Minimum Temperature Expected To Decline During During 5th-12th November Towards Normal & Then Below Normal Over Saurashtra Gujarat & Kutch – Update 5th November 2025
Current Weather Conditions on 5th November 2025
Maximum temperature has been below normal over most parts of Saurashtra, Gujarat & Kutch. However, the minimum temperature has remained above normal across most parts of Saurashtra, Gujarat, and Kutch during the past few days, with values generally 1°C to 3°C above normal at many places across the state. Above-normal minimum temperatures persisted on 5th November, indicating lingering morning warmth before the expected decline in the coming days.
Minimum Temperature on 5th November was as under:
Ahmedabad 22.1 C which is 3 C above normal.
Vadodara 22.4 C which is 3 C above normal.
Bhuj 22.6 C which is 3 C above normal.
Rajkot 20.0 C which is 1 C above normal
Deesa 21.1 C which is 3 C above normal.
Forecast: Saurashtra, Gujarat & Kutch (5th–12th November 2025)
The minimum temperature is expected to decline gradually by about 2°C to 3°C by 8th November, bringing conditions close to normal. Thereafter, a further fall of 2°C to 3°C is likely during 9th–12th November, resulting in below-normal minimum temperatures over most parts of the region.
Overall, the minimum temperature is expected to drop by 3°C to 5°C, with the minimum temperature range likely between 15°C and 18°C across many locations.
Winds are expected to be from varying in direction during the forecast period, with speeds ranging between 7–15 km/h. Some days may experience scattered clouds, but overall conditions are likely to remain mostly dry and clear.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 5થી 12 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાન નોર્મલ તરફ અને ત્યારબાદ નોર્મલ થી નીચે જવાની શક્યતા — અપડેટ 5 નવેમ્બર 2025
હાલની હવામાન સ્થિતિ (5 નવેમ્બર 2025)
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઓછું રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું છે, જે નોર્મલથી લગભગ 1°C થી 3°C વધારે નોંધાયું છે.
5 નવેમ્બરે પણ લઘુત્તમ તાપમાન નોર્મલથી વધુ રહ્યું હતું, જે આવતા દિવસોમાં અપેક્ષિત ઘટાડા પહેલા સવારના સમયની ઉષ્ણતા દર્શાવે છે.
5 નવેમ્બરનાં લઘુત્તમ તાપમાન નીચે મુજબ હતું:
-
અમદાવાદ: 22.1°C (નોર્મલથી 3°C વધારે)
-
વડોદરા: 22.4°C (નોર્મલથી 3°C વધારે)
-
ભુજ: 22.6°C (નોર્મલથી 3°C વધારે)
-
રાજકોટ: 20.0°C (નોર્મલથી 1°C વધારે)
-
ડિસા : 21.1°C (નોર્મલથી 3°C વધારે)
આગાહી : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ (5–12 નવેમ્બર 2025)
8 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં આશરે 2°C થી 3°C સુધીનો ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે તાપમાન નોર્મલની નજીક આવી જશે. ત્યારબાદ 9 થી 12 નવેમ્બર દરમિયાન વધુ 2°C થી 3°C નો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાન નોર્મલથી નીચે જશે.
કુલ મળી લઘુત્તમ તાપમાનમાં 3°C થી 5°C સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, અને મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાન 15°C થી 18°C ની વચ્ચે રહેવાની શક્યતા છે.
પવનની દિશા સમયાંતરે બદલાતી રહેવાની સાથે 7 થી 15 કિ.મી./કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે. કેટલાક દિવસોમાં છૂટાછવાયા વાદળો જોવા મળી શકે છે, જોકે હવામાન મોટાભાગે શુષ્ક અને ચોખ્ખુ રહેવાની ધારણા છે. આવતા સપ્તાહ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th November 2025
Forecast In Sanj Samachar Daily Dated 5th November 2025
તારીખ 6 નવેમ્બર 2025
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
– એક UAC મધ્યપૂર્વ અને તેની આસપાસના ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિલોમીટર વચ્ચે છે.
– એક UAC બાંગ્લાદેશ અને તેની આસપાસના ત્રિપુરા તથા દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિલોમીટર સુધી વિસ્તરે છે.
– દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીથી આંતરિક તમિલનાડુ માં થય ને ઉત્તર કેરળ સુધીનો ટ્રફ હવે મધ્ય બંગાળની ખાડીથી તમિલનાડુ, કર્ણાટક માં થય ને મધ્યપૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 5.8 કિલોમીટર વચ્ચે છે.
તારીખ 5 નવેમ્બર 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તથા સંલગ્ન બાંગ્લાદેશ કિનારા પરનું વેલ માર્કંડ લો પ્રેશર આજે તા. ૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૦૮:૩૦ કલાકે તે જ વિસ્તારમાં નબળું પડી ને લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી ૫.૮ કિલોમીટર ઊંચાઈ સુધી વિસ્તરે છે. – આ લો પ્રેશર આગામી ૨૪ કલાક દરમિયાન બાંગ્લાદેશ કિનારા સાથે અને તેની બંને બાજુએ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધશે અને નબળું પડવાની સંભાવના છે. – દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારો પરનું UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તથા સંલગ્ન બાંગ્લાદેશ કિનારા પર… Read more »
Somvare japtu pdya pchi Tuesday thi rate….raat rani ni sugandh aave che…means Winter bese a pela rate rate j sugandh aavti hoy a 🙂
સર ભૂર પવન કેટલાક દિવસ માં ચાલુ થશે?
Vancho
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thnx sir ji
અપડેટ બદલ આભાર સર
Thanks, saheb
Welcome Winter 2025-26!!
Thanks for new update
આભાર સાહેબ
જય શ્રી કૃષ્ણ સર , સર વિન્ડી માં ઝાકળ જોવા માટે બંને તાપમાન જોઈએ ત્યારે મોડલ ક્યુ સચોટ ગણાય ecmwf કે gfs
Banne jovo and SOLA Lemon karo
Sathe Meteogram pan chhe Menu ma alag alag vistar maate.
Thanks for new update sir
નવી અપડેટ માટે આભાર સાહેબ
વાહ ઠંડી આવી
Thank you sir for new update.
Thank you sir!!!
અપડેટ માટે ઉતાવળા જ્યાં ધરતાં ન જરીએ ધીર
કામ પતી ગ્યું કટકટાવિયા ખાવા ન ઊભા રિયા ખીર.
ખરેખર સરજી આપની સ્થિતપ્રજ્ઞતા ને વંદન છે…વરસાદ બંધ થતાં સૌ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયાં લાગે છે..નૂકશાન જ એટલું થયું છે કે ભલભલા વજરના હૈયાવાળા ય હરમત હારી જાય..અંતે તો કુદરત જ સર્વોપરી છે એ સત્ય સ્વીકારતાં થોડો સમય લાગે છે..આખાએ ચોમાસા દરમિયાન અને છેલ્લે માવઠાની અપડેટ સુધી આપે સખત અને સતત મહેનત કરી ખેડૂતોને પળે પળે માર્ગદર્શન આપ્યું છે.. કરોડોનું નૂકશાન થતું બચાવ્યું છે..એ માટે આપના સદાયે રુણી રહીશું..સાદર વંદન સહ આભાર.
Theks sr for new apdet
Thank you sir
Thank you for New update
Thank you sir
Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji…
Thanks for new update