Southwest Monsoon Withdraws Further From More Parts Of Northwest India, Entire Delhi, Some Parts Of Uttarakhand, Uttar Pradesh & Madhya Pradesh On 10th October 2019

Current Weather Conditions on 10th October 2019

SW Monsoon Withdrawal details based on from India Meteorological Department:

Southwest monsoon has further withdrawn from most parts of Punjab, entire Haryana including Chandigarh & Delhi, some parts of Uttarakhand, some parts of Uttar Pradesh, North Madhya Pradesh, East Rajasthan and most parts of West Rajasthan. The Withdrawal Line of Monsoon now passes through Lat. 32°N/Long. 75°E, Gurdaspur, Chandigarh, Haridwar, Bahraich, Sultanpur, Orai, Sawai Madhopur, Jalore and Lat. 25.1°N/Long. 70.8°E.

Conditions are becoming favorable for further withdrawal of southwest monsoon from remaining parts of northwest India, some parts of east India and some more parts of Central India during next 2 days.

10 ઓક્ટોબર 2019:

દક્ષિણ પશ્ચિમ ચોમાસા એ આજે સમગ્ર હરિયાણા, દિલ્હી અને ચંદીગઢ માંથી, પંજાબ ના થોડા વધુ ભાગો, ઉત્તરાખંડ, યુપી, નોર્થ એમ.પી., તેમજ પૂર્વ રાજસ્થાન ના થોડા ભાગો માંથી, અને પશ્ચિમ રાજસ્થાન ના લગભગ ભાગો માંથી વિદાય લીધી.

ચોમાસુ વિદાય રેખા હવે Lat. 32°N/Long. 75°E, ગુરદાસપુર, ચંદીગઢ, હરિદ્વાર, સુલતાનપુર, ઓરાઈ, સવાઈ માધોપુર, ઝાલોર અને Lat. 25.1°N/Long. 70.8°E. માંથી પસાર થાય છે.

આવતા બે દિવસ માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થવેસ્ટ ઇન્ડિયા ના બાકી ના ભાગો માંથી, પૂર્વ ભારત ના થોડા ભાગો અને સેન્ટ્રલ ઇન્ડિયા ના થોડા વધુ ભાગો માંથી વિદાય લેશે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.