ક્લાઈમેટોલોજી અપડેટથી બનેલો ઐતિહાસિક એલ નીનો (2019–2020)

ક્લાઈમેટોલોજી અપડેટથી બનેલો ઐતિહાસિક એલ નીનો (2019–2020)

9 જાન્યુઆરી 2026

તાજેતરમાં CPC દ્વારા ENSO માટેની “નોર્મલ” ક્લાઈમેટોલોજી 1996–2025 સુધી અપડેટ કરવામાં આવી છે. આ ફેરફાર દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને જાન્યુઆરી 2026થી લાગુ થયો છે.

ONI સૂચકાંક Niño-3.4 વિસ્તારમાં સમુદ્ર સપાટી તાપમાનને છેલ્લા 30 વર્ષની સરેરાશ સાથે સરખાવીને નક્કી થાય છે. જ્યારે આ સરેરાશ બદલાય છે, ત્યારે “નોર્મલ”ની વ્યાખ્યા પણ બદલાય છે. આ વખતના અપડેટમાં Niño-3.4 વિસ્તારની સરેરાશ થોડું ઠંડું થઈ છે.

આ કારણે ઓક્ટોબર 2019 થી એપ્રિલ 2020નો સમયગાળો, જે પહેલાં ENSO-ન્યુટ્રલ ગણાતો હતો, હવે નબળા એલ નીનો તરીકે ગણાય છે. એટલે કે હવે પાછળથી (2019–2020) એલ નીનો ઘટના તરીકે ઓળખાઈ છે.

મહત્વની વાત એ છે કે સમુદ્રમાં કંઈ બદલાયું નથી. બદલાયું છે તો માત્ર ગણતરી કરવાનો માપદંડ. આ ઉદાહરણ બતાવે છે કે ENSOનો ઈતિહાસ પણ ઉપયોગમાં લેવાતી ક્લાઈમેટોલોજી પર આધાર રાખે છે અને સમય સાથે બદલાઈ શકે છે.

.


The above CPC ONI Table shows the ENSO Neutral conditions for OND 2019 to FMA 2020

 


The above CPC ONI Table shows a weak El Niño for OND 2019 to FMA 2020