Rainfall Activity to Reduce Across Saurashtra, Gujarat & Kutch During 4th-10th August 2026

Rainfall Activity to Reduce Across Saurashtra, Gujarat & Kutch During 4th-10th August 2026

તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા

Few parameters from IMD Mid-Day Bulletin 4th August 2026:
The Monsoon trough at mean sea level now passes through Anupgarh, Delhi, Shahjahanpur, Basti, Chapra and thence eastwards towards Nagaland.

The Western Disturbance as a trough in middle & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 68°E to the north of Lat. 32°N.

The upper air cyclonic circulation over Saurashtra & neighborhood at 5.8 km above mean sea level persists.

Weather Forecast for Saurashtra, Gujarat & Kutch (4th to 10th August 2026)

Gujarat Region:

  • Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August, with moderate rainfall on some days over South Gujarat.

Saurashtra & Kutch:

  • Rainfall: Isolated to scattered rainfall is likely during 4th to 10th August.


Summary:

Following the recent active monsoon spell, rainfall activity is expected to decrease across Gujarat State during 4th to 10th August. Most areas of Saurashtra & Kutch are likely to witness only isolated to scattered rainfall. Gujarat Region is also expected to receive isolated to scattered rainfall, with South Gujarat likely to experience moderate rainfall on some days. No widespread heavy rainfall is expected during this period.

Rainfall analysis of the Last Forecast Period by Parva Dhami:

Introducing: KOLA Interactive Rainfall Forecast Atlas

All India States and within each State up to District level Rainfall data is available. This data is based on IMD GFS Daily Precipitation Forecast for 1 to 10 days. 


તા. ૪થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા

 

IMD મિડ-ડે બુલેટિન (4 ઓગસ્ટ 2026)માંથી થોડા મુદ્દા:

ચોમાસાની ટ્રફ:
સરેરાશ સમુદ્ર સપાટી પર ચોમાસાની ટ્રફ હાલમાં અનુપગઢ, દિલ્હી, શાહજહાનપુર, બસ્તી અને છપરા થઈને ત્યાંથી પૂર્વ તરફ નાગાલેન્ડ તરફ પસાર થાય છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ:
મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફેરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ છે, તે હાલમાં અંદાજે 68°E રેખાંશ પર અને 32°N અક્ષાંશની ઉત્તર તરફ આવેલું છે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન:
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ આવેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.


સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છ માટે હવામાન આગાહી (4 થી 10 ઓગસ્ટ 2026)


ગુજરાત રિજિયન:

વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસે મધ્યમ વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:

વરસાદ: ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં અમુક દિવસ વરસાદની શક્યતા છે.

સારાંશ:

તાજેતરના સક્રિય ચોમાસા બાદ તા. ૪થી ૧૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગે આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ગુજરાત રિજિયનમાં પણ આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા નથી.

 

પરિચય: KOLA Interactive Rainfall Forecast Atlas

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th August 2026

Forecast In Sanj Samachar Daily Dated 4th August 2026

KOLA Interactive Rainfall Forecast Atlas