Isolated Pre-Monsoon Activity Likely Over Saurashtra, Gujarat & Kutch During 13th–20th June 2026 – Temperature Likely To Decline To Range 38.5°C–41.0°C

Isolated Pre-Monsoon Activity Likely Over Saurashtra, Gujarat & Kutch During 13th–20th June 2026 – Temperature Likely To Decline To Range 38.5°C–41.0°C

 

13થી 20 જૂન 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા – મહત્તમ તાપમાન 38.5°C થી 41.0°Cની રેન્જમાં રહેવાની સંભાવના

 

Gujarat Temperature Observations (12th June 2026)

Maximum temperatures were around near normal to about 3°C above normal across many hot centers of Gujarat State.

  • Rajkot: 40.9°C (2.2°C above normal)
  • Deesa: 39.8°C (0.2°C above normal)
  • Amreli: 39.3°C (1.5°C above normal)
  • Ahmedabad: 42.7°C (3.0°C above normal)
  • Vadodara: 40.4°C (1.1°C above normal)
  • Surendranagar: 41.8°C (2.4°C above normal)

Current normal maximum temperatures across most parts of Gujarat has now decreased to around 38.5°C to 39.5°C. Ahmedabad has normal maximum temperatures near 40°C.

Advance of Southwest Monsoon 2026

As per the IMD Bulletin:

The Northern Limit of Monsoon continues to pass through 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, Harnai, Solapur, Hyderabad, Bhadradri Kothagudem, Kalingapatnam, Paradeep, Baripada, Purulia, Dhanbad, Muzaffarpur and 28.3°N/83°E as on 13th June, 2026.

Conditions are favorable for further advance of southwest monsoon into remaining parts of Karnataka, Telangana, Andhra Pradesh, West Bengal, some more parts of Odisha and some parts of South Chhattisgarh during next 2-3 days.


Weather Forecast For Saurashtra, Gujarat & Kutch (13th-20th June 2026)

Pre-Monsoon Activity

Isolated pre-monsoon activity is expected on some days during the forecast period.

The term Isolated refers to rainfall occurring over 1% to 25% of the area. It does not indicate the amount of rainfall expected.


Temperature Outlook

Maximum temperatures are expected to decline by around 1°C to 1.5°C in next two days and is expected to be near normal over most centers during the rest of the forecast period.

Most hot centers across Gujarat are likely to record maximum temperatures in the range of 38.5°C to 41.0°C.

Winds

  • Predominantly Southwest winds during the forecast period.
  • Wind speeds are expected to vary between 15 km/h and 40 km/h.

13થી 20 જૂન 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા – મહત્તમ તાપમાન 38.5°C થી 41.0°Cની રેન્જમાં રહેવાની સંભાવના

ગુજરાત તાપમાન અવલોકન (12 જૂન 2026)

ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસથી લઈને નોર્મલ કરતાં આશરે 3°C સુધી વધુ નોંધાયું હતું.

  • રાજકોટ: 40.9°C (નોર્મલ કરતાં 2.2°C વધુ)
  • ડીસા: 39.8°C (નોર્મલ કરતાં 0.2°C વધુ)
  • અમરેલી: 39.3°C (નોર્મલ કરતાં 1.5°C વધુ)
  • અમદાવાદ: 42.7°C (નોર્મલ કરતાં 3.0°C વધુ)
  • વડોદરા: 40.4°C (નોર્મલ કરતાં 1.1°C વધુ)
  • સુરેન્દ્રનગર: 41.8°C (નોર્મલ કરતાં 2.4°C વધુ)

હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન હવે ઘટ્યું છે જે લગભગ 38.5°C થી 39.5°C ગણાય. અમદાવાદમાં નોર્મલ મહત્તમ તાપમાન લગભગ 40°C આસપાસ ગણાય.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ 2026

IMD બુલેટિન મુજબ:

13 જૂન 2026ના રોજ ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon) 18°N/60°E, 18°N/65°E, 18°N/70°E, હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, કાલિંગપટ્ટનમ, પારાદીપ, બારીપદા, પુરુલિયા, ધનબાદ, મુઝફ્ફરપુર અને 28.3°N/83°Eમાંથી પસાર થઈ રહી છે.

આગામી 2 થી 3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારોમાં તેમજ ઓડિશાના વધુ કેટલાક ભાગો અને દક્ષિણ છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે હવામાન આગાહી (13થી 20 જૂન 2026)

પ્રી-મોન્સૂન એક્ટિવિટી

આગાહી સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.

“આઇસોલેટેડ” (Isolated) શબ્દનો અર્થ એ છે કે વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદી પ્રવૃત્તિ થઈ શકે. તેનો અર્થ વરસાદના પ્રમાણ સાથે સંબંધિત નથી.

તાપમાન

આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં આશરે 1°C થી 1.5°Cનો ઘટાડો થવાની શક્યતા છે અને ત્યારબાદ આગાહી સમયગાળા દરમિયાન મોટા ભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે.

ગુજરાતના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન 38.5°C થી 41.0°Cની રેન્જમાં નોંધાવાની શક્યતા છે.

પવન

આગાહી સમયગાળા દરમિયાન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા છે.

પવનની ઝડપ આશરે 15 કિમી/કલાકથી 40 કિમી/કલાક વચ્ચે રહેવાની સંભાવના છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th June 2026

Forecast In Sanj Samachar Daily Dated 13th June 2026