એલ નિનો અપડેટ – 7th May 2015

નીનો વિસ્તારો ની સમજ

(map source: BOM, Australia)

oceanic-indices-map

 

Nino 1 : Latitude 0° to 5° S & Longitude 80° W to 90° W

Nino 2 : Latitude 5° S to 10° S & Longitude 80° W to 90° W

Nino 3 : Latitude 5°N to 5° S & Longitude 90° W to 150° W

Nino 3.4 : Latitude 5° N to 5° S & Longitude 120° W to 170° W

Nino 4 : Latitude 5°N to 5° S & Longitude 160° E to 150° W

 

એલ નીનો ડિક્લેર કરવા માટે પ્રશાંત સમુદ્ર ના અલગ અલગ નીનો વિસ્તારો ના નોર્મલ દરિયાયી તાપમાન એટલે કે “સી સરફેસ ટેમ્પરેચર” (SST) મા આવેલ ફેરફાર ઉપર નિર્ભર હોઈ છે. દરેક મહિનાનું નોર્મલ SST જૂદૂ જૂદૂ હોઈ છે. જેથી હાલ નું પ્રવર્તતું SST અને તે મહિનાનું નોર્મલ SST વચ્ચે ના તફાવત ને SST એનોમલી કહેવાય.
દાખલા તરીકે છેલ્લા 12 મહિના નું Niño 3.4 વિસ્તાર ના SST, નોર્મલ SST, SST એનોમલી આ પ્રમાણે છે.

Year Month SST  Normal SST Anomaly
2014  5  28.16  27.91  0.25
2014  6  27.81  27.69  0.12
2014  7  27.30  27.28  0.02
2014  8  26.83  26.92  -0.09
2014  9  27.01  26.83  0.18
2014 10  27.25  26.79  0.46
2014 11  27.57  26.74  0.83
2014 12  27.36  26.69  0.67
2015  1  27.21  26.68  0.53
2015  2  27.31  26.84  0.47
2015  3  27.84  27.34  0.50
2015  4  28.60  27.81  0.79

જાન્યુઆરી SST એનોમલી = +0.53ºC

ફેબ્રુઆરી SST એનોમલી = +0.47ºC

માર્ચ SST એનોમલી = +0.50ºC

એપ્રિલ SST એનોમલી = +0.79ºC

ONI_FMA_2015

નીનો 3.4 વિસ્તાર ના ત્રણ મહિનાની સળંગ શરેરાશ SST એનોમલી ને ઓસનિક નીનો ઇન્ડેક્ષ (ONI ) કહેવાય.

છેલ્લા 6 ત્રિમાસિક સીઝન ના ONI Index આ પ્રમાણે છે:
SON 2014= +0.5ºC and OND 2014 = +0.7ºC, NDJ 2015=0.7ºC, DJF 2015=0.6ºC, JFM 2015=0.5ºC & FMA 2015=0.6ºC.

 

NOAA મૂજબ એલ નિનો અને લા નીના ની કાર્યલક્ષી વ્યાખ્યાઓ:

એલ નીનો ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ +0.5ºC અથવા ઊંચો હોઈ.
લા નીના ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ -0.5ºC અથવા નીચો હોઈ.
સંપૂર્ણ એલ નીનો કે લા નીના માટે આ ONI ઇન્ડેક્ષ +/- 0.5ºC અથવા વધુ વધુ હોવી જોઈએ જે પાંચ ત્રિમાસિક સીઝન સુધી રહેવી જોઈએ.

ઉપર જોયું તે પ્રમાણે એલ નીનો માર્ચ 2015 થી પ્રસ્થાપિત થઇ ગયો છે, જોકે હજુ નબળો એલ નીનો ગણાય.

ઓસ્ટ્રેલિયા ની બ્યુરો ઓફ મીટીઓરોલોજી તેમજ જાપાન મેટીઓરોલજીકલ એજન્સી (JMA) પણ એલ નીનો નું મોનીટરીંગ કરે છે પરંતુ તેઓના માપ દંડ અમેરિકન અજેન્સી થી અલગ છે.

38 Replies to “એલ નિનો અપડેટ – 7th May 2015”

 1. sir , aa year ma arbi samudra ma koy varsad ni systems ubhi thay nathi aevu lage chhe….tenu karan su hase …ane gujarat ne arbi systems no vadhare faydo thay chhe?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *