6 નવેમ્બર 2025 ના ENSO સ્ટેટસ
વિશ્લેષણ અને ટિપ્પણી: અશોક પટેલ
ભારત મેટીરિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) સહિત અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ 2025–26 ના ભારતીય શિયાળામાં La Niña વિકસવાની શક્યતા દર્શાવી હતી. NOAA ના માપદંડના આધારે મારી વિશ્લેષણ નીચે મુજબ છે.
ENSO એ ગર્ભ ધારણ કર્યું – La Niña હવે ગર્ભમાં!
પરંતુ 2025–26 ના ભારતીય શિયાળામાં સંપૂર્ણ La Niña થિયોરેટીકલી શક્ય નથી
(NOAA ના નિયમો પર આધારિત)
ASO (August–September–October) માટે ONI –0.5 °C પર પહોચી ગયો છે — એટલે કે La Niñaનો પહેલો thresh hold પ્રાપ્ત થયો.
ખરેખર ગણતરી પ્રમાણે ONI –0.453 °C હતો, પરંતુ NOAA ની round કરવાની પ્રણાલી મુજબ તેને –0.5 °C ગણવામાં આવ્યો.
આને સહજ ભાષામાં કહીએ તો:
ENSOએ દીકરીનો ગર્ભ ધારણ કર્યો છે – અને ઓક્ટોબર 2025ના અંત સુધી ગર્ભ માત્ર એક મહિનાનો થયો છે.
La Niña ને “જન્મ” માટે ગર્ભ પાંચ મહિના રહેવો જોઈએ. (પાંચ 3-મહિના overlap પિરિયડ સતત thresh hold હેઠળ રહેવા જરૂરી છે).
NOAA મુજબ સંપૂર્ણ La Niña ક્યારે ગણાય?
-
El Niño → ONI ≥ +0.5 °C
-
La Niña → ONI ≤ –0.5 °C
-
સમગ્રપણે માન્ય La Niña માટે:
ઓછામાં ઓછા 5 સતત overlap થતાં ત્રણ મહિનાના પિરિયડ thresh hold હેઠળ હોવા જોઈએ.
ASO 2025 પ્રથમ પિરિયડ છે, એટલે આગળના ચાર પિરિયડ જરૂરી છે:
SON → OND → NDJ → DJF (2025–26)
આ પાંચેય ≤ –0.5 °C રહેશે ત્યારે જ NOAA તેને પૂર્ણ La Niña તરીકે જાહેર કરશે.
✅ શા માટે સંપૂર્ણ La Niña ફેબ્રુઆરી પહેલાં થિયોરેટીકલી બની જ શકતી નથી?
પૂર્ણ La Niña ફેબ્રુઆરી 2026ના અંત પહેલા થિયોરેટીકલી શક્ય નથી.
કારણ કે:
-
ASO 2025 પહેલો માન્ય overlap પિરિયડ છે
-
તેના પછી SON → OND → NDJ → DJF મળી કુલ 5 પિરિયડ પૂર્ણ થશે
-
આ પાંચમો પિરિયડ (DJF) ફેબ્રુઆરી 2026ના અંતે પૂરો થશે
અટલે કે NOAA નિયમ મુજબ:
ફેબ્રુઆરી 2026ના અંત પહેલાં સંપૂર્ણ La Niña જાહેર થવી શક્ય જ નથી.
આથી, ભારતીય શિયાળો (ડિસેમ્બર–ફેબ્રુઆરી) પૂરો થઈ ગયો હશે, અને ત્યાર બાદ જ La Niña “જન્મે” તેવી શક્યતા છે.
જો thresh hold માત્ર 4 અથવા ઓછા પિરિયડ માટે જ પૂર્ણ થાય, તો આ સમગ્ર સમયગાળો ઐતિહાસિક રીતે ENSO Neutral ગણાય.
La Niñaનો પહેલો thresh hold — તે પણ માંડ માંડ
NOAAની round કરવાની રીતને કારણે ONI –0.5 °C દેખાય છે:
-
ઑગસ્ટ anomaly: –0.36 °C
-
સપ્ટેમ્બર anomaly: –0.47 °C
-
ઑક્ટોબર anomaly: –0.53 °C
-
ASO સરેરાશ = –0.453 °C, પણ round થઈને –0.5 °C
આ round-off ને કારણે near miss La Niña હવે threshold achieved માં પરિવર્તિત થયું — એટલે કે સંકેત માંડ માંડ થયો .
ONI કેવી રીતે નક્કી થાય?
ONI એ Niño 3.4 રીજનનું 3-મહિનાનું ચલ સરેરાશ SST anomaly છે, જે ERSST.v5 ડેટાસેટ પરથી લેવામાં આવે છે.
ENSOની official વ્યાખ્યા NOAA માત્ર આ ONI અને તેના સતત season-to-season trend પર આધારિત રાખે છે.
