એન્સો નો La Niña ઓક્ટોબર ગર્ભ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો – ફરી નવેમ્બર માં La Niña ગર્ભ રહ્યો : તેમ છતાં ભારતીય શિયાળા દરમિયાન થિયોરેટીકલી સંપૂર્ણ La Niña શક્ય નથી

એન્સો નો La Niña ઓક્ટોબર ગર્ભ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો – ફરી નવેમ્બર માં La Niña ગર્ભ રહ્યો : તેમ છતાં ભારતીય શિયાળા દરમિયાન થિયોરેટીકલી સંપૂર્ણ La Niña શક્ય નથી

Click here to Read this Post in English

5 ડિસેમ્બર 2025 ના ENSO સ્ટેટસ

વિશ્લેષણ અને ટિપ્પણી: અશોક પટેલ

2025/26 ની ભારતીય શિયાળામાં La Niña વિકસશે એવી અપેક્ષા ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતીય હવામાન એજન્સીઓએ વ્યક્ત કરી હતી. નીચે મારી સરળ સમીક્ષા:

ઓક્ટોબરમાં ENSO “ગર્ભ ધારણ થયું તેમ માનવ માં આવ્યું હતું” – પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો !

ASO (Aug–Sep–Oct) માટે ONI –0.5°C સુધી પહોંચ્યું હતું, પરંતુ તે –0.4533°C ને round કરીને આવ્યું. ત્યારબાદ October નું Niño3.4 SST 0.53°C → 0.50°C સુધારવામાં આવતા ONI પાછું –0.4°C થયું અને પ્રથમ La Niña threshold માન્ય ના રહ્યું.

હાલ નવેસર SON 2025 માં ONI –0.6°C → La Niña ગર્ભ એક મહિના નો થયો

SON season માટે ONI –0.6°C છે, એટલે November અંતે La Niña ગર્ભ એક મહિના નો થયો ગણાય.
NOAA અનુસાર La Niña માટે 5 consecutive overlapping 3-month seasons ≤ –0.5°C જરૂરી છે.
(સળંગ 5 મહિના ગર્ભ રહેવો જોઈએ) 

SON પછી OND, NDJ, DJF અને JFM મળી પૂરા 5 seasons March 2026 સુધી જ પૂરાં થાય. તેથી ફુલ-ફ્લેજ્ડ La Niña March 2026 આસપાસ જ ડેક્લેર થઇ શકે, ત્યાં સુધીમાં ભારતીય શિયાળો પૂર્ણ થઈ જશે.

Rounding & Data Updates નું મહત્વ

  • October ની rounding (–0.4533 → –0.5°C) ને હિસાબે La Niña થ્રેશ હોલ્ડ ક્રોસ થયું હતું, પરંતુ હવે તે કેન્સલ થયું.
  • CPC હાલ 1991–2020 base period વાપરે છે.
  • જાન્યુઆરી 2026થી નવા 1996–2025 base period લાગુ થશે.
  • આ બદલાવ ONI values માં થોડા ફેરફાર કરી શકે છે અને threshold-crossing ફરી re-evaluate થશે.

સારાંશ:

ભારતીય શિયાળો (Dec 2025–Feb 2026) પૂર્ણ થશે. પરંતુ NOAA ના માપદંડ મુજબ “ફુલ-ફ્લેજ્ડ La Niña” વહેલામાં વહેલું માર્ચ 2026 માં જાહેર થઇ શકે. તેમાં પણ જો પાંચ season સુધી ONI –0.5°C ન રહે અને માત્ર 3–4 season સુધી જ રહે, તો આ સમયને ENSO Neutral તરીકે જ ઇતિહાસમાં નોંધવામાં આવશે.

 

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Be the first one to comment on this post
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
05/12/2025 1:56 pm

ભારત હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  તારીખ 5 ડીસેમ્બર 2025 ૧. એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને લાગુ આસામ અને મેઘાલય પર યથાવત્ છે અને હવે તે સમુદ્ર સપાટીથી સરેરાશ ૧.૫ કિલોમીટર પર છે. ૨. એક ટ્રફ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રથી કોમોરીન વિસ્તાર માં થય ને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટર પર છે. ૩. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે યથાવત છે અને હવે તે સમુદ્ર સપાટીથી સરેરાશ ૩.૧ કિલોમીટર પર છે. ૪. એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના… Read more »

Place/ગામ
Rajkot