હાલનો La Niña સંકેત બે મહિના જૂનો – 2025–26ના શિયાળામાં પૂર્ણ-રૂપે વિકસિત La Niña થવાની સંભાવના ઓછી
Enso Status 5th જાન્યુઆરી 2026
ડિસેમ્બર 2025ના અંત સુધીમાં, ચાલુ La Niña સંકેતને બે મહિના થયા છે. Niño-3.4 સસ્ત (દરિયાની સપાટી ના તાપમાન ) ના અંગે ની આગાહી ના આધારે, ભારતીય શિયાળાની બાકી અવધિ દરમિયાન પૂર્ણ-રૂપે વિકસિત La Niña બનવાની શક્યતા નથી, અને વ્યવહારિક રીતે તે શક્ય લાગતી નથી. ભારતીય શિયાળો ફેબ્રુઆરી 2026માં પૂર્ણ થતો હોવાથી, La Niña સ્થિતિ માટે જરૂરી સતત અવધિ પ્રાપ્ત થવા માટે પૂરતો સમય ઉપલબ્ધ નથી.
કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તો 2026 દરમિયાન El Niño તરફ ઝુકાવ દર્શાવી રહી છે. જોકે, હાલ આ વિશે કહેવું વહેલું છે, કારણ કે વર્તમાન La Niña થ્રેશ હોલ્ડ ને પહેલા ENSO ન્યુટ્રલ થવો જરૂરી છે.
હાલ નું ONI સ્થિતિ:
હાલ સુધી બે સતત La Niña thresholds પ્રાપ્ત થયા છે:
SON 2025 (September–October–November): ONI = –0.5 °C
OND 2025 (October–November–December): ONI = –0.5 °C
આ મૂલ્યો દર્શાવે છે કે બે એકબીજા પર આવરી લેતી ત્રણ-માસીય ઋતુઓ માટે La Niña થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થઈ ચૂકી છે.
Full-Fledged La Niña માટે NOAAના માપદંડ
NOAA દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર, પૂર્ણ-રૂપે વિકસિત La Niña ઘટના માટે ONI મૂલ્યો –0.5 °C અથવા તેનાથી ઓછા એવા પાંચ સતત એકબીજા પર આવરી લેતા ત્રણ-માસીય સમયગાળા જરૂરી હોય છે.
SON અને OND 2025 પ્રથમ બે યોગ્ય સમયગાળા ગણાય છે. બાકી ત્રણ ઋતુઓ—NDJ, DJF, અને JFM (2025–26)—માં પણ La Niña થ્રેશ હોલ્ડ સતત જળવાઈ રહેવી જરૂરી છે. હાલના ના અનુમાનો આ તમામ સમયગાળામાં એવી સતત La Niña થ્રેશ હોલ્ડને સમર્થન આપતા નથી.
આ વિશ્લેષણમાં ઉપયોગમાં લેવાયેલ ONI data, Climate Prediction Center (CPC) તરફથી મેળવવામાં આવ્યો છે, જે National Weather Service (NWS) હેઠળ કાર્ય કરે છે.
ONI Revisions અંગે મહત્વપૂર્ણ નોંધ:
CPCએ તાજેતરમાં તેની ક્લાયમેટોલોજિકલ બેસ પિરિયડ ને 1996–2025 સુધી અપડેટ કરી છે, જે તેની નિયમિત પાંચ-વર્ષીય revision પ્રક્રિયાનો ભાગ છે. આ સુધારેલી climatology જાન્યુઆરી 2026માં ઔપચારિક રીતે અપનાવવામાં આવી છે અને તેના પરિણામે તાજેતરના ONI મૂલ્યોમાં નાનાં સુધારા થયા છે.
છેલ્લું તારણ:
અપડેટ કરેલી climatology અને NOAAના સત્તાવાર વર્ગીકરણ માપદંડના આધારે, એવી અપેક્ષા છે કે 2025–26નો ભારતીય શિયાળો (December 2025થી February 2026) પૂર્ણ-રૂપે વિકસિત La Niña નોંધાય તે પહેલાં જ સમાપ્ત થઈ જશે, બે La Niña થ્રેશ હોલ્ડ ટૂંકા સમય માટે પ્રાપ્ત થયા હોય, અનુમાનો સૂચવે છે કે જરૂરી એવા પાંચ સતત એકબીજા પર આવરી લેતા ત્રણ-માસીય સમયગાળાઓ સુધી આ સ્થિતિ જળવાઈ રહેવાની શક્યતા ઓછી છે. તેથી, ઐતિહાસિક અને વિધિવત બન્ને દૃષ્ટિકોણથી, આ સમયગાળાને ENSO-ન્યુટ્રલ તરીકે વર્ગીકૃત કરવામાં આવવાની સંભાવના છે.
