ચોમાસું વિદાય રેખા સૌરાષ્ટ્ર વચ્ચેથી પસાર થાય છે

તારીખ ૪ થી ઓક્ટોબર હવામાન ની સ્થિતી સવારે ૬.૦૦ કલાકે

તારીખ ૨૬ સપ્ટેમબરના રોજ દક્ષીણ પશ્ચિમ ચોમાસું અડધા સૌરાષ્ટ્ર માંથી વિદાય લીધેલી. ચોમાસું વિદાયની રેખા પોરબંદરથી વલ્લભ વિદ્યાનગર તરફ જાય છે. એટલે તે રેખા ગોંડલ આસપાસથી પસાર થાય છે. ત્યાર બાદ ચોમાસાની વિદાય સ્થગિત રહેલ છે. ટૂંક માં સૌરાષ્ટ્ર વિસ્તાર ચોમાસાની વિદાયના સંધેવારે છે. અમૂક વિસરામાં છૂટો છવાયો વરસાદ થયેલ છે પરંતૂ વિસ્તાર બહુ નથી. છેલ્લા થોડા દિવસ પહેલા બંગાળની ખાડીમાં એક લો પ્રેસર ઊભું થયેલ જે આન્ધ્ર પ્રદેશ ઉપરથી મહારાષ્ટ્ર તરફ આવી નબળું પડેલ જે ગઈ કાલે અપર એર સર્કુલેસન તરીખે વિદર્ભ બાજુ હતું. તેવી રીતે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના કિનારા નજીક એક અપર એર સર્કુલેસન ત્રણ ચાર દિવસ થયા સક્રિય હતું. આ બંને સીસ્ટમની અસરથી મહારાષ્ટ્ર, આન્ધ્ર પ્રદેશ, કર્નાટક માં વરસાદ થયેલ. દક્ષીણ ગુજરાતના અમૂક વિસ્તાર માં હળવો વરસાદ થયેલ. સૌરાષ્ટ્ર માં વાદળા થયેલ પરંતુ ખાસ કોઈ મોટી માત્રામાં વરસાદ નથી.

ચોમાસાની વિદાય દર્શાવતો નકશો

 

 

ઉપલા લેવલે ભેજ નું પ્રમાણ દર્શાવતો નકશો જેમાં અડધા સૌરાષ્ટ્ર માં ભેજ ૨૦ થી ૪૦ ટકા છે  અને દક્ષીણ સૌરાષ્ટ્ર માં ભેજ ૪૦ થી ૬૦ ટકા છે.

 

 OLRની સમજ: OLR એ બાસ્પીભાવન થવાની સાનૂકૂળતા દર્શાવે છે. જેમ OLR આંક ઓછો તેમ વરસાદની શક્યતા વધુ. ૧૦૦ થી ૨૦૦ સુધી સારી શક્યતા. ૨૦૦ થી ૨૫૦ મધ્યમ શક્યતા તેમજ ૨૫૦ થી ૨૮૦ નહીવત શક્યતા. ૨૮૦ ઉપરમાં વરસાદ માટે વાતાવરણ સાનૂકૂળ નહિ.

IMD નો OLR નકશો જેમાં ૨૫૦  થી ૨૮૦ OLR જ્યાં છે તે વિસ્તાર ચોમાસું વિદાય રેખા આસપાસ નો વિસ્તાર છે. સૌરાષ્ટ્ર માં ૨૫૦ થી ૨૮૦ ઓલર છે જે દર્શાવે છે કે સૌરાષ્ટ્ર વિસ્તાર ચોમાસું વિદાય ને સંધેવારે ઊભો છે.


હવામાન નું અનુમાન:

દક્ષીણ ગુજરાતમાં તારીખ ૬ સુધી માં એક કે બે દિવસ સીમિત વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટાની શક્યતા, તેમજ સૌરાષ્ટ્રના એકલ દોકલ વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટાની શક્યતા.