Southwest Monsoon Has Set In Over Kerala Today 4th June 2026

Southwest Monsoon Has Set In Over Kerala Today 4th June 2026
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ પર બેઠું આજે 4 જૂન 2026

From IMD Bulletin:
❖ The Southwest Monsoon has further advanced into remaining parts of Southwest & Southeast Arabian Sea, some parts of West Central & East Central Arabian Sea, entire Lakshadweep islands, Kerala & Mahe, some parts of Karnataka, Tamil Nadu, remaining parts of Comorin area, southeast Bay of Bengal and some more parts of southwest, West Central, East Central and northeast Bay of Bengal today the 4th June, 2026.

❖ The Northern Limit of Monsoon passes through 14°N/60°E, 13.5°N/65°E, 13°N/70°E, Mangalore, Uthagamandalam, Kodaikanal, Thoothukudi, 8.8°N/79°E, 11°N/83°E, 14.5°N/87°E, 17.5°N/90°E,20°N/93°E and 22°N/95°E as on 4th June 2026.

❖ Conditions are favorable for further advance of southwest monsoon into some more parts of central Arabian Sea, entire Goa, some parts of Maharashtra and Andhra Pradesh, some more parts of Karnataka, remaining parts of Tamil Nadu, Southwest Bay of Bengal, some more parts of West Central, East Central and Northeast Bay of Bengal, some parts of Northeastern state during next 2-3 days.

ગુજરાતી માં વિગત પ્રતીક પાનસુરીયા તરફ થી આજ ની કમેન્ટ મુજબ
તારીખ 04 જૂન 2026

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન

– નૈઋત્યનું ચોમાસું આજે, 04 જૂન 2026 ના રોજ દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, મધ્યપશ્ચિમ અને મધ્યપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને માહે, કર્ણાટકના કેટલાક ભાગો, તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણપશ્ચિમ, મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે.

– નૈઋત્યના ચોમાસાની ઉત્તરીય સીમા 14°N/60°E, 13.5°N/65°E, 13°N/70°E, મેંગલુરુ, ઉધગમંડલમ, કોડાઈકેનાલ, તૂતુકુડી, 8.8°N/79°E, 11°N/83°E, 14.5°N/87°E, 17.5°N/90°E, 20°N/93°E અને 22°N/95°E માંથી પસાર થાય છે.

– આગામી 2 થી 3 દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, કર્ણાટકના વધુ કેટલાક ભાગો, તમિલનાડુના બાકીના ભાગો, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી તેમજ મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગો અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

– એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી ઊંચાઈ વચ્ચે ઉપલા સ્તરના ચક્રવાતી પરિભ્રમણ સ્વરૂપે સ્થિત છે.

– તેના પ્રભાવ હેઠળનું પ્રેરિત ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સ્થિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

– મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર આવેલા ઉપલા સ્તરના ચક્રવાતી પરિભ્રમણથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.

– ઉત્તર હરિયાણા અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

– મધ્ય ઉત્તર પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરતું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

– ઉત્તર બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ હવે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ બિહાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઊંચાઈએ સ્થિત છે.

– ગોવા અને લાગુ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

– મરાઠવાડાથી કોંકણ અને ગોવા થઈને દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર સુધી એક ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ લંબાય છે.

– દક્ષિણ તેલંગાણા અને લાગુ દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ તથા યાનમ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

– ઉત્તર અંદામાન સમુદ્ર અને આસપાસના વિસ્તારો પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે આવેલું ઉપલા સ્તરનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે.

Caution: 

Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું