એલ નિનો હજુ નબળા ની વ્યાખ્યા માં છે – 6th June 2015

નીનો વિસ્તારો ની સમજ

(map source: BOM, Australia)

oceanic-indices-map

 

Nino 1 : Latitude 0° to 5° S & Longitude 80° W to 90° W

Nino 2 : Latitude 5° S to 10° S & Longitude 80° W to 90° W

Nino 3 : Latitude 5°N to 5° S & Longitude 90° W to 150° W

Nino 3.4 : Latitude 5° N to 5° S & Longitude 120° W to 170° W

Nino 4 : Latitude 5°N to 5° S & Longitude 160° E to 150° W

 

એલ નીનો ડિક્લેર કરવા માટે પ્રશાંત સમુદ્ર ના અલગ અલગ નીનો વિસ્તારો ના નોર્મલ દરિયાયી તાપમાન એટલે કે “સી સરફેસ ટેમ્પરેચર” (SST) મા આવેલ ફેરફાર ઉપર નિર્ભર હોઈ છે. દરેક મહિનાનું નોર્મલ SST જૂદૂ જૂદૂ હોઈ છે. જેથી હાલ નું પ્રવર્તતું SST અને તે મહિનાનું નોર્મલ SST વચ્ચે ના તફાવત ને SST એનોમલી કહેવાય.
દાખલા તરીકે છેલ્લા 12 મહિના નું Niño 3.4 વિસ્તાર ના SST, નોર્મલ SST, SST એનોમલી આ પ્રમાણે છે.

 

2014   6   27.81   27.69    0.12
2014   7   27.30   27.28    0.02
2014   8   26.83   26.92   -0.09
2014   9   27.01   26.83    0.18
2014  10   27.25   26.79    0.46
2014  11   27.57   26.74    0.83
2014  12   27.36   26.69    0.67
2015   1   27.21   26.68    0.53
2015   2   27.31   26.84    0.47
2015   3   27.84   27.34    0.50
2015   4   28.62   27.81    0.81
2015   5   28.82   27.91    0.91

 

જાન્યુઆરી SST એનોમલી = +0.53ºC

ફેબ્રુઆરી SST એનોમલી = +0.47ºC

માર્ચ SST એનોમલી = +0.50ºC

એપ્રિલ SST એનોમલી = +0.81ºC

મે SST એનોમલી = +0.91ºC

 
ONI_MAM_2015
 

 

નીનો 3.4 વિસ્તાર ના ત્રણ મહિનાની સળંગ શરેરાશ SST એનોમલી ને ઓસનિક નીનો ઇન્ડેક્ષ (ONI ) કહેવાય.

 

છેલ્લા 7 ત્રિમાસિક સીઝન ના ONI Index આ પ્રમાણે છે:

SON 2014= +0.5ºC and OND 2014 = +0.7ºC, NDJ 2015=+0.7ºC,  DJF 2015=+0.6ºC, JFM 2015=+0.5ºC,  FMA 2015=+0.6ºC & MAM 2015=+0.7ºC.

 

NOAA મૂજબ એલ નિનો અને લા નીના ની કાર્યલક્ષી વ્યાખ્યાઓ:

એલ નીનો ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ +0.5ºC અથવા ઊંચો હોઈ.
લા નીના ની ઓળખ જયારે ONI ઇન્ડેક્ષ -0.5ºC અથવા નીચો હોઈ.
સંપૂર્ણ એલ નીનો કે લા નીના માટે આ ONI ઇન્ડેક્ષ +/- 0.5ºC અથવા વધુ વધુ હોવી જોઈએ જે પાંચ ત્રિમાસિક સીઝન સુધી રહેવી જોઈએ.

ઉપર જોયું તે પ્રમાણે એલ નીનો માર્ચ 2015 થી પ્રસ્થાપિત થઇ ગયો છે, જોકે હજુ નબળો એલ નીનો ગણાય કારણ કે ONI ઇન્ડેક્ષ હજુ 1.0ºC થી ઓછો છે. 

 

ઓસ્ટ્રેલિયા ની બ્યુરો ઓફ મીટીઓરોલોજી તેમજ જાપાન મેટીઓરોલજીકલ એજન્સી (JMA) પણ એલ નીનો નું મોનીટરીંગ કરે છે પરંતુ તેઓના માપ દંડ અમેરિકન અજેન્સી થી અલગ છે.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
6 Add your comment here
Inline Feedbacks
View all comments
chetan patel
chetan patel
22/09/2015 9:44 pm

Good

chhatrala jaydip
chhatrala jaydip
19/08/2015 4:25 pm

I have to ask that which index of el nino is best for rain means positive index or negative index. if positive than what value.and also for gujarat rain which el nino area is observe.

thank’s for support

Sanjay
Sanjay
29/06/2015 12:31 pm

Sir
Apanu havama khatu July &augatst Ma samany thi osho varasad thava nu kahe che . To su ell niño majabut thay che ?

saga
saga
10/06/2015 5:14 pm

nice