સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ માટે સાપ્તાહિક આગાહી

તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૨ રાત્રે ૯.૦૦ વાગ્યે ના વાતાવરણ ની વિગત

સૌરાષ્ટ્ર માં ઓગસ્ટ આખર સુધી વરસાદ ની કાગ ડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો ને સપ્ટેમ્બર મહિના માં ઘણી રાહત થઇ. તારીખ ૩ સપ્ટેમ્બર મૂજબ ની મારી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર માં સારો વરસાદ થયો છે અને હજુ વાતાવરણ સાનૂકૂળ છે.

બે દિવસ પહેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર છવાયેલ લો પ્રેસર આગળ વધી પૂર્વ રાજેસ્થાન તરફ આગળ વધેલ. સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર છવાયેલ સીસ્ટમ મોજુદ હતી. આ બંને સિસ્ટમ ગઈ કાલે એક બીજા માં ભળી ગઈ અને તે દક્ષીણ રાજેસ્થાન ઊત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ તેમજ લાગુ અરબી સમુદ્ર સુધી ના બહોળા વિસ્તાર માં છવાય ગઈ. આજે તે સિસ્ટમ ઊત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને લાગુ સિંધ ઉપર છવાયેલ છે. આજે કચ્છ અને લાગુ સૌરાષ્ટ્ર તેમજ સિંધ ઉપર વાદળો છે.

ઊત્તર પશ્ચિમ બંગાળ ની ખાડી અને લાગુ ઓરિસા પશ્ચિમ બંગાળના કાઠા ના વિસ્તાર માં એક અપર એર સાયકલોનીક સરકયુલેસન છવયેલ છે.

સૌરાષ્ટ્ર અને બંગાળની ખાડી ની સિસ્ટમ દર્શાવતો નકશો

ચોમાસું ધરી હાલ ઊત્તર ગુજરાત બારમેર કોટા સતના દીઘા અને બંગાળ ની ખાડી ઉપર થી પસાર થાય છે.
મોન્સૂન ટ્રફ હાલમાં ગુજરાતના કિનારા થી કેરલાના કિનારા સુધી સક્રિય છે.

સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ ઉપર નું લો પ્રેસર દર્શાવતો TMD નો નકશો તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૨ @ ૧૧.૩૦ સવારે

સામાન્ય રીતે જુલાય ની ૧૫ તારખે ચોમાસું વધુ માં વધુ સક્રિય હોઈ છે જયારે ચોમાસા ની સક્રિયતા દર્શાવતો ઇન્દેક્ષ ૧૦ આંક ઉપર હોઈ છે. આ વરસે ઓગસ્ટ માસ માં ઇન્દેક્ષ નબળો રહેલ અને હાલ સપ્ટેમ્બર માસ માં ચોમાસું ઇન્દેક્ષ અત્યારે ૧૨ છે જે પાછલા ત્રણ દિવસ પહેલા ૧૪ પહોંચેલ. આ ઇન્દેક્ષ આખા ઇન્ડિયા ના ચોમાસા ની સક્રિયતા દર્શાવે છે.

આગાહી : તારીખ ૮ થી ૧૪ સપ્ટેમ્બર

આ સાપ્તાહિક આગાહી છે. દર રોજ બધે વરસાદ પડે તેમ ના સમજવું. આ સમય ગાળા માં કટકે કટકે કૂલ વરસાદ ની શક્યતા દર્શાવેલ છે

સૌરાષ્ટ્ર ના ૫૦ ટકા વિસ્તાર માં ૩૦ થી ૫૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા
સૌરાષ્ટ્ર ના ૩૦ ટકા વિસ્તાર માં ૫૦ થી ૮૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા
સૌરાષ્ટ્ર ના ૨૦ ટકા વિસ્તાર માં ૮૦ થી ૧૨૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા
કચ્છ વિસ્તાર માં ૧૦ થી ૪૦ મીમી સુધી તેમજ છૂટો છવાયો વધુ વરસાદ પણ પડી શકે.
ઊત્તર ગુજરાત વિસ્તાર માં ૫૦ થી ૧૨૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા
મધ્ય ગુજરાત વિસ્તાર માં ૫૦ થી ૧૨૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા
દક્ષીણ ગુજરાત વિસ્તાર માં ૮૦ થી ૧૫૦ મીમી સુધી આ સમય ગાળા માં વરસાદ ની શક્યતા

Sindh and all areas of Pakistan bordering Rajasthan will also receive meaningful rainfall during this period.

નોંધ: gujaratweather.com વેબસાઇટ માં ફેરફાર કરવામાં આવે છે જેથી મોબાઇલ ફોન માં પણ વેબસાઇટ સારી રીતે જોઈ શકાય.