varsad ma!)
27/28 તારીખે કા સર ?
નાવા નો મેળ ન પડ્યો સાહેબ
sir amare vadalo hova chata varshad chatu kem nathi avatu
MAPs ma chhe ?
સર 25 તારીખ આસપાસ બંગાળ.ની ખાડી માં લો.બનતું દેખાઈ છે બને મોડલ માં suraastr માટે આશા નું ચાલુ કિરણ છે
E pan gujrat ne kathe avin rajasthan ma jatu rehe
Are yar dra mat
Darvani vat nathi pan have hakikat svikaravi padse.
Thanks for update
Atyare utar vayviya disha mathi pavan vaay che to su varshad ni sakyata vadhe
Na
સર દક્ષિણ સૌરાટ્ર માં હવે કોઈ શક્યતા નહીં તો હવે પાક ને પાણી આપી દઈએ
Pani hoi to chalu karidevai japata pade toi nade nai bov ave avu kai se nai.
Kaley chalu karvanu nakki chhe.
તારીખ :- 11 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારો પર આવેલું લો પ્રેશર એરિયા (LPA) આજે 11 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 કલાકે IST પણ એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે.આ સિસ્ટમ સાથે સંકળાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. – ચોમાસુ ધરી હવે સમુદ્ર સપાટી પર બીકાનેર → ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર → સિધી → રાંચી → દીઘા પરથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્યપૂર્વ… Read more »
sir vav tharad baju varshad ni sakyta che
Map jovo tran model na
13 mi August na lo banse pan madhay bharat shudhi simit rahe atyare avu lageche
Sir dhari utar baju jay tema saurashtra ne faydo thay ke nukshan?
Nukshan
Dholka ma savar thi hadvo madhyam varsad chalu che
kale bapore Bhi hadvo varsad hto
Jsk સર… જે ભાગમાં આવે ઈ પણ મુખ્ય દિવસો ક્યા સૌરાષ્ટ્ર માટે 13/14 તારીખ ની ગણતરી રાખવાની કે?
aama tamaro su mantavy 6e….
since morning 5.30 continuous light drizzling in morwa and Godhra…
Sir, Atyare iod positive se ke??
Teni asar Aa Chomacha par rehse??
IOD Neutral najik ganay.
Thx sarji
Sir,15 minutes thi saro varsad chalu chhe.
East side thi west baju jay chhe clouds.
Gajvij sathe hdvo varsad chalu che
Bv j gherayu andharu thai gayutu pn hve ujas nikdi gayo che 🙂
Ashok sir.A tayfon vavazoda prasant mahasagar ma che anu su che e sustra ma varsad ne kay asar kare che
Kai navu nathi. Aa season chhe Typhoon (Vavazoda ne Prashant Mahasagar ma Typhoon kahe…. America vaada Huricane kahey)
Aava Typhoon tyan ghanaa thata hoy chhe.
સર વાવાઝોડા કેમ ઓછા જોવા મળ્યા આ વખતે નહીંતર વાવાઝોડા સાથે વરસાદ તો આવતો હવે તો વરસાદ માટે વાવાઝોડું પણ મંજૂર છે
Normally Vavazoda Chomasa pahela and pachhi thaay.
Chomasama vadhu Low Pressure Depression ke Deep Depression Bay of Bengal baju thaay. Ochha Low Arabian baju thaay. Kyarek Bay nu Low Arabian baju jaay and fari majbut thay evu bantu hoy.
સર આપણા કોલા આઉટ સ્ટેટ માં પણ ફેમસ છે
Aa YouTube ma chhe ke facebook ma plz. Ans.
Fesbuku
એક એવી આશા હતી કે iod મજબૂત થશે અને 2019 ની જેમ સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત ના પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની શક્યતા થાય પણ આજે આવેલા આંકડા જોતા એવું લાગે છે કે iod પણ હાલ ન્યુટ્રોન કન્ડિશનમાં છે એટલે હવે વધી રહેલા અલનીનોનું તાપમાન અને iod નું ન્યુટ્રલ કન્ડિશન જોતા પોરબંદર અને દ્વારકા વિસ્તારમાં કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા બહુ ઓછી હોય એવું જણાઈ રહ્યું છે
Vadodara ma aaje akho diwas varsadi vatavaran rahyu ane thodo thodo dhimo varsad chalu rahyo
Porbandar and west saurashtra ma Aa varse ek vaar pn ekey model positive thya nathi koi saro varsad btave Ek vaar positive thai to Thodik asha jage west saurashtra mate Ekey model Aa monsoon session ma atyar sudhi 1 ke 2 inch varsad nathi btavtu Khabr nai agad su thase Pn ek j vastu che Hju chomasu chalu che.
