રાજસ્થાન બાજુ ચોમાસાની વિદાય ના પડઘમ

તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ સવારે ૭.૦૦ વાગ્યા ના વાતાવરણ ની વિગત

સામાન્ય રીતે ચોમાસાની વિદાય રાજસ્થાન માંથી ૧ લી  સપ્ટેમ્બર આસપાસ થતી હોઈ છે. જોકે છેલ્લા પાંચ છ વર્ષ થી ચોમાસા ની વિદાય બે થી ત્રણ અઠવાડિયા મોડી થાય છે. આ વર્ષ પણ કંઈક એવું છે.  હવામાન ખાતા મૂજબ રાજસ્થાન માંથી ચોમાસાની વિદાય ૨૪  સપ્ટેમ્બર આસપાસ થાય તેવા પરિબળો ઊપસ્તીત થયેલ છે જેવા કે રાજસ્થાન બાજુ ભેજ નું પ્રમાણ ઘટેલ છે તેમજ વરસાદ નું પ્રમાણ પણ ઘટેલ છે.

ભારતમાંથી ચોમાસાની નોર્મલ  વિદાય ની તારીખ દર્શાવતો નક્શો

સૌરાષ્ટ્ર માં છેલ્લે ૧૪ તારીખે અમૂક સેન્ટરો માં વરસાદ થયેલ જેમાં નોંધપાત્ર રાજકોટ માં ૪૪ મીમી. ચોટીલા ૬૩ મીમી. પડધરી ૪૨ મીમી. અને ઉપલેટા માં ૪૧ મીમી. વરસાદ નોંધાયેલ. પરંતૂ સમગ્ર સૌરાષ્ટ્ર ની ૧૪ તારીખ ની રાશ ફક્ત ૭ મીમી, થયેલ. ત્યાર બાદ ખાસ વરસાદ નથી.

આગાહી : તા. ૨૦ થી ૨૫  સપ્ટેમ્બર

સૌરાષ્ટ્ર અને કચ્છ : આગાહી ના સમય ગાળા માં તા. ૨૦ થી ૨૨ સુધી માં છૂટ મૂટ સીમિત વિસ્તાર માં ઝાપટા ની શક્યતા. બાકી ના સમય ગાળા માં ખાસ કઈ શક્યતા નથી.

ગુજરાત: ખાસ કરી ને એમ. પી. તેમજ રાજસ્થાન ને લાગુ ગુજરાત ના વિસ્તાર માં હળવો વરસાદ અથવા ઝાપટા તા. ૨૦ થી તા. ૨૩ દરમ્યાન પડવાની શક્યતા છે.  બાકી ના સમય ગાળા માં ઓછી શક્યતા છે.

દક્ષીણ ગુજરાત: આજે તેમજ આગાહી ના સમય ગાળા માં બીજા એક દિવસે ઝાપટા ની શક્યતા છે.   બાકી ના સમય ગાળા માં ઓછી શક્યતા છે.