ENSO એ ગર્ભ ધારણ કર્યું – La Niña હવે ગર્ભમાં! : પરંતુ 2025–26 ના ભારતીય શિયાળામાં સંપૂર્ણ La Niña થિયોરેટીકલી શક્ય નથી

6 નવેમ્બર 2025 ના ENSO સ્ટેટસ

વિશ્લેષણ અને ટિપ્પણી: અશોક પટેલ

ભારત મેટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) સહિત અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ 2025–26 ના ભારતીય શિયાળામાં La Niña વિકસવાની શક્યતા દર્શાવી હતી. NOAA ના માપદંડના આધારે મારી વિશ્લેષણ નીચે મુજબ છે.


ENSO એ ગર્ભ ધારણ કર્યું – La Niña હવે ગર્ભમાં!

પરંતુ 2025–26 ના ભારતીય શિયાળામાં સંપૂર્ણ La Niña થિયોરેટીકલી શક્ય નથી

(NOAA ના નિયમો પર આધારિત)

ASO (August–September–October) માટે ONI –0.5 °C પર પહોચી ગયો છે — એટલે કે La Niñaનો પહેલો thresh hold પ્રાપ્ત થયો.
ખરેખર ગણતરી પ્રમાણે ONI –0.453 °C હતો, પરંતુ NOAA ની round કરવાની પ્રણાલી મુજબ તેને –0.5 °C ગણવામાં આવ્યો.

આને સહજ ભાષામાં કહીએ તો:
ENSOએ દીકરીનો ગર્ભ ધારણ કર્યો છે – અને ઓક્ટોબર 2025ના અંત સુધી ગર્ભ માત્ર એક મહિનાનો થયો છે.
La Niña ને “જન્મ” માટે ગર્ભ પાંચ મહિના રહેવો જોઈએ. (પાંચ 3-મહિના overlap પિરિયડ સતત thresh hold હેઠળ રહેવા જરૂરી છે).


NOAA મુજબ સંપૂર્ણ La Niña ક્યારે ગણાય?

  • El Niño → ONI ≥ +0.5 °C

  • La Niña → ONI ≤ –0.5 °C

  • સમગ્રપણે માન્ય La Niña માટે:
    ઓછામાં ઓછા 5 સતત overlap થતાં ત્રણ મહિનાના પિરિયડ thresh hold હેઠળ હોવા જોઈએ.

ASO 2025 પ્રથમ પિરિયડ છે, એટલે આગળના ચાર પિરિયડ જરૂરી છે:

SON → OND → NDJ → DJF (2025–26)

આ પાંચેય ≤ –0.5 °C રહેશે ત્યારે જ NOAA તેને પૂર્ણ La Niña તરીકે જાહેર કરશે.


શા માટે સંપૂર્ણ La Niña ફેબ્રુઆરી પહેલાં થિયોરેટીકલી બની જ શકતી નથી?

પૂર્ણ La Niña ફેબ્રુઆરી 2026ના અંત પહેલા થિયોરેટીકલી શક્ય નથી.

કારણ કે:

  • ASO 2025 પહેલો માન્ય overlap પિરિયડ છે

  • તેના પછી SON → OND → NDJ → DJF મળી કુલ 5 પિરિયડ પૂર્ણ થશે

  • આ પાંચમો પિરિયડ (DJF) ફેબ્રુઆરી 2026ના અંતે પૂરો થશે

અટલે કે NOAA નિયમ મુજબ:
ફેબ્રુઆરી 2026ના અંત પહેલાં સંપૂર્ણ La Niña જાહેર થવી શક્ય જ નથી.

આથી, ભારતીય શિયાળો (ડિસેમ્બર–ફેબ્રુઆરી) પૂરો થઈ ગયો હશે, અને ત્યાર બાદ જ La Niña “જન્મે” તેવી શક્યતા છે.

જો thresh hold માત્ર 4 અથવા ઓછા પિરિયડ માટે જ પૂર્ણ થાય, તો આ સમગ્ર સમયગાળો ઐતિહાસિક રીતે ENSO Neutral ગણાય.


La Niñaનો પહેલો thresh hold — તે પણ માંડ માંડ 

NOAAની round કરવાની રીતને કારણે ONI –0.5 °C દેખાય છે:

  • ઑગસ્ટ anomaly: –0.36 °C

  • સપ્ટેમ્બર anomaly: –0.47 °C

  • ઑક્ટોબર anomaly: –0.53 °C

  • ASO સરેરાશ = –0.453 °C, પણ round થઈને –0.5 °C

આ round-off ને કારણે near miss La Niña હવે threshold achieved માં પરિવર્તિત થયું — એટલે કે સંકેત માંડ માંડ થયો .


ONI કેવી રીતે નક્કી થાય?

ONI એ Niño 3.4 રીજનનું 3-મહિનાનું ચલ સરેરાશ SST anomaly છે, જે ERSST.v5 ડેટાસેટ પરથી લેવામાં આવે છે.
ENSOની official વ્યાખ્યા NOAA માત્ર આ ONI અને તેના સતત season-to-season trend પર આધારિત રાખે છે.

4.5 16 votes
Article Rating
Subscribe
Notify of
guest
65 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik Pansuriya
Pratik Pansuriya
16/11/2025 1:49 pm

તારીખ 16 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– શ્રીલંકાના દરિયા કિનારે અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પરનું લો-પ્રેશર આજે ૧૬ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય સમય મુજબ સવારે ૦૮:૩૦ વાગ્યે તે જ પ્રદેશમાં યથાવત રહ્યું. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૭.૬ કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
– આ સીસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

– એક UAC દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૦.૯ કિમી પર છે.

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
15/11/2025 1:56 pm

તારીખ 15 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણ શ્રીલંકા અને તેની બાજુમાં આવેલા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ, શ્રીલંકાના દરિયા કિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર આજે 15 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે એક લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  – આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.  – એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
22/11/2025 2:39 pm

તારીખ 22 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – ગઈકાલે મલક્કા સ્ટેટના મધ્ય ભાગો પર UAC હતું તેના પ્રભાવ હેઠળ, આજે 22 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 વાગ્યે મલક્કા સ્ટેટ અને તેની આસપાસના દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક લો પ્રેશર ક્ષેત્ર રચાયું છે. તે 24 નવેમ્બર 2025 ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા, ત્યારપછીના 48 કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર વધુ તીવ્ર બનવાની સંભાવના છે.  – એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને… Read more »

Place/ગામ
Rajkot
Bhavin mankad
Bhavin mankad
22/11/2025 11:18 am

સાહેબ નવી અપડેટ ક્યારે મુકશો?

Place/ગામ
Jamnagar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
22/11/2025 3:40 pm

Badhu shant padiyu se

Place/ગામ
motabhadukiya(kalavad)
Bharatbhai.
Bharatbhai.
Reply to  Ashok Patel
22/11/2025 7:54 pm

સર હવે ઠંડી ની સરસ મજા ની અપડેટ આપી દયો.

Place/ગામ
Junagadh
Pratik Pansuriya
Pratik Pansuriya
21/11/2025 1:31 pm

તારીખ 21 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – મલક્કા સ્ટેટના મધ્ય ભાગો પર નુ UAC આજે 21 નવેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે તે જ પ્રદેશમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 22 નવેમ્બર 2025 ના રોજ દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર ક્ષેત્ર બનવાની સંભાવના છે. ત્યારબાદ, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 24 નવેમ્બર 2025 ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતા, તે ત્યારપછીના 48 કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર વધુ તીવ્ર બનવાની સંભાવના છે.  – એક UAC… Read more »

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
20/11/2025 2:10 pm

તારીખ 20 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – લક્ષદ્વીપ ટાપુઓ અને લાગુ માલદીવ વિસ્તાર પરનું લો-પ્રેશર ક્ષેત્ર આજે 20 નવેમ્બર 2025 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે.  – આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.  – એક UAC મલાક્કા સ્ટેટના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, 22 નવેમ્બર 2025 ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર… Read more »

Place/ગામ
Rajkot
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
19/11/2025 8:06 pm

આ વખતે નવેમ્બર માં જ મસ્ત ઠંડી પડવા માંડી છે અને આ વર્ષે ચોમાસા પછી નો જે ગરમી નો રાઉન્ડ આવે એ આવ્યો જ નથી. એકંદરે વાતાવરણ બોવ સારું છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Pratik Pansuriya
Pratik Pansuriya
19/11/2025 3:05 pm

