ક્લાઈમેટોલોજી અપડેટથી બનેલો ઐતિહાસિક એલ નીનો (2019–2020)
9 જાન્યુઆરી 2026
તાજેતરમાં CPC દ્વારા ENSO માટેની “નોર્મલ” ક્લાઈમેટોલોજી 1996–2025 સુધી અપડેટ કરવામાં આવી છે. આ ફેરફાર દર પાંચ વર્ષે કરવામાં આવે છે અને જાન્યુઆરી 2026થી લાગુ થયો છે.
ONI સૂચકાંક Niño-3.4 વિસ્તારમાં સમુદ્ર સપાટી તાપમાનને છેલ્લા 30 વર્ષની સરેરાશ સાથે સરખાવીને નક્કી થાય છે. જ્યારે આ સરેરાશ બદલાય છે, ત્યારે “નોર્મલ”ની વ્યાખ્યા પણ બદલાય છે. આ વખતના અપડેટમાં Niño-3.4 વિસ્તારની સરેરાશ થોડું ઠંડું થઈ છે.
આ કારણે ઓક્ટોબર 2019 થી એપ્રિલ 2020નો સમયગાળો, જે પહેલાં ENSO-ન્યુટ્રલ ગણાતો હતો, હવે નબળા એલ નીનો તરીકે ગણાય છે. એટલે કે હવે પાછળથી (2019–2020) એલ નીનો ઘટના તરીકે ઓળખાઈ છે.
મહત્વની વાત એ છે કે સમુદ્રમાં કંઈ બદલાયું નથી. બદલાયું છે તો માત્ર ગણતરી કરવાનો માપદંડ. આ ઉદાહરણ બતાવે છે કે ENSOનો ઈતિહાસ પણ ઉપયોગમાં લેવાતી ક્લાઈમેટોલોજી પર આધાર રાખે છે અને સમય સાથે બદલાઈ શકે છે.
.



તારીખ 13 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 65°E 25°N થી ઉત્તર તરફ હતું તે હવે હિમાચલ પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Update aapel hoy navi update ma post karva vinanti
Thanks
તારીખ 12 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠે અને લાગુ મન્નારના અખાત પરનુ UAC હવે કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. – ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 100 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. – એક UAC ઉત્તર હરિયાણા અને તેના… Read more »
આવતા દિવસો મા ગુજરાત મા કોલ્ડ વેવ આવશે ઘણા વિસ્તારો મા તાપમાન સિંગલ ડિજીટ મા જાશે એવું હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તો સર તમે અભ્યાસ કરી ને સમયસર અપડેટ આપજો અમે તમારી આગાહી ઉપર નિર્ભર છીએ.
Ahi aavata 15 divas maate Taapmaan babat ni update hoy chhee.
Je jovu hoy te jovo and rakholu rakho Click for Temperature Maps
આવું સોશ્યલ મીડિયા માં ફરે છે શબ્દો દ્વારા રાઈ ની પહાડ
ઠંડી પડી શકે
Tamari post prasiddh nathi karel.
Jene interest hoy te Social Media ma joiy liye.
અશોક સાહેબ તા.૨૬ જાન્યુઆરી પછી રાજકોટમાં ૨ ડીગ્રી તાપમાન થશે તેવી ઠંડી પડશે તેવું એક અનુમાન તમારા વિદ્યાર્થી નું કહેવું છે આ ખરેખર સાચું હશે? ૧૯૦૩ ની સાલમાં ૨ ડીગ્રી આટલું તાપમાન નોંધાયું હતું તેના કહેવા મુજબ તેની આસપાસ તાપમાન જશે.શક્ય હોય તો જવાબ આપશો
Ahi KOLA Menu chhe. Badhu tyan aapel chhe.
Taapmaan 15 divas maate Minimum and Maximum banne chhe. Tema haal Thandi vadhshe tevu batave chhe.
સર તો શુ આટલુ બધુ નીચુ તાપમાન જઈ શકે ??
ખૂબ ખૂબ આભાર સાહેબ….
તારીખ 11 જાન્યુઆરી 2026
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– દક્ષિણ તમિલનાડુના દરિયાકાંઠે અને તેની નજીકના મન્નારના અખાત પરનું લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયું છે. જોકે, તેનું આનુષાંગિક UAC તે જ પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર સ્થિત છે.
– ઉત્તરપૂર્વ ભારત પર સબ ટ્રોપીકલ પશ્ચિમી જેટ પ્રવાહ સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી ઉમપર 105 નોટના મુખ્ય પવનો સાથે પ્રવર્તમાન છે.
– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 54°E અને 23°N થી ઉત્તર તરફ છે.
Sar જાકડ mate 8 10 divsa mate koi for kast kharu ,? Hoito link aapjo
4 days Zakar maate ni link
Saheb, aa link ne ramakta na ka bat ma gothavi dayo
Ahi KOLA Products aapel chhe:
Precipitation IMD GFS
Precipitation Bharat GFS
Precipitation ECMWF
Temperature ECMWF
Precipitation NOMAD GFS
Fog ECMWF
ICON GFS
Samgra KOLA Menu chhe jema paheli link IMD GFS Precipitation
તા. 16,થી ગોળ રાવુડ માં થી સરવાત થાહે
જેમ દીવસો જાહે એમ એરા મારા એ બાજું વીસતાર વધતો જાહે
તા.19.20 વધું વીશતાર માં હસે ખાલી ભેજ અને પવન જોઇને અનુમાન લગાડેલું છે ecmwf ઉપર થી
Ketla hpa upar jovu bhai
Zakar surface ma jovay. Sea level par.
જમીન ઉપર ના પવન ભેજ તાપમાન ડુ પોઈન્ટ હધુય જોવા નું તાપમાન .અને ડુ પોઈન્ટ 3% ફેર લગી ધુમ્મસ મેઘરવો આવે એના થી વધુ વય તો નો આવે. પણ મે પવન અને ભેજ ઉપર થી અનુમાન આપું છે ભાઈ
Aava 3 C this niche na farak maate Zakar Maate Taiyar Bhajiya – Fog Possibility
ખુબ સરસ સર
Aava Taiyar Bhajiya alag alag type na chhe.
1. Temperature
2. ECMWF Rain
3.NOMAD GFS Rain
Baaki na KOLA ni Rekadiye je Khava hoy te madshe !
Rekadiye 🙂 hahaha
આજનો લઘુત્તમ તાપમાન નલિયા ૩.૮ સેલ્સિયસ બતાડે છે અને એની નજીક ના ગામડાઓ મા બરફ ની બહુ જ પાતળી લેયર બની ગઈ છે તેના વિડિઓ પણ આવ્યા છે…. બહુજ ઠંડી થી નાગરિકો અને સાથે સાથે પશુ પક્ષીઓ અબોલા જીવો ની સ્થિતિ બહુ જ વિકટ બની છે…
Thank you sir
તારીખ 10 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વ શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનુ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે, 10 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 કલાકે, 9.1°N અક્ષાંશ અને 81.2°E રેખાંશની નજીક કેન્દ્રીત હતુ, જે મુલ્લૈટ્ટીવુ (શ્રીલંકા) થી લગભગ 50 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, ત્રિંકોમાલી (શ્રીલંકા) થી 60 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં, જાફના (શ્રીલંકા) થી 140 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, કરાઈકલ (પુડુચેરી) થી 250 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈ (તામિલનાડુ) થી 450 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં હતું. આ સીસ્ટમ આજે, 10 જાન્યુઆરી, 2026 ના બપોર/બપોર સુધીમાં, તે… Read more »
૨૦૧૯-૨૦ દરમિયાન નબળા અલ નીનો હોવા છતાં, બંને વર્ષોમાં ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. કદાચ ૨૦૧૯માં નોંધાયેલા રેકોર્ડ પોઝિટિવ IOD એ તેને સરભર કરવામાં મદદ કરી.
2019 ma 110% and 109% in 2020 Season Rainfall
તારીખ 9 જાન્યુઆરી 2026 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનુ ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે, 9 જાન્યુઆરી, 2026 ના રોજ ભારતીય સમય મુજબ સવારે 08:30 કલાકે,એ જ પ્રદેશ, અક્ષાંશ ૭.૪°ઉત્તર અને રેખાંશ ૮૩.૨°પૂર્વ નજીક કેન્દ્રીત હતુ જે પોટ્ટુવિલ (શ્રીલંકા) થી લગભગ 160 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, બટ્ટીકલોઆ (શ્રીલંકા) થી લગભગ 170 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ત્રિંકોમાલી (શ્રીલંકા) થી 250 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, હંબનટોટા (શ્રીલંકા) થી 270 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, કરાઈકલ (પુડુચેરી) થી 540 કિમી દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઈ (તામિલનાડુ) થી 710 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં દુર હતું. ૧૦… Read more »
સરસ માહિતી