Varying Scattered Showers Light / Moderate Rain With Isolated Heavy Rain Expected Over Gujarat, Saurashtra & Kutch | Forecast: 26th September To 3rd October 2025
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં વધ ઘટ માત્રા માં છુટા છવાયા ઝાપટા / હળવો / મધ્યમ વરસાદ તેમજ સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા | આગાહી: 26 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર 2025
Current Weather Conditions – 26th September 2025
Forecast Period: 26th September to 3rd October 2025
Scattered showers and light to moderate rainfall (5–35 mm) are expected over Saurashtra, Kutch & Gujarat on some days during the forecast period. Rain coverage could increase on one of the days. The most active period is likely between 28th and 30th September.
Isolated heavy rainfall (35–100 mm) is likely mainly during 28th–30th September especially over South Gujarat and Coastal Saurashtra. Rain coverage could increase on one of the days
Note:
-
These rains would be considered unseasonal, especially in areas where the monsoon has already withdrawn in Gujarat State.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં વધ ઘટ માત્રા માં છુટા છવાયા ઝાપટા / હળવો / મધ્યમ વરસાદ તેમજ સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા | આગાહી: 26 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર 2025
હાલના હવામાનની સ્થિતિ – 26th September 2025
દક્ષિણપશ્ચિમી ચોમાસુની વિદાય – 26th September 2025
-
દક્ષિણપશ્ચિમી ચોમાસુમાંથી આજે વધુ ભાગોમાંથી વિદાય થઈ ગઈ છે:
-
ગુજરાત ના કેટલાક વધુ ભાગોમાંથી
-
સમગ્ર રાજસ્થાન
-
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ ના કેટલાક વધુ ભાગોમાંથી
-
સમગ્ર પશ્ચિમી હિમાલય પ્રદેશ (Jammu–Kashmir–Ladakh–Gilgit–Baltistan–Muzaffarabad, Himachal Pradesh, Uttarakhand)
-
-
દક્ષિણપશ્ચિમી ચોમાસુની ચોમાસુ વિદાય રેખા હાલમાં નીચેના સ્થળોથી પસાર થાય છે:
20°N/69°E, Veraval, Bharuch, Ujjain, Jhansi, Shahjahanpur અને 30°N/81°E.
બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ:
ઉત્તર અને જોડાયેલા મધ્યબંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવેલ લો પ્રેસર વિસ્તાર પશ્ચિમ તરફ ખસીને આજે 0530 IST પર ઉત્તરપશ્ચિમ અને જોડાયેલા મધ્યબંગાળની ખાડીમાં વેલ-માર્ક્ડ લો પ્રેસર તરીકે છે.
- જોડાયેલા યુએસી ની ઊંચાઈ 7.6 km સુધી છે અને ઊંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકે છે.
- આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તરપશ્ચિમ અને જોડાયેલા પશ્ચિમી-મધ્ય બંગાળની ખાડી, South Odisha–North Andhra Pradesh કાંઠા પાસેથી ડિપ્રેશનમાં બદલાઈ શકે છે.
- આશા છે કે આ 27th September ની સવારે South Odisha–North Andhra Pradesh કાંઠા પાર કરશે.
નોંધ: ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને જોડાયેલા પશ્ચિમી-મધ્ય બંગાળના ભાગો, South Odisha–North Andhra Pradesh કાંઠા ઉપરની અન્ય યુએસી ઉપરોક્ત સિસ્ટમ માં જોડાઈ ગઈ છે.
ટ્રફ:
ટ્રફ હાલમાં વેલ-માર્ક્ડ લો પ્રેસર સાથે જોડાયેલા ચક્રવાતીય સર્ક્યુલેશન પરથી South Maharashtra Coast સુધી વિસ્તરે છે, જે Telangana અને North Interior Karnataka પર 3.1 km થી 5.8 km ઉપર છે.
યુએસી:
ઉત્તરપૂર્વ અરબ સાગર અને આસપાસના વિસ્તારોમાં યુએસી 3.1 km ઉપર છે અને ટ્રફ Gujarat State તરફ વિસ્તરી રહ્યો છે.
થનાર પરિબળ:
આવતા દિવસો માં મુખ્ય સિસ્ટમ નો ટ્રફ મહારાષ્ટ્ર પરથી અરબી સમુદ્ર માં લંબાશે જે સૌરાષ્ટ્ર થી દક્ષિણે નજીક હશે. જેથી મહારાષ્ટ્ર અને અરબી સમુદ્ર પર અતિ ભારે વરસાદ ની શક્યતા છે. સિસ્ટમ ટ્રેક અને વરસાદ ની માત્રા માટે વિવિદ્ધ મોડેલ માં વધુ અંતર છે. આ સિસ્ટમ ટ્રેક તેમજ મજ્બુતાય નું નિરક્ષણ ચાલુ રહેશે અને જો કોઈ મોટો ફેર ફાર થશે તો અપડેટ આપવામાં આવશે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 26 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર 2025
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં છુટા છવાયા ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ (5–35 mm) કેટલાક દિવસો શક્ય છે. સૌથી સક્રિય સમયગાળો 28th–30th સપ્ટેમ્બર હોઈ શકે છે. વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના સિમિત વિસ્તારો માં ભારે વરસાદ (35–100 mm) જે મુખ્યત્વે મુખ્યત્વે 28th–30th સપ્ટેમ્બર દરમિયાન ખાસ કરી ને દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્ર માં વધુ શક્ય છે. વરસાદ વિસ્તાર એકાદ દિવસ વધી શકે છે.
- સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માંથી ચોમાસુ વિધિવત વિદાય થયેલ હોય આવા વિસ્તાર માં વરસાદ થાય તે માવઠું ગણાય.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Sanj Samachar Daily Dated 26th September 2025

Have khullu kyare thase saheb …
Aamnan ketak divas rehse Ashok sir ??????
Good afternoon sir સર હવે આ ખેલ પૂરો થાય તેની રાહ જૉઈને બેઠા સવી મગફળી ઉપાડવાનો ફુલ ટાઈમ આવી ગયો એટલે અમે આ સિસ્ટમનું રખોલુ રાખીને બેઠા સવી મોન્સુન બ્રેકના વર્તા પાણી ગયઢો મેં(થાકી ગયેલો વરસાદ)
Pakshim saurastra ma madhyam aave avi kai shakyta she sahib?
Halva japata chalu thaya
New
System thodi uper chale evu lage che to varsad na vistaar vadhi sake ne please ans
Bhavnagar thi sharuat thai gai chhe, aaje raat sudhima/Kaale savare Rajkot ma aavi jashe…
પૂર્વ વિદર્ભ અને આસપાસના વિસ્તાર નુ ડિપ્રેશન છેલ્લા છેલ્લા 6 કલાક દરમિયાન 43 કિમી કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને 28 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 5:30 વાગ્યે IST પર આ ડીપ્રેશર પશ્ચિમ વિદર્ભ અને આસપાસના વિસ્તારમાં, અક્ષાંશ 20.3°N અને રેખાંશ 77.0°E ની નજીક, અકોલા (વિદર્ભ) થી 50 કિમી દક્ષિણમાં, ઔરંગાબાદ (મરાઠવાડા) થી 180 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નાસિક (મધ્ય મહારાષ્ટ્ર) થી 330 કિમી પૂર્વમાં અને સુરત (ગુજરાત) થી 450 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું. આ ડીપ્રેશન મરાઠવાડા મધ્ય મહારાષ્ટ્ર માંથી લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને આગામી 12 કલાક દરમિયાન ધીમે ધીમે નબળુ પડીને વેલ માર્કડ લો પ્રેશર… Read more »
Sir IMD to bov varsad batave kona nasib hoy have ave tyare khabar pade !
Bhavnagar gramya vistaro ma halvo varsad chalu
આ સિસ્ટમ માં પણ imd ગયા વખત ના ડિપ્રેશન ની જેમ મૂંઝવણ માં છે. રાત્રે 11.30 વાગ્યા સિસ્ટમ ની update માં સિસ્ટમ ની દિશા પશ્ચિમ ઉત્તર પશ્ચિમ લખેલ. જ્યારે સવારે 5.30 વાગ્યા ની સ્થિતિ માં સિસ્ટમ પશ્ચિમ દિશા કહેલ છે. ને સિસ્ટમ નબળી પડતી જાય છે કારણકે સિસ્ટમ ની ઝડપ avg 40કિમી પ્રતિ કલાક થી આગળ વધવાની છે.
4 અલગ અલગ મોડલો જોતા એવું તારણ નીકળે છે. હાલ માં સિસ્ટમ મહારાષ્ટ્ર ના નદુબાર પાસે છે. Nullschool મુજબ સિસ્ટમ પશ્ચિમ ગતિ કરીને દરિયા માં જાય છે. Ventusky મુજબ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ ગતિ કરીને સુરત પર થી ગુજરાત માં પ્રવેશે છે. Windy ecwmf મુજબ પશ્ચિમ ઉત્તર ગતિ કરીને સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે થી પસાર થાય છે. Icon મોડેલ મુજબ સિસ્ટમ ખંભાત માંથી પ્રવેશ કરીને મધ્ય સૌરાષ્ટ્ર પર આવે છે. BBC mujab સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે ફરે છે..ટૂંકમાં લાસ્ટ depression ના ટ્રેક જેવું છે કે કઈ નક્કી કહી ન શકાય. અને બીજી વાત સિસ્ટમ બહુ ઝડપથી નજીક આવી છે બંગાળ ની ખાડી થી… Read more »
Vadodara ma savarthi varsadi vatavaran che. 7.15am thi 9.30am sudhi light to moderate rain.
Sir new update depression track no photo pinned Kari do.
Sir,aa raund ma varsad sathe pavan ni gati kevi rese aa check Kavi rite karvanu wind 900hp level ma jovanu hoy ke koi bija level ma.
Pavan windy ma surface etle ke Jamin and Dariya na level ma jovano hoy. Te pavan windy ma wind speed select karo etle dekhay.
Hu windy nathi vaparto etle IMD ma 925 hPa ma jov. Tema Pavan vadhu hoy etle surface ma pan hoy.
ભાવનગર મા ધીમો ધમો વરસાદ સાલૂ થયો છે