તારીખ 19 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પરનું લો-પ્રેશર ક્ષેત્ર આજે ૧૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે લક્ષદ્વીપ ટાપુઓ અને લાગુ માલદીવ્સ વિસ્તાર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિમી સુધી વિસ્તરે છે  – આ સીસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. – એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિમી સુધી વિસ્તરે છે. – ૨૨ નવેમ્બર ૨૦૨૫ ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી… Read more »

Place/ગામ
Rajkot
parva dhami
parva dhami
19/11/2025 12:23 pm

ગુજરાત મા ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૪-૫ સેલ્સિયસ નીચે નોંધાઈ રહ્યું છે. શું આને cold wave કહેવાય ?

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
18/11/2025 2:15 pm

તારીખ ૧૮ નવેમ્બર ૨૦૨૫ આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ શ્રીલંકા પરનું લો-પ્રેશર ક્ષેત્ર આજે ૧૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ વાગ્યે કોમોરિયન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૬ કિમી સુધી વિસ્તરે છે.  – આ સીસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.  – ૨૨ નવેમ્બર ૨૦૨૫ ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક લો-પ્રેશર ક્ષેત્ર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે પછીના ૪૮ કલાક દરમિયાન વધુ તીવ્ર બનવાની… Read more »

Place/ગામ
Rajkot
Dipak
Dipak
17/11/2025 5:06 pm

સર આ ઝાંકળ હવે કેટલા દિવસ આવસે રોજ સવારના નવ વાગ્યા સુધી રેસે

Place/ગામ
Nanimal ta palitana
Pratik Pansuriya
Pratik Pansuriya
17/11/2025 1:45 pm

તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૫

– દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ શ્રીલંકા પરનુ લો-પ્રેશર આજે ૧૭ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ વાગ્યે તે જ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૭.૬ કિમી સુધી વિસ્તરે છે 
– આ સીસ્ટમ આગામી ૨૪ કલાક દરમિયાન ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

– ૨૨ નવેમ્બર ૨૦૨૫ ની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર લો-પ્રેશર ક્ષેત્ર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને તે પછીના ૪૮ કલાક દરમિયાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
17/11/2025 12:02 pm

Aaje aangali na terva thiji jaay evi thandi hati vaheli savare

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Er. Shivam@Kachchh
17/11/2025 3:48 pm

Yes hve thndi vdhva mandi che dhime dhime 🙂
Pn hju 1kdum zatko nthi aavyo thndi no 🙂 hahaha
A aave to moj pde 🙂

Place/ગામ
Amdavad
Pratik Pansuriya
Pratik Pansuriya
14/11/2025 2:21 pm

તારીખ 14 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– દક્ષિણ શ્રીલંકાથી દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નુ UAC હવે દક્ષિણ શ્રીલંકા અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.

– કોમોરિન વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી વચ્ચેનું UAC દક્ષિણ શ્રીલંકા અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રહેલા ઉપરોક્ત UAC સાથે ભળી ગયું છે.

– એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
14/11/2025 6:23 am

Bangal ni khadi ma 21 tarikhe dipression thashe. Ke pachi vavajodu

Place/ગામ
Dhamel ta lathi
Pratik Pansuriya
Pratik Pansuriya
13/11/2025 2:15 pm

તારીખ 13 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક UAC દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

– એક UAC દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. 

– એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ કાશ્મીર અને તેના આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
12/11/2025 2:31 pm

તારીખ 12 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC હવે દક્ષિણપશ્ચિમ અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. 

– એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. 

– એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે‌

Place/ગામ
Rajkot
Harsh patel
Harsh patel
12/11/2025 9:41 am

24 nov-1dec ecmwf

Place/ગામ
Gondal
Bhavin mankad
Bhavin mankad
Reply to  Ashok Patel
12/11/2025 5:02 pm

Ashok sir apde tapman jova mate ni link mokli sakso?

Place/ગામ
Jamnagar
Harsh patel
Harsh patel
Reply to  Ashok Patel
13/11/2025 8:41 am

Possibility of rain accumulation !

