Fog Potential Forecast – ECMWF Run 22-11-2025 00UTC

ECMWF Fog Potential Map – A Quick Guide

ECMWF ઝાકળ ની શક્યતા માટે Map – ઝડપી માર્ગદર્શિકા

 

Fog is a major winter weather concern across India, often disrupting road, rail, and air travel. To make fog forecasting clearer,  introducing a new ECMWF Fog Potential Map based on Dew Point Depression (DPD).

What is DPD?

DPD = Temperature – Dew Point
Lower DPD means the air is more humid and closer to saturation.

When Does Fog Form?

  • DPD < 3°C: Conditions are favorable for fog

  • DPD < 2°C: Higher potential

  • DPD < 1°C: Very high likelihood, especially with calm winds

The map uses the minimum DPD during early morning hours, when fog is most common.

How to Read the Map

Low DPD (shaded areas) suggests fog risk, but interpretation should consider:

  • Winds

  • Cloud cover

  • Recent rain

  • Local terrain

Rain or high humidity can reduce DPD without producing fog, so use the map along with local forecasts.

This product offers a quick visual overview of potential fog zones and is useful for travelers, forecasters, and anyone tracking winter weather.




ECMWF ઝાકળ ની શક્યતા માટે Map – ઝડપી માર્ગદર્શિકા

ભારતના મોટા ભાગમાં શિયાળામાં ધુમ્મસ (Fog) એક મહત્વનો હવામાન તત્વ છે, જે માર્ગ, રેલવે અને એર ટ્રાવેલને વારંવાર અસર કરે છે. ધુમ્મસની આગાહી વધુ સ્પષ્ટ બનાવવા માટે, અહીં ECMWF ઝાકળ ની શક્યતા માટે Map રજૂ કર્યો છે, જે Dew Point Depression (DPD) પર આધારિત છે.

DPD શું છે?

DPD = Temperature – Dew Point Temperature

જ્યારે Temperature અને Dew Point Temperature વચ્ચેનો ફરક (DPD) ઓછો હોય, ત્યારે હવા વધારે ભેજયુક્ત બનતી જાય છે અને Saturation તરફ પહોંચે છે.

ધુમ્મસ ક્યારે બને છે?

  • DPD < 3°C: ધુમ્મસ માટે અનુકૂળ પરિસ્થિતિ
  • DPD < 2°C: વધુ સંભાવના
  • DPD < 1°C: ખૂબ જ ઊંચી શક્યતા, ખાસ કરીને પવન શાંત હોય ત્યારે

આ નકશો વહેલી સવારે મળતી ન્યૂનતમ DPD મૂલ્યને આધારે બનાવવામાં આવ્યો છે, કારણ કે ધુમ્મસ સામાન્ય રીતે આ કલાકોમાં બને છે.

નકશો કેવી રીતે વાંચવો?

DPD ઓછું (શેડેડ વિસ્તારો) એટલે ધુમ્મસની શક્યતા વધારે. પરંતુ સમજવામાં નીચેના પરિબળોનું ધ્યાન રાખવું જરૂરી છે:

  • પવન
  • વાદળછાયું આકાશ
  • તાજેતરનો વરસાદ
  • સ્થાનિક ભૂપ્રાકૃતિ

વરસાદ કે બહુ ઊંચો ભેજ DPD ઘટાડે છે, પરંતુ દરેક વખતે ધુમ્મસ નહીં બને. તેથી નકશો તથા સ્થાનિક આગાહી બંનેનો સમાવેશ કરીને વિશ્લેષણ કરવું.

આ પ્રોડક્ટ સંભવિત ધુમ્મસ ઝોનનો ઝડપી દૃશ્ય આધારિત અવલોકન આપે છે અને મુસાફરો, હવામાન રસિકો અને શિયાળુ હવામાન ટ્રેક કરતા સૌ માટે ઉપયોગી છે.

5 10 votes
Article Rating
Subscribe
Notify of
guest
16 Add your comment here
Inline Feedbacks
View all comments
Narendra Kasundra
Narendra Kasundra
27/11/2025 10:27 pm

ખુબજ સરસ અને સરળ તથા ઉપયોગી માહિતી આપવા બદલ ખૂબ ખુબ આભાર સર

Place/ગામ
To.રામગઢ ta.dis.મોરબી
parva dhami
parva dhami
24/11/2025 5:24 pm

Models are going crazy on the Bay of Bengal systems, ek circulation Sri Lanka par , biju Sumatra par. Highly uncertain on track/intensity.

EC-AIFS sauthi sachot lage chhe…

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
24/11/2025 3:01 pm

તારીખ 24 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – મલક્કા સ્ટેટ અને તેની બાજુમાં આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું વેલ માર્કંડ લો પ્રેશર આજે, 24 નવેમ્બર, 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મલેશિયા અને લાગુ મલક્કા સ્ટેટ પર હતું. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. – આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા, તે ત્યારપછીના 48 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી પર ચક્રવાત તોફાનમાં વધુ તીવ્ર બનવાની સંભાવના છે.    –… Read more »

Place/ગામ
Rajkot
Ashvin j. Sherathiya
Ashvin j. Sherathiya
23/11/2025 7:20 pm

Very good Sir
ધન્યવાદ અપડેટ માટે ખેડૂત ને સારી માહિતી આપવા બદલ છેલ્લા વરસાદ માં તમારી આગાહી પર થી મે મગફડી ઊભી રાખી દીધી તો જાળવે લીલી હતી તો મને ઉતારા માં અને પલા અને માંડવી બને કોરી રહી ગય હવે કલ ચણા નું વાવેતર કરવું છે ખૂબ ખૂબ આભાર

Place/ગામ
Kalana ta. Dhoraji
Pratik Pansuriya
Pratik Pansuriya
23/11/2025 3:14 pm

તારીખ 23 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – વેલ માર્કંડ લો પ્રેશર આજે 23 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 વાગ્યે મલક્કા સ્ટેટ અને તેની આસપાસના દક્ષિણ આંદામાન સમુદ્ર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 નવેમ્બર 2025 ના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા, તે ત્યારપછીના 48 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે.  – કોમોરિન વિસ્તાર અને… Read more »

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/11/2025 12:53 pm

Theks sr.for new apdet

Place/ગામ
motabhadukiya(kalavad)
Raju Patel
Raju Patel
23/11/2025 11:21 am

Thanks sir

Place/ગામ
Morbi
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/11/2025 11:11 am

સરસ.

Place/ગામ
ચાંદલી
Babariya Ramesh
Babariya Ramesh
23/11/2025 7:43 am

સર આ લખાણ.Ai નુ છે.. ????

Place/ગામ
મોટા માચિયાળા
Babariya Ramesh
Babariya Ramesh
Reply to  Ashok Patel
23/11/2025 8:55 am

ઓકે સર

Place/ગામ
મોટા માચિયાળા
Last edited 12 days ago by Babariya Ramesh
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
22/11/2025 10:29 pm

Thank you sir

Place/ગામ
Upleta
Bhagvan Gajera
Bhagvan Gajera
22/11/2025 10:10 pm

Good information saheb, thank you

Place/ગામ
Keshod
વીરાભાઈ
વીરાભાઈ
22/11/2025 8:18 pm

સરસ

Place/ગામ
જૂનાગઢ
Paras kuber
Paras kuber
22/11/2025 7:33 pm

Great work

Place/ગામ
Jamnagar
Palabhai
Palabhai
22/11/2025 6:26 pm

Jay sree krisana sab ,
Varasad jevu Kay nathi ne jakal nay nade .

Place/ગામ
Chikhalodra, manavadar