A Low Pressure Has Developed Over East Central Bay Of Bengal & Adjoining Myanmar Coast Today 18th September 2018

Update on 18th September 2018

Daily Rainfall figures are here

Gujarat Dam storage details are here

 

Meteorological features partly based on IMD Evening Bulletin:

Under the influence of the Cyclonic Circulation a Low Pressure area has formed over East Central Bay of Bengal and adjoining Myanmar coast. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is likely to become more marked and concentrate into a Depression during next 36 hours. The System is likely to move West Northwestwards towards North Andhra Pradesh­ South Odisha coasts during the same period.

The trough at 7.6 km above mean sea level now runs roughly along Lat. 15°N across the Cyclonic Circulation associated with the above system.

The Cyclonic Circulation over Arabian Sea and adjoining areas of Konkan and Saurashtra between 3.1 km & 4.5 km above mean sea level persists.

 

 

Saurashtra, Gujarat & Kutch:

Advance Indications: 22nd to 26th September 2018 (Confidence 50-60%)

The Bay of Bengal System expected to track towards Maharashtra and then Madhya Pradesh by 22nd September. This System is expected to benefit Gujarat & parts of Saurashtra/Kutch between 22nd to 26th September 2018.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

 

હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 18 સપ્ટેમ્બર 2018

બંગાળ ની ખાડી ના યુએસી ની અસર તેમજ ચીન/વિયેટનામ બાજુ ની સિસ્ટમ ‘માન્ગખુટ’ ના અવશેષ ની સંયુક્ત અસર થી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી માં લાગુ મ્યાનમાર કિનારા આસપાસ લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ બાજુ ઝુકે છે. આ લો પહેલા વેલમાર્કડ અને ત્યાર બાદ ડિપ્રેસન થવાની શક્યતા છે આવતા 36 કલાક માં. સિસ્ટમ તે સમય દરમિયાન આંધ્ર /ઓડિશા કિનારા તરફ ગતિ કરશે.

15 N લેટિટ્યૂડ પર 7.6 કિમિ ના લેવલ માં એક ટ્રફ છે જે સિસ્ટમ ના યુએસી માંથી પાસ થાય છે.

એક યુએસી અરબી સમુદ્રમાં છે જે સૌરાષ્ટ્ર અને કોંકણ નજીક છે 3.1 કિમિ થી 4.5 કિમિ ની ઉંચાઈએ છે

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

આગોતરું એંધાણ: 22 થી 26 સપ્ટેમ્બર 2018 (વિશ્વાસતા 50-60%)

બંગાળ ની ખાડી ની સિસ્ટમ 22 સપ્ટેમ્બર 2018 આસપાસ મહારાષ્ટ્ર થઇ ને એમ પી સુધી આવશે. આ સિસ્ટમ થી ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ ના અમૂક ભાગો ને ફાયદો કરે તેવી સંભાવના છે.

વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે.

 


સાવચેતી:

સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

NRL IR Satellite Image of 97B.INVEST on 18th September 2018 @ 1430 UTC