Place/ગામ
Gondal
Bhavin mankad
Bhavin mankad
11/11/2025 6:23 pm

Mix vatavaran halya rakhe che vehli savar thi laine 9 vaga sudhi tadh hoy
bapore tadko normal tapto hoy che pachi gayab thai jay che pachi sanje pachi nikde

Place/ગામ
Jamnagar
Pratik Pansuriya
Pratik Pansuriya
11/11/2025 2:40 pm

તારીખ 11 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક UAC મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.

– દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ પર નુ UAC હવે ત્રિપુરા અને તેના આસપાસના વિસ્તારોમ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.

– એક UAC દક્ષિણ કેરળ કિનારે દક્ષિણપૂર્વ અરબ સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિમી પર છે.

Place/ગામ
Rajkot
Pratik Pansuriya
Pratik Pansuriya
10/11/2025 2:01 pm

તારીખ 10 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– મધ્યપૂર્વ બંગાળની ખાડી પરનું UAC હવે મધ્ય બંગાળની ખાડી પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. 

– દક્ષિણ પશ્ચિમ બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પરનું UAC હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. 

– એક UAC ઉત્તર આંતરિક તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.

Place/ગામ
Rajkot
વધાસિયા નિલેશ
વધાસિયા નિલેશ
10/11/2025 11:15 am

મીનીમમ તાપમાન લિંક ધણા સમયથી અપડેટ્સ નથી થય

Place/ગામ
ધોરાજી
Devrat સિંહ ગોહીલ
Devrat સિંહ ગોહીલ
09/11/2025 7:05 pm

Philipines ni aaju baju 955 presar vali sistsm che te bhayanak che

Place/ગામ
Dhamel ta lathi
Pratik Pansuriya
Pratik Pansuriya
09/11/2025 1:59 pm

તારીખ 9 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  – એક UAC મધ્યપૂર્વ બંગાળની ખાડી પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પર નું UAC હવે દક્ષિણ-પશ્ચિમ બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. – એક UAC ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. – એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર હરિયાણા પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના… Read more »

Place/ગામ
Rajkot
Harsh patel
Harsh patel
09/11/2025 11:36 am

Sir 24 aaju baju arbian sea ma system bane 6e tena lidhe thandi ma effect thase?

Place/ગામ
Gondal
Harsh patel
Harsh patel
Reply to  Ashok Patel
09/11/2025 11:49 am

Ha sorry sir bay of bengal ma je dekhay tena thi effect aavse thandi ma?

Place/ગામ
Gondal
Pratik Pansuriya
Pratik Pansuriya
08/11/2025 1:52 pm

તારીખ 8 નવેમ્બર 2025આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – એક UAC મધ્યપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમી વચ્ચે છે.- મધ્ય આસામ અને તેની આસપાસના વિસ્તારો પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેની આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમી વચ્ચે છે.- એક UAC ગલ્ફ ઓફ મન્નાર અને લાગુ કોમોરિન વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.- એક ટ્રફ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીથી શ્રીલંકા અને તમિલનાડુ થઈને કેરળ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.-… Read more »

Place/ગામ
Rajkot
Pankaj Panchasara
Pankaj Panchasara
08/11/2025 10:12 am

અલ નીનો અને લા નીના નામો ૧૬૦૦ ના દાયકામાં પેરુ અને ઇક્વાડોરના પેસિફિક કિનારાના માછીમારોમાં મૂળ ધરાવે છે. તેમણે સમુદ્રના તાપમાનમાં સમયાંતરે થતા ફેરફારો જોયા જેના કારણે તેમના માછલી પકડવાની અસર પડી.   ૧૬૦૦ ના દાયકાની શરૂઆતમાં, પેરુવિયન માછીમારોએ દર થોડા વર્ષે ક્રિસમસની આસપાસ જોયું કે, પૂર્વીય પેસિફિકના સામાન્ય રીતે ઠંડા, પોષક તત્વોથી ભરપૂર પાણી અસામાન્ય રીતે ગરમ થઈ જાય છે. આ પરિવર્તનથી દરિયાઈ જીવન વિક્ષેપિત થયું અને માછલીઓની વસ્તીમાં ઘટાડો થયો, ખાસ કરીને એન્કોવીઝ, જે ઠંડા પાણીમાં ખીલે છે.   આ ગરમી ઘણીવાર ડિસેમ્બરમાં આવતી હતી, ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણીની નજીક, માછીમારો આ ઘટનાને “એલ નિનો ડી નવીદાદ” અથવા “ધ ક્રાઇસ્ટ… Read more »

