Isolated/Scattered Showers/Rain Expected Over Gujarat, Saurashtra & Kutch | Forecast: 4th–10 August 2025
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
Current Weather Conditions – 4th August 2025
Meteorological Analysis 4th August 2025
Forecast Period: 4th–10th August 2025
Although there are two UAC near Gujarat State, they lack good humidity at those levels. Humidity is present at 1.5 km level over Gujarat State. Scattered showers and light to moderate rainfall (5 to 20 mm) are likely on many days. On two of the days, different very isolated pockets could receive up to 35 mm rainfall. Overall, the rainfall is expected to remain below normal during the forecast period in Saurashtra & Kutch. Gujarat Region expected to get more coverage compared to Saurashtra & Kutch. Windy conditions will prevail on many days due to winds over Gujarat State from Arabian Sea.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં સીમિત વિસ્તાર/છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/વરસાદ ની શક્યતા | આગાહી: 4-10 ઓગસ્ટ 2025
આબોહવા વિશ્લેષણ – 4 ઓગસ્ટ 2025
(સવારે ૫:૩૦ વાગ્યે IST આધારિત)
-
સમુદ્ર સપાટીએનો મોનસૂન ટ્રફ હવે અમૃતસર, દેહરાદૂન, બરેલી, ગોરખપુર, પટણા, પુરનીયાથી પસાર થઈને પૂર્વ દિશામાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે.
-
એક યુએસી 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં દક્ષિણ પશ્ચિમ બંગાળ ની ખાડી પર નોર્થ તામિલનાડુ કિનારા નજીક યથાવત છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
-
એક પૂર્વથી પશ્ચિમ દિશામાં ચાલતો ટ્રફ 4.5 કિમીથી 7.6 કિમી ઊંચાઈ વચ્ચે હવે અંદાજે અક્ષાંશ 10°ઉ ઉપર સ્થિત છે, જે દક્ષિણપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો સુધી જાય છે.
-
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તાર ઉપરનું ઉપરનું યુએસી 3.1 કિમિ લગભગ 5.8 કિમી ઊંચાઈએ યથાવત્ છે.
-
ઉત્તર ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન ઉપરનું યુએસી 3.1 કિમિ પર સ્થિર છે.
-
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે મધ્ય અને ઉપરી ટ્રોપોસ્ફેરિક સ્તરોમાં ટ્રફ તરીકે જોવા મળે છે, તેની ધરી (axis) અંદાજે 74°E પર અને 32°N ઉત્તરે 5.8 કિમી ઊંચાઈએ સ્થિત છે.
આગાહી: સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત – 4 થી 10 ઓગસ્ટ 2025
ગુજરાત રાજ્ય નજીક બે યુએસી હોવા છતાં તે લેવલ માં ભેજ ઓછો છે. 1.5 કિમિ લેવલ માં ભેજ છે. ઘણા દિવસો દરમિયાન છૂટાછવાયા ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ (૫ થી ૨૦ મી.મી.) જોવા મળી શકે છે. અલગ અલગ બે દિવસ, કેટલાક ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં ૩૫ મી.મી. જેટલો વરસાદ પડી શકે છે. પૂર્વાનુમાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની શક્યતા છે. ગુજરાત રિજિયન માં વરસાદ નો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ કરતા વધુ રહેવાની શક્યતા. આગાહી સમય માં અરબી સમુદ્ર ના પવનો નું જોર ગુજરાત રાજ્ય માં ઘણા દિવસ રહેશે.
⚠️ Advisory
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th August 2025
Forecast In Sanj Samachar Daily Dated 4th August 2025

તારીખ 10 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન – ચોમાસુ ધરી (મોનસૂન ટ્રફ) હવે ફરીદકોટ, લુધિયાણા, નજીબાબાદ, શાહજહાંપુર, બલિયા, જલપાઈગુડી અને ત્યાંથી પૂર્વ-ઉત્તરપૂર્વ દિશામાં અરુણાચલ પ્રદેશ સુધી લંબાઈ છે. – પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિ.મી.સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. – એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિ.મી. પર છે. – એક UAC ઉત્તર આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
તારીખ 8 ઓગસ્ટ 2025 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 1. **ચોમાસુ ધરી **: સરેરાશ સમુદ્ર સપાટીએ ચોમાસુ ધરી હાલ ફેરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, ખેરી, પટના, બાંકુરા, દીઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. 2. **વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ**: વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પંજાબ અને તેની આસપાસના વિસ્તારો પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી.પર છે. સાથે મીડ લેવલ મા ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈએ આશરે 76°E અને 32°N થી ઉત્તર તરફ છે. 3. **UAC**: – એક UAC બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારો… Read more »
Have aajthi thodu picture clear thayu che em kehvay.
Tunku ne touch: 15th & 16th Aug na chutta chavaya zapta. 17th to 23rd Aug na sarvatrik varsad no round ane koi koi centre ma bhare thi atibhare varsad 18th & 19th Aug na. 17th Aug thi varsad na vistaar vadhse.
કોલા એ કલર પકડ્યો છે હવે આજે,,,ગામડા માં આપણે કોઈ ને પીળી ફાવે કોઈ ને કાળી ને કોઈ ને જામફળ વાળી લાલ,,,imd પણ કલરફૂલ છે,,મારો વહાલો કાનુડો મોજ કરાવશે,,,
પ્રણામ ગુરૂજી
જન્માષ્ટમી પર્વ ઉપર કાના ને વધાવવા ઢોલ નગારા સાથે મેધરાજા ખાસ દક્ષિણ ગુજરાત થી હેત વરસાવતા વરસાવતા દ્વારિકા આવશે
Sir tuku ne thac avse aje
Kanya lal kripa krase arthat varshad aavse
જય કનૈયાલાલ કી
અશોક ભાઈ ના ચાહક મિત્રો ને સાદર… ગૌરવ અને ગર્વ લેવા જેવી વાત.. આજે આપણે ગુજરાતનાં અનોખા સેવાભાવી વ્યક્તિ શ્રી અશોક ભાઈ ની વાત કરીશું… જેમણે એક અનોખો સેવા યગ્ન શરૂ કર્યો છે તેનેં નથી કોઇ ફંડ – ફાળાની જરૂર કે નથી કોઇ ફી…. છતા લોકો તેમનીં ટીપ્સનીં કાગડોળે રાહ જોવે છે… તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો છે… *#અશોકભાઇ પટેલ :- અશોકભાઇ તેમના આગવા અનુભવ અને સેટેલાઇટનાં અને હવામાન અને પ્રકૃતિનાં બહોળા અભ્યાસ અને અનુભવનેં આધારે વરસાદ, વાતાવરણ, પવનનીં દિશા, દરીયાની સ્થિતિ, ચક્રાવાત, વાવાઝોડા, લો – પ્રેશર વગેરે હવામાનનેં લગતી અનેક સચોટ માહિતી જન જન સુધી પહોંચાડે છે… તેમની આગાહી ખેડુતોનેં… Read more »
Mari aagahi Vignaik dhorane chhe.
https://www.facebook.com/share/p/1Cc5tWxsiP/
11મી ઓગસ્ટ 1979ના દિવસને મોરબીના રહેવાસીઓ ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. કેમ કે, આ દિવસે આજથી 45 વર્ષ પહેલાં મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો અને મોરબી ભારતના નકશામાંથી હતું ન હતું થઇ ગયું હતું. જે તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓ હતી. મોરબીની જુદીજુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારો પોતાના વતનમાં કે ગામડે જતા રહ્યા હતા. 11મી તારીખ પહેલાંના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરેલો હતો. તેવા સમયે એક ડેમનો માટીનો પાળો તૂટવાથી જળપ્રલયની ભયાનક ઘટના બની હતી. જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. કુદરતની… Read more »
જય મુરલીધર સાહેબ
જુલાઈ એન્ડ ની જેમ ફરીથી એક વખત જન્માષ્ટમી આજુબાજુ મોડલ પોઝિટિવ થયા છે
બસ તમારી હકારાત્મક અપડેટ્સ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ધરતીપુત્રો
Kalyanpur na Mitro ni ‘સંપી ને’ comment !
ઓગસ્ટ એન્ડ મા સુકા પવનો હેરાન કરી ગયા હતા
દેશી અને ટેકનોલોજી દ્વારા આગાહી કરવામાં લગભગ ૮૦% એક્સપર્ટ મિત્રો વાતાવરણ ના વળાંક ને સમજવા મા થાપ ખાઈ ગયા હતા
એટલે જ આ વખતે જોઈએ એવો જોસ નથી દેખાતો આગાહી મા
August End ?
સોરી સાહેબ
જુલાઈ એન્ડ ૨૮ જુલાઈ થી ૨ ઓગસ્ટ