એલ નિનો – લા નીના ઘોષણા ના માપદંડ

વિવિધ ઈંટરનેસનલ એજન્સીઓ ENSO ની પરિસ્થિતી નું મોનીટરીંગ કરે છે. એલ નીનો ડિક્લેર કરવા માટે પ્રશાંત સમુદ્ર ના નીનો વિસ્તારો ના નોર્મલ દરિયાયી તાપમાન (SST) થી માપ દંડ પ્રમાણે ના તફાવત અથવા SST ની અસંગતિ ઉપર નિર્ભર હોઈ છે.

 

નીનો વિસ્તારો ની સમજ

(map source: BOM, Australia)

oceanic-indices-map

 

Nino 1 : Latitude 0° to 5° S & Longitude 80° W to 90° W

Nino 2 : Latitude 5° S to 10° S & Longitude 80° W to 90° W

Nino 3 : Latitude 5°N to 5° S & Longitude 90° W to 150° W

Nino 3.4 : Latitude 5° N to 5° S & Longitude 120° W to 170° W

Nino 4 : Latitude 5°N to 5° S & Longitude 160° E to 150° W

 

અમેરિકા ના NOAA મૂજબ ઓસનિક નીનો ઇન્ડેક્ષ (ONI )

 

Niño 3.4 વિસ્તાર માં દરિયાયી સપાટી ના નોર્મલ તાપમાન થી જે ફરક હોઈ તેને SST કહેવાય જે ENSO ની આકારણી, મોનીટરીંગ અને આગાહી માટે નું મુખ્ય માપદંડ છે. નિનો 3.4 વિસ્તાર ના ત્રણ મહિનાની સળંગ શરેરાશ SST ને ઓસનિક નીનો ઇન્ડેક્ષ (ONI  ઇન્ડેક્ષ) કહેવાય.

 

NOAA મૂજબ એલ નિનો અને લા નીના  ની કાર્યલક્ષી વ્યાખ્યાઓ:

 

એલ નીનો ની શક્યતા ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ +0.5ºC અથવા ઊંચો હોઈ.
લા નીના ની શક્યતા ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ -0.5ºC અથવા નીચો હોઈ.
સંપૂર્ણ એલ નીનો કે લા નીના માટે આ ONI ઇન્ડેક્ષ +/- 0.5ºC અથવા વધુ વધુ હોવી જોઈએ જે  3 મહિનાની સળંગ પાંચ સીઝન સુધી રહેવી જોઈએ.

જોકે CPC મૂજબ એલ નીનો કે લા નીના એપિસોડ માટે SST અસંગતિ +/- 0.5ºC અથવા વધુ હોવી જોઈએ તેમજ સાથો સાથ એટ્મોસ્ફીયર ના પરિબળો પણ સુસંગત હોવા જોઈએ. આવી અસંગતિ સળંગ 3 મહિના ચાલુ રહે તેવું આગાહી માં જણાતું હોઈ.

 

ઓસ્ટ્રેલિયા ની બ્યુરો ઓફ મીટીઓરોલોજી: બીજી મહત્વ ની ઈન્ટરનેસ્નલ એજન્સી જે ENSO નું મોનીટરીંગ કરે છે.

BOM, Australia મૂજબ

 

એલ નીનો એપિસોડ માટે નીચે દર્શાવેલ કોઈ પણ ત્રણ પરિબળો પરિપૂર્ણ થવા જોઈએ:

દરિયાયી સપાટી નું તાપમાન ( SST ) : જો પ્રશાંત સમુદ્ર નો નિનો3 અથવા નિનો3.4 વિસ્તાર માં 0.8 °C અથવા વધુ ગરમ હોઈ.

પવનો: જો છેલા 4 મહિના દરમિયાન કોઈ પણ ત્રણ મહિના માટે પશ્ચિમ અથવા મધ્ય પ્રશાંત સમુદ્ર માં ટ્રેડ વિન્ડ શરેરાશ થી નબળા હોઈ.

સધર્ન ઓસીલેસન ઇન્ડેક્ષ (SOI): ત્રણ મહિના ની શરેરાશ SOI –7 અથવા નીચી હોઈ.
વિવિધ મોડેલ : જયારે વિવિધ કલાઇમેટ ની મોજણી માં બહુમતી મોડેલ મૂજબ પ્રશાંત સમુદ્ર ના નિનો3 અને નિનો3.4 વિસ્તાર માં ઓછામાં ઓછો 0.8 °C ગરમાવો વર્ષ આખર સુધી ચાલુ રહેશે તેવો મત હોઈ.

 

 

જાપાન મેટીઓરોલજીકલ એજન્સી (JMA) 

 

એલ નિનો અથવા લા નીના ની ઘટના જાહેર કરવા માટે JMA નિનો.3 વિસ્તાર ની SST અનિયમિતતા ઉપયોગ કરે છે.

JMA ની વ્યાખ્યા મૂજબ એલ નિનો (લા નિના ) નીનો.3 વિસ્તાર માં પાંચ મહિનાની શરેરાશ SST અસંગતા સળંગ છ મહિના અથવા લાંબા સમય સુધી + 0.5ºC ( -0.5ºC ) અથવા ઊંચી ( નીચે) ચાલુ રહે છે.

આ SST નીનો.3 વિસ્તાર ના ( 5ºN – 5ºS , 150ºW – 90ºW ) સમુદ્ર ની સપાટી નું માસિક સરેરાશ તાપમાન હોઈ છે.

NINO.3 વિસ્તાર માં SST અસંગતિ ની વ્યાખ્યા: આ વિસ્તાર ની માસિક સરેરાશ SST અને છેલ્લા  30 વર્ષના સમયગાળા પર આધારિત સરેરાશ SST વચ્ચે નો  તફાવત.

4.2 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
16 Add your comment here
Inline Feedbacks
View all comments