Place/ગામ
Jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
Reply to  Pankaj Panchasara
08/11/2025 6:54 pm

Sari mahiti aapi thank you

Place/ગામ
Keshod
Dilip
Dilip
07/11/2025 3:58 pm

Thank you sir… Jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Pratik Pansuriya
Pratik Pansuriya
07/11/2025 2:08 pm

તારીખ 7 નવેમ્બર 2025

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

– એક UAC મધ્યપૂર્વ અને સંલગ્ન ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ અને ૩.૧ કિલોમીટર વચ્ચે છે.

– એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટર પર છે.

– એક UAC આસામ અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૧.૫ કિલોમીટર પર છે.

– એક UAC દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી ૩.૧ કિલોમીટર પર છે.

Place/ગામ
Rajkot
Gautam Panara
Gautam Panara
07/11/2025 11:53 am

Kola ecmwf temprature chart khulta nathi

Place/ગામ
Morbi
parva dhami
parva dhami
07/11/2025 11:45 am

IMD GFS 10 days Minimum Temperature charts haju 29/10 date dekhade chhe. Please update…

Place/ગામ
Rajkot
Vinod patel
Vinod patel
07/11/2025 9:56 am

Thanks

Place/ગામ
Morbi
Bhaveshbhai Vithal
Bhaveshbhai Vithal
06/11/2025 9:28 pm

Thank you sir

Place/ગામ
Upleta
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
06/11/2025 7:46 pm

Thanks

Place/ગામ
Chandli
Vijay Lagariya
Vijay Lagariya
06/11/2025 7:34 pm

Thank you sir

Place/ગામ
Bhanvad
Prajesh Maradiya
Prajesh Maradiya
06/11/2025 7:16 pm

Sir, October ma sst to -0.5 thay gayu, theoretical la Nina 5 mahina baad jaher thay pan negative sst na lidhe ocean atmosphere response na karane je je effect thavani hoy te na thay ?

Place/ગામ
Koylana, Manavadar, Junagadh
Jogal Deva
Jogal Deva
06/11/2025 7:15 pm

Jsk સર…. ડિસેમ્બર થી ફેબ્રુઆરી ( ભારતીય શિયાળો પૂરો થાય) તે પછી la nina નો જન્મ થાય તો તેની કોઈ વિપરીત અસર ઉનાળા માટે કે દક્ષિણ પક્ષિમ ચોમાસા પર 2026 માટે?

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Bhagvan Gajera
Bhagvan Gajera
06/11/2025 6:06 pm

Good information aapi te badal aabhar saheb

Place/ગામ
Keshod
Shashwat Pandey
Shashwat Pandey
06/11/2025 5:37 pm

Sir ok la nina na parameter mujab to ene time lagse,but temperature to satat ochu thay rayu che to anni asar bharat na siyada upr padse?

Place/ગામ
Ahmedabad
mayur patel
mayur patel
06/11/2025 4:50 pm

દીકરીનો ગર્ભધારણ સમજવા માટે કે!

Place/ગામ
Rajkot
Kaushal Acharya
Kaushal Acharya
Reply to  Ashok Patel
07/11/2025 12:10 pm

Oh jordar aa baki….saru janva mlyu 🙂 mja mja 🙂

Place/ગામ
Amdavad
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
07/11/2025 3:25 pm

Aavi mahiti to fakt ahiyaj made ho baki el nino ne la nino a Spanish sabad se ato aaje khabar padi aabhar saheb

Place/ગામ
motabhadukiya(kalavad)
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
06/11/2025 3:36 pm

Wah sarash mehanat kari ne samjaviyu theks sr.

Place/ગામ
motabhadukiya(kalavad)
Parag Bhut
Parag Bhut
06/11/2025 3:15 pm

થેન્ક્યુ સર આભાર તમારો

Place/ગામ
ગામ ગૌરીદડ તાલુકો જીલ્લો રાજકોટ