બંગાળની ખાડીમાં લો પ્રેશર: ૧૩ ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર (Low Pressure) બનવાની શક્યતા છે, જે સામાન્ય રીતે ઓડિશા કે પશ્ચિમ બંગાળના કિનારેથી જમીન પર આગળ વધતું હોય છે. જમીન પર આગમન: બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થયા બાદ તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને ૨ થી ૩ દિવસમાં મધ્ય ભારત (ઓડિશા, છત્તીસગઢ કે મધ્ય પ્રદેશ તરફ) જમીન ઉપર આગળ વધતી હોય છે. સૌરાષ્ટ્ર અને ગુજરાત પર અસર: જ્યારે આ સિસ્ટમ મધ્ય ભારત કે મધ્ય પ્રદેશ પહોંચે અને ચોમાસાની ધરી (Monsoon Trough) ઉત્તર તરફ ખસે અથવા મજબૂત બને, ત્યારે તેની અસરો ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી પહોંચતી હોય છે. વરસાદની… Read more »
મોન્સૂન ટ્રફ એટલે ચોમાસુ ધરી
ચોમાસુ ધરી ઉત્તર તરફ ખસે એટલે ગુજરાત ને ફાયદો ના થાય.
ચોમાસુ ધરી સી લેવલ કે 0.75 કિમિ લેવલ માં નોર્મલ હોય અને લો નું યુએસી દક્ષિણ પશ્ચિમ તરફ હોય એટલે કે યુએસી ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક ત્યારે નોર્થ ગુજરાત અને કચ્છ ને લાભ મળે.
ચોમાસુ ધરી નોર્મલ થી દક્ષિણે હોય ત્યારે સૌરાષ્ટ્ર/ગુજરાત ને લાભ મળે. ઘણી વાર ધરી ભુજ/ડીસા પાર આવી જાય છે ત્યારે સૌરાષ્ટ્ર ને ફાયદો થાય છે.
Thanks sir for new update
જોકે અત્યારે આ વિશે કહેવું થોડું વહેલું ગણાશે, પરંતુ EC-AIFS મોડલ્સના તાજેતરના runs મુજબ, ૨૦ ઓગસ્ટની આસપાસ ઓડિશાના નજીક ઉત્તર બંગાળની ખાડીમાં Low pressure સર્જાઈ રહ્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધીને ૨૫ ઓગસ્ટની આસપાસ પૂર્વ ગુજરાત વિસ્તાર તરફ આવી શકે છે.
જોઈએ આગળ શું થાય છે…
Thanks sir for new update
સર આજે પાસો પાણ જોગ વરસાદ આવી ગયો બે ઝાપટા સારા આવ્યા પસી ધીમી ધારે સાલુ સે
Thanks you saheb, but web, load vadhu kei se, google ma, ti kaik karjo bani sake to, bov dhimu khule se
આભાર સરજી….અપડેટ બદલ
દેવભૂમિ નો મોલ ઓક્સિજન પર છે. કુદરત મહેરબાની કરી દે તો જીવનદાન મળી શકે એમ છે….
ઉપાધિ કરોમાં ભાઈ અમારે આમ તો વરસાદ માપે જ છે પણ મગફળીમાં કોણ જાણે શું છે પીળી જ પડતી જાય છે.
Pani ghate che
અમરેલી મા 2:30 થી 3:15 ધીમે ધીમે વરસાદ થયો, અપડેટ બદલ આભાર.
સર સૌરાષ્ટ્ર મા વરસાદ મુખ્ય 12 તારીખ સુધી ની શક્યતા રેસે કે પછી આગાહી સમય સુધી ??
Thank sir
અપડેટ.બદલ.આભાર.સર
Thank you sir
Thank You Sir For New Update…Jai Shree Radhe Krishna Ji
Thanks sir for New Update
Thank you for new update
Hdvo varsad chali ryo che 🙂
Thodo aave pan aavse ae vanchi ghano aanad thyo thank you sir.
Thanks sir
Thanks sir for new apdet
Jay mataji આભાર સર
Tank sir
ફુલ નહી તો ફુલ ની પાખડી આભાર સર નવી અપડેટ
તારીખ:- 10 ઓગસ્ટ 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન લો પ્રેશર એરિયા: ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલું લો પ્રેશર એરિયા આજે, 10 ઓગસ્ટ 2026ના રોજ સવારે 8:30 વાગ્યે IST મુજબ એ જ વિસ્તારમાં યથાવત્ રહ્યું છે. જોકે, તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) હવે સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝૂકેલું છે. મોન્સૂન ટ્રફ: સમુદ્ર સપાટી પરનો મોન્સૂન ટ્રફ હવે બિકાનેર, દતિયા, ઉત્તર મધ્ય પ્રદેશ અને આસપાસના વિસ્તારમાં આવેલા લો પ્રેશર એરિયાના કેન્દ્ર, દાલ્ટનગંજ, દીઘા પરથી પસાર થઈને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે… Read more »