એલ નીનો પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગર ના ઇક્વેટર વિસ્તાર માં એક કુદરતી ઉદ્ભવતી હવામાન ના ફેરફાર નીપ્રક્રિયા છે જેમાં પૂર્વ અને મધ્ય પ્રશાંત સમુદ્ર ની સપાટી ના તાપમાન માં અસાધારણ વધારો થાય છે, જે 6 થી 18 મહિના સુધી અસર કરતા રહે છે. માટે, તે સમજતા પહેલા પ્રશાંત મહાસાગર ની નોર્મલ પરિસ્થિતિ સમજવી જરૂરી છે.
પ્રશાંત મહાસાગર ની નોર્મલ પરિસ્થિતિ (ENSO ન્યુટ્રલ)
પ્રશાંત મહાસાગર ઇક્વેટર પૃથ્વી ના અડધા ગોળાર્ધ ઉપર દક્ષીણ અમેરિકા 80 W થી ઇન્ડોનેસિયા 120 E સુધી ફેલાયેલ છે. પ્રશાંત મહાસાગર બહુ વિશાળ છે અને તે ત્રણ ભાગ માં વેચાયેલ છે જેમ કે પશ્ચિમ , મધ્ય અને પૂર્વ પ્રશાંત મહાસાગર. પશ્ચિમ પ્રશાંત માં દરિયાની સપાટી નું તાપમાન સામાન્ય રીતે હૂંફાળું 29 C થી 30 C હોઈ છે તેની સામે પૂર્વ પ્રશાંત ના દરિયા ની સપાટી નું તાપમાન 22 C થી 26 C અલગ અલગ સીઝન પ્રમાણે હોઈ છે, જે CPC ના નકશા માં બતાવેલ છે.
પશ્ચિમ પ્રશાંત ના સમુદ્ર ની સપાટી નું તાપમાન પૂર્વ પ્રશાંત ના સમુદ્ર કરતા ઊંચું હોઈ છે જેથી પશ્ચિમ પ્રશાંત બાજુ બાસ્પીભાવન તેમજ વાદળો અને વરસાદ હોઈ છે અને પૂર્વ પ્રશાંત બાજુ સુકું વતાવર હોઈ છે. સૂર્ય પ્રકાશ થી ગરમ થયેલ પાણી સમુદ્ર ના પ્રવાહ ને હિસાબે પશ્ચિમ પ્રશાંત બાજુ એકઠું થતું હોઈ છે જેથી પશ્ચિમ પ્રશાંત નું તાપમાન પૂર્વ પ્રશાંત કરતા ઊંચું રહે છે. આ કારણો ને હિસાબે પશ્ચિમ પ્રશાંત ના સમુદ્ર ની સપાટી નું પ્રેસર મધ્ય પ્રશાંત ના સમુદ્ર કરતા નીચું હોઈ છે માટે પશ્ચિમી ટ્રેડ વિન્ડ પૂર્વ પ્રશાંત થી પશ્ચિમ પ્રશાંત તરફ ફૂંકાય છે. સમુદ્ર ની સપાટી ઉપર નો પ્રવાહ પણ પૂર્વ થી પશ્ચિમ તરફ વહેતો હોઈ છે. દક્ષીણ અમેરિકા ના પેરુ/ઇક્વેડોર ના સમુદ્ર કિનારે ઊંડા ઠંડા દરિયાઈ પ્રવાહો સપાટી ઉપર આવતા હોઈ છે. આ ઠંડા પ્રવાહો માં પોષક દ્રવ્યો હોઈ છે જે દરિયાયી લીલ (Phytoplankton) ના ઊગવા ને પ્રોત્સાહન આપે છે અને તે લીલ દરિયાયી સુક્ષ્મ જીવ (Zooplankton )ને ખોરાક પૂરો પડે છે. દરિયાયી લીલ તેમજ દરીયાયી સુક્ષ્મ જીવ માછલીઓ નો ખોરાક છે જેથી માછલીઓ નું પ્રોડક્સન તે વિસ્તાર માં ફલે ફાલે છે.
