સૌરાષ્ટ્રમાં વરસાદ ના રાઉન્ડ ના ઊજળા સંજોગો

તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ સવારે ૧૧.૦૦ વાગ્યે

ગઈ કાલે છતીશગઢ અને આસપાસ ના વિસ્તારો માં લો પ્રેસર છવાયેલું તે આજે દક્ષીણ મધ્ય પ્રદેશ અને લાગુ વિદર્ભ વિસ્તાર ઉપર છવાયેલ છે. સાથે અપાર એર સાયક્લોનીક સર્કુલેસન પણ છે. તેને અનૂસંગિક વાદળ સમૂહ હાલ નોર્થ મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર છવાયેલ છે. આ સીસ્ટમ હજુ પશ્ચિમ તરફ આગળ વધશે.

આની અસર થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ની સારી શક્યતા થઇ છે.

તારીખ ૨૨ થી ૨૫ દરમ્યાન નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાત માં વરસાદ થશે.

તારીખ ૨૨ થી ૨૭ દરમ્યાન સૌરાષ્ટ્ર માં દર રોજ અલગ અલગ વિસ્તાર માં વરસાદ થશે. અમૂક વિસ્તાર માં કટકે કટકે એક થી વધુ દિવસો વરસાદ થશે. જનરલ વરસાદ ના રાઉન્ડ થી સૌરાષ્ટ્ર ના મહત્તમ વિસ્તાર આવરી લેશે.

આ સમય ગાળામાં એક કે બે દિવસ કચ્છ ના અમૂક વિસ્તાર માં પણ વરસાદ થશે.

હાલ માં ગરમી નું પ્રમાણ વધુ છે જે આવતી કલ્લ થી ઘટશે. તેવી રીતે પવન નું જોર તારીખ ૨૩ સુધી રહેશે અને ત્યાર બાદ પવન ની ઝડપ સામાન્ય થશે.

હાલ ઉપલા લેવલે ભેજ નું પ્રમાણ ઓછું છે તે આવતી કાલ થી ૧ કિમી થી ૫ કિમી ઊંચાયે વધશે.

નોંધ : અકિલા માં છપાયેલ  કૃષિ ને બદલે પશ્ચિમ વાંચવું

અકિલા માં આપેલ આગાહી ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩

akila_21092013_headingakila_21092013