Latest Oceanic Nino Index Graph Shows Two La Nina
Thresh Hold Achieved At The End Of December 2025

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from April 2024. Recently revised Climate Base 1996-2025. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2024 4 28.60 27.71 0.89 2024 5 28.17 27.83 0.34 2024 6 27.90 27.67 0.23 2024 7 27.34 27.25 0.09 2024 8 26.74 26.81 -0.07 2024 9 26.46 26.68 -0.22 2024 10 26.45 26.67 -0.22 2024 11 26.46 26.65 -0.19 2024 12 26.00 26.50 -0.49 2025 1 25.82 26.38 -0.56 2025 2 26.33 26.61 -0.28 2025 3 27.30 27.19 0.11 2025 4 27.69 27.71 -0.02 2025 5 27.80 27.83 -0.02 2025 6 27.66 27.67 -0.01 2025 7 27.15 27.25 -0.10 2025 8 26.49 26.81 -0.32 2025 9 26.25 26.68 -0.43 2025 10 26.22 26.67 -0.45 2025 11 26.01 26.65 -0.64 2025 12 25.94 26.50 -0.56
ENSO પરિસ્થિતિઓનું મોનિટરિંગ કરતી વિવિધ આંતરરાષ્ટ્રીય Weather/Climate Agenciesના સંકેતો અને વિશ્લેષણ નીચે દર્શાવવામાં આવ્યા છે:
સારાંશ દ્વારા: Climate Prediction Center / NCEP
તારીખ: 29th December 2025
ENSO Alert System Status: La Niña Advisory
La Niña હાજર છે.*
Equatorial Pacific Oceanના East central અને Eastern ભાગોમાં sea surface temperatures (SSTs) સામાન્ય કરતાં ઓછા છે.
Tropical Pacific Ocean ઉપરના atmospheric anomalies, La Niña સાથે સુસંગત છે.
આગામી એક અથવા બે મહિના સુધી La Niña ચાલુ રહેવાની સંભાવના છે, ત્યારબાદ January–March 2026 દરમિયાન ENSO-neutral તરફ પરિવર્તન સૌથી વધુ સંભવિત છે (68% chance).*
નોંધ: આ નિવેદનો દર મહિને એક વખત (દર મહિને 2nd Thursday) ENSO Diagnostics Discussion સાથે સંકળાયેલા રૂપે અપડેટ કરવામાં આવે છે, જે અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
The Long Paddock – Queensland Government મુજબના તાજેતરના (preliminary) Southern Oscillation Index મૂલ્યો નીચે મુજબ છે:
The Long Paddock – Queensland Government અનુસાર, December 2025ના અંતે 30 Days average SOI –1.47 હતો અને 4th January 2026ના રોજ તે +3.95 નોંધાયો હતો. તેમજ 4th January 2026ના રોજ 90 Days average SOI +8.05 હતો. માસિક મૂલ્યો neutral zoneમાં છે.
- Bureau of Meteorology ઑસ્ટ્રેલિયા (23 December 2025) મુજબ:Tropical Pacific વિસ્તારમાં La Niña યથાવત છે. 21 December 2025ને પૂર્ણ થતી સપ્તાહ માટે Niño3.4 SST index −0.91 °C રહ્યો હતો, જે La Niña સાથે સુસંગત છે, અને mid-to-late Septemberથી મૂલ્યો threshold આસપાસ ફેરફાર કરતા રહ્યા છે. Atmospheric indicators—જેમ કે trade winds, pressure અને cloud patterns—La Niña પરિસ્થિતિને સતત સમર્થન આપે છે. Tahiti નજીક તાજેતરની tropical activityના કારણે 30-day SOI ટૂંકા સમય માટે −0.1 સુધી ઘટ્યો હતો, પરંતુ 60-day અને 90-day SOI મૂલ્યો અનુક્રમે +7.0 અને +6.6 છે, જે La Niña સ્તર નજીક છે. BOMના મોડેલ્સ મુજબ La Niña early 2026 સુધી ચાલુ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ ENSO-neutral તરફ પાછું ફરશે, જે સામાન્ય ENSO decay કરતાં વહેલું છે અને મોટા ભાગના આંતરરાષ્ટ્રીય મોડેલ્સ સાથે સુસંગત છે.
BOM has introduced Relative Niño indices
The details about Relative Index is here