La Nina:
લા નીના એટલે ENSO ન્યુટ્રલ કન્ડિશન નું વધુ મજબૂત રૂપ. લા નીના માં પશ્ચિમી ટ્રેડ વિન્ડ નોર્મલ કન્ડિશન થી વધુ મજબૂત થાય છે જેથી ઓસ્ટ્રેલિયા બાજુ ગરમ પાણી વધુ એકઠું થાય છે. સામાન્ય રીતે વરસાદ ગરમ પાણી બાજુ હોય છે અને તેથી ઓસ્ટ્રેલિયા બાજુ નોર્મલ થી વધુ વરસાદ પડે છે અને દક્ષિણ અમેરિકા બાજુ ઓછો વરસાદ પડે છે.
El Nino:
એલ નીનો પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગર ના ઇક્વેટર વિસ્તાર માં એક કુદરતી ઉદ્ભવતી હવામાન ના ફેરફાર નીપ્રક્રિયા છે જેમાં પૂર્વ અને મધ્ય પ્રશાંત સમુદ્ર ની સપાટી ના તાપમાન માં અસાધારણ વધારો થાય છે, જે 6 થી 18 મહિના સુધી અસર કરતા રહે છે. જયારે નોર્મલ ટ્રેડ વિન્ડ પ્રવાહો નબળા પડે (અથવા ક્યારેક સામા ચાલે ) જેથી હૂંફાળા સમુદ્ર ના પાણી જે સામાન્ય રીતે પશ્ચિમ પ્રશાંત બાજુ હોઈ છે તે પૂર્વ તરફ પોંચી જાય છે. આવું થવાથી હવામાન ની પ્રક્રિયા માં બદલાવ આવે છે જે દુનિયા ના ઘણા વિસ્તાર ને અસર કરે છે. દક્ષીણ અમેરિકા ના પેરુ/ઇક્વેડોર ના સમુદ્ર કિનારે ઊંડા દરિયાઈ પ્રવાહો સપાટી ઉપર હવે હૂંફાળા આવતા હોઈ છે. આ હૂંફાળા પ્રવાહો માં પોષક દ્રવ્યો નથી હોતા જેથી દરિયાયી લીલ (Phytoplankton) ના ઊગાવા ને પ્રોત્સાહન નથી મળતું અને તેથી દરિયાયી સુક્ષ્મ જીવ (Zooplankton ) લીલ ના ખોરાક થી વંચિત રહે છે. દરિયાયી લીલ તેમજ દરીયાયી સુક્ષ્મ જીવ ઉપલબ્ધી ઘટતા માછલીઓ ખોરાક થી વંચિત રહે છે જેથી પૂર્વ પ્રશાંત સમુદ્રમાં માછલીઓ નું પ્રોડક્સન ઘટે છે. આવી પરિસ્થિતિ સમય રીતે ડીસેમ્બર ( ક્રિસમસ ) આસપાસ જોવા મળતી જેથી સ્પેનીશ બોલતી દક્ષીણ અમેરિકી પ્રજા એ આ પ્રક્રિયા ને એલ નીનો આપ્યું જે સ્પેનીશ ભાષા માં નાનો છોકરો ( બાલ ઈશુ ).
સમુદ્ર માં જે અસર થાય છે તે એટમોસ્ફીયર ને પણ અસરકર્તા રહે છે. હૂંફાળા સમુદ્રના પાણી પૂર્વ પ્રશાંત બાજુ હોઈ તે વિસ્તાર માં બસ્પીભાવન વધે છે અને વાદળો અને વરસાદ નું પ્રમાણ વધે છે. સમય પરિસ્થિતિ માં ઇંડોનેશિયા બાજુ વરસાદ પડતો હોઈ છે તે હવે પૂર્વ તેમજ મધ્ય પ્રશાંત બાજુ પડે છે જેથી દક્ષીણ અમેરિકા ના પેરુ ના રણ માં વરસાદ પડે છે.
સધર્ન ઓસીલેસન ઇન્ડેક્ષ ( SOI )
આ સધર્ન ઓસીલેસન એટલે પૂર્વી અને પશ્ચિમી ટ્રોપિકલ પેસિફિક સમુદ્ર વચ્ચે હવાનું દબાણ ની ઊંચક નીચક થતી પેટર્ન છે. જયારે પૂર્વીય ટ્રોપીકલ પ્રશાંત સમુદ્ર સપાટી ઉપર દબાણ ઊંચું હોય ત્યારે પશ્ચિમ ટ્રોપીકલ પ્રશાંત સમુદ્ર ની સપાટી ઉપર દબાણ નીચું થાય છે. તેવીજ રીતે જયારે પશ્ચિમ ટ્રોપીકલ પ્રશાંત સમુદ્ર સપાટી ઉપર દબાણ ઊંચું હોય ત્યારે પૂર્વીય ટ્રોપીકલ પ્રશાંત સમુદ્ર ની સપાટી ઉપર દબાણ નીચું થાય છે. સમુદ્ર ની સપાટી નું હૂંફાળાપણું અને સપાટી નું પ્રેસર નીચું થવું એક સાથે થતું હોઈ આ પ્રક્રિયા ને વિજ્ઞાનીકો એલ નીનો/સધર્ન ઓસીલેસન અથવા ENSO કહે છે.
સધર્ન ઓસીલેસન ઇન્ડેક્ષ ( SOI ) આ કંપન ની તાકાત અને તબક્કો માપવા માટે રચાયેલ છે. આ (SOI ) ની ગણતરી માટે જે તે સમયે તાહીતી, ફ્રેંચ પોલિનેશિયા અને ડાર્વિન, ઓસ્ટ્રેલિયા વચ્ચે સમુદ્ર ની સપાટી ના હવાના દબાણ તફાવત અને સામાન્ય પરિસ્થિતી ના તફાવત ની મદદથી ગણવામાં આવે છે.
એલ નીનો દરમિયાન ઇન્ડોનેશિયા અને પશ્ચિમ પ્રશાંત સમુદ્ર માં એર પ્રેસર નોર્મલ થી ઊંચું હોઈ છે તેવીજ રીતે પૂર્વ પ્રશાંત સમુદ્ર માં નોર્મલ થી નીચું એર પ્રેસર હોઈ છે. લા નીના દરમિયાન એર પ્રેસર તફાવત ઊલટા સૂલતા થઇ જાય છે, જેમ કે ઇન્ડોનેશિયા અને પશ્ચિમ પ્રશાંત સમુદ્ર માં એર પ્રેસર નોર્મલ થી નીચું હોઈ છે તેવીજ રીતે પૂર્વ પ્રશાંત સમુદ્ર માં એર પ્રેસર નોર્મલ થી ઊંચું હોઈ છે.
એલ નિનો એપિસોડ દરમિયાન (SOI ) એક મોટી નકારાત્મક મૂલ્ય ધરાવે છે કારણ કે તાહીતી બાજુ સરેરાશ થી નીચું એર પ્રેસર હોઈ છે જયારે ડાર્વિન બાજુ સરેરાશ કરતા એર પ્રેસર વધારે હોઈ છે.
લા નીના એપિસોડ દરમિયાન (SOI ) એક મોટી પોસિટીવ મૂલ્ય ધરાવે છે કારણ કે ડાર્વિન બાજુ સરેરાશ થી નીચું એર પ્રેસર હોઈ છે જયારે તાહીતી બાજુ સરેરાશ કરતા એર પ્રેસર વધારે હોઈ છે.






Agahi ketla divas ni chhe
14 thi 21
Badha divas varsad na hoy
સર ઉત્તર ગુજરાત માં વરસાદ ક્યારે સારો થશે
Aagahi samay ma Varsad thavani shakyata.
Dear sir આ વખતે છેલ્લા ઘણાં સમય થી ગુજરાત આખા માં તેમજ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે તો સુ તેની આવતા ચોમાસા પર અસર પડસે ?હજૂ સુધી ગરમી પડતી નથી તો સુ આવનારું ચોમાસુ નબળું હોઈ સકે? છેલ્લાં વરસો દરમિયાન મારા અનુભવ મુજબ જે તે વરસે માવઠા વધુ થાય છે તે વ્રત ચોમાસા માટે નબળું લાગ્યું આપ વિગતવાર જણાવશો please
North India ma garmi padti hoy chhe April and May ma jethi tyan na maidani ilaka ma seasonal low pressure thay . Chomasa ni gati tena hisabe hoy chhe karan ke dariya karta pressure jamin par nichu hoy chhe. Bhej yukt pavano dariya par thi jamin par aavey chomasa ma.
Atyare Mavathu bhale thay pan Garmi na period ma sari garmi padvi joiye.